લવ યુ', લવ યુ'નો લવારો...પણ હૃદયના સંસ્પર્શનો અભાવ
આજે આકર્ષણ થયા પછી વાતવાતમાં છોકરા-છોકરી આઈ લવ યુ બોલી નાખે છે. આ લવ લવનો લવારો ૨૧મી સદીમાં ખૂબ વધી ગયો છે. જુવાન ગુજરાતી પ્રજા ગુજરાતી અખબાર વાંચતી નથી. મા-બાપ અને મિત્રો, ઉપરની એરિક ફ્રોમની કવિતા, આઈ લવ યુ આઈ લવ યુ કહેનારા અંગ્રેજી મીડિયમમાં ભણેલાને ખાસ વંચાવે તે માટે લખી છે. એકાએક તમને માત્ર ઈન્ટસ્ટિંકટ થકી પ્રેમ થયો છે? મારી મોટી વયે આજે આવો પ્રેમ હું અનુભવી શકું છું. ઈસ્ટિંકટ એટલે નૈસર્ગિક, અન્તર્બોધથી થયેલો પ્રેમ. અંત: પ્રેરણાથી થયેલો પ્રેમ. સહજજ્ઞાનથી થયેલો પ્રેમ. સહજ પ્રેરણાયુકત પ્રેમ. કવિ કહે છે કે આપણે ચારેકોરથી જૉઈ-વિચારીને પ્રેમ કરીએ છીએ તેથી જ પ્રેમ નિષ્ફળ જાય છે. જાણે સોદા જેવા પ્રેમ કરીએ છીએ. મનપ્રેરિત-માલિકીભાવવાળો પ્રેમ કરીએ છીએ. રાજકારણીઓના સંબંધો જૉયા છે ને? બધા જ સ્વાર્થી છે. આજનો પ્રેમ પણ પોલિટિકલ બન્યો છે. શ્નહું તમારા ઉપર આધાર રાખી શકું તે માટે પ્રેમ કરું છું.' આવા તમામ પ્રકારના મગજમાંથી (આત્મસ્ફુરણાથી નહીં) પેદા થયેલા પ્રેમથી તમને જરૂર ઉત્તેજના મળે છે પણ અંતે તે પ્રેમને રહેંસી નાખે છે. શ્નમને પતિ તરફથી પ્રેમ મળતો નથી પણ હમણાં હમણાં મને સાચો પ્રેમ કરનાર મળ્યો છે' આવું કહેનારી બહેનોને મારે કહેવું છે, બહેનબા, જરા ઉપરની વાત ઘ્યાનથી વાંચી જાઓ. એરિક ફ્રોમે કડવી, વાસ્તવિકતા લખી છે તેની સરાણે તમારા પ્રેમની કસોટી કરો. તમારી સાથે સાવ જવાબદારી વગરનો કે ઈસ્ટિંકટ વગરનો પ્રેમ કરવા આવનારને પિછાણી લો.એરિક ફ્રોમે બાવન વર્ષ પહેલાં ધ સેઈન સોસાયટી' નામનું પુસ્તક લખેલું. સેઈન સોસાયટી એટલે જેની સુધબુધ ઠેકાણે હોય તેવો સમાજ. આ જર્મન મનોવિજ્ઞાની હિટલરના રાજ વખતે અમેરિકા આવી ગયા. તેણે અમેરિકનોને કહ્યું કે તમે દોઢસો વર્ષથી આઝાદ થયા છો પણ હજીય ગુલામ જ છો. આજે તમે શ્નઆઈ લવ યુ-સોસાયટી'ના સભ્યો છો. આજની તમારી કન્ઝ્યુમર ઓરિએન્ટેડ સોસાયટી છે. આજે શોપિંગ મોલમાં આકર્ષક ચીજ જૉઈ. પસંદ પડી. ક્રેડિટ કાર્ડ કાઢયું અને ખરીદી લીધી. આવું જ તમે પ્રેમની બાબતમાં કરો છો. પ્રેમી કે પ્રેમિકા પણ કન્ઝ્યુમર આઈટમ બની ગઈ છે. બધું જથ્થાબંધ છે. બીજા લાખ્ખોને જૉઈએ છે તે જ તમને પણ જૉઈએ છે. તમારી પોતાની કોઈ મૌલિકતા નથી. આજે આપણને કન્ઝ્યુમર ઓરિએન્ટેડને બદલે એનલાઈટન્ડ સમાજની જરૂર છે. એવા પ્રેમની જરૂર છે, જે પ્રેમ થકી માનવ કંઈક જુદો-અનોખો થવા માગતો હોય. કંઈક દિવ્યતાનો અનુભવ કરવા માગતો હોય.એરિક ફ્રોમનું એક સૂત્ર અતિ મૂલ્યવાન છે : અવર મેઈન ટાસ્ક ઈઝ ટુ ગિવ બર્થ ટુ અવર સેલ્વઝ- આજે આપણે જ આપણી જનેતા અને આપણે જ સુયાણી બનીને પુનર્જન્મ લેવાનો છે. સમાજે બાંધેલાં ધોરણો પ્રમાણે નહીં પણ આપણા પોતાના ધોરણે જન્મવાનું, જીવવાનું અને પ્રેમ કરવાનું નવેસરથી શીખવાનું છે. જૉ પોતાની જાત પર શ્રદ્ધા હશે તો જ તે બીજાના પ્રેમ પર શ્રદ્ધા રાખી શકશે. તમારામાં જૉ આત્મસન્માન હશે તો જ તમારામાં સર્જકતા ખીલશે. તમારી ફરજ માત્ર પ્રેમ કરવાની છે, પ્રેમ માગવાની નથી....અને શ્રદ્ધા રાખવી એટલે શું? શ્રદ્ધા રાખવી એટલે હિંમતવાન બનવું. બીજાને પ્રેમ આપશો તો પ્રેમ મળશે જ તેવું વિચારવું. એવું વિચારવું જેને દુનિયા અનથિંકેબલ કહેતી હોય. આપણે કોઈ મસિહા-ઉદ્ધારકની રાહ જૉઈએ છીએ પણ જૉ ઉદ્ધારક ન આવે તો નિરાશ થવાનું નથી. આશા કાંઈ નિષ્ક્રિયતા આપનારી ચીજ નથી. આશા ધીરજવાન પણ નથી. આશા તો એકદમ ઉતાવળી છે અને તે દરેક શકયતાને નક્કર સ્વરૂપ આપે છે. આજે પ્રેમ એક ઉકેલને બદલે સમસ્યા બની ગઈ છે. શું કામ? તેનો જવાબ એરિક ફ્રોમ આપે છે, પણ તે પહેલાં કવિ મીરની પ્રેમની ફિલસૂફી સમજૉ-યહ વહ કતરા હૈ જિસમેં ડૂબના હી ઊભર જાના હૈ. એરિક ફ્રોમ તેના પુસ્તક શ્નઆર્ટ ઓફ લવિંગ'માં લખે છે કે આજનું આખું કલ્ચર શોપિંગ અને ખરીદી, ખરીદી અને ખરીદીના ગાંડપણવાળું છે. શોપ વિન્ડોમાંથી તે સુખ શોધે છે. જે પ્રકારે તે શોપિંગ મોલમાં સુંદર ચીજૉ, પરફયુમ અને ફેશનનાં વસ્ત્રો જુએ છે તે રીતે જ તે એટ્રેકિટવ ગર્લને જુએ છે. સ્ત્રીઓ આકર્ષક અને પર્સનાલિટીવાળો પુરુષ ઝંખે છે. એટ્રેકિટવ એટલે શું? દરેકને અમુક ધોરણોનું પોટલું કે પોતાની વ્યાખ્યા મુજબ યોગ્યતાનું પડીકું જૉઈએ છે. પર્સનાલિટીની આખી માર્કેટ છે. માણસ સફળ હોવો જૉઈએ. આ બધા પછી પણ માણસને પ્રેમ જૉઈએ છે. તેને બધી ભૌતિક ચીજૉની ઉપલબ્ધિ પછી પ્રેમ નથી જૉઈતો તેવું નથી. અરે આજનો માનવી પ્રેમનો ભૂખમરો અનુભવે છે. એટલે જ તે ફિલ્મોમાં, ટીવી સિરિયલોમાં અને વાર્તામાં સુખી પ્રેમજીવન કે દુ:ખી લગ્નજીવનની વાતો જુએ છે. ભૂખને ભાંગે છે કે ઉશ્કેરે છે. ગમશૂદા કે પ્રેમનાં ગીતો સાંભળવાં તેને ગમે છે, પણ આવો ભૂખ્યો માણસ પ્રેમ વિષે કંઈ જાણતો નથી. શું કામ? એરિક ફ્રોમ પાસે તેનો જવાબ છે-પ્રેમ અંગેની સમસ્યા એ છે કે આજે પોતાને કોઈ પ્રેમ કરે તેવું માણસ ઝંખે છે. પ્રોબ્લેમ ઓફ લવ પ્રાયમરિલી ઈઝ ધેટ ઓફ બીઈંગ લવ્ડ રાધર ધેન ધેટ ઓફ લવિંગ, ઓફ વન્સ કેપેસિટી ટુ લવ. સમસ્યા એટલા માટે છે કે માનવ સમજતો નથી કે તમે પ્રેમ ઝંખો છો તેને બદલે તમે કોઈ વળતા પ્રેમની ઝંખના વગર જેને પ્રેમીપાત્ર માન્યું હોય તેને પ્રેમ કર્યે રાખો. તમારી પ્રેમ કરવાની જે કેપેસિટી છે તે જ તમને પ્રેમ મેળવી આપશે. એટલે તમારે લવેબલ કેમ બનવું તે શીખવું પડશે. પરંતુ આજનો માનવી સકસેસફુલ થવા માગે છે. પાવરફુલ થવા માગે છે. સ્ત્રીઓ પોતાને સજેધજે છે તે રીતે એટ્રેકિટવ થઈને શ્નપ્રેમ' મેળવવા માગે છે. પ્રેમ શું શરીરની ચીજ છે?માનવી પ્રેમ વિષે કંઈક શીખવાનું હોય છે તે સ્વીકારતો નથી. જાણે તે કહે છે કે, શ્નપ્રેમમાં મને કાંઈ શીખવાની જરૂર નથી. હું બધું જાણું છું.' જયારે તમને કોઈકના પ્રત્યે એકાએક અકળ કારણોસર ભાવ થાય ત્યારે એકદમ આત્મીયતાનો જાદુ થાય છે (મિરેકલ ઓફ સડન ઈન્ટિમસી). આજની કન્ઝ્યુમર સોસાયટીમાં માણસ ચીજૉનો પ્રેમી બન્યો છે. સ્ત્રીને પણ ચીજ માને છે. પ્રેમની વાત સાથોસાથ એરિક ફ્રોમ આજના માનવીની બીજી સમસ્યા પણ રજૂ કરે છે. સમાજનાં પરિબળો અને બંધનોની આપણા વ્યકિતત્વ પર ધેરી અસર થવા માંડી છે. તેથી આજે દરેક સ્ત્રી-પુરુષને પરાયાપણાની લાગણી થાય છે. માનવી પોતાની જાત સાથે પણ પરાયાપણું અનુભવશે-અનુભવવા લાગ્યો છે. શ્નઅપને મેં પરાયા'ની તીવ્ર લાગણી આજે માણસને હરાયા ઢોર જેવો બનાવી મૂકે છે. આજે માનવી પોતાની દુનિયાનો પોતે કર્ણધાર રહ્યો નથી. પોતાના કતૃર્ત્વનો પોતે સ્વામી રહ્યો નથી. બલકે એનાં કર્મોઅને સફળતાનાં ખોટાં ધોરણો તેના સ્વામી બની બેઠાં છે. એણે પોતે પ્રેમના કે લગ્નના કે જીવનસાથીના કે વ્યવસાયની સફળતાના ઊભાં કરેલાં ખોટાં ધોરણો અને ખોટાં પરિબળો તેને માથે ચઢી બેઠાં છે અને તેનો નચાવ્યો નાચે છે, પણ કશીય ચીજમાં પોતીકાપણું અનુભવાતો નથી. માનવીનું પરાયાપણું જીવનના લગભગ તમામ ક્ષેત્રમાં વ્યાપી ગયું છે. પોતાનું કાર્ય, પ્રવૃત્તિ, નોકરી, ધંધો, જે ચીજૉ વાપરે છે તે અને બીજા માનવ સામેના અને ખુદ પોતાની જાત સાથેના સંબંધમાં પણ પરાયાપણું અનુભવે છે. કયારેય નહોતી એવી માનવસર્જિત સૃષ્ટિ-યંત્રસૃષ્ટિ માણસે રચી છે. એ સૃષ્ટિને ચલાવવા તેણે જટિલ તંત્ર ઊભું કર્યું છે. પણ એનું આ પોતાનું જ સર્જન તેને માથે સવાર છે. પોતે જ આ સૃષ્ટિનો સર્જક છે, તેનું મઘ્યબિંદુ છે એવો અનુભવ થવાને બદલે પોતે સર્જેલો આ મહાકાય યંત્રાસુરનો તે ગુલામ છે એવો અનુભવ આજે માણસને થઈ રહ્યો છે. વધુ શકિતશાળી અને ગંજાવર પરિબળોને એ છુટ્ટાં કરતો જાય છે તેમ તેમ તે વ્યકિત તરીકે પોતાને પંગુ અને વિવશ બનાવતો જાય છે.છેલ્લે લંડન વસતી કવયિત્રી શિલ્પા ગાંધીએ એક સમર્પણની કાવ્યપંકિત લખી છે. આવો સમર્પણભાવ જૉ હોય તો તમે સાચા પ્રેમી છો: "જૉઈ વાદળાની રૂપેરી કોર નાચી ઊઠયા મનના મોર! અજાણતાં પેઠો ચોર જેના હાથમાં દિલનો દોર." એરિક ફ્રોમ જેને મિરેકલ ઓફ સડન ઈન્ટિમસી કહે છે તે ઉપરના કાવ્યમાં સ્પષ્ટ થઈ છે. માત્ર દૂરથી વાદળની રૂપેરી કોર જૉઈને જે શકયતાઓના મહાસાગરને જાણી લે છે તે સાચો પ્રેમ કરી શકે છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment