[F4AG] રોગીમાંથી યોગી બનો તો કેન્સર પણ મટે

 



રોગીમાંથી યોગી બનો તો કેન્સર પણ મટે

Kanti Bhatt
ભારતમાં દર વર્ષે કેન્સરના નવ લાખ કેસ નવા ઉમેરાય છે ને એક લાખ મરે છે
અબ્રાહમ વર્ગીઝ નવલકથાકાર છે અને ડોક્ટર પણ છે. તેણે એક વિવાદાસ્પદ વિધાન કરેલું કે 'તમે કેન્સરથી મરો તો તે માનપૂર્વકનું મરણ છે. તમે પૂરી જિંદગી ભોગવ્યા પછી કેન્સરનો ભોગ બનો છો, પણ એઇડ્ઝનો રોગ શરમજનક છે. તેમાં તમે યંગ હો ત્યાં જ મરો છો!' ડોક્ટરનું આ વિધાન આજે બધી રીતે ખોટું ઠરે છે. પહેલી વાત એ કે કેન્સરનો રોગ હોય કે કોઈ પણ બીમારી હોય તેમાં કોઈ ગૌરવ નથી. બીમારીને આજે શરમજનક માનવી જોઈએ. બીમારી ગરીબ ઘરના લોકોને થાય અને કેન્સર થાય તો ખેતર-ખોરડા સારવારમાં વેચાઈ જાય છે. આજે તો જન્મેલા બાળકથી માંડીને ૧૦-૧૫-૨૦ અને ૪૦ વર્ષનાને હજી જિંદગી શરૂ કરે તે પહેલાં કેન્સર થાય છે. કેન્સરનો રોગ અમેરિકા જેવા સમૃદ્ધ દેશનેય ફફડાવે છે. આજ સુધીમાં અમેરિકન સરકારે કેન્સરનાં કારણો અને ઉપાયોના સંશોધનમાં ૩૦૦ અબજ ડોલર એટલે કે રૂ.૧૫૦૦૦૦૦૦ કરોડ ખરર્યા છે.


ડો.માઇકલ મુર્રે નામના એમડી થયેલા ડોકટરે એલોપથી છોડીને કુદરતી ઉપચારથી કેન્સરના રોગ સારા કર્યા છે. તેમણે 'હાઉ ટુ પ્રિવેન્ટ એન્ડ ટ્રીટ કેન્સર વિથ નેચરલ મેડિસિન' નામનું પુસ્તક લખ્યું છે. તેણે અમેરિકા માટે જે કેન્સર વિશે બિહામણા આંકડા આપ્યા છે તે ભારતમાં હવે આવવાના છે. ૨૦૦૮ના આંકડા પ્રમાણે અમેરિકામાં દર વર્ષે ૧૨૫૦૦૦૦ નવા કેન્સરના કેસ ઉમેરાય છે. (ભારતમાં ૯ લાખ) દર વર્ષે અમેરિકામાં ૫ લાખ લોકો કેન્સરથી મરે છે. (ભારતમાં ૯૦૦૦૦થી ૧ લાખ) અમેરિકામાં ૫માંથી ૧ મરણ કેન્સર થકી છે, ભારતમાં આ આંકડો કઢાયો નથી. અમેરિકા તો ત્યાં સુધી અંદાજ કાઢે છે કે આજે જે જીવતા છે તેમાં ૩માંથી ૧ને કેન્સર થશે. ૨૦૦૮માં ખાનગી કેન્સરની ટ્રીટમેન્ટ માટે અમેરિકન નાગરિકોએ પોતાના ખિસ્સામાંથી ૧૧૦ અબજ ડોલર ખરર્યા છે, પરંતુ કેન્સરની આ બિહામણી વાતને થોડો સમય પકડી રાખીને તત્કાળ એક નવી કદાચ નવી વાત જણાવી દઉ.


ડો. હાયલ કાસ કહે છે કે કેન્સર મટાડવાનો આયુર્વેદનો ઉપચાર શ્રેષ્ઠ છે અને તેમાં ખાસ કરીને તજનું યોગ્ય સેવન કેન્સર સામે પ્રતિકાર કરે છે. તેઓ કાચો આહાર લેવા સાથે અને તમામ દૂધની બનાવટો બંધ કરવા સાથે દૂધ વગરની અને તજના પાઉડરની ચા પીવે તો કેન્સરના કોષોનો સામનો થઈ શકે છે.


એક વૈધે જ્યારે અમેરિકનોને કહ્યું કે તજનો પાઉડર કેન્સરના સેલ્સ (કોષો) ઉપર મેજિક કરે છે ત્યારે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગિ્રકલ્ચર તેમજ ડો. હાયલ કાસે કહેલું કે તેમાં કોઈ મેજિક નથી પણ વૈજ્ઞાનિક પ્રયોગથી પુરવાર થયું છે. લેબોરેટરીમાં કેન્સરની ગાંઠ ઉપર તજનો પાઉડર છાંટીને પ્રયોગ કરેલો તો ગાંઠ સંકોચાઈ ગયેલી! ડાયાબિટીસવાળા માટે પણ દૂધ વગરની તજના પાઉડરવાળી ચા સારી છે. લોહીના કેન્સરવાળાને તો તજની ચા થકી ઘણો ફાયદો થયો છે. ડાયાબિટીસ અને કેન્સર વચ્ચે લાંબા ગાળાની સગાઈ છે. ડાયાબિટીસને માથે મારી મૂકનારને કેન્સર થાય જ છે. જોકે માત્ર તજવાળી ચા પીવાથી અને બીજા જંકફૂડ, ગળ્યા બોટલના પીણાં કે ધૂમ્રપાન ચાલુ રાખે કે ફ્રૂટ અને લીલા શાકભાજીનું પ્રમાણ ૮૦ ટકા નહીં રાખે તેમ જ સતત અદોદળા રહે, લાંબા ગાળા સુધી ડીપ્રેશનથી પીડાય અને સ્ત્રીઓ જેણે દૂધની કોઈ પણ ચીજ ન ખાવીપીવી જોઈએ તે ખાયપીવે તો બિચારું તજ કાંઈ કરી શકતું નથી. તે પ્રકારે એકલા યોગ-ફોગ થકી જ રોગ સારા થતા નથી. આહાર મહત્ત્વનો છે- કુદરતી આહાર. યાદ રહે કે ડો. હાયલ કાસ લોસ એન્જલસની યુનિ.સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર છે.


કેન્સરના રોગથી થતું મરણ એક સમયે માનનીય ગણાતું હતું, પણ આજે ૨૦૧૦માં કેન્સરનો રોગ માનનીય ગણાતો નથી. સિમ્પલ કાપડિયા, ફિરોઝ ખાન, રાજેન્દ્રકુમાર,રહેમાન, શોભના સમર્થ,પોલી ઉમરીગર (ક્રિકેટર) પૂર્વવડા પ્રધાન વીપી સિંહ, અજિતકુમાર પાંજા, ફિલ્મનિર્માતા સુબોધ મુકરજી તમામ કેન્સરના ઉમેદવારો હતા. સુનીલ દત્તે તો કેન્સરને ખતરનાક ગણીને પોતાની વિધુરતાની શાતા માટે 'નરગિસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન' પણ સ્થાપ્યું હતું.


અનિતા વર્ગીઝ જે અમેરિકા રહે છે અને 'ગુટકા ધ સાયલન્ટ કિલર'નામનું પુસ્તક લખ્યું છે તે કહે છે કે ઇંગ્લેન્ડ અને અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ તેમની સાથે ગુટકા અને ખાવાની તમાકુની ટેવ પણ લાવ્યા છે. અમેરિકામાં મોટે ભાગે તમાકુથી ગળાનું કેન્સર કે ફેફસાંનું કેન્સર થતું હતું, પણ જેને ઓરલ કેન્સર એટલે કે મુખ કે જીભનું કેન્સર કહે છે તે શરદ પવાર બ્રાન્ડનું કેન્સર ગુટકાના કે તમાકુના મોટા વિલન છે. અમેરિકા-બ્રિટન રહેતા ભારતીય અને પાકિસ્તાની લોકો કરોડો રૂપિયાના પાન-ગુટકા અને ખાવાની સુગંધી તમાકુ ભારતથી મંગાવે છે. કનૌજ નામના ભારતીય શહેરમાં ૧ લાખ લોકો પરફયુમ ઉદ્યોગમાં છે તેનું ૭૦ ટકા પરફયુમ ગુટકામાં વપરાય છે. આ પરફયુમ ઉદ્યોગ રૂ.૫૬ કરોડ ગુટકામાંથી જ કમાય છે.


બ્રિટનના લેસ્ટર અને બિર્મંગહામ શહેરના હિન્દુ -મુસ્લિમો બાંગ્લાદેશીઓ ગુટકા અને તમાકુવાળાં પાન ખાય છે, મુસ્લિમોમાંથી ૧૭ ટકા, હિન્દુમાંથી ૧૩ ટકા અને જૈનોમાંથી ૧૨ ટકા બ્રિટનમાં વસતા ભારતીય લોકો તમાકુ-ગુટકાનું સેવન કરે છે.


'એવન ફાઉન્ડેશન ફોર વિમેન'ના ડો.સુસાન લોવ કહે છે કે અમેરિકામાં ૧૦ લાખ સ્ત્રીઓને સ્તનનાં કેન્સર છે. તે ડોક્ટર પાસે જવાને બદલે ઘરે આહાર, વિહાર અને વિચારને સાત્વિક બનાવી કેન્સરને સારું કરી શકે છે. તજની લીલી ચાની ભૂકીવાળી દૂધ વગરની ચા,મધ અને હળદરનું ચાટણ, ઓર્ગેનિક ફળોમાં બેરી, દેશી ટામેટાનો સૂપ વગેર ૮૦ ટકા કાચો આહાર લેવો (કચુંબર-ખાસ કરીને કોબીનું).
છેક ૧૯૪૩મા ડો.એન.વિગમોરે ઘઉના જવારાનો રસ, કોબીનો રસ અને કુદરતી આહારથી કેન્સર સારા કર્યાનો સફળ પ્રયોગ કરેલો. તે પછી એડી મેય નામની અમેરિકન ઉદ્યોગપતિની પત્નીને કેન્સર થયું. તેણે ઘઉના જવારાના રસથી તેમજ ફણગાવેલા મગ ખાઈને તેનું કેન્સર સારું કરેલું. તેમણે ડેરીની તમામ ચીજો માખણ અને માર્ઝરીન બંધ કરેલું. તેનાથી કેન્સર સારું કરીને એડી મેયે 'હાઉ આઈ કોન્કર્ડ કેન્સર નેચરલી' નામનું પુસ્તક લખ્યું હતું તે દુર્લભ છે.


જે ડોક્ટરને ૩૧ વર્ષની વયે કેન્સર થયું તે કુદરતી ઉપચારથી સારું કરેલું, તે ડો.ડેવિડ બરનું પુસ્તક તો (એન્ટિકેન્સર એ ન્યુ વે ઓફ લાઇફ) અમેરિકા-બ્રિટનમાં મળે છે. તેમણે સલાહ આપી છે કે કોલાના પીણાં, સોસ, ડેરીની પેદાશો (દૂધ) લેવાની ના પાડી છે.
 
એન્ટિકેન્સર માટે મસાલા જેવા કે હળદર, તજ, કોબીફલાવર,લસણ, રેડ બેરીઝ, બ્લૂ બેરી લેવાનું કહ્યું છે (વૈધની સલાહ લઈને) ઉપરાંત રોજબરોજના સ્ટ્રેસને ઓછો કરવા યોગ-પ્રાણાયામ કરવો. વિનોબાએ સૂત્ર આપેલું, 'નિસર્ગોપચારના કેન્દ્રમાં તમે રોગી તરીકે આવો છો અને યોગી થઈને જવાનું છે. કેન્સરના રોગ થકી તમારે યોગી બનવાનું છે તથાસ્તુ.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...