[Gujarati Club] યુધિષ્ઠીર સહાની ઉર્ફે બલરાજ સહાની

 

નામ- યુધિષ્ઠીર સહાની(અસલી નામ) ઉર્ફે બલરાજ સહાની(પંજાબી ખત્રી) જન્મ-તા.૦૧-એપ્રિલ ૧૯૧૩ (રાવલપિંડી-પંજાબ-અખંડ ભારત.) મૃત્યુ-તા.૧૩-એપ્રિલ ૧૯૭૩.(મુંબઇ-મહારાષ્ટ્ર-ભારત) વ્યવસાય-હિંદી ફીલ્મ અભિનય-લેખન. પત્ની-દમયંતી સહાની. અભ્યાસ-બી.એ.(હિન્દી),એમ.એ.(ઇંગ્લીશ લિટરેચર)-પંજાબ યુનિવર્સીટી;હાવર્ડ યુનિવર્સીટી. *સન ૧૯૩૦ માં રાવલપિંડી છોડીને બંગાળમાં શ્રીટાગોર(શાંતિનીકેતન)માં અંગ્રેજી અને હિન્દી શિક્ષક તરીકે કાર્ય કર્યું;સન ૧૯૩૮માં થોડો સમય તેઓએ મહાત્મા ગાંધી સાથે પણ કાર્ય કર્યું.સન ૧૯૩૯માં બી.બી.સી.(લંડન)ની હિન્દી સર્વિસમાં રેડિયો એનાઉન્સર તરીકે નોકરી મળતાં તેઓ ઇંગ્લેંડ પહોંચ્યા.સન ૧૯૪૩માં તેઓને એક્ટિંગમાં રસ હોવાથી ભારત પરત ફર્યા. *"ઈંડિયન પિપલ્સ થિયેટર એસોસિએશન(IPTA) સાથે જોડાઇને સ્ટેજ પર એક્ટિંગનો પ્રારંભ કર્યો.એમની ફિલ્મ "દો બીઘા ઝમીન" ને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઇનામ પ્રાપ્ત થયું હતું.શ્રીટાગોર દ્વારા લિખીત "કાબુલીવાલા"એ એમને ખ્યાતિ અપાવી. *વહાલસોયી પત્ની શ્રીમતી દમયંતીએ એમની સાથે "ગુડિયા" ફિલ્મમાં અભિનય કર્યાના ફક્ત બે વર્ષ બાદ(૧૯૪૭),ભરયુવાનવયે સન ૧૯૪૭માં અવસાન થયું *એ જમાનાની પ્રખ્યાત હિરોઇન,નુતન,મીનાકુમારી,વૈજ્યંતિમાલા,નરગીસ સાથે "સીમા,સોનેકી ચિડીયા,સટ્ટા બાઝાર,ભાભી કી ચૂડિયાઁ,કઠપુતલી,લાજવંતી,ઘરસંસાર"જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યા બાદ અચલા સચદેવ સાથે "વક્ત"(૧૯૬૫)માં અભિનય કર્યો. *શ્રીબલરાજ સહાની(ફિલ્મોનો ઈતિહાસ)- (૧૯૪૬) (૧). દૂર ચલેં , (૨). ધરતીકે લાલ. (૧૯૪૭) (૩) ગુડિયા (૧૯૫૧). (૪) બદનામી (૫) માલદાર હમલોગ (૧૯૫૨) (૬) બદનામ (૭) હલચલ (૧૯૫૩) (૮) રાહી (૯) આકાશ (૧૯૫૪) (૧૦) નૌકરી (૧૧) દો બીધા જમીંન (૧૨) ભાગ્યવાન (૧૩) મજબૂરી (૧૪) ઔલાદ (૧૯૫૫) (૧૫) ટાંગેવાલી (૧૬) સીમા (૧૭) ગર્મ કોટ (૧૮) ટક્સાલ (૧૯૫૭) (૨૦) પરદેશી (૨૧) માઈ બાપ (૨૨) લાલબત્તી (૨૩) કઠપૂતલી (૨૪) ભાભી (૧૯૫૮) (૨૫) સોનેકી ચિડીયા (૨૬) લાજવંતી (૨૭) ખજાનચી (૨૮) ઘરસંસાર (૨૯) ઘરગૃહસ્થી (૧૯૫૯) (૩૦) સટ્ટાબાજાર (૩૧) હિરામોતી (૩૨) છોટી બહન (૩૩) બ્લેક કૅટ (૧૯૬૦) (૩૪) દિલભી તેરા હમ ભી તેરે (૩૫) બિંદીયા (૩૬) અનુરાધા (૧૯૬૧) (૩૭) સુહાગસિંદુર (૩૮) સપને સુહાને (૩૯) ભાભીકી ચૂડીયાઁ (૪૦) બટવારા (૪૧) કાબુલીવાલા (૧૯૬૨) (૪૨) શાદી (૪૩) અનપઢ (૧૯૬૪) (૪૪) પુર્નમિલન (૪૫) હકિકત (૧૯૬૫) (૪૬) વક્ત (૪૭) ફરાર (૧૯૬૬) (૪૮) પિંજરે કે પંછી (૪૯) નીંદ હમારી ખ્વાબ તુમ્હારે (૫૦) આસરા (૫૧) આયે દિન બહારકે (૧૯૬૭) (૫૨) નૌનિહાલ (૫૩) ઘર કા ચિરાગ (૫૪) અમન (૫૫) હમરાઝ (૧૯૬૮) (૫૬) સંઘર્ષ (૫૭) નીલ કમલ (૫૮) ઈજ્જત (૫૯) દુનિયા (૧૯૬૯) (૬૦) તલાશ (૬૧) નન્હા ફરિશ્તા (૬૨) એક ફુલ દો માલી (૬૩) દો રાસ્તે (૧૯૭૦) (૬૪) પહેચાન (૬૫) પવિત્ર પાપી (૬૬) નયારાસ્તા (૬૭) નાનક દુઃખીયા સબ સંસાર (૬૮) મેરે હમસફર (૬૯) હોલી આયીરે (૭૦) ઘર ઘર કી કહાની (૭૧) ધરતી (૧૯૭૧) (૭૨) પરાયા ધન (૭૨) જવાઁ મહોબ્બત (૧૯૭૨) (૭૩) શાયરે કશ્મીર મહ્જુર (૭૪) જવાની દીવાની (૭૫) જંગલમેં મંગલ (૧૯૭૩) (૭૬) પ્યાર કા રિશ્તા (૭૭) હિંદુસ્તાનકી કસમ (૭૮) હઁસતે જખમ (૭૯) ગર્મ હવા (૧૯૭૭) (૮૦) જલીયાઁવાલા બાગ (૮૧) અમાનત * સાહિત્યના અભ્યાસુ શ્રી બલરાજ સહાનીને લેખનની સિધ્ધી માઁ સરસ્વતીના વરદાન રુપે ભેંટ મળી હતી.અંગ્રેજી,હિન્દી,પંજાબી ભાષામાં કાવ્ય,લધુવાર્તાઓ,પ્રવાસકથાઓ બાદ તેઓએ "મેરી ફિલ્મી આત્મકથા"પણ લખી.તેઓ પોતાની ડાબેરી સામ્યવાદી વિચારસરણી માટે પણ જાણીતા હતા.તેઓને ભારત સરકારે સન ૧૯૬૯ માં "પદ્મશ્રી"એવૉર્ડથી સન્માનીત કર્યા હતા. * સમગ્ર કારકિર્દીમાં કોઇપણ વિવાદ વગર તદ્દન વાસ્તવિક અભિનય પ્રતિભાને કારણે શ્રી બલરાજ સહાનીની ફિલ્મો આજેપણ નવાસવા એક્ટરો માટે એક ઈંન્સ્ટિટ્યુટની ગરજ સારે છે. *શ્રી બલરાજ સહાનીના ભાઇ શ્રીભિષ્મસહાની પણ "તમસ"ના લેખન થી પ્રખ્યાત થયા હતા,જ્યારે શ્રી બલરાજ સહાનીના પૂત્ર શ્રીપરિક્ષીત સહાની પણ જાણીતા એક્ટર છે. * સફળ કારકિર્દી બાદ,વહાલસોયી દીકરી શબનમ ના અકાળ અવસાનથી ભાંગી પડેલા,સંવાદોના આ બેતાજ બાદશાહે ૧૯૭૩ માં ૫૯ વર્ષની ઉંમરે હ્યદયરોગના કાતિલ હુમલાને કારણે દુનિયાની વિદાય લીધી,ત્યારે આ અખંડ સાહિત્યપ્રેમી જીવ ની આખરી ઇચ્છા પોતાની સ્મશાનયાત્રા વખતે માથા પાસે પુસ્તકો રાખવાની હતી. માર્કંડ દવે.તા.૦૨-૧૦-૨૦૦૯.

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...