પ્રિય મિત્રો, માતૃવંદના વિશેની આજની કૃતિઓ... "માં' ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર. દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે 'કાગધામ' તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. માં વિશેની તેમની રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે. આશા છે આપને ગમશે... આભાર, The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. Jignesh Adhyaru For, |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment