નવોદિત ધનકુબેર નરેશ ગોયલPrakash Biyani, Strategy & Success નરેશ ગોયલને અત્યારે સંઘર્ષનો એ સમયગાળો ઘણો કપરો લાગે છે, પરંતુ એનાથી તેઓ ઘડાયા. તેઓ નમ્રતાપૂર્વક કહે છે, '૧૯૬૪માં મને ૩૦૦ રૂપિયા પગાર મળતો હતો. એ રકમ પણ ત્યારે બહુ મોટી લાગતી હતી. પરસેવાની પહેલી કમાણીથી મને ભાન થયું કે હું જે આકાશ તળે જીવું છું એ તો અપાર શક્યતાઓનો અગાધ સાગર છે. તેમાં ઊંડી ડૂબકીઓ મારવાથી મોતીવાળી છીપ મળે છે.'સંજોગોવશાત્ તેઓ લેબેનોનની ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રેસિડન્ટ કાર્લોસ એરોડાને મળ્યા. 'જે દિવસથી આપણે એવું માનીએ છીએ કે સફળતાની ટોચ પર પહોંચી ગયા તે દિવસથી આપણે સફળતાની ટોચ પરથી ગબડવા લાગીએ છીએ.' આ જીવનમંત્રને સફળતાનું સૂત્ર બનાવ્યું જેટ એરવેઝના સ્થાપક ચેરમેન નરેશ ગોયલે. તેઓ ટ્રાવેલ એજન્ટમાંથી વર્લ્ડ ક્લાસ એરલાઇન્સના માલિક બન્યા છે. આ નવોદિત ધનકુબેરની નેટવર્થ ૭૦ કરોડ ડૉલર છે. નરેશ ગોયલનો જન્મ ૨૮ માર્ચ, ૧૯૪૯ના રોજ પટિયાલા ખાતે સામાન્ય પરિવારમાં થયો. તેમના પિતા દાગીનાના વેપારી હતા. નરેશભાઇની માતાએ ભરયુવાનીમાં પતિનો સાથ ગુમાવી દીધો. એટલે સંતાનોના ઉછેરની જવાબદારી તેમના માથે આવી. સરકારી સ્કૂલમાં ભણવા માટે નરેશભાઇ પોતાના ભાઇભાંડુ સાથે માઇલો દૂર પગે ચાલીને સ્કૂલે જતા હતા. એ વખતે એક સાઇકલ અપાવવા જેટલી પણ માતાની ત્રેવડ નહોતી. સંકટભર્યા દિવસોમાં માતાને ખબર નહોતી કે તેમનો પુત્ર હાલમાં સાઇકલ મેળવવા માટે તડપે છે તે મોટો થઇને વિમાનોનો માલિક બનશે. નરેશભાઇ અભ્યાસમાં સાવ સાધારણ વિદ્યાર્થી હતા. તેમણે કોમર્સમાં સ્નાતકની પદવી મેળવી. પછી ૧૮ વર્ષના પુત્રને કમાવા માટે માતાએ દિલ્હીમાં રહેતા સગાને ત્યાં મોકલી આપ્યો. તેઓ ટ્રાવેલ એજન્સીના માલિક બન્યા. નરેશભાઇએ તેમના કાકા શેઠ ચરણદાસ રામલાલે ઇસ્ટ-વેસ્ટ ટ્રાવેલ એજન્સીમાં કેશિયરની નોકરીએ રાખ્યો. ત્રણ વર્ષ સુધી નરેશભાઇને સાઇકલ દોડાવીને ગ્રાહકોને ટિકિટની ડિલિવરી કરી. દિવસે જે ડેસ્ક પર કામ કરતા રાત્રે એ જ ડેસ્કને બેડ માનીને લંબાવી દેતા. નરેશ ગોયલને અત્યારે સંઘર્ષનો એ સમયગાળો ઘણો કપરો લાગે છે, પરંતુ એનાથી તેઓ ઘડાયા. તેઓ નમ્રતાપૂર્વક કહે છે, '૧૯૬૪માં મને ૩૦૦ રૂપિયા પગાર મળતો હતો. એ રકમ પણ ત્યારે બહુ મોટી લાગતી હતી. પરસેવાની પહેલી કમાણીથી મને ભાન થયું કે હું જે આકાશ તળે જીવું છું એ તો અપાર શક્યતાઓનો અગાધ સાગર છે. તેમાં ઊંડી ડૂબકીઓ મારવાથી મોતીવાળી છીપ મળે છે.' સંજોગોવશાત્ તેઓ લેબેનોનની ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રેસિડન્ટ કાર્લોસ એરોડાને મળ્યા. વિમાની મુસાફરીનું ટાઇમટેબલ અને વિમાની ભાડું યાદ રાખવાની નરેશભાઇની અદ્વિતીય ક્ષમતા જોઇને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓ નરેશભાઇને પોતાની સાથે બૈરુત લઇ ગયા. ત્યાં તેમણે એરલાઇન્સમાં પોતાની નરેશ ગોયલને જનરલ સેલ્સ એજન્ટ (જીએસએ) બનાવ્યા. ૧૯૬૯માં નરેશભાઇ ઇરાકી એરવેઝમાં જોડાયા. કાર્લોસને લીધે નરેશભાઇ જોર્ડનના કિંગ હુસેનના સલાહકાર અને કિંગ રોયલ જોર્ડિયન એરલાઇન્સ (આરજેએ)ના સ્થાપક અલી ગંડોરને મળ્યા. ગંડોરે ૧૯૭૧માં નરેશ ગોયલને આરજેએમાં જોડાવા માટે કહ્યું. આરજેએના રિજનલ મેનેજર તરીકે નરેશ ગોયલ ત્રણ વર્ષ સુધી યુરોપ, ન્યૂઝીલેન્ડ અને ગલ્ફ કન્ટ્રીઝના પ્રવાસે ગયા. તેમણે વૈશ્વિક ઉડ્ડયન અંગેની જાણકારી મેળવી. નરેશ ગોયલ કહે છે, 'અલી ગંડોર મારા ગોડ ફાધર છે.' આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ઉદ્યોગની કાર્યપદ્ધતિ જાણ્યા પછી નરેશ ગોયલને થયું કે એરલાઇન્સના જનરલ સેલ એજન્ટ (જીએસએ) માટે પૂરતી તક રહેલી છે. ૧૯૭૪માં નરેશ ગોયલે આ વ્યવસાય માટે જેટ ટ્રાન્સપોર્ટેશન (તેનો વ્યાપ જેટ ગ્રૂપ છે) સ્થાપી. આ ફર્મના બેનર હેઠળ તેઓ વિશ્વની અનેક એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યા. નરેશ ગોયલ લાયઝનિંગ અને લોબિંગ અર્થાત્ સંબંધો કેળવવા અને નિભાવવામાં પાવરધા છે. સંબંધની આ મહામૂલી મૂડીને આધારે તેઓ સફળતાની ટોચે છે. તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ તેમને મળેલા જીવનસાથી છે. ૧૯૭૯માં ઓબેરોય જૂથના મહિલા એક્ઝિક્યુટીવ અનિતાને નરેશ ગોયલ લગ્ન સમારંભમાં મળ્યા હતા. અનિતાબહેનની માર્કેટિંગ ક્ષમતાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. બીજા જ દિવસે નરેશ ગોયલે તેમને નોકરી માટે ઓફર કરી. આ સંબંધ ૧૯૮૮માં પ્રેમલગ્નમાં પરિણમ્યો. ભારત સરકારે શરૂઆતમાં જેટ એરને એરટેક્સીની મંજૂરી આપી. આનો વહીવટ કરતા નરેશ ગોયલને જબરદસ્ત પડકારોનો સામનો કરવો પડ્યો. ૧૯૯૩માં જેટ એરવેઝને ફુલ સર્વિસ એરલાઇન્સ લોન્ચ કરવાની મંજૂરી મળી. પછી ચાર બોઇંગ એરક્રાફ્ટ્સથી જેટની વિમાની સેવાની શરૂઆત થઇ. જેટના એરક્રાફ્ટ્સનું લોકાર્પણ ભારતરત્ન જેઆરડી ટાટાએ કર્યું. લોન્ચિંગના વર્ષ જ જેટ એરવેઝે નફો રળ્યો. ૨૦૦૫માં ૧૯૦૦ કરોડના પબ્લિક ઇશ્યૂ સાથે જેટ એરવેઝ શેર માર્કેટમાં રજિસ્ટર્ડ થઇ. પોતાની ૮૦ ટકા ઇક્વિટીમાંથી ૨૦ ટકા શેર રોકાણકારોને વેચીને નરેશ ગોયલની નેટવર્થ એ વખતે ૮૦૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ. નરેશ ગોયલનો સમાવેશ બિલિયન ડૉલર કુબેર કલબમાં થઇ ગયો. જેટ એરવેઝે ૨૦૦૫માં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનની શરૂઆત કરી. તેના એરક્રાફ્ટ્સ એશિયા, યુરોપ, અખાતી દેશ અને નોર્થ અમેરિકાના રદ શહેરો સુધી પહોંચે છે. જેટ ગ્રૂપની જેટ લાઇટ અને જેટ એરવેઝ કુવૈત લો-કોસ્ટ, નો ફિલ્સ (ઇનફ્લાઇટ ટી-સ્નેક્સ ફૂડ જેવી વધારાની સુવિધાઓ વગરની) એરલાઇન્સ છે. તદુપરાંત એક સહાયક કંપની જેટ કાર્ગો છે. જેટ એર હાલમાં પણ ઇન્ટરનેશનલ એરલાઇન્સની ટિકિટનું સેલ્સ અને માર્કેટિંગ કરે છે. - જેટ એરવેઝ વિશ્વની ટોપ ટેન વિમાની સેવામાંની એક છે. - જેટ એરવેઝ દેશની સૌથી મોટી વિમાની સેવા પૂરી પાડતી કંપની બની ગઇ છે. - નરેશ ગોયલે ૨૦૦૬-૦૭માં મોટા વિવાદને અંતે ૫૦૦ મિલિયન ડૉલર (લગભગ ૨૩૦૦ કરોડ રૂપિયા)નું મૂડીરોકાણ કરીને એર સહારા (હાલમાં લો-કોસ્ટ એરલાઇન જેટ લાઇટ)ને જેટ એરવેઝમાં ભેળવી દીધી. - હાલમાં દરરોજ સરેરાશ ૪૦૦૦ વિમાની પ્રવાસીઓને આ એરક્રાફ્ટ્સ ૪૨૬ ઉડ્ડયનો દ્વારા વિશ્વના અને દેશના ૮૪ શહેરો માટે વિશ્વસ્તરીય વિમાની સેવા પૂરી પાડે છે. - જેટ એરવેઝ છેલ્લાં ૧૫ વર્ષમાં ત્રણ ડઝન કરતા વધારે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝ પ્રાપ્ત કર્યા છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment