ફૂલ બોલે છે પ્રેમની ભાષાKanti Bhatt જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે 'ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. હું જો બોટનિસ્ટ ન બન્યો હોત તો હું કવિ બની જ શકત નહીં. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ગુજરાતના જગમશહુર તસવીરકાર અશ્વિન મહેતાએ 'હંડ્રેડ હિમાલયન ફ્લાવર્સ' પુસ્તક લખ્યું છે. 'ફ્લાવર થેરપી' વિશે ઘણા પુસ્તકો છે. પારિજાત સપનાંની મુજ છાબડી છલકે મલકે પારિજાત દેવનાં જાણે વેણ રૂપાળાં મ્હેકતી મીઠી રાતે! સ્વપ્ન દેશે ફૂલનાં વેષે નિક્કી તમે આવો સુંદરતાના લોકથી સુંદર પ્રીત ઉરે છલકાવો (ઓરે) આવો તો શીદ જાઓ? - પ્રજારામ રાવળ(ફેરફાર સાથે) કવિ સુરેશ જોષીએ ગુલાબને આફતાબનો રુઆબ અને મહતાબનું ખ્વાબ કહ્યું છે. અર્થાત્ સૂર્યનો રુઆબ અને ચંદ્રનું સપનું એ બન્ને મળે ત્યારે ગુલાબ બને છે. એ ગુલાબનાં આજે દરેક ચીજનાં વેપાર કરનારે કેવા હાલ કર્યા છે? તમને મુંબઈમાં કોઈ ગુલાબના ફૂલના ગુચ્છ આપે છે તેમાં ન કોઈ સૂર્યનો રુઆબ કે નહીં કોઈ મહતાબનું ખ્વાબ હોય છે. સુગંધ વગરના પ્લાસ્ટિકિયા ગુલાબો હોય છે જે ફેંકી દેવામાં જ કામ લાગે છે. મોગરાને એક કવિએ 'કુંદરતે ઘુંટેલી મોતી' કહ્યુંછે. હરિશ્ચંદ્ર ભટ્ટે જાસુદના ફૂલની કવિતા લખી છે. હૈયે હૈયે એની ઉષ્મા જુદી છેહૈયે હૈયે એની ઉર્મિ જુદી છેપ્રાણે પ્રાણે ભૂખ એની જુદી છે જાણે ફૂલમાંથી જ પ્રણયના રેલાં ઊતરે છે. રાજેન્દ્ર શાહ ગલગોટો અને જાઈના ફૂલને જોઈ કહે છે કે ફૂલને જોઈ બધું જ ભૂલાઈ જાય છે. બાલમુકુંદ દવેને મોગરો મ્હોરે ત્યારે તેમને કળીએ કળીએ રાધા રમતી દેખાય છે અને પાંદડે પાંદડે કાનુડો દેખાય છે. ફ્રેંચ કવિ જિન ગીરા દોકસએ ફૂલને અનંતકાળ સુધી માનવના હૃદયને ઝકડાવી શકે તેવી સાંકળ કહી છે. ફૂલમાં સિડકિટવ પાવર છે. ફૂલ થકી કોઈને નમ્ર બનાવી શકાય છે. પંજાબની બોર્ડર ઉપર ભારત-પાકિસ્તાનનાં ઊંચા ઊંચા કદના સોલજરો જ્યારે બોર્ડરના દરવાજા બંધ કરવા આવે છે ત્યારે રુઆબભરી છાતી કાઢતા કાઢતા અને 'મારી નાખું, કાપી નાખુંની' મુદ્રામાં આવે છે તેને બદલે એટલું ન કરી શકાય કે બોર્ડરના બગીચામાં ઊગાડેલા કુદરતી સુગંધી ગુલાબનું એક એક ફૂલ શાંતિથી ભેટ ધરીને પછી બોર્ડરના દરવાજા બંધ કરે? આટલી નાની વાત કેમ કોઈને સુજતી નથી? અમદાવાદનાં સરકારી ગેસ્ટહાઉસનાં ઉતારામાં મોટો જબ્બર પણ કોરો ધાકોર બગીચો છે. ન ત્યાં મોગરો, ગુલાબ કે ચમેલી છે. અરે નરેન્દ્ર મોદીનાં હિન્દુત્વનાં ગૌરવવાળા સરકારી ગેસ્ટહાઉસના બગીચામાં તુલસીનો એક છોડ પણ નહોતો. તુલસીના તો ગુજરાતમાં જંગલના જંગલ હોવા જોઈએ. સોરઠમાં ફ્લૂ કેમ પેસી શકતો નથી? સાસણગીરમાં જ હિન્દુસ્તાનનું મોટામાં મોટું તુલસીવન છે. અરે ગુજરાત સરકારને જવા દો મિનિસ્ટરોના બંગલાના બગીચામાં સાચા ગુલાબ કે તુલસીનાં છોડ ન હોય તોય તેને મારો ગોળી પણ કેટલા ભારતીયોને આંગણે આજે તુલસી છે? ફ્લૂના વાયરા સામે તુલસીનો છોડ મોટી ઢાળ છે. મોઢે બુકાનો બાંધવાને બદલે તુલસીનાં બેચાર પાંદડા ખીસ્સામાં નાખીને બહાર જાઓ ત્યારે ચાવ્યા કરો તે તમારું રક્ષણ કરે છે. આ બાબતમાં કણાટર્કની સરકાર પ્રથમ નંબરે છે કણાટર્કના મુખ્ય પ્રધાનના બંગલે સાચા ગુલાબના છોડ અને તુલસીનાં છોડ ૧૯૮૯માં ૨૦ વર્ષ પહેલાં જોવા મળેલા આજે તેની ખબર નથી. પણ જગતભરમાં ગુલાબ સહિત ફૂલોની નિકાસ ૮૦ અબજ ડોલરની છે તેમાં કણાટર્કના ફૂલોનો જબ્બર હિસ્સો છે. જગતભરમાં ૧૯૯૨માં રૂ. ૨૭૦૦૦ કરોડનો ફૂલોનો વેપાર હતો તે આજે વધીને રૂ. ૪૦૦૦ અબજનો થઈ ગયો છે પણ ભારતનો હિસ્સો બહુ ઓછો છે. ફૂલોનું મહત્વ અનાદિકાળ સુધી રહેવાનું છે. તુલસીનું ય રહેવાનું છે કારતક મહિનામાં હિન્દુ સ્ત્રીઓ વિષ્ણુ સાથે તુલસીનાં વિવાહની વિધિ કરે છે. હવે ૨૦૧૦ની દિવાળીમાં હે અમદાવાદીઓ! અને હે મુંબઈગરાઓ તમારા ઘરમાં તુલસીનાં કુંડા જરૂર વસાવજો. ફૂલોના ગુચ્છમાં એકાદ તુલસીનું પાન હોય તો વધુ સારું. ફૂલ દ્વારા માણસ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચે છે પણ આજે તો માત્ર તે એક સુક્કો રિવાજ બની ગયો છે. કૃત્રિમ ગુલાબોના જબરા ગુચ્છ અપાય છે. માત્ર એક કુદરતી સુગંધી ગુલાબ જ અપાવું જોઈએ. જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે 'ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. હું જો બોટનિસ્ટ ન બન્યો હોત તો હું કવિ બની જ શકત નહીં. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ગુજરાતના જગમશહુર તસવીરકાર અશ્વિન મહેતાએ 'હંડ્રેડ હિમાલયન ફ્લાવર્સ' પુસ્તક લખ્યું છે. 'ફ્લાવર થેરપી' વિશે ઘણા પુસ્તકો છે. એક જમાનાના બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પારસી ઓફિસર ડો. હોમી તાવરીયાએ અમને કહેલું કે ફૂલો ભેટ આપવાથી બે હૃદયને સાંધી શકાય તે માત્ર કવિની ભાષા છે પણ હું તો ફ્લાવર-થેરપી દ્વારા-ફૂલોનાં અર્કથી રોગો સારા કરું છું. માણસ ચિંતાતુર હોય અને કોઈ ભય સતાવતો હોય કે હિસ્ટિરિયા હોય તેને રોક રોઝ અર્થાત્ જંગલી ગુલાબનાં અર્કથી સારો કરી શકાય છે ફૂલોનો અર્ક શારીરિક કરતાં માનસિક રોગોમાં વધુ અસરકારક છે તેવું ડો. હોમી તાવરીયા કહે છે તે કેટલું બધું તર્કસંગલ છે? તમે જો ખૂબ જ ખંતથી, વહાલથી અને પ્રચુર માત્રાના પ્રેમથી કોઈને ફૂલ આપો તો તેનાં મનને જકડી લો છો. ફ્રેંચ કવિની ભાષામાં સામી વ્યક્તિને સિડકટ કરો છો-ભોળવી શકો છો. ફૂલની બાબતમાં આપણે થોડાક બાળક જેવા થઈએ. તમે બાળકને કહો કે બગીચામાંથી ફૂલ તોડવાનું નથી તો પણ તે ચોરીછૂપી તોડશે જ. એવું બાળક જગતમાં પાક્યું નથી જે આ હરકત ન કરે. ડેનમાર્કના માત્ર ૧૦ વર્ષની છોકરીને ફૂલ આપો તો જોઈ વિચારીને આપજો કારણ કે ડેનમાર્કની છોકરી તે હરકતને ગંભીર ગણશે 'ધ લેંગવેજ ઓફ ફ્લાવર્સ' નામના પુસ્તકના લેખકે કહ્યુંછે કે ડેનમાર્કની યુવતીને ફૂલ આપ્યું એટલે તમે તેને પ્રેમ કરો છો તેમ તે અચૂક માની લેશે. અંગ્રેજીમાં તો એક વાક્ય પ્રખ્યાત છે-'સે ઈટ વીથ ફ્લાવર્સ'. ડેનમાર્કમાં તમને પ્રેમની અભિવ્યક્તિ કરવાની હિંમત ન હોય અને બોલી ન શકો તો ફૂલ આપજો. ફૂલ તમારા વતી પ્રેમની ભાષા બોલશે. ડેનમાર્કમાં કહેવાય છે કે ત્રણ વર્ષની છોકરીથી માંડીને ૯૦ વર્ષની વૃદ્ધા ફૂલની રોમેન્ટિક ભાષા સમજે છે. આ હિસાબે બેંગલોર રોમેન્ટિક શહેર હોવું જોઈએ. ત્યાં એકરોના એકર ગુલાબનાં બગીચા છે. માત્ર બેંગલોરમાં ઈન્ટરનેશનલ ફ્લાવર ઓક્શન (લિલામ) થાય છે. કણાટર્કમાં ૧૮૦૦૦ હેકટરમાં ફૂલો, શોભાના છોડ અને તુલસી વગેરે ઉગાડાય છે. કારુતુરી નેટવર્કસ નામની એક સાવ અજાણી ફલાવરનો વેપાર કરતી બેંગલોરની કંપનીએ નેધરલેન્ડઝની 'શેર' નામની ફૂલો પેદા કરતી કંપનીને રૂ. ૨૨૦ કરોડમાં ખરીદી છે. નેધરલેન્ડઝ જગતમાં સૌથી વધુ ફૂલો પેદા કરે છે. કેન્યાનાં ખેડૂતો ગુલાબોની નિકાસમાં પ્રથમ નંબરે છે. ભારતની ફૂલોની નિકાસમાં કણાટર્કનો હિસ્સો ૭૦ ટકા છે અને બેંગલોરમાં જ યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સીઝ નામની વિદ્યાપીઠમાં ફલોરી કલ્ચરનો ખાસ વિષય છે. અરે બેંગલોરમાં ફૂલોનું શાસ્ત્ર શીખવતી બીજી પણ એક સંસ્થા છે. તેનું નામ ઈન્ડિયન ઈન્સ્ટિ. ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ છે. આંધ્રની કષિ યુનિ., હરિયાણાની કૃષિ યુનિ., પંજાબની કૃષિ યુનિ. તેમ જ મહારાષ્ટ્રમાં કોંકણમાં કોલેજ ઓફ એગ્રિકલ્ચરમાં ફૂલોના શાસ્ત્રની ડિગ્રી અપાય છે. ફૂલોમાંથી પરફ્યુમ અને કુદરતી રંગો કાઢવાનાં કારખાના છે. કોઈપણ વ્યક્તિ ૧ હેક્ટરમાં ફૂલો ઊગાડીને વર્ષે રૂ. ૧ લાખ કમાઈ શકે છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ તમને ફૂલોનો ધંધો કરવામાં મદદ કરે છે તેવો તેનો દાવો છે. (એક હેક્ટર એટલે લગભગ ૨.૪ એકર એક એકર એટલે લગભગ બેથી અઢી વીઘા) તુલસીનાં વન જો કે બનારસ અને સોરઠમાં છે. સ્વાઈન ફલૂની હો હા વખતે મુંબઈમાં સેવાભાવે કરસનભાઈ પટેલ કોરા કેન્દ્રમાંથી લીમડાનો રસ અને તુલસીનો રસ વહેંચતા હતા તેમ પુણેમાં વહેંચવો જોઈતો હતો. આજે ગુજરાતમાં વહેંચવો જોઈએ. વિકિપિડિયા કહે છે કે તુલસીની અંદરનું યુનેનોલ નામનું વૈદકીય તત્વ ડાયાબિટીસ પર અસર કરે છે. આમાં તુલસીનાં પાન નાખવાનું શાસ્ત્ર જૂનું છે. તસવીકાર અશ્વિન મહેતા હિમાલયની ખીણમાં ફૂલોની તસવીર લેવા ગયેલા ત્યાં ૧૩૦૦૦ ફૂટની ઊચાઈએ ફૂલોની ખીણ આવેલી છે. જાણે ઈશ્વરે તૈયાર કરેલી ફૂલોની જાજામ બીછાવી હોય! અહીં હિમકમલ નામના ફૂલનું મધ ચૂસવા મધમાખી આવે છે. આ મધમાખીના મધપુડાનું મધુ ઉત્તમ ઓષધીય ગુણ ધરાવે છે. આ ચોખ્ખું મધ હોય તો તમે રૂ. ૫૦૦નું કિલો લો તો પણ લેખે છે. દેવિકારાણીના પતિ મહાન રશિયન ચિત્રકાર સર નિકોલસ રોરિક મારા ઝાંઝમેર ગામે આવ્યા ત્યારે દરિયાઈ વનસ્પતિના છોડ અને ફૂલોની પૃચ્છા વધુ કરતા હતા. સર નિકોલસ રોરિક હિમાલયની ખીણમાં ગયા ત્યારે ફૂલોની બિછાત જોઈને જાણે મેસ્મેરાઈઝડ થઈ ગયેલા ત્યાંથી આવીને તેમણે હિમાલયના ફૂલોના ચિત્રો દોરેલા. ફૂલોના છોડ વાવીને, આપણે ઈન્સ્ટંટ કોફી તૈયાર કરીએ તેમ ઘણાને ઈન્સ્ટંટ ફૂલ જોઈએ છે પણ જે 'ફૂલની રાહ' જુએ છે તે જ ફૂલરૂપી સૌંદર્ય પામે છે તે રીતે સાચા ફૂલોના છોડ રોપીને તેની રાહ જુઓ. બોલિવિયા નામના દેશમાં પૂયા નામનું ફૂલનું વૃક્ષ ૮૦ વર્ષે ફૂલ આપે છે. ડેનમાર્કે ગુલાબને રાષ્ટ્રીય ફૂલ ગણ્યું છે. ડેનમાર્કમાં કમળ ભેટ અપાતું નથી. તેને મૃત્યુની કંકોતરી કહે છે. ઊલટાનું ફિનલેન્ડમાં મૈત્રી બતાવવા કમળ ભેટ મોકલાય છે. ડચ લોકો ટુલીપના ફૂલની ભેટ મોકલે છે. પરંતુ કોઈ પ્રેમી પીળાં રંગનું ટુલીપ ભેટ મોકલે ત્યારે સમજવું કે પ્રેમ પ્રકરણના અંતનો સંકેત છે. આપણે માત્ર મિત્રો જ બની રહીશું તેવો સંદેશ પીળુ ટુલીપ આપે છે! પણ ફરિયાદ કરાવું તમારા હૃદયરૂપી કુંડામાં પ્રેમ રૂપી ગુલાબનો છોડ વાવો ત્યારે પ્રીતિને પાંગરવાનો સમય આપો. પ્રેમમાં ધીરજ રાખે છે તે ફાવે છે. સાચા ગુલાબની સુગંધ માટે રાહ જોવી પડે છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment