ઠંડા પીણાં અને જંક-પેકેટ ફૂડમાંનાં ખતરનાક રસાયણોથી ચેતોKanti Bhatt આપણે એક આંખ ઉઘાડનારો દાખલો પ્રબુદ્ધ માસિક 'ડાઉન ટુ અર્થ'માંથી લઈએ, તેમાં લખ્યું છે કે 'સતત હોર્લિકસ લાઇટ નામના પીણાનો પાઉડર જે ગ્લેકસો-સ્મીથ કિલન વેચે છે તેની જાહેરખબરમાં લખે છે કે તે 'સ્યુગર ફ્રી' છે. રેગ્યુલર હોર્લિકસમાં વિશેષ 'ખાંડ' હોય છે. 'હોર્લિકસ-લાઇટ'નાં લેબલમાં ખૂબ ઝીણા અક્ષરે લખ્યું છે કે આ પીણામાં આર્ટિફિશિયલ સ્વિટનર છે તેનું નામ છે એસેસુલ ફેમ પોટેશિયમ. આ કૃત્રિમ ગળપણવાળા રાસાયણિક પદાર્થમાં ખાંડ કરતાં ૧૮૦થી ૨૦૦ ગણું ગળપણ હોય છે અને તે કાર્સનોજેનિક છે એટલે કે કેન્સર પેદા કરનારું છે. આ સ્વિટનર વિશે કોઈ રિસર્ચ થયું નથી... પણ વપરાયે જાય છે.' આ મત 'ડાઉન ટુ અર્થ'ના ૩૦-૧૧-૦૭ના અંકમાં છે. બોટલપેક-સંતરા-મોસંબીના રસમાં શું હોય છે એ તમે જાણતા નથી. તમે તમારા ઘરે સંતરા કે મોસંબીનો રસ કાઢી ગમે તેટલો રેફ્રિજરેટરમાં મૂકો તોય ૨૪થી ૩૦ કલાકમાં ગંધાઈ જશે. પણ બોટલમાં જે કહેવાતો ઓરેન્જ જયૂસ હોય છે તે વર્ષ કે બે વર્ષ કે ત્રણ કે વધુ વર્ષથી બોટલમાં પેક થયો હોય છે. સૌપ્રથમ જાણી લો કે ઠંડા પીણાં કે તૈયાર નાસ્તાના પેકેટમાં કેવાં રાસાયણિક- પ્રિઝર્વેટિવ વપરાય છે તે શું છે? અહીં એલિસા હેમિલ્ટનના નવા પુસ્તક 'સ્કિવઝડ: વ્હોટ યુ ડોન્ટ નો એબાઉટ ઓરેન્જ જયૂસ'નો આધાર લીધો છે. આ ઉપરાંત લંડનના ગાર્ડિયન અખબારના જાગૃત વિજ્ઞાનીઓએ 'કેમિકલ વર્લ્ડ' નામની પૂર્તિમાં જંકફૂડ કે તૈયાર પેકોના નાસ્તા કે બોટલનાં પીણામાં કેવા કેવા હાનિકારક કત્રિમ રંગો, ફલેવરિંગ્ઝ અને પ્રિઝર્વેટિવ્ઝ વપરાયા છે તેનો ભાંડો ફોડયો છે. મલ્ટિનેશનલ કંપનીઓ તેના તૈયાર પીણાં કે નાસ્તામાં જુદા જુદા ૫૪૦ જાતનાં કેમિકલ એડિટિવ્ઝ વાપરે છે. આ જાલીમ કંપનીના ભાડૂતી એડવર્ટાઇઝરો તે ભયાનક ખાણા-પીણાંને હેલ્ધી ફૂડઝ કહે છે. 'કેમિકલ પ્રિઝર્વેટિવ આપણે માટે હાનિકારક છે. આજે જગતના ખાધ-પેય ઉધોગમાં ૩૦૦૦ જેટલા એડિટિવ્ઝ (ઉમેરણો) અને ઝેરી પદાર્થોઉમેરાય છે તેનાં નામ સમજવા માટે કેમિકલ ડિગ્રી હોવી જોઈએ પણ છતાં જાણી લો: (૧) બેન્ઝોએટસ અને સોરબેટસ આ ખોરાક-પેયને લાંબો સમય ટકાવવા વપરાતાં રસાયણો છે અને હાનિકારક છે. (૨) આ બધા ખાધ- પેયોમાં બુટીલેટેડ હાઇડ્રોકસી ટોલુ ઈન અને હાઇડ્રોકસીએની સોલ વપરાય છે તે ઓલિવ ઓઇલ અને બીજા ખાધતેલો ખોરા ન થાય તે માટે વપરાય છે. હોજરીને તે પસંદ નથી. (૩) બાટલીના પીણામાં સાઇટ્રિક એન્ડ એસ્કોરબીક એસડિ (કત્રિમ વિટામિન સી)- આ બધા કિલસ્ટ ઉચ્ચારવાળા બીજા પાંચ રસાયણો છે તેના નામ આપતો નથી પણ તે તમામ એલર્જી પેદા કરે છે. દમને વધારે છે. બાળકોને શરદી કરે છે અને વધુ પીવાય તો નાઇટ્રોસેમાઇન્સ નામના કેન્સરને પેદા કરનારા તત્ત્વો શરીરને આપે છે. 'કેમિકલ વર્લ્ડ'ના અંકમાં ગાર્ડિયને લખ્યું છે કે પ્રેગનન્ટ સ્ત્રીએ પોતાની જાતને કત્રિમ રસાયણોથી દૂર રાખવી. તેણે સનક્રીમ કે બીજા ક્રીમ ન વાપરવા જોઈએ. ટેરાટોજેન્સ નામનું રસાયણ ઘણા ક્રીમમાં હોય છે તેના થકી પ્રેગનન્ટ સ્ત્રીને અવતરનારાં બાળકો જન્મગત ખામીવાળા હોય છે. નિવિઆ ક્રીમ બનાવનારાએ 'પોલિટિકેન'ના તારણનો જવાબ આપ્યો નથી પણ લોરિયલ નામની કંપની જે જે બાયોથર્મ નામનું ક્રીમ વેચે છે તે બચાવ કરે છે કે તે જે ચીજો ક્રીમમાં વાપરે છે તે મંજૂર થયેલી છે. બોટલ પીણાંમાં બ્રોમિનટેડ ઓઇલ વપરાય છે, તે તેલથી હૃદય કોષ નબળા પડે છે. કિડનીને હાનિ કરે છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment