સફળતા નહીં, પણ કાબેલિયત માટે નિર્ણય લો : આમિરEditorial એક વર્ષની શરૂઆતના અવસરે હું દેશના યુવાનોને માત્ર એટલું જ કહેવા માગું છું કે જીવનમાં સમાધાન કયારે પણ ન કરશો. તમારું મન જે કહે તે જ કરજો અને આપણે જે ભૂલો કરીએ તે આપણી જ હોય, બીજાની ન હોય. હું મારા જીવનમાં મારી ભૂલોમાંથી જેટલું શીખ્યો છું, તેટલું બીજી કોઈ વસ્તુમાંથી નથી શીખ્યો. મોટાભાગે એવું બને છે કે આપણે કરવા કંઈક માગીએ અને દુનિયા આપણને કંઈક બીજું જ કરવાનું કહે છે. હું હતો. મેં જયારે ધો.૧૧નું ભણતર છોડીને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી ત્યારે ઘરના તમામ લોકો, મિત્રોએ તેનો વિરોધ કર્યો. કહ્યું કે મારે મારું ભણતર બંધ ન કરવું જોઈએ. દરેક મા-બાપ તેનાં સંતાનને ડોકટર, એન્જિનિયર કે મેનેજમેન્ટમાં મોટા માણસ તરીકે જોવા માગે છે. મેં તેના જવાબમાં કહ્યું કે મારું ભણતર તો હું હવે શરૂ કરવા જઈ રહ્યો છું. જો મેં તેમનું સાંભળ્યું હોત તો આજે હું આ સ્થાન પર પહોંચી શકયો ન હોત. જે કામથી આપણને સાચો આનંદ મળે તે જ કામ આપણા માટે સૌથી સારું હોય છે. તેને તમે સાચા હૃદયથી કરો છો, પછી તે તમારા માટે કામ નથી રહેતું, એક રમત બની જાય છે. મને મારા જીવનમાં સૌથી મોટો બોધપાઠ આ જ મળ્યો છે. દેશના યુવાનો પણ આ બોધપાઠ અપનાવે તેવું હું ઈચ્છું છું. દિલ જે માને તે જ કરો અને કોઈ જ સમાધાન ન કરો. મારી પ્રથમ ફિલ્મ ખૂબ જ સફળ નીવડી અને હું રાતોરાત સ્ટાર બની ગયો. સફળતાના નશામાં મેં આઠ-દશ ફિલ્મો સાઈન કરી લીધી. જયારે આ ફિલ્મો નિષ્ફળ ગઈ ત્યારે મને સમજાયું કે મેં શું ભૂલો કરી છે.મેં એ જ સમયે નિર્ણય કરી લીધો કે જે ફિલ્મોમાં કામ કરવામાં મને આનંદ આવશે તે જ ફિલ્મમાં હું કામ કરીશ. તે સમયે મહેશ ભટ્ટનો સિતારો બુલંદ હતો. તેમની એક ઓફર આવી. મને લાગ્યું કે નિષ્ફળતાની ખાઈમાંથી બહાર આવવા માટેનો આ સારો અવસર છે. હું તેમના ઘરે ગયો. મને સ્ટોરી ન ગમી. હવે હું મૂંઝવણમાં મુકાયો. વ્યવહારુ બાબત એ હતી કે હું ભટ્ટ સાહેબનો હાથ પકડી લઉ, સિદ્ધાંત કહેતો હતો કે મેં મારી જાતને વચન આપ્યું છે કે જે કામમાં આનંદ-ખુશી નહીં મળે તે કામ નહીં કરું. રાત્રે ઊંઘ ન આવી. સવારે જઈને ભટ્ટ સાહેબને ના પાડી દીધી. હું મારી લાગણીઓ સાથે સમાધાન કરવા તૈયાર ન હતો. તે સમયે જો મેં સમાધાન કરી લીધું હોત તો પછી 'લગાન' બની ન શક્યું હોત અને 'તારે ઝમીં પર' પણ ન બની શક્યું હોત. મારી જેમ તમે પણ તમારા હૃદય પ્રત્યે ઈમાનદારી દાખવશો તો કયારેય પણ મુશ્કેલી નહીં નડે. બીજી વાત હું પેરેન્ટ્સ(બાળકોના વાલીઓ) ને કહેવા માગું છું. તેઓ તેમનાં સંતાનોને બીજાની મદદ કરવાનું, બીજાના ચહેરા પર ખુશી લાવવાનું શીખવે. એ જ સંતાનો જયારે મોટા થઈને પોતે વાલી બનશે ત્યારે મોટું પરિવર્તન આવી જશે. હું ટેનિસનો સારો ખેલાડી હતો. જયારે પણ હું કોઈ ટુર્નામેન્ટ રમીને પાછો આવતો ત્યારે અમ્મી પૂછતી કે જીત્યો કે હાર્યો? હું કહેતો કે જીત્યો. ત્યારે તે કહેતી કે તેં જે છોકરાને હરાવ્યો તેની અમ્મીને અત્યારે દુ:ખ થતું હશે. મારી માતાએ મને શીખવ્યું છે કે બીજાની ચિંતા કઈ રીતે કરવી. આપણી આજની સમગ્ર સિસ્ટમ એકબીજા સાથે કમિટ કરવાનું જ શીખવે છે. જો આપણે બાળકોને તેમના માર્કસ પૂછવાને બદલે તેને એવો સવાલ કરવાનું શરૂ કરી દઈએ કે - આજે કોની મદદ કરી ? કોના ચહેરા પર સ્મિત લાવ્યું ? આજે આપણે આપણા તમામ નિર્ણયો સફળ બનવા માટે લઈએ છીએ, કાબેલિયત મેળવવા માટે નહીં. તેને કારણે આપણા નિર્ણયો મોટાભાગે ખોટા સાબિત ઠરે છે. અમે જયારે બીજાની ખુશીમાં આપણી ખુશી શોધવાની વૃત્તિ કેળવીશું અને તે મુજબ નિર્ણય લઈશું તો કયારેય ખોટા સાબિત નહીં ઠરીએ. છેલ્લા કેટલાક સમયમાં દેશના અલગ-અલગ ભાગોમાં હું ગયો છું. આમિરખાન તરીકે નહીં, એક માનવી તરીકે. મેં તે દરમિયાન જોયું કે લોકો કેટલા માયાળુ છે, કેટલાક મદદગાર છે. આંકડાની દ્રષ્ટિએ આપણે કેટલો વિકાસ કર્યો તે બાબતમાં મને બહુ રસ નથી. મને વધુ રસ તો એ વાતમાં છે કે દેશમાં કોઈ ભૂખ્યો ન સૂતો હોય, કોઈની સાથે અન્યાય તો નહીં થઈ રહ્યો હોય ને. દરેક વ્યકિતને ખુશ રહેવાનો અધિકાર છે. ખુશી-આનંદ એ પાયાની જરૂરિયાત છે. મારા માટે ગ્રોથનું એક જ પરિમાણ છે કે દેશમાં કોઈ ભૂખ્યો ન સૂઈ જાય અને બધાને ન્યાય અને સન્માન સાથે જીવવાનો અધિકાર મળે. હું ખૂબ જ આશાવાદી છું. હું માનું છું કે આમ થવા લાગ્યું છે. દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. આપણા યુવાનોમાં જોશ છે, હિમ્મત છે, તાકાત છે. તેઓ આજે પોતાની ખુશી માટે જીવે છે. તેઓ ખુદ બદલાઈ રહ્યા છે અને દેશને પણ બદલવાની ક્ષમતા અને જુસ્સો તેમનામાં છે. છેલ્લા ૩૦ વર્ષની સરખામણીમાં આપણી ફિલ્મોમાં આજે પરિવર્તન આવી રહ્યું છે તેનું પણ એ જ કારણ છે. બહાર પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. વસ્તુ બદલાય છે ત્યારે જ આવું થાય છે. આજે દરેક વર્ગ પરિવર્તનનો ભાગ બનવા માગે છે. મારા માટે આ આશાવાદનું કારણ એ જ છે કે જયારે હું સફળ છું તો દેશમાં ઘણાં બધા એવા લોકો હશે, જે સફળતા મેળવી રહ્યા હશે. નવા વર્ષની શરૂઆતના દિવસે હું તમારા સૌની ખુશી માટે દુઆ કરું છું. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment