બાળકને હંમેશાં પ્રોત્સાહન આપોPr. Prahladbhai Patel બાળકને સ્કૂલે જતાં હસતે મુખે વિદાય આપીએ અને આવે ત્યારે હસીને એને આવકારીએ. શાંતિથી, સમજદારીપૂર્વક તેઓને શાળાએ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ. સ્કૂલે લઇ જવાની સામગ્રી વ્યવસ્થિત આપીએ. વારંવાર સ્કૂલની મુલાકાત લઇએ. તેમના શિક્ષકોને મળી બાળકોની પ્રગતિની માહિતી મેળવીએ. અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરીએ. ઇતર પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બાળકોનું મિત્રવર્તુળ તેમના ઘડતર તથા ચારિત્ર્યમાં મોટો ભાગ ભજવે છે. મિત્રો વચ્ચે પ્રેમ અને લડાઇ બધું જ સ્વાભાવિક છે. તેમને અમુક બાળકો સાથે રમવા અને અમુકને તરછોડવાનો અધિકાર આપો. આખરે, રમવાનું તો તેમને જ છે. બાળકો ઉંમર અને ક્ષમતા પ્રમાણે જવાબદારી ઉપાડે તેવું કરવું, પરંતુ જવાબદારી એકદમ શીખવવી મુશ્કેલ છે. ધીરે ધીરે તમે જવાબદારી છોડો અને તેમને લેવા દો. તેમની બુદ્ધિ, પરિસ્થિતિની અનુકૂળતા અને ક્ષમતા વિચારી તેમને નિર્ણય કરવા દો. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિનય-વિવેક ન ચૂકવા બાળકોને શીખવવું પડશે. આવેલ મહેમાન સાથે કઇ રીતે વર્તવું, તમારા માર્ગમાં કાંટારૂપ વ્યક્તિ પણ વિનય, વિવેક આગળ ઝૂકી જશે તે તેમને સમજાવો. બાળકને હંમેશાં પ્રોત્સાહન આપો. પ્રોત્સાહન એ વ્યક્તિત્વના વિકાસનો પહેલો આધાર છે. પ્રોત્સાહનથી બાળકમાં ઉત્સાહ જાગે છે, એક નવું જોમ આવે છે. ઉત્સાહથી કાર્યશક્તિ પ્રાપ્ત થાય છે અને સફળતા પણ મળે છે. બાળકોને નયનરમ્ય સ્થળે, ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં સ્થળે, સંગ્રહસ્થાનમાં, મંદિરો કે મસ્જિદોમાં લઇ જાઓ. ઉપરાંત સામાજિક/રાજકીય મૂલ્ય ધરાવતાં સ્થળો લોકસભા (પાર્લમેન્ટ), વિધાનસભા વગેરે જોવા પણ લઇ જાઓ. બાળકોને પૌરાણિક કથાઓને સાંકળતાં સ્થળો, ઐતિહાસિક/સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતાં સ્થળોએ લઇ જવાથી ભારતીય પરંપરાઓ, ઇતિહાસ, દેશની હસ્તીઓ, દેશપ્રેમમાં જીવન ન્યોછાવર કરનાર નેતાઓ, તેમનું જીવન વગેરે અંગે તેમની સાચી માહિતી મળશે. રમતો બાળકોને આકર્ષે છે. ભાતભાતનાં રમકડાં, પછી તે માટીનાં હોય કે ઇલેક્ટ્રોનિક, બાળકોને એકસરખો આનંદ આપે છે. બાળકોને રમતો અને રમકડાં ખૂબ ગમે છે. મનોવૈજ્ઞાનિકોએ રમત અને જ્ઞાનને એકબીજાનાં પૂરક ગણાવ્યાં છે. બાળકો શક્તિના સ્ત્રોત છે. આ શક્તિનો વિકાસ કરવા માટે રમતો એકમાત્ર માઘ્યમ છે. રમતાં રમતાં બાળકોની બુદ્ધિશક્તિ, કૌશલ, ચપળતા, તર્કવિતર્ક, શક્તિ, શારીરિક શક્તિ વગેરેનો વિકાસ થાય છે. રમતાં રમતાં જ બાળકો સ્પર્ધા, ખેલદિલી, હરિફાઇ, રસાકસી અને હારમાં પણ જીતની મઝા વગેરે જેવી બાબતો સમજી શકે છે. બાળકો રમતાં રમતાં ખીલતાં હોય છે. બાળકને સ્કૂલે જતાં હસતે મુખે વિદાય આપીએ અને આવે ત્યારે હસીને એને આવકારીએ. શાંતિથી, સમજદારીપૂર્વક તેઓને શાળાએ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ. સ્કૂલે લઇ જવાની સામગ્રી વ્યવસ્થિત આપીએ. વારંવાર સ્કૂલની મુલાકાત લઇએ. તેમના શિક્ષકોને મળી બાળકોની પ્રગતિની માહિતી મેળવીએ. અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરીએ. ઇતર પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ચિત્રો, કાટૂર્નો, રંગબેરંગી વાચનસામગ્રી ધરાવતાં પુસ્તકો જોવાં-વાંચવાં બાળકોને ખૂબ ગમે છે. ઘણીવાર બાળકો તેમાં રહેલી ભાષા સમજી શકતાં નથી, પણ તેમાં રહેલો સચોટ સંદેશ લઇ શકે છે. જે પુસ્તકોમાંથી આનંદ મળે, સંદેશ મળે અને અન્યની ભાવનાઓ સમજવાની તક મળે તેવા પુસ્તકો વાંચવા આપો. શિષ્ટાચાર જીવનનું અગત્યનું અંગ છે. શિષ્ય આચાર એટલે સભ્યતાપૂર્વકની વર્તણૂક. શિસ્ત, વિનય અને વિવેક વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે. શિસ્ત વિનાનું વ્યક્તિત્વ સંપૂર્ણ નથી. બાળકોમાં નાનપણથી જ આ ગુણ વિકસે તે માટે પ્રયત્નો કરવા જોઇએ. બાળક કોઇ પણ સરસ કામ કરે ત્યારે તેનાં વખાણ કરો. કડક શિક્ષા જે કાર્ય નથી કરાવી શકતી તે માત્ર મીઠાશથી ઉચ્ચારાયેલા વખાણના બે બોલ કરાવી શકે છે. બાળકોનાં કાર્યોને સારા શબ્દોમાં વખાણીએ તો તેમને ગમશે અને તેમને પ્રોત્સાહિત કરશે. સંગીત પણ જીવનનું મહત્વનું અંગ છે. સંગીતથી શાંતિમય અને આનંદીત વાતાવરણ ઊભું થાય છે. તે બાળકોના જીવનને શાંતિપૂર્વક અને પ્રસન્નતાથી જીવવાનો સંદેશ આપે છે. બાળ ઉછેરની આ એક કળા છે. - લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment