[Gujarati Club] કટાક્ષ-મહાયોગી શાઇની આહુજા.

 

કટાક્ષ-મહાયોગી શાઇની આહુજા. 

નોંધપાત્ર સમાચાર,

૧.ઘરની નોકરાણી પર કથિત બળાત્કારના આરોપસર,આશરે ૧૦૦ દિવસથી કેદખાનામાં બંધ,શાઇની આહુજા કોર્ટમાં બેભાન થઇ ઢળી પડ્યો.

૨. શાઇની ના બચાવપક્ષના વકીલના મત અનુસાર"પરસ્પર સંમતીથી બંધાયેલો સંબંધ બળાત્કાર નથી."

૩. સ્લિપ ડિસ્ક ના દર્દથી પિડાતા સાઇની નો આખરે જેલમાંથી જામીન પર છૂટકારો,
   
પત્ની અનુપમ આહુજાએ આનંદ વ્યક્ત કર્યો.

પ્રિય મિત્રો,

ઉપરના સમાચાર ચિત્તને ઝંઝોળી દેનારા છે,તમે પુછશો,શા માટે? 

હું સમજાવું તે પહેલાં તમને લાગણીશીલ કરે તેવો સવાલ પુછવાનું મન થાય છે.

સવાલ,

"આખો દિવસ ઘરનાં તમામ સ્વજનોની મૂંગા મોં એ સેવા કરી,અત્યંત થાકીને ઘસઘસાટ ઉંઘતી પત્નીના માથે આપે,"કામ સિવાય!!!" , ક્યારેય પ્રેમપૂર્વક હળવેથી હાથ ફેરવ્યો છે?"

હવે આગળ,આજે આપણે સાઇની વિશે નહીં,એની પેમાળ પત્ની શ્રીમતીઅનુપમ આહુજા વિશે વાત કરીએ.

શાઇનીને કથિત આરોપસર એરેસ્ટ કરતાંની સાથેજ,સત્ય સાંઇબાબા જેવા કર્લી પણ ઘટાદાર વાળનાં સ્વામીની,એવાં,કળીયુગમાં પણ સાવિત્રીના નવા અવતાર સમાન શાઇનીનાં અર્ધાંગિની,શ્રીમતીઅનુપમબહેને પત્રકાર પરિષદમાંખાત્રીપૂર્વક સ્ટેટમેન્ટ આપ્યુંકે,

સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તો જ શાઇની આવું અધમ કૃત્ય કરે.

સત્યવાન-સાવિત્રીની અમર કથા અનુસાર,મૃત્યુપાશમાં જકડી સત્યવાનને લઇ જતા,યમરાજાએ સતી સાવિત્રીને વારંવાર પાછી વળવાનું જણાવવા છતાં તે પાછી ન વળતાં,આખરે હારીને યમરાજે એમના અખંડ,અનંત કાર્યકાળમાં પ્રથમવાર પોતાના જ કાયદામાંથી છટકબારી નો લાભ સાવિત્રીને આપી સત્યવાનને પૂનર્જિવિત કર્યો હતો.

જોકે,ત્યારબાદ કૅબીનેટની અરજન્ટ મિટીંગ બોલાવી,યમરાજાએ જાણે કાયદો સુધારી લીધો હોય,તેમ બીજાકોઇ સત્યવાન-સાવિત્રી કથાની નવી આવૃત્તિ ફરીથી બહાર પડી નથી.

શ્રીમતી અનુપમબહેનના જણાવ્યા અનુસાર,સાઇનીને અગાઉ,પીઠના મણકાનો દુઃખાવો, બેભાન થઇ જાય તેવો ક્યારેય ન હતો.
ભાઇ,શાઇની, કથિત સમાજઉપયોગી,સેવાકાર્ય એવુંતો કેવી તન્મયતા,સાચી શ્રધ્ધા અને લગનથી કર્યુંકે!! 

જવા દો,એની વાત એ જાણે!! ઘટના સ્થળે આપણે ક્યાં હાજર હતા?

ભગવાન શ્રીરજનીશજીના અતિ વંચાતા પુસ્તક"_____થી સમાધિ તક."માં પણ પરસ્પરની સહમતી,સહકાર અને સમર્પણની ભાવના થકી,આવા સમાજઉપયોગી કાર્યના નિષ્ણાત યોગીઓને ચરમ-પરમ સુખની અનુભૂતિ સાથે સમાધિ અવસ્થા ને પામવાનો સરળ માર્ગ દર્શાવેલો છે.
જેને અનુસરીને લાખો અનુયાયીઓ,આજેપણ,ધમધોકાર ચાલતા,એમના આશ્રમોમાંજ સમાધિસ્થ થયેલા છે,હજીપણ થાય છે.

આદરણીયબહેન અનુપમબહેન,ચિંતા કરશો મા.....!!! 

સૂર્ય પશ્ચિમમાં ઉગે તે સમગ્રભારતને પોસાય તેમ ન હોવાથી,સમગ્ર ભારતવાસી સત્યવાન બચાવો આંદોલનમાં આપની સાથે જોડાવવા તૈયાર છે.
" અનુપમબહેન,તુમ આગે બઢો,હમ તુમ્હારે સાથ હૈ."

"ગલી-ગલીમેં નારા હૈ,સત્યવાનકો બચાના હૈ."

બહેન,હવે પછી,સાચા અર્થમાં અર્ધાંગિની ધર્મના ચૂસ્ત પાલનના આપના અનુકરણીય ઉદાહરણને અનુસરી આવા સમાજસેવક પરમયોગીઓની,અર્ધાંગિનીઓ,પ્રખર સતીત્વના ઝનૂનને  ધારણ કરી,સત્યવાનને બચાવવા મેદાનમાં ઉતરશે.

હવે હળાહળ કળીયુગ હોવાથી,કેટલીય બે-ચાર બાળકોની માતા એવી ઝનુની સાવિત્રીઓ તો પોતાના સત્યવાનને બચાવવા,બિચારો આવી કોઇ યૌગીક ક્રિયા કરી શકવા સક્ષમ ન હોવાના તબીબી પુરાવા રજુ કરવાની હદ સુધી જશે.

સન ૨૦૨૫ માં આવી સતી સાવિત્રીની કથાને ધોરણ-૫ થી જ અભ્યાસક્રમમાં સમાવી લઇ,પ્રબુધ્ધ,વિશુધ્ધ ભાવિ ઉમદા નાગરીકોના નિર્માણના નિષ્ઠાવંત,ગંભીર પ્રયત્ન કરાશે.

જોકે, આપણે જીવતા હોઇશુંતો,અભ્યાસક્રમ બદલવા નિરર્થક આંદોલનો કરીશું.

કારણકે અમારા અભ્યાસક્રમમાં તો,ચારદિવસથી ભૂખ્યા,ગરીબ બાપ-દિકરો કોઇના ખેતરમાં ,કુટુંબની ભૂખ ભાંગવા,મજબૂર થઇ આંબા પર કેરીની ચોરી કરવા જાય,ત્યારે કેરી તોડવા આંબા પર ચઢેલા બાપના સવાલ,

"બેટા કોઇ જોતું નથીને?"

 ના જવાબમાં નાનો બાળક કહેકે,

"બાપા,ભગવાન બધું જુવે છે."

જેવા બાળકોને ગેરમાર્ગે દોરનારા,સાંપ્રદાયિકતાને ભડકાવનારા પાઠ ભણાવાતા હતા.

હે ભગવાન!!! એ જમાનો કેટલો ખરાબ હતો...!!!
 
"करता था सो क्यां किया,अब करि क्यों पछताय?
बोये पेड़ बबूल का आम कहां से खाय?"-સંત કબીરજી

બાય ધ વૅ-શાઇની આહુજા,હવે એની પત્નીના માથે "કામ સિવાય" પ્રેમથી હાથ ફેરવશે?

"GOD KNOWS?"
 
MARKAND DAVE-DT:05-10-2009

__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...