[F4AG] આપઘાત સામે લાલબત્તી ધરો

 

આપઘાત સામે લાલબત્તી ધરો

Pr. N.V. Vasani
શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આજકાલ ભણતરના ભાર નીચે એટલા બધા દબાઈ રહ્યા છે કે તેમને જીવન જીવવું દોહ્યલું લાગી રહ્યું છે.કોણ જાણે કેમ નિરાશા અને માનસકિ તણાવના બોજા હેઠળ તેઓ ના કરવાનું કરી નાખે છે. ધોરણ દસ-બારની વાત તો બાજુ પર રહી, પરંતુ સાતમા ધોરણનો વિદ્યાર્થી જયારે પરીક્ષામાં સારું નહીં કરી શકે તેવા ભયથી જીવન આટોપી લે ત્યારે લાગે છે કે આપણે સૌએ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.

આપણી શિક્ષણપ્રણાલિએ બાળકનું બાળપણ છીનવી લીધું છે તે વાત તો સમાજે સ્વીકારી લીધી હોય તેવું ઘણા વખતથી લાગતું હતું અને હવે તો બાળકોનું અમૂલ્ય જીવન પણ અત્યારની શિક્ષણ તેમજ સમગ્ર સમાજવ્યવસ્થાને કારણે છીનવાઈ જવા બેઠું છે ત્યારે પણ આપણે નહીં જાગીએ તો કયારે જાગીશું? જે કંઈ બની રહ્યું છે તે અંગે લાલબત્તી ધરવાનો સમય આવી ગયો છે.

પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા તેમજ ફકત અર્થપ્રાપ્તિની લાલસા પાછળ આંધળી દોટ મૂકતા સૌએ વિચારપરિવર્તન લાવી આ બાબત અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. મા-બાપે પણ સંતાનોની કારકિર્દી માટેની અપેક્ષામાં કે પોતે નિર્ધારિત કરેલી સંતાનોની સફળતાના ખોટા ખ્યાલમાં રાચવાનું બંધ કરી સંતાનો સાથે ઠરેલ વ્યવહાર રાખવો પડશે.

'પરીક્ષામાં અમુક ટકા માક્ર્સ લાવવા જ પડશે' તેવું દરરોજ રટણ કરનારાં મા-બાપ ભૂલી જાય છે કે સંતાનની ખરેખર'શક્તિ' કે 'રુચિ' કેટલી છે? જમાદારની જેમ તેમની ચોકી કરી સતત ટેબલ-ખુરશી પર બેસાડી વાંચવાના ટેબલના ચોકઠામાં બેસાડેલું સંતાન એ કેદમાં રહેશે અને ચોપડી લઈને બેસશે તો પણ તેનું મગજ કંઈક જુદું જ વિચારતું હશે.

પરિણામે તેનું પરફોર્મન્સ દિન-પ્રતિદિન નીચે ઊતરતું જશે અને મા-બાપનો ગુસ્સો ઓર વધતો જશે. આ સ્થિતિમાં છેવટે સંતાન અને મા-બાપ વચ્ચે સંબંધની એક મોટી ખાઈ ઊભી થાય છે અને સમય જતાં તંગ થતાં સંબંધમાં આખું ઘર તણાવમાં રહે છે. જેને કારણે સંતાનના મન પરનો બોજો અસહ્ય બની જતાં અણધાર્યાં પગલાં-પરિણામો તરફ તેનું મન ધકેલાઈ જાય છે.

આજના સ્પર્ધાના યુગમાં વિદ્યાર્થીઓના માનસ પર બોજો હોય છે કે જો તે તેના સહાઘ્યાયીઓ કરતાં ઓછા માક્ર્સે પાસ થશે તો તે એ લોકોની નજરમાં કેવો દેખાશે? કયારેક તો એવું પણ બને કે મા-બાપે પણ મિત્રો જોડેની સરખામણી આખું વર્ષ કરી માથું કાણું કર્યું હોવાથી તે સતત ટેન્શનમાં આવી જાય છે.

મિત્રતા ને પરીક્ષાના પરિણામને શું સંબંધ? હું તો માનું છું કે મિત્રતા એક અનેરો સંબંધ છે. તે એકબીજાને હંૂફ માટેનો સહારો છે અને પરીક્ષાના પરિણામને અને એને કંઈ લાગતું વળગતું નથી. મુશ્કેલીમાં મેદાન નહીં છોડનારા જ સફળતા મેળવે છે. બહુ ઊચી શૈક્ષણિક કારકિર્દી નહીં ધરાવનારા પણ સફળતાના ઉચ્ચ શિખરે પહોંરયા હોય એવા કેટલાય દાખલા છે.

ધીરુભાઈ અંબાણી કે બિલ ગેટ્સની સફળતાથી આખું વિશ્વ પરિચિત છે. જીવનમાં જયારે તકલીફો આવે ત્યારે મેદાન નહીં છોડવું,એવા સંજોગોમાં ટકી રહેવું તે અગત્યનો ગુણ છે. શિક્ષકો અને આચાર્યોજો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા ભજવશે તો બાળકોમાં આત્મવિશ્વાસનું જબરદસ્ત સિંચન કરી શકશે અને કયારેય વિદ્યાર્થી નિરાશા તરફ નહીં દોરાય. પણ કમનસીબીએ મોટાભાગની શાળાઓમાં આ થતું નથી. વહેલી તકે દરેક શાળામાં આવું વાતાવરણ સર્જાવું જરૂરી છે. ઘણી શાળાઓમાં ધો. ૧૦ પછી વિદ્યાર્થીઓ નિયમિત જતા જ નથી, તો શાળા-શિક્ષકો સાથેનો તેનો સેતુ કયાંથી રહે?

વિદ્યાર્થીના રૂપમાં રહેલું બાળક એ મા-બાપનું વહાલું સંતાન પ્રથમ છે, તેના મિત્રોનો જીગરી દોસ્ત છે, શાળારૂપી બગીચામાં, શિક્ષકો રૂપી માળી દ્વારા ખીલાવેલું ફૂલ પ્રથમ છે, નહીં કે એક 'પરીક્ષાર્થી' કે જે દરેકની અપેક્ષાએ નક્કી કરેલા માક્ર્સ રૂપી ઈડા આપતી મરઘી. સફળતાની પ્રાપ્તિમાં અવરોધો આવતા હોય છે. આને માટે વ્યકિત સાથે સંકળાયેલાં ઘણાં પરિબળો પણ જવાબદાર હોય છે.

હિંમત તો હારવી જ ના જોઈએ. સફળતા તો નિષ્ફળતાનો ઇતિહાસ છે. હેન્રી ફોર્ડે બનાવેલી પ્રથમ કારમાં તેને 'રિવર્સ ગીયર' અંગે ખ્યાલ જ નહોતો આવ્યો. થોમસ એડિસન ઇલેકિટ્રક બલ્બ બનાવવાના પ્રયત્નોમાં સેંકડો વખત નિષ્ફળ ગયા હતા. જીવનના દરેક ક્ષેત્રમાં નિષ્ફળતાના આંચકા આવતા હોય છે, પરંતુ હતાશ થયા વિના પુન: ગતિશીલ બનવું જરૂરી છે,માટે ચાલો આપણે સૌ ભેગા થઈ દરેક વિદ્યાર્થીઓના મનોબળને દ્દઢ કરવાના કામે લાગી જઈએ અને કહીએ કે આવતીકાલ ચોક્કસ તમારી છે અને અમોને તમો વહાલા છો, તમારાં પરિણામ નહીં. તમે અને ફકત તમે સારા ગુણવાળા, તમો અમારાં પ્રિય સંતાનો.

આજની તણાવવાળી વ્યવસ્થામાં ફસાયેલા દરેક સંતાનને ધરતીકંપથી પડેલી ઇમારતના કાટમાળમાં દબાયેલી જીવતી વ્યકિતની જેમ ઉગારીએ અને તેમને અણમોલ જીવન જીવતા કરીએ તે આપણી સૌની ફરજ છે. હવે આવા ધરતીકંપ થાય નહીં તે માટે હાલની વ્યવસ્થાને લાલબત્તી ધરીએ. (લેખક જાણીતા શિક્ષણશાસ્ત્રી છે.)


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...