શબ્દ -` A word. `
મારો બ્લોગઃ- http://markandraydave.blogspot.com/2010/02/word.html
" શબ્દ ઝરણને કાંઠે - કાંઠે, ખીલવું થઈ ગુલમહોર,
પ્રેમ કળણની સાંઠે -ગાંઠે, ડૂબવું થઈ ચિત્તચોર."
ટપલીદાવઃ- " ગળામાંથી નીકળેલું થૂંક અને અયોગ્ય શબ્દ,એક સમાન છે, તેના છાંટા પોતાને પણ ઉડે છે..!! "
========
( પ્રિય મિત્રો, સમજણની ડાળી પર ફૂટેલી, એક કૂંપળની કુમાશ એટલે શબ્દ. શબ્દ આત્મકથા કથે ?
હા..જરૂર.. કથે..!! શ્રોતાની નિરાંત જોઈને કથે, નિરાંતે સાંભળો.)
યુગ અનંતથી, અમરપદ પામેલો, સહુના સુખ દુઃખનો સાથી, હું છું શબ્દ.
પિતા છે બ્રહ્માંડ અને માતા તે - માભોમ, તેમનુંજ સંતાન, હું છું શબ્દ..!!
માતાના, ઉદરેથી જન્મતાંજ, લવ્યો, "ઊવાઁ-ઊવાઁ", તે હું છું શબ્દ..!!
પછી, માઁ ના સ્તનબિંદુને ચૂસી, ધવ્યો," બૂચ્ચ-બૂચ્ચ", તે જ તો છું હું શબ્દ..!!
પા પા પગલી થઈ હાલું, " ટપ-ટપ ", તે જ તો છું હું શબ્દ..!!
પછી માઁ ને ભેટીને, ખખડ્યો, "ખિલ-ખિલ", તે હું છું શબ્દ..!!
ક્યારેક, કોઈકના, અવ્યક્ત ઈશારે, ક્યારેક, કોઈની પાંપણના પલકારે,
અનાયાસે પ્રગટ થતો, હા..!! તે જ,તે જ, હું છું શબ્દ.
પ્રથમ દિને, કઠે પાઠને, કકળ્યો, " ના-ના", તે જ તો છું હું શબ્દ..!!
પછી, ભાઈબંધો ભેગા મળી કરે, " અલક-મલક",તે હું છું શબ્દ..!!
શબ્દ ઝરણને કાંઠે - કાંઠે,ગુલ થૈ ફૂટ્યો, " ફટ- ફટ," હા, હું છું તે શબ્દ..!!
પેમ કળણની સાંઠે -ગાંઠે, તુજમાં ડૂબ્યો, "બૂડ- બૂડ", તે જ તો છું હું શબ્દ..!!
વસંત વાયરે, ખીલી જવાની," ઝગમગ જગ", તે જ હું છું શબ્દ..!!
પ્રબળ આવેગ ક્યારેક , પ્રેમનો મંત્ર ક્યારેક, થઈ ફૂંકાઈ જાઉં,
દર્પણ થઈ રહે સન્મુખ, આવરણ થઈ ગ્રહે ઓળખ, તે જ તે જ હું છું શબ્દ..!!
ઉર સિંહાસન, પર આસન પ્રીતિ,"રૂમ ઝૂમ - ઝૂમ ", તે જ હું છું શબ્દ..!!
વેલ વેલા-ઘેલાની, લજ્જાની, "લજામણી", તે જ તો છું હું શબ્દ..!!
જોર, જૂલમ, જંગનો લલકાર," ગરજ-ગરજ," તે જ હું છું શબ્દ..!!
છાનું-છાનું, હલકું-હલકું, દર્દ રસે, " નરમ-મરમ", તે જ છું હું શબ્દ..!!
લોક લજ્જા, મૂકી નેવે, પ્રેમ કુસંપે, " કળે - કકળે ", તે છું હૂં શબ્દ..!!
શ્લીલ - અશ્લીલથી અજાણપણે, કોણ,કોને, ક્યાં જઈ નડે,
અંદર - બાહર, મારગ ધૂંધળા, ખંડેર મળે, તે જ, તે જ હું છું શબ્દ..!!
દુર્દશાને, દમનાર દગાનો , " ગણગણાટ", તે તો હુ, છું શબ્દ..!!
લીલાછમ્ હોઠની, લાલી મધુર," સ્મિત શર્મસાર", હું તે શબ્દ..!!
થથરે મલય, થંભે સમય, મઢાઉં," ગાલ શિખરે," હું તે શબ્દ..!!
રાંકનું રતન, મળે કુપાત્રે કફન, " નિરાંતની ક્ષણ", હું તે જ શબ્દ..!!
ઓગળે સત્વ, ગળે અસ્તિત્વ," રાખ, મળે, ભળે", તે જ તો, હું છું શબ્દ..!!
નિરવનો પણ એક રવ, અવકાશનો પ્રસવ, કૃતિનો કલરવ, થઈ આવીશ, ફરી- ફરીને,
અનિચ્છાએ - ઈચ્છાએ, પ્રણયની પ્રત્યંચાએ, પ્રેમ પ્રતિકનું નામ ધરી, આવીશ ફરીને,
કારણ બસ કાંઈ નહીં, છું હું શબ્દ, હું છું શબ્દ, તે જ તો હું છું શબ્દ, શબ્દ, શબ્દ...!!
માર્કંડ દવે. તા. ૨૭ - ૦૨- ૨૦૧૦.
=====================
મારો બ્લોગઃ- http://markandrayda

============
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment