[F4AG] સચિનનું બેટ વખાણવું કે એની એકાગ્રતાને?

 

સચિનનું બેટ વખાણવું કે એની એકાગ્રતાને?

Kanti Bhatt
તેન્ડુલકરની ડ્રીમવુમન અંજલિ ગુજરાતી પિતાની તેજસ્વી પુત્રી છે


જામનગરના જામ હાલાજી બહાદુર અને ગૌપ્રેમી તેમ જ અરછા તલવારના લડવૈયા હતા. લુટારાઓ ત્યારે ગાયનાં આખાને આખા ધણને હાઈજેક કરી જતા ત્યારે હાલાજી તેની તેજલ ઘોડી પર સવાર થઈને હાથમાં તલવાર લઈને લુટારાની પાસેથી ગાયોનાં ધણને પાછાં વાળીને વેર વાળતા.


સચિન તેંડુલકરે બુધવાર તા. ૨૪-૨-૧૦ના રોજ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકનો સામે બસ્સો રન કર્યા ત્યારે નાગપુરની પ્રથમ ટેસ્ટમાં ભારતને શરમજનક રીતે દ. આફ્રિકાએ હરાવેલું અને ભારતની આબરૂ હાઈજેક કરેલી તે ઘણા ભૂલી ગયેલા પણ સચિને બરાબર યાદ રાખીને ગ્વાલિયરમાં દ. આફ્રિકાને ધૂળ ચાટતું કર્યું ત્યારે જામ હાલાજીના બારોટો વખાણ કરતા હતા તે પંકિત મને મનોજ બારોટે યાદ કરાવી.


હાલાજી તારા હાથને વખાણું કે પટ્ટી તારાં પગલાં વખાણું


લુટારાને ધૂળ ચાટતા કરવામાં હાલાજીએ હાથમાં લીધેલી તલવારનાં વખાણ કરવાં કે તેજલ ઘોડીની (પટ્ટી) ગતિનાં વખાણ કરવા તેની મૂંઝવણ બારોટોને થયેલી. આજે મમતા બેનર્જીના રેલવેના રાષ્ટ્રીય બજેટના મથાળાને સચિન તેંડુલકરની ડબલ સદીએ ઝૂંટવી લીધું હતું. બાળાસાહેબ ઠાકરેની બોલતી બંધ થઈ જાય તેમ તેની મહારાષ્ટ્રની ભૂમિના પુત્રે 'આખું ગામ ગજવી દીધું' એટલે કે છેક દિલ્હીના રાષ્ટ્રપતિભવન અને પાર્લામેન્ટમાંથી રાષ્ટ્રપતિ તેમ જ વડા પ્રધાને સચિનને વધાઈ આપેલી. આ મહારાષ્ટ્રપુત્રને બાળાસાહેબ ઠાકરેએ વખોડી નાખેલો. તે પૈસા એકઠા કરવામાં મંડી રહેલો છે તેવી ટીકા કરેલી. ત્યારે બીજો એક દેશી દુહો યાદ આવ્યો-નામ રહંતા ઠકરા નાણાં નવ રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત.


કેટલાય લોકોએ તેંડુલકરની 'કીર્તિ'થી દાઝીને તેની ટીકા કરે છે. પણ બુધવારે ગ્વાલિયરમાં સચિનની ધીરજ, તેની ચોક્કા-છક્કાને ફટકારવાની કુનેહ અને બિલકુલ થાકયા વગર કે કોઈ મદદગાર રનરને બોલાવ્યા વગર અણનમ બસ્સો રન કર્યા ત્યારે જામ હાલાજીના લોકગીતની માફક સચિનના હાથના બેટનાં વખાણ કરવા કે તેના મગજના કોન્સન્ટ્રેશનનાં વખાણ કરવા કે તેના ગુરુ રમાકાંત આચરેકરનાં વખાણ કરવા કે તેની માતા રજની તેંડુલકરનાં વખાણ કરવા કે તેના ગુજરાતી સસરા આનંદ મહેતાની પુત્રી અને સચિનની ધર્મપત્ની ડો. અંજલિ તેંડુલકરનાં વખાણ કરવાં? તે વિમાસણ હતી.


સ્પોર્ટ્સમેનની ધર્મપત્ની તો ખૂબ જ મહત્વની હોય છે જ. અનિલ કુંબલેને અવારનવાર ક્રિકેટની રમતમાં અને કોન્સન્ટ્રેશનમાં ભંગ પાડનારું તેનું લગ્નજીવન હતું. જાણીતા ગોલ્ફ ચેમ્પિયન ટાઈગર વુડની આબરું પર ધૂળ ફેલાવનારું તેનું લગ્નજીવન તેમ જ તેનાં રોમાન્સ-સેકસનાં લફરાં હતાં. ભારતના ફાસ્ટ બોલરોમાંથી અડધો ડઝન તેમ જ બેટ્સમેનો દારૂને રવાડે ચઢીને બરબાદ થાય છે.


દારૂના નશાથી જગતની વિખ્યાત ડાન્સર ઇસાડોરા ડંકન અને રાજા એડવર્ડ ત્રીજો, જાણીતા ફૂટબોલ ખેલાડી જયોર્જ ગીપ, જિપ થોર્પે અને ડેવિડ બેકહામ વગેરે દારૂ થકી બદનામ થયા છે. સચિન તેંડુલકરને કોઈ નશાનું વળગણ નથી. તેને સિગારેટ પીતો કે તમાકુ ચોળતો જોયો નથી. અને ગર્લફ્રેન્ડ અગર રોમાન્સનું પૂછતા હો તો સીધું અમે સચિનને જ પૂછેલું. તેની માનીતીમાં માનીતી 'ડ્રીમ વુમન' કઈ? તેમ બીબીસીએ પણ પૂછેલું તો સચિને તેની પત્ની અંજલિનું નામ આપેલું.


એટલે મને થયું કે સચિન તેંડુલકર વિશે તો ગાંસડા ભરી ભરીને કે ખટારા ભરી ભરીને આખી દુનિયાએ લખ્યું છે. આપણે સચિનના દાંપત્યને અતિ સુખી બનાવનારી અંજલિને યાદ કરવી જોઈએ. જોકે હું માની લેતો નથી કે અંજલી વિશે અમારા વિદ્વાન વાચકો અણજાણ છે પણ કેટલાક થકી જાણતા તેમને આછેરો અંજલિનો પરિચય કરાવી દઉ.
ખરેખર તો આપણા સૌ કરતાં બાળાસાહેબ ઠાકરેએ આ મહારાષ્ટ્રની ભૂમિનો બ્રાહ્મણ પુત્ર માત્ર ભારતનો જ સપુત નથી પણ તે સગાંવહાલાંની બાબતમાં ગ્લોબલાઇઝ્ડ જમાઈ પણ છે તે જાણવું જોઈએ. અંજલિના મામા આસિત ચાંદમલે સચિન-અંજલિની જોડીને જોડી નંબર વન કહેલી છે.


૨૩મીએ ૧૯૯૫ના રોજ મુંબઈમાં બ્રીચકેન્ડી કલબમાં સચિન-અંજલિનાં લગ્નના બે દિવસ પહેલાં તેના વેવિશાળની પાર્ટી રખાઈ હતી. આ પાર્ટી અંજલિના મામા અને લેબેનોનના મહોમ્મદ અલી અરીસે ગોઠવેલી! અંજલિની માતા અન્નાબેલ અંગ્રેજ હતી અને તે અન્નાબેલ પણ મિશ્ર ઓલાદની બેટી હતી!


અંગ્રેજી માતા અને ગુજરાતી પિતાને ધેર ૧૦ નવેમ્બર ૧૯૬૭ના રોજ જન્મેલી અંજલિ ડોક્ટરીનું આખરી ભણતર જે. જે. હોસ્પિટલમાં ભણી હતી. અંજલિની સગપણની પાર્ટીમાં મિલ્ટનેશનલ-પિતરાઈઓ, કાકીઓ, મામીઓ, મામાઓ, કાકાઓ અને તેની નિકટની ઈન્ટરનેશનલ મૈત્રીણીઓ હાજર રહી હતી. તો બાળાસાહેબ! આ તમારા-આપણા સચિનને તો વિશ્વદેવતાના આશીર્વાદ છે.


સચિનની માતાએ શેર સૂંઠ ખાધી છે એટલે જ નહીં પણ તે ખરા અર્થનો ગ્લોબલાઇઝ્ડ ભાણેજ, ભાણેજવર, ભત્રીજો અને જમાઈ છે તેથી જ આ તમામના આશીર્વાદ તેને લાગે છે. અંજલિ સચિનથી મોટી છે. સચિન તો હજી સાઈકલ ખરીદવાની ત્રેવડમાં નહોતો ત્યારે અંજલિ પિતાની મોટરમાં બેસતી અને ડ્રાઈવિંગ શીખી ગયેલી. મોટરમાં બેસી ગ્રાન્ટ મેડિકલ કોલેજ જતી.


અંજલિના મામા આસિત ચાંદમલ મેકિસકોની છોકરીને પરણ્યા છે. અંજલિની દાદી આમરુબહેન આસિત ચાંદમલની માસીબા થાય છે. તમે ગોથું ખાઈ જાઓ એટલાં ઈન-લોઝનાં સગપણો સચિન ધરાવે છે. અંજલિનાં દાદી જયંતીલાલ મહેતા નામના કરોડપતિના કુટુંબમાં પરણેલાં. એટલે કે અંજલિ તો મોંઢામાં ચાંદીનો ચમચો લઈને જ નહીં પણ લક્ષ્મીજીની કપા સાથે જન્મી અને અંજલિના પગલે પગલે આજે સચિનના ઘરમાં લક્ષ્મીની રેલમછેલ છે.


મારુતિમાં ફરનારો સચિન હવે અડધો ડઝન ગાડીઓ જેમાં ફરારીથી માંડીને બી. એમ. ડબ્લ્યુ. મર્સિડીસ વગેરે વગેરે ગાડીઓ ધરાવે છે. અંજલિની દાદીએ અમેરિકન કોન્સ્યુલેટ સામે વોર્ડન રોડ ઉપર ભવ્ય પેલેસ જેવો બંગલો ખરીદેલો તે પેલેસમાં અંજલિ ઊછરી છે. લોનાવલામાં ૧૩૦ વર્ષ જૂનું અંજલિના કુટુંબનું ઘર છે. ગોવામાં પણ ઘર છે.


આનંદ મહેતા (અંજલિના પિતા) લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણતા હતા ત્યારે અન્નાબેલનો પરિચય થયો અને પછી બન્નેએ પ્રેમલગ્ન કર્યા. તો પછી અંજલિ કેમ તેનાથી મોટા સચિનને જોઈ પ્રથમ નજરે પ્રેમ ન કરે? સચિનનાં સસરા બ્રીજની રમતના (પત્તાંના) ખેલાડી છે. સચિનના સસરા બ્રીજ રમતી વખતે પત્તાં છાતી સરસા રાખે છે તેવું સચિનની ક્રિકેટની રમતનું છે.


બ્રીચકેન્ડી કલબમાં પાર્ટી વખતે સચિનને તેના મામાજી ચાંદમલે પૂછ્યું 'શોએબ અખતર જેવા ફાસ્ટ બોલરની સામે રમતી વખતે શું થાય છે?' સચિને કહ્યું કે દ્રોણાચાર્યના શિષ્ય અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાતી તેમ મને ફાસ્ટ બોલરનો બોલ જ દેખાય છે. મારું તમામ ઘ્યાન-ફોકસ બોલ પર હોય છે... અને તે પરથી જ મારા પુત્રનું નામ અર્જુન રાખ્યું છે


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...