વિચાર બે લીટીની વચ્ચેનો
બાળકમાં ભગવાન જોનારો માણસ જ્યારે ભગવાનને બાળક સમજવા માંડે ત્યારેજ તેનું પતન થાય છે ____________ આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં તે તો સાચુ. નવી વાત તો એ કે સંતોષ અને સંપ સમી કળ નહી. ____________ મોતને ભલે અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય જ છે..મનનાં રાગ દ્વેષને હળવા કરીને. ———————————————————————————————————– નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજમાં અમિ તેને સુખની શું કમી? ———————————————————————————————————— ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય. ———————————————————————————————————- ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે ————————————————— अहंमे से अ नीकलेगा तो हम रहेगा. —————————————- "હાય" "હાય" કરવાને બદલે "હોય" "હોય" કરો તો ઉંચો રક્ત દબાવ અને હ્રદયરોગ કદી ના થાય. . ———————————————————————————————— માપ વિનાની અપેક્ષાઓ તે અનંત દુઃખની ખાણ મોટી. ————————————————————— ભક્તિ તે શબ્દો વિનાની પ્રભુ સાથે કરાતી વાતો અને પ્રાર્થનાઓ છે. ———————————————————————– જે સ્પર્ધામાં ઉતરતા નથી તેમને કદી ખબર નથી પડતી કે હારવાનું દુઃખ અને જીતની ખુશી શું છે. ——————————————————————————————- એક માણસને જ વારંવાર કહેવુ પડે છે કે તુ માણસ થા.કારણ તે માણસ સિવાય અન્ય પ્રાણી સ્વરુપે જ રહેતો હોય છે. ———————————————————————————————————- आसक्ति जो आ शकती है वो जा भी शकती है. —————————————————- હાસ્ય એ ચેપી હોય છે તે સામે વાળાને પણ હસવા પ્રેરે છે.. ———————————————————– વાત કહેવાની પધ્ધતિ પર જ ઘણા યુધ્ધો લઢાયા છે અને રોકાયા છે કે જીતાયા છે. ————————————————————————————————- નિષ્ણાતને વિચારવુ પડતું નથી. તેઓ જાણતા હોય છે ાને તેથી જ તેમને નિષ્ણાત કહેવાય છે. ———————————————————————————————— ના.એક સંપૂર્ણ વાક્ય છે. તેમા હા શોધવી તે બેવકુફી ભરી કળા છે જે અંતે તો ના જ હોય છે.& ——————————————————————————————— પ્રશ્ન પુછ્યા પછી ઉત્તર પુરો સાંભળો.ઘણી વાર ઉત્તરમાં નવી તકો છુપાયેલી હોય છે. ————————————————————————————— એ સમયની વાત છે કે જ્યારે સમય બદલાય છે, શબ્દો તો એના એજ હોય, પણ એના અર્થો જુદા થાય છે ! ____________ મૂળભૂત ગુણોને માર્કેટ કરવા પડતા નથી જેમકે કોયલના કઠને. જેને માર્કેટ કરવા પડે તે બધુ નકલી જ હોય. ____________ ઉપકાર જો કર્યો તો ભુલવામા અને ઉપકાર જો લીધો તો ન ભુલવામાં જ ખાનદાની ઝળકે છે ———————————————————————————————- નિરાશાનાં કાળા ડીબાંગ વાદળોમાં છુપાયેલ આશાની કીનારી શોધવી તેનું નામ હકારત્મક વલણ. ———————————————————————— નેપોલીયન જાણતો હતો કે અશક્ય શબ્દ એ કાયરોનું કામ ન કરવાનું બહાનુ હતુ.ચંદ્ર આરોહણ પણ એક વખતે તો અશક્ય જ હતુને ? ————————————————————————————————- ક્રિયા કરો પ્રતિક્રિયા નહીં ( act do not react.) —————————————————————————————————– વિચારો તટસ્થતાથી. બોલો મૃદુતાથી. અને સુચન્ કરો હકારત્મક્તાથી. અને અમલ કરો નિયમનથી —————————————————————————————————- કામ સોંપો આવડત મુજબ. નહીં કે જાતી, ઉંમર અને વર્ણ ઉપર સોનીનું કામ લવાણો કરશે તો તે દાગીનો નહી હોય ——————————————————————————————————————– જાતે નિષ્ણાત હશો તો જ બીજાને નિષ્ણાત બનાવતા શીખવી શકશો. ———————————————————————————- પ્રોત્સાહન ચેપી છે.આપે તેને અને પામે તેને બંનેને પ્રોત્સાહીત કરે છે. ———————————————————————————- વખાણ જાહેરમાં કરો અને ટીકા અંગત રીતે. ———————————————————————————– સમય હંમેશા તમારી મૂડી બને ત્યારે જ જ્યારે તમે સમયથી આગળ હો. ———————————————————————— ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે ———————————————————————– કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી. —————————————————————————- ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય ————————————————————————— પ્રેમમાં ભીંજાવાય. વહી ન જવાય —————————- પ્રેમ તો આપ્યા જ કરે. માંગે તે તો ફક્ત વહેવાર . ————————————– માફી માંગે તેના કરતા માફ કરે તે વધુ બળીયો. ————————————————————————————————— મિત્રો બનાવવા તેમનું કંઇક સારુ શોધો અને તેમને કહો.દુશ્મન બનાવવા તેમનુ ખરાબ બીજાને કહો ——————————————————————————————————— અજ્ઞાન ન બોલીને છુપાવી શકાય. બોલીને જાહેર ના કરાય. —————————————————————– સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય. —————————————————————————————————- સમય આપણો કે સામાવાળાનો કિંમતી છે. સમયસર પહોંચો. કહે છે ને time and tide waits for none ———————————————————————————————————- રોજ નવું શીખો અને રોજ કોઇક્ને તે શીખવાડો ———————————————– અશક્ય શબ્દ ત્યાં સુધીજ અશક્ય રહેછે જ્યાં સુદી તેને શક્ય બનાવવા મથ્યા ના હોઇએ. ચંદ્ર ઉપર માનવી એમજ પહોંચ્યો? ———————————————————————————————————————————- દુ:ખનાં દિવસો વર્ષો લાગે સુખનાં વર્ષો દિવસો. ————————————————— લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે. ——————————————————————– જ્યાં વ્યવહાર કરતા વધુ લાભ દેખાય ત્યાં છળ હોવાનું જ.લક્ષ્મણ ને ખબર હતી કે સ્વર્ણ મૃગ ન હોય તેથી તો લક્ષ્મણ રેખા દોરી હતી. ——————————————————————————————————————————————- નમે તે સૌને ગમે, હસે તેનુ ઘર વસે પણ રડે તે સૌને નડે તે ખબર છે ને? ———————————————————————- અધીર આગળ જઇને પાછો પડે, ધીર અને ગંભીર સદા વિજયી બને —————————————————————— જે "હું" પણાનાં કર્તૃત્વ ભાવથી પર થયો તે હળવો થઇ ઉર્ધ્વગામી બન્યો. ————————————————————————- <a પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે ——————————————————————————————————————————————————————– એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વરંવાર કરવાથી આવડત વધી છે. —————————————————————————————————————————————————————————————— શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે ——————————————————————————————————————————————————————————————————- પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે ——————————————————————————————————————————————————————– એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વારંવાર કરવાથી આવડત વધી છે. ——————————————————————————————————————————————————————————————- શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે ————————————————————————————————————————————————————————————————– વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો. ——————————————————–———————————- પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો ————————————————————————————————————– આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે. ————————————————————————————————————————————————————– અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી. ————————————————————— આખી દુનીયા કહે તેમ ચાલે તો દુખી થવાય તેમ રામાયણે કહ્યું ———————————————————————- જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું ————————————————————— અંતરમાં ડુબતા આવડે તો સિધ્ધ પદ સમું મોક્ષદ્વાર દુર નથી. ——————————————————————– આખી દુનીયા કહે તેમ ચાલે તો દુખી થવાય તેમ રામાયણે કહ્યું ——————————————————————- જે રાજા આંખે પાટા બાંધી જીવે તેની સત્તા ખુવાર થાય તે મહાભારતે કહ્યું ————————————————————————— વાત પુરી થયા પછી અને પ્રશ્ન સમજ્યા પછી હા કે ના નો જવાબ આપો. ————————————————————————— પ્રશ્નનો હલ તેજ તેનું નિરાકરણ. તેને ઠેલવાનો અર્થ એને વધુ મોટો થવાની તક આપો છો ——————————————————————————————– આપની આજ એ આપની બે આવતીકાલો કરતા ઘણી મોટી છે કારણ કે તે ગઇ કાલનાં શમણા અને આજના ઉત્સાહ થી ભરેલી છે. ———————————————————————————————— ગુમાવવાની તૈયારી વિના મેળવવાની અપેક્ષા નકામી કારણ કે ખાડો ખોદ્યા વિના ટેકરો ના થાય ————————————————————————————————————————- ઇશ્વર હ્રદય થી અનુભવાય છે..સ્વર્ગ અને નરક એ તો મનુષ્યનાં ચિંતનની અવસ્થાઓ છે. —————————————————————————————————————— મોતને અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય. —————————————————————– પ્રેમ જ્યારે આપવા માંડે ત્યારે ભક્તિ બને અને માંગવા માંડે ત્યારે આસક્તિ.. ——————————————————————————————————- પ્રેમને પ્રેમ રાખવા લેવડદેવડ થી દુર રહો એમ પ્રભુ તેના વર્તનથી તમને શીખવાડે છે. —————————————————————————————————————— પ્રેમ અપેક્ષા પણ જન્માવે અને ઉપેક્ષા પણ તેથી તો તેને મગજનો રોગ પણ કહેવાય છે. —————————————————————————————————————— જવાબદારી પ્રેમ અને લાગણીથી નિભાવાય તો તે સહજ બને છે. જેમકે સંતાન ઉછેર ——————————————————————————————————————– જવાબદારી ને સમજ થી નિભાવાય તો તે ફરજ બને છે જેમકે વૃધ્ધ માતૃ અને પિતૃ ભક્તિ ——————————————————————————————————————– જવાબદારીને ધીક્કારથી નિભાવાય તો તે સજા બને છે જેમ કે સરકારને અપાતા કરવેરા ———————————————————————————————————————- કોઇકનાં માર્ગદર્શક બનવા માર્ગદર્શન લો અને પછી તે આપો. ભગવાને ત્રણ પેઢી એટલે જ તો સર્જી છે. ——————————————————————————————————– શયતાને "હું" નામનો વાઇરસ મનમાં નાખ્યો અને જનરેશન ગેપ બન્યો —————————————————————————————————————————————————————- જે અજ્ઞાની છે તેને કોઇ ભય નથી સતાવતો અને તેજ પ્રકારે જે જ્ઞાની છે તેને પણ કોઇ ભય સતાવતો નથી. ભયભીત હંમેશા તે રહે છે જે થોડુક જ જાણે છે —————————————————————————————————————————————————————- પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે —————————————————————————————————————————————————————– ———————————————————————————————————— નીડર બનવુ હશે તો જુઠુ બોલવાનું છોડી દો. જુઠુ જે આચરે તેને પકડાઇ જવાનો ડર સદા ડારે. ————————————————————————————————–——– કોણે કહ્યું કે જલતી ધુપસળી જલે છે તે તો સુગંધભર્યુ ટચુકડું જીવન જીવે છે ————————————————————————————————- ——————————————————————————————————————— પ્રાર્થનાનાં વલયો ઉપર જાય છે અને આશિર્વાદોનાં વલયો નીચે ઉતરે છે બંને તબક્કામાં નમન જ શ્રેષ્ઠ હોય છે. ———————————————————————————————————— કોઇ તમારી દયા ખાય તે કરતા તે તમારી ઇર્ષ્યા કરે તે તબક્કો સારો કહેવાય ———————————————————————————– —————————————————————————————————————– વકિલ, વૈદ્ય અને એકાઉંટંટથી કશુ છુપાવવુ નહીં. તેમને મોડી ખબર પડી તેની સજા તમે જ ભોગવશો. ————————————————————————————————————————————— "ના" કહો. પણ ના કહેતા વિનય કદી ના ચુકો. કદાચ નકારથી લાગતો સામેની વ્યક્તિનો થડકાર હળવો થાય. ——————————————————————————————————————————————– સાચી દિશા અને કઠોર પરિશ્રમ, સફળતા આણે આણે અને આણે જ. ____________ ભજન એ સૌનાં સ્વજન.ગોપાલ પારેખ (વાપી) ____________ વિપત્તીમાં જો આપના દર્શન થતા હોય તો હું વિપત્તી જ માંગીશ કે જે આપના દર્શન થકી મુક્તિ પમાડે. – કૂંતા પ્રાર્થના ____________ દરેક પ્રશ્નનાં હાર્દમાં તેનો જવાબ છુપાએલો હોય છે. તે શોધી શકનારાઓ સફળ થતા હોય છે. ____________ રઘુકુલ નીતિ "પ્રાણ જાય પણ વચન ના જાય "આજે પણ સાચી છે તેમ માનનાર ને સુખ શોધતુ આવે છે. ____________ જો તમે નિવારણનો ભાગ નથી તો જરુર તમે પ્રશ્નસર્જનનો ભાગ છો. તમે નિર્ણાય નહીં આપી શકો. source :- http://ow.ly/ Regards, Gaurang |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment