[F4AG] જીવનમાં સુખ જોઈએ છે? તો નક્કી કરો કે ચિંતા તો ન જ જોઈએ

 

જીવનમાં સુખ જોઈએ છે? તો નક્કી કરો કે ચિંતા તો ન જ જોઈએ

Dipak Soliya
ચિંતાને રોજેરોજ ચિતામાં બાળી મૂકવાની હોય. રોજ ન ફાવે તો અઠવાડિયે નહીંતર મહિને અને કંઈ નહીં તો છેવટે વરસે એક વાર તો ચિંતાની મોટી હોળી પ્રગટાવીએ... આ કામ નવા વર્ષના આરંભે જ શા માટે ન કરવું? તો ચાલો, પ્રગટાવીએ ચિંતાની હોળી...Dipak Soliya

માણસની સૌથી મોટી મૂર્ખામી કઈ? સવાલ અઘરો છે, કારણ કે લિસ્ટ લાંબુ બને. આઈન્સ્ટાઈને કહેલું: 'બ્રહ્માંડ અને માણસની મૂર્ખામી, આ બન્ને અનંત છે. એમાં પણ બ્રહ્માંડ અનંત છે કે નહીં તેની મને ખાતરી નથી' (પણ માણસની મૂર્ખામી તો અનંત છે જ, આઈ એમ વેરી શ્યોર).

મૂર્ખામી અનેક પ્રકારની હોય છે. એમાંનો એક પ્રકાર છે ચિંતા. એના પર જરા કોન્સન્ટ્રેટ કરવા જેવું છે. આમ તો માણસ માત્ર ચિંતાને પાત્ર. પણ ચિંતા માત્ર ચિતાને પાત્ર. એટલે કે ચિંતાને રોજેરોજ ચિતામાં બાળી મૂકવાની હોય.

રોજ ન ફાવે તો અઠવાડિયે નહીંતર મહિને અને કંઈ નહીં તો છેવટે વરસે એક વાર તો ચિંતાની મોટી હોળી પ્રગટાવીએ... વરસમાં એક વાર કરવાનું આ કામ નવા વર્ષના આરંભે જ શા માટે ન કરવું? તો ચાલો, પ્રગટાવીએ ચિંતાની હોળી...

જગતનું શું થશે? ગુજરાતમાં આજકાલ રોજ બે-ચાર લોકો સ્વાઈન ફ્લૂથી મરી રહ્યા છે... આ મરણાંક ક્યાં જઈને અટકશે? આ તાલિબાનો પાકિસ્તાનની જેમ ભારતમાં ફરી ભૂમભડાકા કરવા લાગશે તો! છોકરી મોટી થઈને ખોટા છોકરાના પ્રેમમાં પડી જશે તો!

ધરતી ખૂબ ગરમ થઈ જાય અને દરિયાનું પાણી મુંબઈને અને દ્વારકાને ડુબાડી દેશે તો! નોકરી જતી રહેશે તો! બૂઢાપામાં પથારીમાં છીછીપીપી કરવું પડશે તો! આ બધી જ ચિંતા સ્વાભાવિક છે, કારણ કે મૂર્ખામી સ્વાભાવિક છે. આ બધી જ ચિંતાઓ મૂર્ખામીના સ્પષ્ટ લક્ષણ છે.

પહેલો સવાલ: ચિંતા કરીને આપણે શું કાંદો કાઢી લેવાના? ચિંતા કરવાથી ઉકેલ આવી જવાનો છે? કોઈ એવી દલીલ કરશે કે ચિંતાને લીધે આપણે વધુ જાગૃત, વધુ સાવચેત બનીએ છીએ. પણ શું સાવચેત બનવા માટે ચિંતિત થવું ફરજિયાત છે? નથી.

ચિંતા કરવામાં સૌથી મોટી મૂર્ખામી એ છે કે ચિંતા કરવાની જ હોય તો સૃષ્ટિએ કરવાની છે, કુદરતે કરવાની છે, ઇશ્વરે કરવાની છે. બધું વ્યવસ્થિત ચાલે એ જોવાની જવાબદારી ઉપરવાળાની છે. સારા શબ્દોમાં કહીએ તો આ બ્રહ્માંડ અને કટાક્ષમાં કહીએ તો આ આખો હોબાળો આપણે નથી ઊભો કર્યો.

જે ઇશ્વર કે જે વૈજ્ઞાનિક પરિબળોને લીધે આ ખેલ ચાલી રહ્યો છે એના જોરે ખેલ ચાલતો રહેશે અને જ્યારે ખેલ અટકવાનો હશે ત્યારે અટકી જશે. એમાંનું કશું આપણા હાથમાં નથી. આપણે ક્યારે જન્મીશું એ આપણા હાથમાં નથી અને ક્યારે મરીશું એ પણ આપણા હાથમાં નથી.

એમ જ જન્મ-મરણની વચ્ચે ક્યારે શું થશે એ પણ આપણા હાથમાં નથી. આપણા હાથમાં એક જ ચીજ છે: કર્મ. આપણે આપણું કામ કરતાં જવાનું, શક્ય એટલી તકેદારીઓ રાખવાની, જિંદગી નામના ગાલીચાનો વીંટો જેમ જેમ ખુલતો જાય તેમ તેમ ખુલતી જતી નવી નવી ડિઝાઈનો અને નવા રંગો જોતા જવાના.

આપણે આ પૃથ્વી પર બધું જોવા આવ્યા છીએ. આપણી પાસે સૃષ્ટિએ જે કામ લેવાનું છે એ માટેની લાયકાતો (અને બિનજરૂરી કામોમાં ડૂબી ન જઈએ એટલા માટે અનેક મર્યાદાઓ) કુદરતે આપણને આપી જ છે. તો આપણે આપણું કામ કરીએ. કુદરત એનું કામ કરે.

આપણું કામ છે કામ. ચિંતાનું કામ કુદરતનું છે. ઋતુઓ બરાબર કામ કરે, સૂર્ય ટાઈમસર ગે, માણસો ટાઈમસર મરે આ બધું જોવાનું કામ કુદરતનું છે. એમાં આપણે ચાનીચા શીદને થઈએ છીએ?

જગતની સૌથી મોટી ચિંતાની વાત લઈએ. એ છે મોત. માન્યું કે જેમ જન્મ તેમ મૃત્યુ પણ પીડાદાયક હોય છે. પણ જેમ જન્મની પીડા પછી જીવનનો ખેલ જોવા મળે છે. એમ મૃત્યુની પીડા સામાન્ય રીતે જીવનને વધુ અહ્ય બનતું અટકાવે છે.

જીવનનો અંત આવે જ નહીં એનાથી મોટો કોઈ શ્રાપ હોઈ જ ન શકે. એટલે તો પાંડવોના સંતાનોને મારી નાખનાર અશ્વત્થામાને અમરતાનો શ્રાપ મળેલો. ટૂંકમાં, મોત ચિંતાનો નહીં, મુક્તિનો વિષય છે. હા, નાની મરે આવતું મોત ઉદાસ કરી શકે.

એવા કિસ્સામાં પણ, મરનારે તો મર્યા પછી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. બાકી રહ્યા આપણે. આ પૃથ્વી પર આપણે બધા જે કોઈ બચેલા લોકો અત્યારે જીવી રહ્યા છીએ એ મોતની ચિંતા કરે કે ન કરે, આપણા સૌનું મોત જ્યારે આવવાનું હશે ત્યારે આવશે. એ મોતનો પ્રોબ્લેમ છે, આપણો નહીં. તો પછી ચિંતા શેની?

હવે એક સવાલનો જવાબ આપો. તમે આમ કેવા? નાસ્તિક કે આસ્તિક? ઓકે, તમે નાસ્તિક છો મતલબ કે તમે ઇશ્વરમાં નથી માનતા. તમે માનો છો કે આ સૃષ્ટિનો કોઈ સંચાલક નથી. બધું આપોઆપ, વિજ્ઞાનના નિયમો મુજબ થાય છે. હવે તમે જ કહો કે બધું નિયમ પ્રમાણે થઈ રહ્યું હોય તો પછી ચિંતા કરવાની શી જરૂર?

તમે કહેશો, કશું ઇશ્વરના હાથમાં નથી, મારું જીવન મારા જ હાથમાં છે. તો ઠીક છે, તમારા હાથમાં જે કંઈ છે એ કરી છૂટો અને પછી રાત પડે ત્યારે ગોદડું ઓઢીને ઘી જાવ. આમાં ચિંતાનો સ્કોપ ક્યાં છે?

માની લો કે તમે નાસ્તિક નથી. તમે આસ્તિક છો અને તમને ચિંતા થાય છે. પણ એક મિનિટ. જે માણસ આસ્તિક હોય તે ચિંતા કરી શકે ખરો? આસ્તિક હોવાનો જરા અમસ્તો પણ દાવો કરનારને ચિંતા કરવાનો જરા અમસ્તો પણ અધિકાર હોઈ શકે ખરો?

ન જ હોઈ શકે. જે ચિંતા કરે છે એ આસ્તિક છે જ નહીં. આસ્તિક માણસને તો પૂરી શ્રદ્ધા છે કે ઘાસનું તણખલું પણ ઇશ્વરની મરજી વિના નથી હલતું. આસ્તિક તો જાણે જ છે કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે.

શ્રદ્ધાળુ તો એ જ છે જે પોતાની સઘળી ચિંતા ભગવાનને સોંપી દે છે અને પોતે પોતાનું કામ કરે છે. ચિંતાખોર આસ્તિક હોઈ જ ન શકે. માણસનું ચિંતાખોર હોવું એ જ એની નાસ્તિક હોવાની નિશાની છે. એને ઉપરવાળા પર ભરોસો નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી.

એટલે જ તો જે બાબત પોતાના હાથમાં નથી એ ઉપરવાળાના હાથમાં છોડવાને બદલે પોતે જ અળસિયાની જેમ સળવળ્યા-ટળવળ્યા કરે છે. આસ્તિક હોવું એ મોટી વાત છે. આસ્તિકતા મોટો આશિર્વાદ છે. શ્રદ્ધા બહુ મોટી શક્તિ છે. ઐરાગૈરા શ્રદ્ધાળુ ન હોઈ શકે. શું તમે ઐરાગૈરા છો? ન જ હોઈ શકો. માટે તમે ચિંતા કરી જ ન શકો.

છેલ્લી વાત: આલ ઇજ વેલ (ઓલ ઇઝ વેલ, બધું બરાબર છે). હાલમાં આવેલી ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ'માં આ ડાયલોગ ટેઢીમેઢી અને રમુજી ઢબે ભારે ચગાવાયો છે. હીરો એના દોસ્તારોને સમજાવે છે કે જ્યારે ડર-તકલીફ-ચિંતામાં અટવાઓ ત્યારે દિલથી બોલવું: આલ ઇજ વેલ.


પછી હીરો સમજાવે છે: આવું બોલવાથી પ્રોબ્લેમ નથી ઉકલી જતો. પણ પ્રોબ્લેમ ઉકેલવાની સ્વસ્થતા આપણામાં આવે છે. સત્ય વચન. ચિંતા ન કરવાથી ચિંતાનો વિષય ઉકલી નથી જતો. પણ ચિંતા ન કરવાથી ચિંતાજનક મામલો ઉકેલવાની આપણી સ્વસ્થતા વધે છે.


વાત સમજાઈ? સારી રીતે જીવવા માટે, સમસ્યાઓ ઉકેલવા માટે શક્તિ અને ક્ષમતા જોઈએ. ચિંતા નામની ડાકણ આપણી શક્તિ અને ક્ષમતાને ખાઈ જાય છે. છતાં, આપણે ચિંતા નામની એ ડાકણને પ્રેમપૂર્વક પંપાળીએ છીએ. પછી એના મોં પાસે આપણે આપણી શક્તિ અને ક્ષમતા ધરીએ છીએ.


પેલી ડાકણ આપણી તાકાતને ખાતી જાય બકર.... બકર... અને આપણે મોં વકાસીને જોતાં રહીએ. આ તે કોઈ રીત છે?


નથી જ. માટે ચિંતા ન કરીએ. આલ ઇજ વેલ. બધું બરાબર છે. ફિકર કી કોઈ બાત નહીં. ક્યારેક વાટ લાગી શકે. ક્યારેક માંદગી આવી શકે. ક્યારેક ખોટ જઈ શકે. ક્યારેક નાપાસ થઈ શકાય. છતાં, આલ ઇજ વેલ.


સરવાળે, લાઈફ કેટલી બ્યૂટીફુલ છે એ ન સમજનાર બ્લડી ફૂલ ગણાય. આર યુ બ્લડી ફૂલ? કોઈ સવાલ જ નથી. તો બાળી મૂકો તમારી બધી ચિંતા શિયાળાની સાંજે થતાં તાપણામાં કે માઈક્રોવેવ ઓવનમાં કે કરી નાખો ફ્લશ એને ટોઈલેટમાં.


આવું કરવા માટે એક જ ચીજ જોઈએ. એ છે આક્રોશ. ચિંતા નામની નાલાયક-નપાવટ-હરામખોર ચીજ સામે આક્રોશ જાગે તો ચિંતાનું નિકંદન નીકળી શકે. આ લેખ આક્રોશ જગાવવા લખ્યો છે. આક્રોશ જાગ્યો? તો ચિંતાનું આવી બનશે.


અને ન જાગ્યો? તો તમારું આવી બનશે. ચિંતા તમને ખાઈ જશે. સોચ લો. નક્કી તમારે કરવાનું છે. આક્રોશ તમારે જગાવવાનો છે. તો જગાવો આક્રોશ, ભગાવો ચિંતા. ઓલ ધ બેસ્ટ! એન્ડ હેપી ન્યૂ યર!


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...