માણસને હેત કરો, તે બદલાઈ જશેPramukh Swami Maharaj સ્વામીશ્રીએ વધુમાં આગળ કહ્યું કે... એ ઘડીએ કહેવા ગયા હોત કે 'તમે તો આવા છો ને ફલાણા છો ને ખોટા છો,' તો સાધુતા જાય અને લોકો સામા પડે, એટલે નિર્માની રહીને સેવા કરીએ એની જ મહત્તા છે. મોટાપુરુષોએ વર્તનથી આ સિદ્ધ કર્યું છે. ચોખવટ કરવા ગયા નથી. શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું અને કામ પણ ચાલુ રાખ્યું.' જ્ઞાનવત્સલ સ્વામી કહે : 'વિધ્ન નાખનાર વ્યકિતને વર્તનથી સમજાવવા માટે સમય અને ધીરજ બહુ જોઈએ.' સ્વામી કહે : 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે ધીરજ જ રાખી છેને! શ્રીજી મહારાજને પણ કેટલી ઉપાધિ આવી? છતાં સહન કર્યું. 'આને પાઠ ભણાવી દઉ.' - એવું ચાલે જ નહીં. એના એ જ માણસનું હૃદય-પરિવર્તન થઈ જ જાય.' સ્વામીશ્રી જે તત્વજ્ઞાન આપી રહ્યાં હતા એ મહાન પુરુષોનાં સમજણ અને જ્ઞાન હતાં ને સ્વામીશ્રીનાં વાકયોમાં વારંવાર એ જ પડઘાતું હતું કે 'નાન્ય: પન્થા:' સ્વામીશ્રી પત્ર વાંચી રહ્યા હતા, એ દરમિયાન શાંતદર્શન સ્વામી અને શ્રેયસસેતુ સ્વામી સામે બેઠા હતા. થોડીવાર પછી કલ્યાણદર્શન સ્વામી પણ ઉમેરાયા. ભોજનને પંદર-વીસ મિનિટ બાકી હતી, એ દરમિયાન આ સંતોને બેઠેલા જોયા એટલે નજીક બોલાવ્યા: 'આવો સંતો!' એમ કહીને દરેકના નામ પૂછીને સ્વામીશ્રીએ તેઓને વિશિષ્ટ સ્મૃતિ આપીને પ્રેરણા વચનો કહેતાં કહ્યું: 'આપણે ભગવાન ભજવા આવ્યા છીએ એટલે બધુ સારું જ છે. બીજા કામમાં પડયા હોત તો શું થાત? આ તો ભગવાનની સેવા થાય છે. કથાવાર્તા થાય છે. બાળમંડળની પણ સેવા થાય છે.' અમૃતવદન સ્વામી કહે : 'મારો એક મિત્ર છે. એણે ત્રણવાર લગ્ન કર્યા. એક ભાગી ગઇ. બીજીએ આપઘાત કર્યોને ત્રીજી પણ અત્યારે પોતાના પિયરમાં બેઠી છે, એટલે જગતમાં તો આવુ જ દુ:ખ છે! આ તો આપે કપા કરીને સ્વીકાર્યા તો સુખિયા થયા.' સ્વામીશ્રી કહે : 'એ ભગવાનની દયા. સંસ્કાર હોય અને એમની દયા થાય તો જ સાધુ થવાય બાકી ન થવાય. સાધુનો માર્ગ શૂરાનો છે. શૂરવીર થઇ અને નિયમ-ધર્મમાં દ્રઢતા રાખીને ભગવાનનું ભજન કરીએ તો પાર પડી જવાય, વાંધો ન આવે.' ગુરુ તરીકે સ્વામીશ્રીની પ્રેરણા આપવાની રીત અદ્ભૂત છે. વહાલ કરતા હોય એ રીતે મૃદુતાથી પ્રેરણા આપીને સૌ સંતોના જીવનનું ઘડતર કરતા રહે છે. એક પ્રસંગે કાર્યકરોને શિખામણ આપતાં સ્વામીશ્રી કહે : 'આપણે ધીરે ધીરે સત્સંગ વધે એમ વાત કરવી. નવા હોય તેને કોઇ વાતનો નિષેધ કે કોઇ વાતનું ખંડન ન કરવું. ધીરે ધીરે દ્રઢતા વધતી જશે. નંદાજી હતા એ પોતે ગાંધીવાદી. નિર્ગુણ સ્વામીને ઉતાવળ કે 'આમને ઝટ વર્તમાન ધરાવી દેવા' શાસ્ત્રીજી મહારાજ ના પાડયા કરે કે 'હમણા ઉતાવળ નથી' ત્રણ વર્ષ સુધી નંદાજીએ બધું જોયું. પછી સામેથી જ કંઠી પહેરીને સત્સંગના રંગે રંગાઇ ગયા. વાત જીવમાં બેસી ગઇ. પછી તો શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજી વાત જ નહીં. એમ ધીરજ રાખીએ તો સત્સંગ પાકો થાય. એકદમ ધડાકો કરીએ તો એના મગજમાં ફીટ ન બેસે. હેત થાય એટલે વાત જીવમાં બેસે. મહારાજે કાઠી દરબારોને પણ હેત કરાવીને વ્યસનો છોડાવ્યા, પછી ભાલા, તલવારને બદલીને દરબારોના હાથમાં માળા મૂકી દીધી. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment