[F4AG] કેડે કાંકરો, ખભે ક્રોસ

 

કેડે કાંકરો, ખભે ક્રોસ

Prakash N Shah
દેખીતી રીતે જ, સોરાબુદ્દીન પ્રકરણમાં કે એવી બીજી બાબતોમાં ગૃહમાં અને ગૃહ બહાર અલગ અલગ ભાષામાં બોલવાનો જે રાબેતો રહ્યો છે એના કરતાં સમન્સ પ્રકરણમાં રાજ્ય સરકારની ભૂમિકા જુદી જણાય છે. કાશ, 'કાયદાની પ્રક્રિયા સાથે સહકાર'ની આવી ભૂમિકા આઠ વર્ષ વહેલાં લઈ શકાઈ હોત!


Riotશુક્રવારે વિધાનસભાનું કામકાજ એકંદરે નિર્વિધ્ન ચાલ્યું એથી કંઈક આશ્ચર્ય થયું અને જરીક સારું પણ લાગ્યું. આશ્ચર્ય એ વાતે થયું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કહેતાં સિટ તરફથી મુખ્યમંત્રી મોદીને સમન્સ જારી કરાયાના મુદ્દે ગૃહ બહાર એમનું માથું માગી ચૂકેલી કોંગ્રેસે ગૃહમાં આખા મામલાને ખાસ વજન ન આપ્યું. બાકી, અખબારી અટકળો મુજબ 'હોબાળો' અને 'કાંકરીચાળો' અપેક્ષિત હતા.


સારું એ વાતે લાગ્યું કે ગોધરાકાંડ અને નાણાવટી પંચ વિષયક પ્રશ્નોત્તરી દરમિયાન અર્જુન મોઢવાડિયાએ ઉઠાવેલા પૂરક પ્રશ્નના ઉત્તરમાં ગૃહરાજ્યમંત્રી અમિત શાહે, સિટના સમન્સ સબબ મુખ્યમંત્રી કાયદાના દાયરામાં રહીને સામાન્ય વ્યક્તિની જેમ પેશ આવશે એવી સફાઈ આપી. પૂર્વે ગહ બહાર ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા રવિશંકર પ્રસાદ અને રાજ્ય સરકારના પ્રવકતા જયનારાયણ વ્યાસે પણ 'કાયદાની પ્રક્રિયા સાથે સહકાર'ની ભૂમિકા લીધી જ હતી, પણ ગૃહમાં તે દોહરાવ્યાથી એને એક પ્રકારે અધિકતતા અવશ્ય મળી છે.


દેખીતી રીતે જ, સોરાબુદ્દીન પ્રકરણમાં અને એવી બીજી બાબતોમાં ગૃહમાં અને જાહેર ભાષણોમાં અલગ ભાષામાં બોલવાનો જે રવૈયો રહ્યો છે એના કરતાં આ એક જુદી વાત છે. બલકે, ટીકા કે ટોણા તરીકે નહીં પણ નાગરિકને નાતે એવો ઊનો ઊનો નિસાસો નાખવાનું મન અવશ્ય થાય કે 'કાયદાની પ્રક્રિયા સાથે સહકાર'ની આવી ભૂમિકા રાજ્ય સરકાર જો આઠ વર્ષ પહેલાં જ લઈ શકી હોત તો આપણે દુ:સ્વપ્ન શી વિભીષિકામાંથી ઘણા વહેલાં બહાર નીકળી ગયા હોત.


કંઈ નહીં તોપણ ગુજરાતના ગૌરવથી લાયમાં એકોએક હાડપિંજરને કબાટ પૂરું પાડવાના અમાનવીય ઉધમનો બોજ વેંઢારવાની નોબત તો ન જ આવી હોત. અને આ આખા દોરમાંથી પસાર થતાં જે એક વાતે બહુ હીણું અનુભવાય છે તે તો એ કે પ્રજા અને સમાજ તરીકે કેટલીક બાબતોમાં આપણને કેમ જાણે ખટકાની લાગણી જ થતી નથી.


Prakash N Shahછેલ્લાં આઠ વર્ષની વાત કરું છું ત્યારે હંમેશ કેપીએસ ગિલના એ ઉદ્ગારો શૂળની પેઠે સાંભરી આવે છે કે અહીં લગારે કલિંગ બોધ નથી. જે મુદ્દો સહૃદય નાગરિક સમાજને ખુદને ઊગવો જોઈએ તે કોઈ નહીં ને એક એન્કાઉન્ટર માર્તંડ તમને અને મને સંભળાવી જાય? સીતા તો સુખી હતી કે એને સારુ ધરતીએ માગ કરી આપ્યો હતો. બને કે આપણી નિયતિ રાજવચાળે માગ મુકાવવાની હોય.( પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર)


સિટે મુખ્યમંત્રી જોગ સમન્સ જારી કર્યો એથી ઝકિયા જાફરીને જરી આશા બંધાઈ હોય તો એ સમજી શકાય એમ છે. ગુજરાતમાં કાયદાની પ્રક્રિયાને સહકાર આપવા અંગે દુર્દૈવ વાસ્તવ શું ને કેવું હતું એનો ખયાલ તો એ એક સાદી વિગતથી આવે છે કે ૨૦૦૨ના ઘટનાક્રમ સંદર્ભે ધોરણસરની એફઆઈઆર લેવડાવતાં પૂર્વસાંસદના પત્નીને ચાર ચાર વર્ષ વીતી ગયાં હતાં. એથી સ્તો તેઓ સિટની તપાસનાં તારણો જ્યારે એફઆઈઆરમાં રૂપાંતરિત થાય ત્યારે સાચાં એમ કહે છે એનું એક લોજિક છે.


મુદ્દે, જયાં સુધી એફઆઈઆર દર્જ કરવા કરાવવાનો સવાલ છે, ગુજરાતમાં હજુ વરસેક પર તો વાસ્તવિકતા એ હતી કે રાજ્યના માનવ અધિકાર પંચે સામાન્ય નાગરિકને માટે એફઆઈઆર નોંધાવવાનું ખાસું અઘરું છે એવું પોતાના હેવાલમાં કહ્યું હતું. ગોધરા-અનુગોધરા મામલો તો ખેર છોડો, અન્યથા પણ કાયદાનું શાસન એક દુર્મિળ જણસ બની રહેલ છે.


શીખવિરોધી રમખાણોનું શું થયું (સજજનકુમારનો કિસ્સો સાંભરે છે ને?) મુંબઈ બાબતે શ્રીકષ્ણ પંચના હેવાલનું શું થયું, એ આપણે નાગરિક તરીકે પૂછતા ને વિમાસતા રહીએ છીએ-અને કોંગ્રેસ ને ભાજપ વારાફરતી ટાઢે કોઠે રાજ કરતા રહે છે. માટે, ઝકિયા જાફરીની નુકતેચીની કે તપાસનાં તારણો એફઆઈઆર લગીનું અંતર કાપે ત્યારે સાચાં.


વારું. હજુ તો સિટે સમન્સ જારી કર્યું છે અને ૨૧મી માર્ચ આડે આખું અઠવાડિયું છે. દરમિયાન, ૧૫મી માર્ચે ગુજરાત હાઈકોર્ટ શું કહે છે તે પણ જોવું રહે છે. વાચકોને ખયાલ તો હોય જ કે નાણાવટી કમિશને મુખ્યમંત્રીને સમન્સ પાઠવવાની જરૂરત જોઈ નહોતી. આ બાબત હવે હાઈકોર્ટ સમક્ષ ધા નખાઈ છે.


આ બધી ચર્ચા કરવાનો આશય માત્ર એટલું જ દર્શાવવાનો છે કે કાયદાના શાસન બાબતે આપણે ત્યાં કેવો બાદલો અને માંદલો અભિગમ પ્રવર્તે છે. જગતની સૌથી મોટી (લાર્જેસ્ટ) લોકશાહી તરીકે અને એના એક સમવાયી ઘટક તરીકે આપણે જે સ્વર્ણિમ સુદૈવ ઝંખીએ છીએ તે કંઈ પોતાને પગે તો આવવાનું નથી.


હા, કેડે કાંકરો (અને ખભે ક્રોસ) મેલવાની તૈયારી હોય તો વાત બને. પણ એની પૂર્વશરત એ છે કે આઈપીએલની પેઠે જે બધી ચીયરાંગનાઓ રાજધૂરીણની ફરતે વાજતે-ગાજતે મંડી પડેલી છે તે લગરીક પોરો ખાય અને જરીક જાતમાં ઝાંખે: કંઈ નહીં તો આખા વિમર્શને ભળતાં કળણની બહાર કાઢે અને કાયદાના શાસનની બુનિયાદ પણ મૂકે તોપણ મોટી સેવા થશે.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Check out Yahoo! Movies to get a recap of this year's Oscar winners, red carpet looks & nominated film trailers.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...