જિંદગીમાં હાર-જીત નહીં, સ્પર્ધા મહત્વની છેKanti Bhatt હોકીમાં ભારતે પાકને ધૂળચાટતું કર્યું એ દિવસની રાહ હોકીપ્રેમીઓ જમાનાથી જોતા હતા ભારતનો આમ આદમી બહુ સસ્તું સુખ માગે છે. સચિન અને સેહવાગ ચોગ્ગા-છગ્ગા મારે તે આપણું મોટામાં મોટું સુખ છે. બજેટના કરવેરા, મોંઘવારી, બીમારી, ડોક્ટરોના ખર્ચા એ તમામ દુ:ખો માત્ર ક્રિકેટના વિજયથી ભૂલી જઈએ છીએ. કેટલાક વાચકે પૂછેલું કે બજેટ ઉપર કેમ ન લખ્યું? બજેટ આપણે માટે હોતું જ નથી. બજેટ માત્ર ઉધોગપતિઓ અને મિલ્ટનેશનલો માટે હોય છે. બજેટનો દિવસ આમ આદમીને છેતરવાનો દિવસ જ હોય છે-એક હાથે દઈ બીજે હાથે તમારા ખિસ્સા કાતરવાનો દિવસ હોય છે. પ્રણવ મુખરજીની ઊઠબેસ પહેલાં ધીરુભાઈ અંબાણી સાથે હતી. આજે મિલ્ટનેશનલો અને દેશી ઉધોગપતિઓ સાથે હોય છે. બજેટથી જે સુખ આપણને નથી મળ્યું તે પાકિસ્તાનની હોકી ટીમને ભારતે હરાવ્યું તે સુખ આપણને રવિવાર હોળીના દિવસે સસ્તામાં મળ્યું છે. વાચકોને વિનંતી કે દિલ્હીના ઘ્યાનચંદ સ્ટેડિયમમાં જગતની શ્રેષ્ઠ હોકીની ટીમો હોકીની વિશ્વસ્પર્ધા માટે આવી છે તે રમતને રોજ નિહાળે. ખાસ ટિનેજરોને એ રમત જોવાનું કહું છું. ક્રિકેટની રમતમાં હોકી જેવી બ્રેવરી નથી. બહાદુરી નથી. ચોરને કાંધ મારે તેવા દિલ્હીના વહેલા બેઠેલા ઉનાળાની ૩૫ મિનિટની ગરમીમાં સતત દોડીને હરીફની હોકીમાંથી દડો સેરવી લેવાની યોગી જેવી એકાગ્રતા અનુપમ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત ધારો કે હારી જાય તો મહાન ગ્રીક યોઘ્ધા અને ફિલસૂફ થુસીસાઈડઝની ફિલસૂફીને યાદ કરવાની છે. તેને તમારા જીવનમાં ઉતારવાની છે. વિજય માટે તમામ ટફમાં ટફ તાલીમ લેવી. માનસકિ, શારીરિક અને આઘ્યાત્મિક એ તમામ જાતની તાલીમ. પાકિસ્તાને તો ઊચા પગારે સ્પોર્ટ્સ-સાઇકોલોજિસ્ટ રાખ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તો દરેક રમત માટે જુદા જુદા સ્પોર્ટ્સ-સાઇકોલોજિસ્ટ છે. દા.ત. તમે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડઝને આપણા ક્રિકેટરો સામે ગુસ્સો કરતો અને ગાળો આપતો જોયો છે. એન્ડ્રુ સાયમન્ડઝ પોતાના ખેલાડી પર ગુસ્સાને શાંત કરી સહિષ્ણુતા માટે સ્પોર્ટ્સ સાઇકોલોજિસ્ટ રાખવો પડેલો. પાકિસ્તાન સરકારે તો આપણા હોકીના આયોજકોને શરમાવે તેવી ઉદારતા હોકી ખેલાડી માટે બતાવી છે. આપણા હોકીના માંધાતાઓ નાલાયક છે તેમણે હોકી ખેલાડીના મહેનતાણામાં કાટ- કસર કરેલી ત્યારે આ બાજુ પાક વડા પ્રધાન સૈયદ યુસુફ રઝા ગિલાણીએ ફેડરલ બજેટમાં પાક હોકીના ઉત્થાન માટે રૂ.૫૦ કરોડ તેમ જ દિલ્હી આવેલા પાક-હોકી ખેલાડી માટે રૂ.૧ કરોડ મંજૂર કરેલા. સોહેલ અબ્બાસે હોકીની આંતરરાષ્ટ્રીય રમતમાં ત્રણસો ગોલ કર્યા તેને રૂ. પાંચ લાખ ઇનામ આપેલું. આપણે ત્યાં સચિન-ધોની જેવા માત્ર ક્રિકેટરો અબજપતિ થાય છે પણ હોકીના મેદાનમાં બહાદુરી બતાવનારા-પરસેવો પાડનારાને માત્ર ભાખરીના ટુકડા અપાતા હતા. ચાલો જવા દો. આપણે ગ્રીક ફિલોસોફર થુસીસાઈડઝને ફરી યાદ કરીએ. તેમણે કહેલું કે 'હું એવા લોકોને સલામ કરું છું અને તેમને જ બહાદુર માનું છું, જેમનામાં બ્રેવમાં બ્રેવ સ્પિરિટ હોય અને ખાસ તો તેમને 'કલીઅરેસ્ટ સેન્સ ઓફ બોથ પેઇન્સ એન્ડ પ્લેઝર્સ ઓફ લાઇફ-ઓફ સકસેસ એન્ડ ડિફિટ.' અર્થાત્ એવા બહાદુર કે તેઓ જીવનની પીડાઓ સાથે જીવનના આનંદને જાણીને તે બન્ને બાબતમાં સ્પષ્ટ દ્દષ્ટિ રાખતા હોય-સફળતાની અને નિષ્ફળતાની. પાકિસ્તાનની હોકી ટીમ રવિવારે આપણી સામે હારી ગઈ પણ ત્યાંના સમજદાર ઓફિસરોએ તો કોઈ મિજાજ ગુમાવ્યો નથી. હજી પંથ લાંબો છે. આ ટૂર્નામેન્ટ હજી ૧૩ માર્ચ સુધી લાંબી ચાલવાની છે. ફરી વિનંતી કરું છું કે હોકીની રમતની ટેક્નિક અગાઉથી સમજીને ગુજરાતી યુવક-યુવતીઓ (આપણી મહિલા હોકી ટીમ પણ છે તે ગોલ્ડમેડલ જીતી છે. માત્ર 'ચક દે ઇન્ડિયા'ની ફિલ્મમાં જ નહીં પણ વાસ્તવમાં) ટીવી પર આ વર્લ્ડકપ હોકી ટૂર્નામેન્ટને નિયમિત જુએ. ખાસ કરીને છેલ્લી બે ટ્રોફી જીતેલા જર્મનોને રમતાં જુએ. નવા ઉભરેલા કોરિયનોની ચપળતા અને સહિષ્ણુતાને જુએ. નેધરલેન્ડઝ અને ઓસ્ટ્રેલિયનોની એકાગ્રતાને જુએ. પાકિસ્તાનના ખેલાડીઓની જાગરુકતા, ચપળતા, કુનેહ અને ન થાકે તેવા સ્પિરિટ જુએ. પાક ખેલાડી આપણા દુશ્મન નથી માત્ર હરીફ છે. જનરલ મુશર્રફ પર ગુસ્સો કરીને તેને રાવણની જેમ જીવતો બાળી શકાય. પણ પાક ખેલાડી કે પાક જનતા આપણી જ ધરતીના ધાવણ ધાવેલા છે. પાકિસ્તાની ટીમ જયારે યુરોપની હોકી ટીમને હરાવે ત્યારે ખુશ થજો. અચ્છા, ગ્રીક ફિલસૂફ થુસીસાઈડઝે શું વધુમાં કહેલું? ૩૦ની ઉમરે તો થુસીસાઈડઝ તેના દેશના મિલિટરી મેજિસ્ટ્રેટ હતા. તેઓ ગ્રીક યુવાનોના ચારિત્ર્યને દ્દઢ કરવામાં જ પડેલા. તેમનું વાકય અંગ્રેજીમાં જ વાંચો: થુસીસાઈડઝ જોરદાર રીતે કહેતા કે મને બે પ્રકારના ચારિત્ર્યવાળા લોકો વચ્ચે સંઘર્ષ છે તે હંમેશાં યાદ રાખવાનું શીખવાયું છે- એક એવા ચારિત્ર્યવાન જે સદાય જીવતા હોય, સતત જાગૃત હોય, કંઈક નવું નવું કરવાની ધગશવાળા હોય અને તમને ખળભળાવી નાખે તેવી તેની હિંમત અને બહાદુરી હોય. અને બીજી બાજુ એવા લોકો જે સાવ મુંજી બનીને સાવચેતીથી જ ફૂંકી ફૂંકીને જીવતા હોય પણ પ્રેમમાં કે યુદ્ધમાં તો ધડામ દઈને પડવા જેવું છે. પરાજયથી કોઈ પણ ક્ષેત્રે ગભરાવાનું નથી. 'ચક દે ઇન્ડિયા' નામની ફિલ્મ કદાચ વર્લ્ડકપ હોકીની ટૂર્નામેન્ટને ઘ્યાનમાં લઈ થોડી વધુપડતી વહેલી આવેલી. તેમાં ભારતના ટીમનો સાચો ખેલાડી કબીર ખાન પાકિસ્તાન સામે હારી જાય છે. લોકો કબીર ખાન પર ખીજાઈ જાય છે. ઝનૂની પ્રેક્ષકો તેના ઘરને તોડીફોડી નાખીને આખા કુટુંબને બહાર ફેંકી દે છે પણ કબીર ખાન પાછો ઊભો થઈ જાય છે. સાત વર્ષ પછી તે ભારતની મહિલા હોકી ટીમને ઘનિષ્ઠ તાલીમ આપે છે અને 'ચક દે ઇન્ડિયા'નું સૂત્ર આપે છે. અને... મહિલા હોકી ટીમ ગોલ્ડમેડલ જીતે છે. આમ ભારતની મહિલા હોકી ટીમની જીત વિશેની ફિલ્મ પણ લોકોને કેટલી બધી પ્રિય થઈ કે આદિત્ય ચોપરાને રૂ.૬૪ કરોડનો નફો એ હોકીની ફિલ્મે કરાવેલો. આ 'ચક દે ઇન્ડિયા'નું સૂત્ર તમારા જીવનમાં અપનાવો. વિજય અને પરાજયમાં પણ બહાદુર રહેજો. એક વખતના પરાજય થકી જિંદગી હારી જવાની નથી. છેલ્લે એક આડ વાત કરીએ. સચિનને ભારતરત્ન ત્યાં સુધી ન અપાય જયાં સુધી તે પેપ્સીની જાહેરાતમાં દેખાય. જો જા.ખ. ન છોડે તો તેને પેપ્સીરત્ન કહીને મજાક કરાય. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment