[Gujarati Club] "સ્વર-રંગી,સારંગીવાદક-ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ"

 

"સ્વર-રંગી,સારંગીવાદક-ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ"

પ્રિય મિત્રો,

તાજેતરમાં,જગપ્રસિધ્ધ સારંગીવાદક આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીન ખાનસાહેબ,જેઓ અમદાવાદમાં યોજાયેલા,સારંગીવાદન સમારોહમાં ભાગ લેવા પધાર્યા છે,જેઓનું નામ સંગીતપ્રેમીઓ માટે સહેજપણ અજાણ્યું નથી.સિકર જિલ્લાના,કોટડા ગામમાં,જન્મેલા ઉસ્તાદ શ્રીમોઈનુદ્દીન ખાનસાહેબે સંગીતનું જ્ઞાન,પોતાના પિતાશ્રીસાદીખાઁસાહેબ પાસેથી પ્રાપ્ત કર્યું છે,તેઓના પિતાશ્રી ખેતડી દરબારમાં સારંગીનવાઝ હતા.આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાનસાહેબે,પોતાની સંગીતની કારકિર્દી,ફક્ત સત્તર(૧૭) વર્ષની નાની વયે,વડોદરા આકાશવાણીથી શરુ કરી અને છેલ્લે ઈંદોર ખાતે સેવા નિવૃત્ત થયા.

ગયા બુધવારની સાંજ,મારા માટે જાણેકે, જિંદગીની,અણમોલ ઘડી લઈને આવી.મારા આમંત્રણને માન આપી,તારીખ-૧૧-૧૧-૨૦૦૯.(બુધવાર.)ના દિવસની સાંજે, આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાનસાહેબે,મારા રેકૉર્ડિગ સ્ટુડીયો પર પધાર્યા,એટલુંજ નહીં..!! મારી સાથે લગભગ ત્રણ કલાક જેટલો સમય ફાળવીને,મને આત્મીયતાપૂર્વક ઈન્ટરવ્યુ આપ્યો તથા મારા આગ્રહને માન આપી,મારી સાથે,સાંજનું ભોજન પણ પ્રેમથી લીધું,આ અગાઉ તેઓ એકવાર મુંબઈની એક કંપનીના રેકૉર્ડિંગ માટે આવ્યા ત્યારે મારા દુર્ભાગ્યવશ,હું તેઓને રુબરુ થઈ શક્યો ન હતો. આમતો તેઓના અગાધ જ્ઞાન પાસે,મારો સંગીતના અલ્પજ્ઞાન સાથેનો આ ઈન્ટરવ્યુ હતો,તેથી મેં વધારે કોઈ સવાલ કર્યા વગર,તેમના વિચારોને મુક્તપણે પ્રગટ કરવા દીધા.ખૂબ અગત્યની વાત તો ઘરાનાના ઈતિહાસ અને તેના ભવિષ્ય અંગેની ચર્ચાઈ,તેઓશ્રી સાથેના,ઈન્ટરવ્યુના ઑડીયોને અપલૉડ કરી આપને ચોક્કસ જાણ કરીશ,માણવા લાયક છે.

"સ્વર-રંગી સારંગીવાદક-ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ"

નામઃ- ઉસ્તાદશ્રી મોઈનુદ્દીનખાઁસાહેબ,

સાઝ-સારંગી.

જન્મ- ૧૯૨૯.

જન્મસ્થળ- ગામ કૉટડા.જીલ્લો-સિકર.

તાલિમ- પિતા-ગુરુ-ઉસ્તાદશ્રીસાદીખાઁ(સારંગીનવાઝ-ખેતડી દરબાર)

કાર્યસ્થળ-ફક્ત ૧૭ વર્ષની ઉંમરે વડોદરા આકાશવાણીના કાયમી કલાકાર,
ત્યારબાદ ટૉપ-રેડ સારંગીવાદક તરીકે આકાશવાણી ઈંદોરથી નિવૃત્ત થયા.

સંગત-શ્રીબડેગુલામઅલીખાઁસાહેબ, શ્રીઆમિરખાઁસાહેબ, શ્રીફૈયાઝખાઁસાહેબ, શ્રીનઝાકત સલામત અલી,શ્રીમલિક અલી મન્સુર,બસો રાજગુરુ,પંડિત શ્રીકુમારગાંધર્વ, પંડિતશ્રીભીમસેન જોશી,વિદુષીહીરાબાઈ બડોદકર,વિદુષી કિશોરીઆમોનકર,વિદુષીપ્રભાઅત્રે,તથા ગઝલસામ્રાજ્ઞી બેગમ અખ્તર,જેવા અનેક મહાન કલાકારો સાથે

વિદેશપ્રવાસ- ફ્રાંસ,જર્મની,લંડન,કેનેડા,બેલ્જીયમ,અમેરિકા તથા અન્ય.

ખિતાબ નવાજીશ- ૧."સ્વર કા ફરિશ્તા" ઍવોર્ડ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા(American Museum of Natyral History)

2."લાઈફ ટાઈમ ઍચિવમેન્ટ ઍવોર્ડ." સંગીત રિસર્ચ ઍકેડેમી.(Government of West Bengal)

૩."ઉસ્તાદ લતીફખાઁ પુરસ્કાર." અલાઉદ્દીનખાઁ સંગીત અકાદમી.

વિશેષતા- ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાનસાહેબના સારંગીવાદનમાં વિદ્વત્તાપૂર્ણ શૈલી,આલાપમાં ગાંભીર્ય,સુરીલાપણું,તૈયારી,લયકારી,ઉત્તમ સમજદારીભર્યું, વિશિષ્ઠ ઉપજ સાથેનું ગજસંચાલન તેમની વિશેષતા છે.

સંપર્ક- ઍડ્રેસ- 

1. A-51,HABIB COLONY,KHAJARANA.INDOR,M.P.

2.121-SOHEL PARK,FATTEH VADI,SARKES ROAD,AHMEDABAD.GUJARAT.

MOB- 1.( 098988 28665 .)- 2. ( 098250 10034.)

દોસ્તો,આપણા જેવા સંગીતપ્રેમીઓ માટે,સંગીતના તપસ્વી ઉસ્તાદ,ગુરુજી સાક્ષાત ઈશ્વર છે.જ્યારે સંગીત સ્વયં ભક્તિનો એક પ્રકાર છે.હવે જરા વિચારો..!!

સાક્ષાત ઈશ્વર, ભક્તિનું વરદાન લઈને, આશીર્વાદ આપવા, ઘરના આંગણે આવે,તો ખૂદ ઈશ્વર પાસે બીજું શું માગવું ? આદરણીય ઉસ્તાદ શ્રીમોઈનુદ્દીનખાનસાહેબેના,આકાશવાણી અમદાવાદ ઉપર,વર્ષો પહેલાં આપેલા રેકૉર્ડિંગ કાર્યક્રમની એક સીડી,તેમણે મને ભેટ આપી,જેમાં તેઓએ રાગ નંદકલ્યાણ ખૂબ ઉત્તમ પ્રકારે રજુ કર્યો છે.આમેય મને પ્રાપ્ત થયેલા,ઈશ્વરના વરદાનને,આપના જેવા આત્મીય મિત્રોના, આંગણે પહોંચાડવાના પુન્યથી હુ શા માટે વંચિત રહું ? આપ પણ આ સુંદર સારંગીવાદનનો રસાસ્વાદ માણો.

Raaga Details - રાગનું વિવરણ.

રાગ-નંદને રાગ-આનંદી પણ કહેવાય છે.

ઠાઠ-કલ્યાણ.

ગાયન સમય-છઠ્ઠો પ્રહર-(રાત્રે ૯.૦૦ થી ૧૨.૦૦)

જાતિ-ષાઢવ-સંપૂર્ણ.

આરોહ-સા-ગ-મ (તીવ્ર) -પ-ધ-નિ-પ-સાં 

અવરોહ-સાં-નિ-ધ-પ-મ-પ-ગ-મ-ધ-પ-મ(તીવ્ર)-રે-સા-ગ-મ

વાદી-ષડજ

સંવાદી- પંચમ

અગત્યનો અનુવાદી સ્વર - તીવ્ર મધ્યમ.

સપ્તક પ્રધાનતા- મધ્ય સપ્તક.

તાનપુરા ટ્યુનીંગ- પંચમ.

તો ચાલો માણીએ,આદરણીય ઉસ્તાદ શ્રીમૌહીયુદ્દીન ખાનસાહેબના અદભૂત સારંગીવાદનને,રાગ-નંદકલ્યાણ.

http://www.zshare.net/audio/68441026bfe9caa6/


નોંધ-એક જાણવા જેવી બાબત,આપણા સહુનું માનીતું,શ્રીમદનમોહનજી નું 
સંગીતબધ્ધ કરેલું,શ્રીરાજા મહેંદીઅલીખાન દ્વારા લખાયેલું,સુશ્રીલતાજીએ ગાયેલુ,૧૯૬૬ ની ફિલ્મ `મેરા સાયા` નું ગીત ," તું જહાઁ જહાઁ ચલેગા,મેરા સાયા સાથ હોગા."  આ રાગ ઉપર આધારીત છે.કદાચ,રાગના રમણીય બંધારણને કારણે આજે પણ તે આપણા મનમાં સદૈવ ગૂંજે છે.

માર્કંડ દવે.તા.૧૩-૧૧-૨૦૦૯.

એક નોંધ-પ્રિય મિત્રો,તકલીફ બદલ ક્ષમા યાચના,હું રવિવાર સુધી બહારગામ હોવાથી આપની પોસ્ટ-મેઈલનો ઉત્તર આવીને આપું તો ચાલશે?
 THANKS.


__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...