[Gujarati Club] ઉમરસાડીમાં માર્ગદર્શન

 


 
 


આજની વાત



ઉમરસાડીમાં માર્ગદર્શન

અખિલ સુતરીઆ | November 21, 2009 at 10:34 pm | Categories: આજની વાત

 

રીપોર્ટ

તા.૨૧મી નવેમ્બરે સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ દરમ્યાન જેવીપી સ્મારક હાઇસ્કૂલના ધોરણ ૭, ૮, ૯ અને ૧૦ માં ભણતા ૪૫૦ બાળકો અને શિક્ષકગણના ૧૫ સદસ્યો માટે માર્ગદર્શનનો ફિલ્મ શો યોજાયો.

અશોક ટંડેલ અમારા યજમાન હતા.

અવલોકન

  1. વિદ્યાર્થીઓ વધુ પડતા ચંચળ હતા. તેમનામાં એકાગ્રતાનો અભાવ જણાયો. ૪૪ મીનીટની ફિલ્મ જોવા તેમનામાં એકધારૂ  બેસી શકવાની ક્ષમતાનો અભાવ જણાયો.
  2. મારા સાદા, સરળ અને સહેલા સવાલોના જવાબ આપવામાં પણ સંકોચ અનુભવતા જણાયા.
  3. શિક્ષકો અને વાલીઓ દ્વારા અપાતા શિક્ષણ અને સંસ્કારનું સંયુક્ત પ્રતિબિંબ વિદ્યાર્થીઓના વાણી, વિચાર અને વ્યવહારમાં જોવા મળ્યું.
  4. મહદ અંશે વિદ્યાર્થીઓ ધ્યેય વિહિન જોવા મળ્યા.
  5. શનિવાર હોવાથી સૌને પોતપોતાને ઘેર પહોંચવાની તાલાવેલી જણાઇ આવી.

પરીણામ

ઐસા ભી હોતા હૈ. .. હવેથી જૂથ સંખ્યા ૧૫૦ થી ૨૦૦ની વચ્ચે રાખવાની.

આવતી કાલે આરૂલ સાથે ઉમરગામની ૩ કે ૪ શાળાના બાળકો માટે જઇશું.

અમારૂ રાત્રી રોકાણ ઉમરગામમાં આરૂલને ત્યાં તા. ૨૩, ૨૪ અને ૨૫મી નવેમ્બરે હશે.

તા. ૨૫ નવેમ્બરે સાંજ સુધીમાં ધરમપૂર પહોંચીશું.

અખિલ.

Add a comment to this post

--

 

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...