[F4AG] MAA...TARI KAWEETA NATHI LAKHI..GUJRATI

 

Subject: માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી.

 

માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી.
કહે છે કે કવિ જન્મે છે -
તો તેં તો મને જન્મ આપ્યો છે.
પણ ત્યારે તને જાણ નહીં હોય કે હું કવિ થઇશ.
તારે તો મને માનવી બનાવવો હતો -
એક સુખી માનવી, હસતો માનવી,
અને માટે તેં કેટલા બધાં દુ:ખો સહ્યાં ?
કેટલા અશ્રુઓ સાર્યાં ?
ત્યારે તેં કશા બદલાની આશા નહોતી રાખી.
અને હું તને બદલો પણ શો આપું?
બદલો આપવા જેવું મારી પાસે છે પણ શું ?
કદાચ ઇશ્વર પાસે પણ કશું નથી.
હા, ઇશ્વર પાસે
તને આપવા માટે એક વસ્તુ છે,
તારા આત્માની શાંતિ,
ઇશ્વરે તને સ્ત્રી ઘડી હતી.
અને ઇશ્વરને જે પ્રાણ અત્યંત પ્યારો હોય છે,
એને સ્ત્રીનું રૂપ આપે છે.
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે એણે તને સ્ત્રીનો જન્મ આપ્યો,
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે એણે તને મૃત્યુ પણ આપ્યું.
તું અલ્લાહને પ્યારી થઇ ગઇ,
અલ્લાહે તને પોતાની પાસે બોલાવી લીધી.
પણ સ્ત્રી મરે છે, માતા મરતી નથી.
તું જીવે છે, જીવતી હતી એમ .
અને તું જીવતી હોવા છતાં તને મરેલી માનું ?
અરે, જેણે મારા હાલરડાં ગાયાં,
એના હું મરશિયા ગાઉં ?
છતાં યે ગાઉં-
પણ જે જન્મ આપે છે, મરી કેમ શકે?
હું કવિ થયો છું એટલે જાણું છું;
કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે;
ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખે છે;
પણ ઇશ્વર ?
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી -
માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે,
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે,
બાળકને એના પિતાનું નામ આપી દે છે.
માં ઉદરમાં નવ મહીના
એના બાળકનો ભાર વેઠે છે….
માત્ર નવ મહીનાનો બદલો આપવા ધારું તોય
મારા નેવું વરસ પણ કોઇ વિસાતમાં નથી.
છતાં મને શ્રધ્ધા છે -
તારા એક સો દસ વરસની વયે પણ
તેં તારા અંતરમાં
મારા નેવું વરસનોય ભાર વેઠ્યો હોત.
પણ હું નેવું વરસનો નથી.
તું એક સો દસ વરસની નથી;
તારા અને મારા સંબંધ વચ્ચે
સમયનું અસ્તિત્વ નથી -
અસ્તિત્વ છે માત્ર તારું
અને તારે લીધે મારું.
અને પણ માતા અને બાળક જેવું
માતા કદી મરતી નથી
અને બાળક કદી મોટો થતો નથી.
માં ! હજી હું કવિતા લખી શકું એટલો મોટો નથી થયો,
હજી હું પારણામાં પોઢેલો પુત્ર છું.
અને હું પારણામાં પોઢીને તારે માટે કવિતા લખું,
એને બદલે પારણાની દોરી ખેંચીને
તું મારે માટે હાલરડું ગા -
ઇશ્વર તારા આત્માને શાંતિ આપશે,
અને તારું હાલરડું મારા આત્માને શાંતિ આપશે.
 
- બરકતાલી ગુલામહુસેન વીરાણી 'બેફામ'

 

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...