સપનાં જુઓ, પણ હિંમતભેરParimal Nathvani એક સમય દેશમાં એવો હતો કે જયારે કોઈ પોતાની વ્યવસાય કામગીરીની સરખામણી દુનિયા સાથે કરવાની હિંમત ન કરે તેવા સમયે ધીરુભાઈએ વૈશ્વિક કંપનીઓની સ્પર્ધામાં હરણફાળ ભરવા માંડી. પોતાની હિંમત અને કર્તવ્યનિષ્ઠાથી પોતાનાં કાર્યોનું એક ધોરણ બનાવ્યું અને ખૂબ જ ઝડપભેર દુનિયાના શ્રેષ્ઠ વ્યાવસાયિકોમાં અને વ્યવસાયગૃહોમાં પોતાનું તથા પોતાની કંપની રિલાયન્સનું નામ ગાજતું કર્યું. જે લોકો સપનાં જોવાની હિંમત કરે છે તેઓ આખું જગત જીતી શકે છે, માટે હિંમતભેર સપનાં જુઓ.'ધીરુભાઈ અંબાણીએ તેમના અધિકારીઓને એક વાર આમ કહ્યું હતું. ધીરુભાઈ અંબાણીએ જીવનભર હિંમતપૂર્વક સપનાં જોયાં અને સાકાર કાર્યા, તેથી જ તેઓ દેશના ભાવિ અર્થતંત્રને નવેસરથી લખી શક્યા. એક સમય દેશમાં એવો હતો કે જયારે કોઈ પોતાની વ્યવસાય કામગીરીની સરખામણી દુનિયા સાથે કરવાની હિંમત ન કરે તેવા સમયે ધીરુભાઈએ વૈશ્વિક કંપનીઓની સ્પર્ધામાં હરણફાળ ભરવા માંડી. પોતાની હિંમત અને કર્તવ્યનિષ્ઠાથી તેમણે પોતાનાં કાર્યોનું એક ધોરણ બનાવ્યું, અને ખૂબ જ ઝડપભેર દુનિયાના શ્રેષ્ઠ વ્યાવસાયિકોમાં અને વ્યવસાયગૃહોમાં પોતાનું તથા પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ ગાજતું કર્યું. લોકોમાં ધીરુભાઈ અંબાણી ખૂબ મહત્વાકાંક્ષી હોવાની છાપ હતી, પરંતુ મુકેશભાઈ અંબાણીએ એ.જી. કષ્ણમૂર્તિના'ધીરુભાઈઝમ'પુસ્તકની પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે 'મારા પિતા ધીરુભાઈ અંબાણીમાં મહત્વાકાંક્ષાથી અધિક પ્રતિકૂળતાઓને પડકારવાની ગ્રંથિઓએ એટલી મદદ કરી કે જેને લીધે તેઓ ત્રણ દાયકાથી ઓછા સમયમાં એક શ્રેષ્ઠ ઉદ્યોગ-ગૃહ કંડારી શક્યા.' ધીરુભાઈ અંબાણીનો એક સાધારણ મઘ્યમવર્ગના પરિવારમાં ઉછેર તથા તેમની ગ્રામીણ પૃષ્ઠભૂમિને લીધે પ્રતિકૂળતાઓને પડકારવાનો અને તેમાંથી પાર ઉતારવાનો મૂળભૂત ગુણ વિકસ્યો હતો. જોકે તેઓ સતત માન-સન્માન, કીર્તિ અને કલદાર મેળવતા રહ્યા, તેમ છતાં તેઓ એકદમ વિશુદ્ધ ભારતીય રહ્યા, એકદમ જમીનના માણસ. તેઓ ભારત અને તેના યુવાનો માટે ખૂબ આશાવાદી હતા. તેઓ કહેતા : 'યુવા ઉધમકારોને મારી સલાહ છે કે કયારેય મુશ્કેલીઓમાં હાર સ્વીકારવી નહીં, અને નકારાત્મક પરિબળોને આશા, આત્મ-વિશ્વાસ અને નિષ્ઠાથી પડકારવાં. હું માનું છું કે મહત્વાકાંક્ષાથી અને શરૂઆત કરવાથી જીત મળે છે. નવા યુગાબ્દમાં યુવાન ઉદ્યોગપતિઓની સફળતા જ ભારતના ભવ્ય રૂપાંતરણની ચાવી બનશે.' પોતાની મોટામાં મોટી રિફાઇનરી પૂર્ણ રીતે કાર્યરત થઈ તે દિવસે જ રિફાઇનરીની ક્ષમતા બમણી કરવાની વાત ધીરુભાઈ જ કરી શકે. ધીરુભાઈએ જ દેશના ખૂણે ખૂણે ગુણવત્તાસભર પેટ્રોલ-ડીઝલ તેની કિંમતની માત્રામાં મળી શકે તે માટે ૧૫૦૦ પેટ્રોલ-પંપો ઝડપભેર ઊભા કર્યા. જોકે દેશમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ સાથે 'લેવલ પ્લેયિંગ ફિલ્ડ'ના અભાવમાં અવરોધો ઊભા થયા તે અલગ વાત છે. ટૂંકમાં, ધીરુભાઈ જે કાંઈ પણ કરતા તે એકદમ અનોખું કરતા. એક નિષ્ણાતની જેમ કરતા. એડવર્ટાઇઝિંગ તથા માર્કેટિંગ કોમ્યુનિકેશનના કાર્યોમાં પણ તેમનો જોટો ન જડે. 'વિમલ' કાપડ લોન્ચ કરતી વખતે તેમણે એવા રોડ શો અને ફેશન શો યોજ્યા કે હરીફોને ઝાંખા પાડી દીધા. તે જમાનો ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશનનો હતો અને બે પ્રોજેકટોથી પ્રેઝન્ટેશન થાય એટલે શ્રેષ્ઠ ગણાતું. તેવે સમયે ધીરુભાઈ અંબાણી છ છ પ્રોજેકટોથી અને ૪૦,૦૦૦ વોટની મ્યુઝિક સિસ્ટમથી પોતાના ઉત્પાદનોનું પ્રેઝન્ટેશન તૈયાર કરાવતા જે રજૂ થાય એટલે છાકો પાડી જતો. એક સાથે ત્રણ રેમ્પ પર સંખ્યાબંધ મોડલો અને જબરી ઝાકઝમાળ સાથે તેઓ પોતાની પ્રોડક્ટને લોક સમક્ષ રજૂ કરતા. લોકો ૧૯૮૬ના ક્રિકેટ વર્લ્ડ કપની વિવિયન રિચાર્ડ્સવાળી 'ઓન્લી વિમલ' હજુ પણ યાદ કરે છે. ધીરુભાઈ અંબાણીની વ્યાપાર-ઉદ્યોગ સાહસિકતાનું એક જવલંત અને અનન્ય ઉદાહરણ છે. રિલાયન્સના મોબાઇલ જે સમયે દેશમાં માતબર મોબાઇલ ટેલિફોન કંપનીઓ ગ્રાહકો પાસેથી મિનિટ દીઠ રૂ. સાત કે આઠ કોલ ચાર્જીસ તરીકે વસૂલતી હતી અને ગણ્યા ગાંઠયા ખૂબ પૈસાદાર લોકો જ મોબાઇલ વસાવી શકતા હતા ત્યારે ધીરુભાઈએ દેશના નાનામાં નાના માણસનો વિચાર કર્યોને મોબાઇલ વસાવી શકે તથા ૪૦ પૈસા કે ૫૦ પૈસા જેવા પોસ્ટકાર્ડની કિંમતના ભાવે ફોન પર વાત કરી શકે તેવું સ્વપ્ન તેમણે જોયું. બૂટ-પાલીસવાળા, શાકભાજીની લારીવાળા, ચાની રેકડીવાળા જેવા સેંકડો નાના રોજગાર ધંધા, નોકરીવાળા લાખો દેશવાસીઓ તેમની નજર સમક્ષ હતા. જોકે આ પણ તેમની બેજોડ વ્યાવસાયિક કુનેહ હતી. વધુ ગ્રાહકોને સસ્તા હેન્ડસેટ, ઓછા કોલ ચાર્જીસ અને માતબર ટર્ન ઓવર એ તેમનો ઉદ્દેશ્ય હતો, જેથી કંપનીના શેરહોલ્ડરોનું હિત પણ જળવાય. ધીરુભાઈના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ૬૦,૦૦૦ કિ.મી.ના ઓએફસી બિછાવવાનું ભગીરથ કાર્ય મુકેશભાઈ અંબાણીએ જોતજોતામાં પૂરું કર્યું. રિલાયન્સના મોબાઇલ ટેલિફોન દ્વારા વાતચીત ઉપરાંત માહિતીના આદાન-પ્રદાન તથા જ્ઞાનનો મોટો ખજાનો લોકોના હાથમાં ફરતો થઈ ગયો. 'કર લો દુનિયા મુઠ્ઠી મેં'ના નાદ સાથે, જીએસએમ કંપનીઓના જબરદસ્ત વિરોધ અને વ્યાવસાયિક પડકારો ઝીલીને માત્ર રૂ. ૫૦૦માં મોબાઇલ હેન્ડસેટ ચાર્જ સાથે બજારમાં મૂકીને ધીરુભાઈના એક મહાન અને આદર્શ સ્વપ્નને મુકેશભાઈએ મક્કમતાથી મૂર્તિમંત કર્યું. જે લોકો ધીરુભાઈને ઓળખતા તેઓ હંમેશાં કહેતા કે તે ઉદ્યોગ-વ્યવસાયને બદલે બીજા કોઈ ક્ષેત્રમાં હોત તો પણ આટલી જ જબ્બર સફળતા પામ્યા હોત. ધીરુભાઈ અંબાણી જે પણ કાંઈ હોત તોપણ તેમને સમાજમાં આટલાં જ માન-સન્માન અને માન્યતા મળ્યાં હોત. - પરિમલ નથવાણી (લેખક ગ્રૂપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ અને રાજયસભાના સભ્ય છે.) |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment