[F4AG] ગયું વર્ષ ગમે તેવું ગયું, આ વર્ષ ‘ગમે’ તેવું જાય

 

ગયું વર્ષ ગમે તેવું ગયું, આ વર્ષ 'ગમે' તેવું જાય

 

- જય ઓઝા

૨૦૧૦ના ત્રીજા દિવસની સવારે તમે આ વાંચી રહ્યા છો. છેલ્લા ૧૫ દિવસથી વિવિધ સામયિકોમાં, વર્તમાનપત્રોમાં, ટીવી. ચેનલ્સમાં ગયા વર્ષનાં લેખાંજોખાં, સારી-ખરાબ ઘટનાઓનો ચિતાર આવે રાખે છે.


નવા વર્ષની પ્રભાતે આપણે હિસાબ-કિતાબ લઈને નથી બેસવું. શેરબજારનો સેન્સેક્સ ઘડીમાં એફિલ ટાવરને અડી આવે છે
, તો ઘડીકમાં ગિરનારની તળેટીમાં ઘૂસી જાય છે. રૃપિયો ડોલર સામે ગગડતો રહે છે. ક્રૂડના ભાવ ક્યારે વધે કંઈ કહેવાય નહીં. સોના-ચાંદીની તો વાત કરવા જેવી જ નથી. શાકભાજી હવે કિલોની બદલે તોલામાં મળે એવાં એંધાણ છે. મોંઘવારીનો દર ઓલટાઈમ હાઈ છે. મધ્યમવર્ગની વ્યક્તિ નથી ભીખ માગી શકતી કે નથી ધાડ પાડી શકતી. ત્રિશંકુ જેવી સ્થિતિમાં લટકી રહી છે. શેરબજારની ખોટના કારણે આપઘાતના સમાચાર આવતા રહે છે. આટલું વળી ઓછું હોય તેમ ખાતર પર દીવો. આતંકવાદીઓ પણ ફટાકડા ફોડે રાખે છે. 'ઓપરેશન બેડ મેન' આપણા જેવા 'કોમનમેન'ની રેવડી દાણાદાર કરી રહ્યું છે.


હવે
, આવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો આવનારા વર્ષને 'ઁછઁઁરૃ ગ્દઈઉ રૃઈછઇ' કહેતા જીભ અચકાય છે. સામાન્ય વ્યક્તિનું જીવવું જ દુષ્કર બની જવાનું છે. આવી પરિસ્થિતિમાં આપણે એકબીજાને કેવી રીતે ભેટીને 'સાલ-મુબારક' કહીશું, એ વિચારે મન મૂંઝાય છે.


આ બધું વાંચીને હતાશ થવાની જરૃર નથી. જસ્ટ ચીલ યાર... રિલેક્સ... પરિસ્થિતિ ગમે તેવી હોય ભાગવાથી શું થશે
? મરી થોડું જવાય છે? અને વળી મરી જવા માટે પણ હિંમતની જરૃર હોય છે અને જો એટલી હિંમત હોય તો એને જીવવા માટે જ ખર્ચી કાઢો ને! શાહમૃગને ક્યાંકથી ખતરાનો સંદેશો આવે એટલે એ એનું મોઢું જમીનમાં નાખી દે, અને પછી એવા ગુમાનમાં રહે કે મને તો કોઈ જોઈ શકતું જ નથી, પણ આ તો હાથીને કીડી પાછળ સંતાડવા જેવી વાત છે. મુશ્કેલીરૃપી હાથીથી સંતાવાની કે ભાગવાની જરૃર નથી. તેની ઉપર તો વટથી સવારી કરવાની હોય.


ભૂતકાળની મુસીબતો અને વર્તમાનની વિટંબણાઓને ચ્યુઈંગગમની જેમ ચાવી ચાવીને ચગળે રાખીએ તો તૂરો સ્વાદ જ આવે અને જડબાં જામી જાય.
'છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની' હા! પાછું વાસ્તવિકતા સામે આંખ આડા કાન નથી કરવાના, પણ તેને ખેલદિલીથી સ્વીકારીને આગળ ચાલવાનું છે.


બાકી આ મોંઘવારી
, મંદી, કે મહામારી આતંકવાદ જેવી તૃચ્છ સમસ્યાઓ આપણા જેવા ભડના દીકરાઓને ડરાવી નાખે એ વાતમાં શું માલ છે? બજારમાં લોકોની ખરીદશક્તિ જોેઈને વિચાર આવે કે, 'મંદી-મંદી'ની જે બૂમો પડી રહી છે તે પોકળ છે. મંદી મોંઘાદાટ મોલને નડે છે, ત્રણ દરવાજાના ફેરિયાને ક્યારેય નથી નડતી. ચંદ્ર પર પાણી શોધીને આપણે આપણું પાણી બતાવી દીધું છે. સુપર પાવર અમેરિકાની કંપનીઓ દેવાળું કાઢે છે, અત્યારે આપણા લઘુઉદ્યોગકારો પૂરજોશમાં વ્યવસાય કરે છે. મહેનત કરીને પેટિયું રળતા માણસને સેન્સેક્સ ઉપર-નીચે થવાની કોઈ ફિકર નથી.


નવા વર્ષે દેશનું ભાવિ ઉજ્જવળ છે. દેશ વિકાસ કરે છે, એનો સીધો મતલબ છે કે દેશનો નાગરિક આગળ વધી રહ્યો છે. આપણે તો સ્વામી વિવેકાનંદથી માંડીને અબ્દુલ કલામને અનુસરનારા ભારતીય છીએ. ઋષિતુલ્ય દયાનંદ સરસ્વતીથી લઈને બાબા રામદેવ સુધીના મહાપુરુષોની પરંપરાવાળા આર્યપુત્રો છીએ. ફિકરની ફાકી કરીને પચાવી લઈએ, એમાં જ ખુમારી છે. હકારાત્મક વલણ સાથે ખંતથી આગળ વધીએ તો સફળતા તો આફૂડી પાછળ આવી જ સમજો!


હા! સમય કપરો છે, ચઢાણ સીધું છે અને આ જીવન કેબીસીનો ખેલ નથી કે વારંવાર લાઈફલાઈન મળે. અહીં તક એક જ વાર મળે છે. પકડી જ લો. ચાન્સ પે ડાન્સ કરો અને મોકા મીલે તો ચોકા લગા દો યારો.


જીવન કંઈ રેલવેના પાટા જેવું સીધું નથી, ગંગાની ધારાઓ જેવું છે, તેના રસ્તાઓ પહેલેથી નક્કી નથી અને એટલે જ પ્રવાહ પ્રમાણે વહેતા રહેવામાં મજા છે. ઓશો રજનીશના પુસ્તકમાં એક પ્રસંગ વાંચ્યો હતો.


બે તણખલાંની વાત હતી. નદીમાં બે તણખલાં તણાતાં હતાં. નદીમાં પૂર આવ્યું, તેમાં એક તણખલું આડું રહ્યું ને બીજું સીધું રહ્યું, આડું તણખલું મનમાં એમ સમજે છે કે હું નદીના પૂરને રોકીશ, જ્યારે સીધું તણખલું નદીના પ્રવાહ સાથે જેમ વહાવે તેમ આડું, સીધું, ઊંચુ, નીચું થતું થતું કિનારે પહોંચી ગયું. આડું રહેવાના મક્કમ નિશ્ચયવાળું ડૂબી ગયું.


જીવનમાં હંમેશાં પરમાત્મા પર ભરોસો રાખીને કાર્ય કરીએ તો ક્યારેય હતાશા આવતી નથી. આપણી શ્રદ્ધા ઈશ્વર પરથી ડગી જાય તેવી પરિસ્થિતિઓ સર્જાય એ આપણો કસોટીકાળ છે. આપણે માનવા લાગીએ છીએ કે ઈશ્વર છે જ નહીં. આવું ગાંડપણ સૂઝે ત્યારે જેમ્સ ક્રીમેનની આ કવિતા યાદ કરવા જેવી છે. શ્રીકૃષ્ણનો ગીતાનો ઉપદેશ જ આમાં કહેવાયો છે, ગીતા અઘરી પડે તો આ વાંચો.


તને મારી જરૃર છે? હું તારી પાસે જ છું.

તું મને નથી જોઈ શકતો છતાંય તું જે કાંઈ જુએ છે તે હું જ છું.


તું મને સાંભળી નહીં શકે તોપણ તારા સ્વરમાં મારો જ નાદ છે.


તારા હાથે થતાં કામોમાં મારી જ શક્તિ કામ કરી રહી છે.


ભલે તું એ કળી ન શકે.


તું મારી કાર્ય પદ્ધતિને નથી સમજી શકતો, પરંતુ ક્રિયા સ્વરૃપે પણ હું જ ત્યાં હાજર હોઉં છું.


હું કોઈ ભેદી કે વિચિત્ર રહસ્ય નથી


તું મને નકારી કાઢે તો પણ હું થોડો મટી જવાનો છું?


તારી ભીતિમાં, વેદનામાં કે એકલતાની અકળામણમાં હું પાસે જ છું.


તું મને પુકારે કે ન પુકારે હું તો છું જ!


હું તારામાં છું! તું મારામાં છે.

- જેમ્સ ક્રિમેન


હવે આગળ તો શું લખવું! સ્વયં ભગવાને સો રૃપિયાના સ્ટેમ્પપેપર પર આ લખીને કાગળ આપણને કુરિયર કર્યો છે. આટલી ખાતરી મળ્યા પછી ચિંતા શાની
? આ પ્રાર્થનાના કટિંગને પર્સમાં લાઈસન્સ, ડેબિટકાર્ડ કે પાનકાર્ડની જેમ સાચવીને મૂકી દેવા જેવું છે. જ્યારે જીવનમાં કોઈ નબળી ક્ષણ આવે (અને આપણો સ્વભાવ એવો છે કે એ તો આવતી જ રહેવાની) ત્યારે વાંચીને પાછો ફેફસાંમાં ઓક્સિજન ભરી લેવાનો. ગત વર્ષ ભલે ગમે તેવું ગયું,
આ વર્ષ તો તમને "ગમે" તેવું જ જાય એ માટે ઓલ ધ બેસ્ટ!


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...