[F4AG] અંબોડેથી ચોરાયું એક ફૂલ.

 

અંબોડેથી ચોરાયું એક ફૂલ.

મારો બ્લોગઃ-   http://markandraydave.blogspot.com/2010/01/blog-post_30.html

==============

પ્રિય મિત્રો,

નશીલાં નયનની સ્વામિની, એક નાજુક નમણી મદભરી, સદ્યસ્નાતા,કામણગારી કન્યાએ, પોતાના છૂટા કેશને છંટકારીને, સુગંધિત કેશના, લયકારી ઝટકાથી, વાછંટી પ્રેમને આસપાસ-ચોપાસ વિખેર્યો.

આ સુગંધિત છંટકારનાં નમણાં જળબિંદુઓથી રચાયું એક મેઘધનુષ્ય અને આ મેઘધનુષી આભાના અર્ધવર્તુળની, પરિઘખંડ  ક્ષિતિજે  ઉડ્યો એક અજાણ્યો પ્રેમી.

આ વાછંટની સુગંધને શ્વાસમાં,મનભર ભરી લઈ, આ અજાણ્યો પ્રેમી, અંબોડો લેતી, કન્યાના,અદભૂત નૃત્યકારી કલાત્મક દેહ-વલયાંકોના લટકા-ઝટકાને માણતો રહ્યો.

આ પ્રકારે, સુગંધિત છંટકારમાં તરબોળ થયેલા,એક પ્રેમીના તનમન પર છવાતા નશાનું વર્ણન તો ,જે કોઈ પ્રેમી આવા આહ્લાદક  અનુભવને માણી ચૂક્યો હોય તે જ કદાચ કરી શકે?

આ કન્યાના એકતરફી પ્રેમમાં પાગલ થયેલા,આ યુવકે ,પરિચય વગર જ કન્યા પાસે,તેના અંબોડેથી એક  ફૂલ માંગવાની ધૃષ્ટતા કરી.

સ્વાભાવિકપણે,સાવ અજાણ્યા યુવકને, કન્યાએ અંબોડેથી ફૂલ કાઢી આપવા,ઈન્કાર કર્યો..!! પણ..પછી...પછી...શું થયું!!

એ અજાણ્યો પ્રેમી યુવક,આ નાજુક, નમણી કન્યાને પામી ન શક્યો અને આ ઘાયલ પ્રેમીએ તેના મનોભાવ, મારી અને આપની સાક્ષીએ,પ્રેમપત્રના સ્વરૂપે પ્રગટ કર્યા..

`અંબોડેથી ચોરાયું એક ફૂલ.`

મારા શ્વાસની આબોહવાને તારી સુગંઘના પમરાટથી મહેંકાવનારી ઓ વાસંતી પ્રિયા.
મારા દૈહિક હાજરીથી ઘણે દૂર ક્યાં જઈ વસી છે તું , સહજપણે જ મને જ્ઞાન નથી.

મારા અસ્તિત્વના કણે કણમાં સમાયેલી તું મારી પ્રિયા,
મારા મનના એક ખૂણે સંઘરાઈ છે તું, કોણ માનશે?

પ્રેમસાગરના આ તીરે હું ને,સામે જાણેકે ઉભી`તી તું..!!
લાગે, જાણે  ઉભી માત્ર વ્હેંત જ છેટી તું. કોણ માનશે ?

તારી ભૌતિક હાજરીનો સદૈવ ઉપવાસી,એવો ભક્ત પ્રેમી હું.
વસી તું આ દિલમાંને, શોધું તુજ સુગંધ થૈ હું ? કોણ માનશે? 

જગ આખું જાણે છે,કદાચ માણે પણ છે,મારો આ પવિત્ર પ્રેમ.
ભૂસવા મથું પરાણે, નિર્બળ જુલમી? એતો હું ,કોણ માનશે?

માગ્યું`તું ફકત એક ફૂલ અંબોડેથી,હસીને વાત ટાળી તેં, પ્રિયે.
આખરે ચોર્યું`તું અંબોડેથી ફૂલ, સાચું કહું છું હું, કોણ માનશે?

કિતાબોનો છું હું  વેરી સદાયે, છતાં ચાંપું હ્યદયસરસી પ્રિયે.
કારણ? મૂક્યું છે તેમાં, કરમાયેલું એક  ફૂલ, કોણ માનશે?


કોઈ નિષ્ફળ પ્રેમી માટે, પ્રિયાએ પાઠવેલા, પ્રેમપત્રો કે ફૉટોગ્રાફ, સંસારી થયા પછી સાચવવા,છુપાવવા કેટલા અઘરા છે, તે કદાચ બધાજ જાણે છે..!!
(એમ તરતજ, નકારમાં ડોકી ના હલાવો સાહેબ ,જાનમાં તો ગયા હશોને ? આમ ના કરો, કોણ માનશે? )

પરંતુ,સાવ નક્કામા લાગતા પુસ્તકને,કાયમ  ઓશીકાસરસું, રાખે તો, અવશ્ય અનુમાન કરાય કે, તેમાં ચોક્કસ કોઈના અંબોડેથી ચોરાયેલુ એક ફૂલ, યાદગાર સ્મરણ થઈને,સુકાઈ જવા છતાંય હજી મહેંકે છે.

ચાલો આપણે,શ્રીરફીસાહેબના અવાજમાં,એક સુંદર ગઝલ,`તુમ્હારી ઝૂલ્ફ કે,સાયેમેં શામ.` માણીએ.

http://www.4shared.com/file/145556055/a5b7d4db/tumhari_zulf_ke_saye.html

મારી વહાલી બહેનો માટે - તા.ક. Braid of hair.અંબોડાના પ્રકારઃ-

*English Braid  * French Braid  * Dutch Braid   * Biker's Braid  * Heidi Braid  * Square 4-Strand Braid   * Multi-Strand Braids   * Rope Braid -*Herringbone Braid  * Lace Braids  * Crown Braids  * Classic Braids * Cascade Braids   * Combination Braids  * Accent Braids

મારી વહાલી બહેનો વધારે વિગત માટે;Pl. Visit.-  http://www.4shared.com/file/145556055/a5b7d4db/tumhari_zulf_ke_saye.html

માર્કંડ દવે.તા.૩૧-૦૧-૨૦૧૦.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...