[F4AG] મીઠી વીરડી મોતની વીરડી બને તો?

 

મીઠી વીરડી મોતની વીરડી બને તો?

Vidyut Thakar
ભાવનગર નજીક અણુ વિદ્યુતમથક સ્થપાય તે ઉત્સાહમાં તેની ભીતર રહેલા અકસ્માત અને દુર્ઘટનાનાં ભયસ્થાનોને વિસારે પાડી દેવાની જરૂર નથી, પરંતુ ભારત સરકાર નુકસાનીના વળતરનો જે ખરડો લાવી રહી છે તે સ્પષ્ટ કરે છે કે ચેર્નોબિલની ચેતવણી તેણે ઘ્યાનમાં લીધી નથી અને ભોપાલનો પદાર્થપાઠ તે પૂરો ભૂલી ગઈ છે.
2008માં અમેરિકા સાથે થયેલી નાગરિક પરમાણુ સમજૂતીના અનુસંધાનમાં અણુ વિદ્યુતમથકો અસ્તિત્વમાં આવવાના છે તેમાં ભાવનગર નજીક આવેલા મીઠી વીરડીનો પણ સમાવેશ થાય છે... ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં સ્થપાનારા આ સૂચિત અણુ વીજમથકોથી ઊર્જાની ભાવિ સમસ્યાનો કેટલા પ્રમાણમાં ઉકેલ આવશે અથવા તો આ વીજળી અંતે મોંઘીદાટ પડવાની છે એવા પ્રવર્તતા વિવાદોને બાજુએ રાખી સરકાર સંસદના ચાલુ સત્રમાં આ સંબંધમાં જે ખરડો લાવી રહી છે તે ગંભીર વિચારણા માગી લે છે. 'સિવિલ લાયાબિલિટી ફોર ન્યુકલીઅર ડેમેજ બિલ' તરીકે ઓળખાતા આ ખરડામાં સૂચિત અણુમથકોમાં અકસ્માત કે દુર્ઘટના સર્જાય ત્યારે વળતર ચૂકવવાની વ્યવસ્થા સૂચવવામાં આવી છે.


૧૯૮૬માં રશિયામાં ચેર્નોબિલમાં થયેલી અણુ દુર્ઘટનામાં ૬૫૦૦૦ માનવીઓ માર્યા ગયા હતા અને પશ્ચિમી નિષ્ણાંતોના તારણો પ્રમાણે ૨૫૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અમેરિકામાં પેન્સિવેલિયામાં થયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ કિરણોત્સર્ગી અસર નાબૂદ કરવા પાછળ પૂરાં ૧૪ વર્ષ લાગ્યાં હતાં અને એક અબજ ડોલરનું ખર્ચ થયું હતું. ભોપાલની ગેસ દુર્ઘટનાની યાતનામાંથી હજુ આપણે સંપૂર્ણ મુકત થયા નથી. ૧૯૮૬ની રશિયાની અણુ દુર્ઘટના પછી વિશ્વના ઘણા દેશોએ આવી દુર્ઘટનાની જવાબદારી નક્કી કરતા તથા નુકસાન ભરપાઈ કરાવાના કાયદાઓ ઘડયા છે. અમેરિકામાં નુકસાનીના વળતર તરીકે ૧૦ અબજ ડોલરની તોતિંગ રકમની જોગવાઈ છે. જાપાનના કાયદા પ્રમાણે અણુ દુર્ઘટનાના વળતરની જોગવાઈ લગભગ ૧.૫ અબજ ડોલરની છે.


કેન્દ્ર સરકાર જે ખરડો લાવી રહી છે તેની જોગવાઈ પ્રમાણે, અણુ દુર્ઘટનાના વળતર માટે રૂ. ૨૨૫૦ કરોડની (અંદાજે ૪૮.૩ કરોડ ડોલર)ની રકમ સૂચવવામાં આવી છે. જેમાં વિદેશી સપ્લાયરની જવાબદારી માત્ર રૂ. ૩૦૦ કરોડ (અંદાજે ૬.૪૬ કરોડ ડોલર) છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી વિદેશી સપ્લાયરનો મુદ્દો ભારે મહત્વનો છે. દુનિયાના ત્રણ દેશો અણુ રિએકટરોની નિકાસ કરે છે- અમેરિકા, રશિયા અને ફ્રાન્સ. અમેરિકા તો છેલ્લાં ૩૦ વર્ષોથી અણુ રિએક્ટરો બનાવતું નથી. આમ છતાં આપણે રશિયા-ફ્રાન્સ ઉપરાંત મુખ્યત્વે અમેરિકા પાસેથી રિએકટરો મેળવવાના છીએ. એ ભારત આવ્યા પછી તેના સંચાલનની પૂરી જવાબદારી સંચાલનકર્તાની રહેશે. અત્યારે ભારતના અણુ વીજમથકો સંપૂર્ણપણે સરકાર હસ્તક છે, પરંતુ ભવિષ્યમાં ખાનગી ઉદ્યોગગૃહો અણુ વીજમથકોનું સંચાલન કરવા આગળ આવવાના છે.


આ સંજોગોમાં રિએક્ટર આપનાર વિદેશી કંપનીની કોઈ ટેક્નિકલ ખામીને કારણે પણ અણુ દુર્ઘટના સર્જાય તોપણ તેની જવાબદારી તો માત્ર રૂ. ૩૦૦ કરોડની જ રહેશે, જ્યારે બાકીનાં નાણાં ભારત સરકારે એટલે કે ભારતના કરદાતાઓએ ચૂકવવાના છે! જાણીતા વૈજ્ઞાનિક ડો. રાજારમણે આવી જોગવાઈનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે 'જવાબદારી સપ્લાયર અને સંચાલનકર્તા બંનેની સરખી હોવી જોઈએ... ખામીભર્યા સ્પેરપાર્ટસના કારણે અકસ્માત થયો હોય તો સપ્લાયરને જવાબદાર ગણવો રહ્યો...' નુકસાનીના વળતરમાં વિદેશી કંપનીઓને રાહત આપતી આ સૂચિત જોગવાઈ ઉપરાંત અમેરિકાના રિએકટરોનું એક વધારાનું ભયસ્થાન પણ વિચારવું રહ્યું.


છેલ્લા ત્રણ દાયકાઓથી અમેરિકા અણુ રિએકટરો બનાવતું બંધ થઈ ગયું છે. હવે ભારતથી ઓર્ડરો આવતાં અમેરિકાની કંપનીઓ જે રિએકટરો બનાવી મોકલવાની છે તે કેટલાં કાર્યક્ષમ સાબિત થશે તેની કોઈ ખાતરી ખરી? વાસ્તવમાં મીઠી વીરડી સહિતના અન્ય સ્થળોઅમેરિકાના આ રિએક્ટરો માટે ઉદર- પ્રયોગ જેવા બની રહેવાના છે! અને આવા ઉદર- પ્રયોગમાં કોઈ અકસ્માત થાય તોપણ અમેરિકાની કંપનીઓની જવાબદારી સાવ મર્યાદિત રહેશે અને વિનાશનો ભોગ બનેલા ભારતના નાગરિકોએ જ વધારાની કિંમત ચૂકવવાની છે! અણુ દુર્ઘટનામાં થતાં પારાવાર અને દૂરોગામી નુકસાન છતાં સરકાર વિદેશી અણુ રિએકટરો સપ્લાય કરનારી કંપનીઓને, દેશના કરદાતાઓના ભોગે, આટલી બધી રાહત કેમ આપી રહી છે તે સમજવું મુશ્કેલ બની રહે છે.


આ સામે ભોપાલની દુર્ઘટનામાં વળતર પેટે ૪૭ કરોડ ડોલર યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી વસૂલ કરાયા હતા. અમેરિકાના દબાણ હેઠળ ઘડવામાં આવેલા સૂચિત ખરડા સામે વિરોધ થવા માંડ્યો છે. વિદેશી કંપનીઓને વળતરમાં અપાયેલી રાહત ઉપરાંત સરકારે નુકસાનીના વળતરની જે ટોચમર્યાદા સૂચવી છે તે પણ અન્ય દેશોની તુલનામાં સાવ ઓછી છે. જાપાનમાં ઝિંકાયેલા અણુ બોમ્બને ૬૫ વર્ષ થયા હોવા છતાં હજુ હિરોશિમા-નાગાસાકી સંપૂર્ણપણે કિરણોત્સર્ગી અસરમાંથી મુક્ત થયું નથી.


મીઠી વીરડીમાં અણુ વિદ્યુતમથક સ્થપાય તે ઉત્સાહમાં આવા અણુમથકની ભીતર રહેલા અકસ્માત અને દુર્ઘટનાના ભયસ્થાનને વિસારે પાડી દેવાની જરૂર નથી, પરંતુ ભારત સરકાર નુકસાનીના વળતરનો જે ખરડો લાવી રહી છે તે સ્પષ્ટ કરે છે કે ચેર્નોબિલની ચેતવણી તેણે ઘ્યાનમાં લીધી નથી અને ભોપાલનો પદાર્થપાઠ તે પૂરો ભૂલી ગઈ છે. વિદેશી સપ્લાયરોની ભૂલને કારણે પણ દુર્ઘટના સર્જાય તોપણ તેમને રાહત અને તેમની ભૂલનો ભોગ બનતા ભારતીય કરદાતાઓને સજા કરતો આ અન્યાયી ખરડો માન્ય થાય તેમ નથી.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...