આનંદ, પરમાનંદ અને અત્યાનંદKanti Bhatt મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને 'બ્લિસ' કહે છે. BLISS Take me o mother to those shores where strifes forever cease Beyond all sorrows beyond tears Beyond all every earthly-bliss May the wind blow us bliss May the days be blissfull on us And the night approach blissfully And blissfully the dawn glow Swami Vivekanand હરખે આંખલડી ભીંજાય રે, નેહે નેણ નમેરે, મારા ડાબા ફરુકેસે અંગરે... ભાઈની બહેન તેના પુત્ર કે પુત્રીનાં લગ્નની કંકોત્રી લખે છે ત્યારે હરખમાં જે ગીત ગાય છે તે હરખવાળું ગીત આનંદનું હોય છે, પરમાનંદનું હોય છે કે અંગ્રેજીમાં જેને બ્લિસફુલ કહે છે તેવું હોય છે કે એક્સટસીવાળું હોય છે? એ તો માત્ર ભાઈની બહેના કરી શકે. સ્વામી વિવેકાનંદે તો છેક ૧૮૯૫માં ઉપરની કવિતા ન્યુ યોર્કમાં લખેલી ત્યારે તેમણે જે 'બ્લિસ'ની વાત કરેલી તે પરમ આઘ્યાત્મિક આનંદની વાત હતી. ભગવાન બુદ્ધથી માંડીને મહર્ષિ અરવિંદ અને પ્રશ્નોપનિષદમાં આ 'બ્લિસ'ની વાત કહી છે. અથર્વવેદમાં પરમાનંદની વાત છે. પ્રશ્નોપનિષદમાં બ્લિસ વિશે લખ્યું છે-'જ્યારે મન વશમાં હોય છે ત્યારે સપનાં દેખાતાં જ નથી. આપણા શરીર-મનમાં ત્યારે આત્માની અનુભૂતિ થાય છે આ સ્થિતિને બ્લિસ કહે છે.' આજે શહેરી માનવ ઉપર મોટામાં મોટો સિતમ હોય તો બહારનો ઘોંઘાટ હોય છે. ૨૪ કલાક સતત કોઈ ને કોઈ વાહનનો કે પાડોશીના ઘરમાં ગંધારા પેઈન્ટની શોભા માટે રિનોવેશન થાય છે ત્યારે હથોડા ટિપાય છે તેનો ઘોંઘાટ હોય છે. શહેરી માનવનું મન એક ઈચ્છા, અબળખા, ઈર્ષ્યા અને બીજા ભાવોથી અશંત હોય છે. ત્યારે સ્વામી વિવેકાનંદે ભાખેલા બ્લિસની આજે ૨૧મી સદીમાં ખૂબ જરૂર છે. બ્લિસને સંસ્કતમાં સુષુપ્તિ કહે છે. ગુજરાતીમાં શબ્દાર્થ કરીએ તો બ્લિસ એટલે પ્રહર્ષ પરમાનંદ પ્રસન્નતા સ્વર્ગીય સુખ, કે કલ્યાણ જ કલ્યાણનો અર્થ કરીએ છીએ. અથર્વવેદમાં પ્રાર્થના છે: 'હે જનની! આ પૃથ્વી ઉપરના તમામ ખેલો મેં જોયા છે. હું ખોટા આનંદોમાં ભટક્યો છું. તેમાં બંધાયો છું. મારી આ સાંકળ તોડીને મને મુકત કરીને સાચા પરમાનંદનો અનુભવ કરાવ.' મહર્ષિ અરવિંદે બ્લિસ કે પરમાનંદની લાંબી વ્યાખ્યા કર્યા પછી એક સરસ ટૂંકા વાકયમાં કહેલું Bliss is a total Loss of Mind. મન જ માંકડું છે. તે માનવીને ભટકાવે છે. જ્યારે મન છૂમંતર થઈ જાય ત્યારે માનવી પરમશાંતિ-પરમાનંદ ભોગવે છે. શું મનને, વિચારોને થોડી થોડી વાર વનવાસ દઈ શકો છો? યોગમાં ત્રણ અવસ્થા પૈકીની એક અવસ્થા છે તે શું છે? મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને બ્લિસ કહે છે. કાંઈ નહીં તો આ રવિવારે આ વાચતાં વાચતાં તમે બહારની તમામ આધિ-ઉપાધિથી અલિપ્ત થઈ જાઓ. ઘોંઘાટ તરફ ઘ્યાન ન આપો. તમે તમારી પાસે જ આવી જાઓ. તમે પોતે જ એ બ્લિસનો ઈન્સ્ટેટલી અનુભવ કરશો. અને જો તમે સ્વામી વિવેકાનંદ, અથર્વવેદ, પ્રશ્નોપનિષદ કે ભગવાન બુદ્ધને વાંચ્યા હશે તો આખરે તમે એક્સટસીમાં અત્યાંનદની હાલતમાં આવશો જ. તો તમે તમારા ઉપર ઉપકાર કર્યો ગણાશે. કારણ કે તમને સૌથી વધુ પીડનાર તમે જ છો. પશ્વિમના લોકો તો બ્લિસને 'એકસ્ટ્રીમ સ્ટેટ ઓફ હેપ્પીનેસ' કહે છે. અત્યાનંદને એક્સટસી કહે છે-પરંતુ પછી બ્લિસ શબ્દનો ઘણો દુરુપયોગ કર્યો છે. ઈગ્લેંડમાં એક પોપ સંગીત ગાનારી ટોળીએ તેનું નામ 'બ્લિસ' રાખ્યું છે. બ્રિટનની એક મ્યુઝિક ચેનલનું નામ 'બ્લિસ' રાખ્યું છે. માર્વેલ કોમિક્સ નામના પ્રકાશન 'યુનિવર્સ'માં એક વંઠેલા જંતુનું નામ બ્લિસ રાખ્યું છે! જેમને એક્સટસી વિશે જાણવાની ખૂબ ભૂખ હોય તે ડો. જાલજા હોન હેમનું પુસ્તક 'ધ હંગર ફોર એક્સટસી' મગાવી લે. ડો. દીપક ચોપરાએ આ પુસ્તક વાંચીને તેનાં વખાણ કરતાં લખ્યું છે કે 'આજે આખું જગત એક સાત્વિક પરમ આનંદ માટે વલખાં મારે છે. આ પુસ્તક (ધ હંગર ફોર એક્સટસી) વાચકને પરમાનંદ વિશે સ્ફોટ પાડે છે એટલું જ નહીં તેની મનની બીમારી દૂર કરે છે. રજનીશને નારગોળ ખાતેની આઘ્યાત્મિક શિબિરમાં તેઓ ભકતોની ઉપર શક્તિપાતનો પ્રયોગ કરતા હતા ત્યારે ૧૯૭૦માં તેમને કોઈએ 'બ્લિસ' વિશે પૂછેલું. ત્યારે રજનીશ ૫૫૦ જેટલા ડોકટરો, વકીલો, પ્રાઘ્યાપકો, પ્રાઘ્યાપિકાઓ, વેપારીઓ, પરણેલી, કુંવારી બહેનોએ તમામને દરિયાકિનારે કહેલું કે 'અસ્તિત્વનો સતત આનંદ ભોગવો તે બ્લિસ છે!' ત્યાં તેમણે દિવ્યાનંદ પામવાનો ઈન્સ્ટંન્ટ નુસખો પણ બતાવેલો તે આવો છે: 'બ્લિસની હાલત પામવાની પ્રથમ શરત એ છે કે તમારે તમારી તમામ શક્તિ દાવમાં લગાવી દેવાની છે. શ્વાસને અંદર બહાર કાઢીને થાકી જવાય તો પણ એ ક્રિયા ચાલુ રાખવાની છે. પરમાત્માને (બ્લિસ) પામવાનો આ મોટો જુગાર છે... યહાં સબ દાવ પે લગાના હૈ... જો પૂરા લગાયેગા વોહી પૂરા પાયેગા! ઈચભર બચાયા તો ચૂક સકતે હૈ...' આજે માનવીને જાણ નથી કે તેનામાં આ પરમાનંદ મેળવવાની કેટલી અગાધ શક્તિ છે. માત્ર તેની જાણ થવી જોઈએ. તો ઈન્સ્ટંટ આનંદથી ભરાઈ જઈ શકાય છે. ડો. વસંત જોષીએ રજનીશની સુંદર સંક્ષિપ્ત આત્મકથા લખી છે-ધ લ્યુમિનસ રેબેલ-લાઈફ સ્ટોરી ઓફ મેવેરિક મિસ્ટિક. આ પુસ્તકમાં ૨૪૨મે પાને સામાન્ય વાચકને પણ રસ પડે તેવો સાચો ટૂચકો છે. માનવીને ખરેખર જાણ નથી કે પોતે શું શું સિદ્ધ કરી શકે છે. પોતે જ સિદ્ધયોગી થઈ શકે છે. રજનીશે અમેરિકન એક્ટ્રેસ ગ્રેટા ગાર્બોનો દાખલો આપેલો. ગ્રેટા ગાર્બોયુરોપમાં ગરીબ કુટુંબમાં જન્મેલી. ૧૯ની ઉંમર સુધી ગ્રેટા ગાર્બો હેરકટિંગનું કામ કરતી હતી. એ માટે ક્ષુલ્લક મહેનતાણું મળતું. એક વખત એક અમેરિકન ટુરિસ્ટ આવ્યો. તેણે અરીસામાં ગ્રેટા ગાર્બોનો ચહેરો જોયો. તેણે ગ્રેટા ગાર્બોને કહ્યું, 'વેરી બ્યુટિફુલ યોર ફેસ ઈઝ વેરી બ્યુટિફુલ.' ત્યારે ગ્રેટા ગાર્બોએ સામે સવાલ કર્યો'તમે શું વાત કરો છો? હું છ-છ વર્ષથી વાળ કાપવાનું કામ કરું છું કોઈએ મને કદી કહ્યું નથી કે તું બ્યુટિફુલ છો.' એમ આઈ રિયલી બ્યુટિફુલ? ત્યારે અમેરિકને કહ્યું 'યુ આર રિયલી વેરી બ્યુટિફુલ...' અને ગ્રેટા ગાર્બો ત્યારથી હોલિવૂડ જઈને પ્રખ્યાત હિરોઈન થઈ ગઈ. આવું જ આપણું છે. આપણા પોટેન્શ્યિલની આપણને પૂરી જાણ નથી. એ જાણ થાય તો આપણે બુદ્ધ-પ્રબુદ્ધ બનીને બ્લિસફુલ હાલત પામી શકીએ છીએ. કવિ કાલિદાસે તો બ્લિસ પાળવા અંગે થોડી આકરી-થોડી મીઠી વાત કરી છે. તેમણે કહેલું કે પ્રિયજનના મરણ વખતે પણ જે સ્થિતપ્રજ્ઞ રહીને શોક કરતો નથી તે કાયમ માટે બ્લિસના દરવાજા ખોલી નાખે છે. અજ્ઞાની લોકો મૃત્યુને પોતાના હૃદયમાં ભોંકાયેલી છૂરી કહે છે. જ્ઞાની લોકો કહે છે કે મૃત્યુ એ તો તેના શરીરમાં ભેદેલી છૂરી નીકળી ગઈ હોય તેવી અવસ્થાનું બીજું નામ બ્લિસ છે. બીજી મીઠી વાત એ કરી કે ઉજ્જૈનની ક્ષિપ્રા નદીને કાંઠે હંસલાને ગાતા જોઈને અને તેમના બધાના પ્રેમભર્યા પ્રેમગાન-પક્ષીગાન સાંભળીને નદી ઉપરથી વહેતા પવનને તમે બ્લિસ કહી શકો છો. પવન પણ પક્ષીગાનનાં મધુર ગીતને તમારા કાન સુધી લાવી તમને પરમશાંતિ અને પરમ આહ્લાદ આપે છે. અને 'અમૃતબજાર પત્રિકા' નામના આદર્શ અખબારના તંત્રી મોતીલાલ ઘોષે પંચોતેરની વયે મરણ પથારીએ પડીને જે વાકયો કહેલાં તે તો ખરેખર સોનાના અક્ષરે મઢી રાખવા જેવાં છે-ભારતીય વિદ્યાભવને ૧૯૮૯માં 'ક્રેસડર્સ ઓફ ધ ફોર્થ એસ્ટેટ' નામનું પુસ્તક પ્રગટ કર્યું તેના બાવનમા પાને આ અમર વાક્યો છે: 'હું દુનિયાની વિદાય લઈ રહ્યો છું. મારે કોઈની સામે-જગત સામે ફરિયાદ નથી. હું મારા જીવનની યાત્રામાં હવે ઈચે ઈચે મરી મરી રહ્યો છું. મેં બરાબર આયુષ્ય ભોગવ્યું છે. મેં આ જગતની મીઠાશો પૂર્ણપણે ભોગવી છે. મેં જાગૃત રીતે કોઈ જ પાપ કર્યા નથી... જે જગ્યાએ હું હવે જઈ રહ્યો છું તે પૂર્ણપણે બ્લિસવાળી જગ્યા છે. તો પછી મારે શું કામ હર્ષોલ્લાસ સાથે ન વિદાય થવું?' કેટલું અદ્ભુત વિદાય-વાક્ય! ડો. વસંત જોષીએ 'ઈફ ઈટ કુડ હેપન ટુ બુદ્ધ, વ્હાય નોટ યુ?' નામના પુસ્તકમાં ૧૧૮મે પાને લખ્યું છે કે 'તમે પણ બુદ્ધ-સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. બુદ્ધનું મૂળભૂત દર્શન એ હતું કે માનવ પોતે જ પોતાનો માસ્ટર બની શકે છે. જગતમાં માનવ કરતાં વધુ કોઈ શક્તિ નથી કે તે માનવની ડેસ્ટિની (નિયતિ પ્રારબ્ધ-નસીબ) ઉપર કંટ્રોલ કરી શકે. 'ધમ્મપદ'માં બુદ્ધે કહ્યું છે કે One is one's own refuse who else could be the refuge... માણસે આખરે તો પોતે જ પોતાના ઉદ્ધારક બનવાનું છે. કોઈ ત્રીજી વ્યક્તિ જગતમાં નથી જેને આશરે તમે જાઓ. તમારી બ્લિસની હાલત માટે તમારે પોતે તમારો જ આશરો લેવાનો છે. ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ: |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment