પાણી યા યુદ્ધ : નવું જેહાદી સૂત્ર!Vidyut Thakar ભારતમાંથી પાકિસ્તાન ભણી ફંટાતી નદીઓનાં જળની વહેંચણી માટે ૧૯૬૦થી સમજૂતી થયેલી છે, પરંતુ તાજેતરમાં આ નદીઓનાં જળસ્તર ઘટવા લાગતાં પાક ફરિયાદ કરી રહ્યું છે કે અમને ઉજજડ કરી નાખવાનું ભારતનું આ કાવતરું છે. એટલે તેના ત્રાસવાદી નેતાઓ જળવિવાદને જેહાદ સાથે જોડી ત્રાસવાદ માટેનું નવું બહાનું ઊભું કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી સિંધુના પાણીના પ્રશ્નને કાશ્મીરની સમકક્ષ કેન્દ્રવર્તી મુદ્દો બનાવી પાકિસ્તાન ભારત પર તીખા પ્રહારો કરી રહ્યું છે. ગયા મહિને વિદેશ સચિવોની મળેલી બેઠકમાં પાકિસ્તાનના સચિવે આ મુદ્દો ઉછાળ્યો હતો. તો ગયા અઠવાડિયે લાહોરમાં એક રેલીને સંબોધન કરતાં લશ્કરે તોયબાના સ્થાપક તથા ૨૬/૧૧ મુંબઈના હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ મહંમદ સૈયદે 'પાકિસ્તાનના પાણીની ચોરી કરતા ભારત' સામે 'પાણી નહીં તો જંગ'નું એલાન કર્યું હતું. આ પછીના દિવસે પાકિસ્તાનના માજી વિદેશ પ્રધાન ખુરશીદ કાસુરીએ સિંધુજળના પ્રશ્ને બંને દેશો વચ્ચે અણુ યુદ્ધની આગાહી કરી હતી. ૧૯૬૦માં વિશ્વ બેન્કની મઘ્યસ્થીથી થયેલી 'સિંધુજળ વહેંચણી સમજૂતી' અનુસાર પિશ્ચમની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને જેલમ પાકિસ્તાનને ફાળવવામાં આવી હતી અને પૂર્વની ત્રણ નદીઓ સતલજ, બિયાસ અને રવી ભારતને ફાળવવામાં આવી હતી. હવે આ બધી જ નદીઓ ભારતના વિસ્તારમાંથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાય છે. આ સમજૂતી અનુસાર પાકિસ્તાનને ફાળવવામાં આવેલી પિશ્ચમની ત્રણ નદીઓનું લગભગ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને મળે છે અને બાકીના ૨૦ ટકાનું પાણી ભારતને વાપરવાનો અધિકાર આપે છે. આ સમજૂતીના અમલીકરણમાં કોઈ વિવાદ થાય તો તેના ઉકેલની જોગવાઈ પણ નક્કી કરવામાં આવી છે અને સમજૂતીના સરળ સંચાલન માટે બંને દેશોએ પોતપોતાના 'સિંધુ કમિશનર' નીમ્યા છે, જેની નિયમિત અંતરે બેઠકો છેલ્લાં ૫૦ વર્ષોથી યોજાતી રહી છે. આ સિંધુ કમિશનરો પણ વાતચીત દ્વારા કોઈ વિવાદનો ઉકોલ ન લાવી શકે તો વિશ્વ બેન્ક દ્વારા નિયુક્ત 'તટસ્થ લવાદ'ની વ્યવસ્થા આ સમજૂતીમાં છે. જેલમની ઉપશાખા કિશનગંગા પર ભારત બાગબિહાર વીજળીમથક બાંધી રહ્યું છે તે સામે પાકિસ્તાને વાંધો વ્યકત કરતા અંતે વિશ્વ બેન્કના 'તટસ્થ લવાદ' સમક્ષ આ પ્રશ્ન પહોંરયો હતો અને તાજેતરમાં નજીવા ફેરફારો સૂચવી આ તટસ્થ લવાદે પાકિસ્તાનના વિરોધને રદ કરી ભારતને બંધ માટે મંજૂરી આપી છે. વિવાદના ઉકેલની સ્પષ્ટ જોગવાઈ આ સમજૂતીમાં હોવા છતાં પાકિસ્તાન જેહાદ અને યુદ્ધની ધમકીઓ શા માટે આપી રહ્યું છે? પાકિસ્તાનને મળતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે એ સાચું પણ આનું કારણ ભારત દ્વારા થતી પાણીની ચોરી નથી. આ પરિસ્થિતિ માટે સ્પષ્ટતા કરતાં ભારતે વારંવાર જણાવ્યું છે કે ઘટતો જતો વરસાદ તથા હિમાલયના ગ્લેશિયરોમાં બરફ પીગળવાની પ્રક્રિયા ધીમી થતી રહી હોવાથી પાણીના જથ્થામાં ઘટાડો થતો રહ્યો છે, પરંતુ પાકિસ્તાનને આ દલીલ માન્ય નથી. તેનું માત્ર એક જ રટણ છે. ભારત તેને ફાળવવામાં આવેલી નદીઓ પર બંધો બાંધી પાકિસ્તાન જતા પ્રવાહોને પલટાવી તેના વિસ્તારોને ઉજજડ કરી નાખવાનું કાવતરું કરી રહ્યું છે. વાસ્તવમાં પિશ્ચમની ત્રણ નદીઓના ૨૦ ટકા પાણીના ઉપયોગનો જે અધિકાર ભારતને મળેલો છે તેનો પૂરો ઉપયોગ હજુ આપણે કરી શકયા નથી. આમ છતાં પાકિસ્તાન શા માટે ભારત પર પાણીના ચોરીનો આક્ષેપ કરી યુદ્ધ અને જેહાદની ધમકીઓ આપી રહ્યું છે? આ પરિસ્થિતિ માટે ત્રણ મહત્ત્વનાં કારણો છે: પ્રથમ તો ઇસ્લામિક ત્રાસવાદના પ્રસારણ માટે ઇસ્લામાબાદને સંપૂર્ણ જવાબદાર ઠેરવતો વિશ્વ જનમત પ્રબળ બનવા લાગતાં તે ભારે ભીંસ અનુભવી રહ્યું છે. ત્રાસવાદના મુદ્દાને પશ્ચાદભૂમિકામાં ધકેલી પોતે ભારતના નવા 'જળ આક્રમણ'નો ભોગ બની રહ્યું છે તેવું ચિત્ર ઉપસાવા માટે સરકારી તથા બિનસરકારી સ્તરે તેણે સિંધુ જળવિવાદને બરાબર ચગાવા માંડ્યો છે, પરંતુ બીજું કારણ તેના ખુદનું આંતરિક રાજકારણ છે. પાકિસ્તાનની શાસનવ્યવસ્થા પર પંજાબી નોકરશાહી તથા લશ્કરની લોખંડી પકડ છે. તેઓ સિંધ અને બલૂચિસ્તાનના ભોગે પંજાબને વધુ ને વધુ પાણી ફાળવતાં રહ્યા છે અને પરિણામે આ બે પ્રાંતો પંજાબ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા રહ્યા છે. આ આક્રોશને બીજી દિશામાં વાળવા પંજાબી વચસ્વવાળું શાસન પાણીની અછત માટે ભારત પર દોષનો ટોપલો નાખી રહ્યું છે. ત્રીજું કારણ એ પણ છે કે પાકિસ્તાનનો જળવ્યવસ્થા વહીવટ સમગ્ર એશિયામાં સાવ નબળો અને બિનકાર્યક્ષમ છે અને આ કારણે પાકિસ્તાનમાં જળસંકટનો ભય સતત વધતો રહ્યો છે. વધારામાં સિંધુના જળવિવાદને કાશ્મીર સમસ્યા સાથે સાંકળવામાં ઇસ્લામાબાદનો એક ગણતરીપૂર્વકનો વ્યૂહ છે. કાશ્મીર જેહાદના ઓસરી રહેલા પૂરમાં નવી ભરતી લાવવા પ્રશાસન હાફિઝ સૈયદ જેવા જેહાદીઓ પાસે એવો પ્રચાર કરાવી રહી છે કે કાશ્મીરમાંથી પસાર થતી નદીઓ એ પાકિસ્તાનની જીવનરેખા છે અને પાકિસ્તાનના અસ્તિત્વ માટે આ જીવનરેખાના ઊગમસ્થાન એવા કાશ્મીરને આઝાદ કરવા માટે ભારત સામે યુદ્ધે ચઢવાની અને જેહાદ છેડવાની ઘડી હવે આવી ગઈ છે! ૧૯૬૦માં પંડિત નેહરુ અને જનરલ અયુબ ખાન વચ્ચે થયેલી આ સિંધુ જળ વહેંચણી સમજૂતી કરવા પાછળ ભારતનો ઉદ્દેશ પડોશી દેશ સાથે શુભેચ્છા અને મૈત્રીનું વાતાવરણ ઊભું કરવાનો હતો, પરંતુ ૫૦ વર્ષોપછી પાકિસ્તાન આ સમજૂતીને કારણે જેહાદની ધમકીઓ આપી રહ્યું છે ત્યારે ભારતે આ સમજૂતીના ભાવિ અંગે પુનર્વિચારણા કરવી રહી. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment