[F4AG] ધર્મના સ્થાનકમાં મોત: વાંક કોનો?

 

ધર્મના સ્થાનકમાં મોત: વાંક કોનો?

Nagindas Sanghvi, Tad ne Fad
મેળાઓમાં અને ધર્મસ્થાનોમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવાનું આપણે શીખ્યા નથી. અનેક વખત હાડમારીઓ અને ત્રાસનો અનુભવ થયા પછી કુંભમેળામાં જે તે રાજ્ય સરકારો કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવતી થઇ છે. ત્રીજું અને સૌથી મોટું કારણ એ છે કે આપણા સમાજમાં શિસ્ત કે શાંતિનો સંપૂર્ણ અભાવ છે. આપણા સમાજને કાયદા પાળવાની ટેવ નથી અને કાયદો તોડનારને કશું નુકસાન થતું ન હોવાથી નિયમોનું અને શિસ્તનું પાલન કરવાનું આપણે શીખ્યા જ નથી.


religious placeમફતિયું ખાવા અને લેવા માટે થયેલા ધસારામાં લોકો - મોટા ભાગે વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ ચગદાઇ મરે તેવા પ્રસંગો આપણે ત્યાં નવી નવાઇના નથી. વરસે-દોઢ વરસે કોઇના કોઇ સ્થળે જામેલી ભીડ બેકાબૂ બની જાય છે અને પછી શરૂ થતી એકબીજાને હડસેલતી ભાગદોડમાં નબળા સબળાનું આવી બને છે.


મેળાઓમાં, ધાર્મિક આશ્રમો અને યાત્રાસ્થાનોમાં, રાજકીય આગેવાનોએ યોજેલા સમારંભોમાં અને રમત ગમત જેનાં સ્ટેડિયમોમાં બેસુમાર ગિરદી જામે છે અને વ્યવસ્થાનું નામનિશાન હોતું નથી. આવી ઘટના બને ત્યારે અખબારો અને ટીવી ચેનલો થોડો વખત કકળાટ કરે છે, તપાસ જાહેર થાય છે, મોટી રકમોનું વળતર ચૂકવવાની બુલંદ જાહેરાતો થાય છે. (આવા વળતર ભાગ્યે જ અપાય છે અને અપાય ત્યારે થોડાને જ મળે છે.) અને પછી બધું રાબેતા મુજબ ગોઠવાઇ જાય છે.


લોકો સરકારનો વાંક કાઢે છે. સરકાર સંયોજકો કે સંચાલકોને દોષી ઠરાવે છે અને આ બધા મળીને જનતાને ભાંડે છે. આવું અસંખ્ય વખત બનતું રહ્યું હોવાં છતાં તેના કારણ મીમાંસા કરવામાં આવતી નથી અને આવી ઘટનાઓ બનતી અટકાવવા માટેની નક્કર ઉપાય યોજના ઘડી કાઢવામાં અને તેનો અમલ કરાવવામાં કોઇને કશો રસ હોય તેવું દેખાતું નથી.


આવી ઘટનાઓ વારંવાર બને છે તેનું સૌથી મોટું કારણ આપણી ગરીબાઇ છે. આપણા દેશમાં ત્રીસ ટકા જેટલા એટલે કે લગભગ ત્રીસ કરોડ લોકોને દરરોજ પેટ પૂરતું ખાવા મળતું નથી. તેથી મફતમાં ખાવાનું મળી જવાની લાલચમાં લોકો ચોમેરથી ધસી આવે છે.


ભૂખના જેટલો જ અથવા કદાચ વધારે મોટો ભાગ અંધશ્રદ્ધા ભજવે છે. મંદિરોમાં, ધાર્મિક મેળાઓમાં, સંતો-મહંતોનાં દર્શન માટે લોકો ટોળાબંધ ઊમટે છે અને આપમેળે એકઠાં થતાં ટોળાઓનો અંદાજ અગાઉથી મળવાનું મુશ્કેલ હોય છે. આપણા ધર્મપુરુષો, મોટા ભાગના કહેવાતા સંતો અને મહંતો અતિશય સ્વકેન્દ્રી અને નિષ્ઠુર હોય છે. લોકોને લાંબો વખત ટટળાવીને પોતાનું મહત્વ સાબિત કરવામાં લોકોની હાડમારીનો ખ્યાલ કદી પણ રાખવામાં આવતો નથી.


મેળાઓમાં અને ધર્મસ્થાનોમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવાનું આપણે શીખ્યા નથી. અનેક વખત હાડમારીઓ અને ત્રાસનો અનુભવ થયા પછી કુંભમેળામાં જે તે રાજ્ય સરકારો કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવતી થઇ છે. ત્રીજું અને સૌથી મોટું કારણ એ છે કે આપણા સમાજમાં શિસ્ત કે શાંતિનો સંપૂર્ણ અભાવ છે.


આપણા સમાજને કાયદા પાળવાની ટેવ નથી અને કાયદો તોડનારને કશું નુકસાન થતું ન હોવાથી નિયમોનું અને શિસ્તનું પાલન કરવાનું આપણે શીખ્યા જ નથી. ગમે તેટલું મોટું ટોળું હોય અને ગમે તેટલી મોટી આફત હોય પણ લોકો શિસ્ત પાળે અને થોડી શાંતિ જાળવે તો આવી દુઘટર્નાઓ બનતી અટકી જાય.


ભારતમાં જનસંખ્યા એટલી અફાટ છે અને અકાળ મરણ એટલાં સહજ થઇ પડ્યાં છે કે માનવજીવનની કશી કિંમત જ રહી નથી. જાનહાનિના મોટા આંકડાઓથી આપણા પેટનું પાણી પણ હલતું નથી અને તે માટે દિલગીરી દર્શાવનાર અથવા દિલસોજી વ્યક્ત કરનાર મહાનુભાવો માત્ર ઠાલા શબ્દો ઠાલવતા રહે છે. તેમનામાં દિલગીરી કે દિલસોજીનો અંશ પણ હોતો નથી.


પ્રતાપગઢની ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નથી. આવું અનેક વખત બન્યું છે અને હવે પછી પણ બનવાનું છે કારણ કે આ દુઘટર્નાના મૂળમાં રહેલી જનતાની ગરીબાઇ, ભદ્રવર્ગની નિષ્ઠુરતા અને સમાજની શિસ્તહીનતા એકાદ દાયકા કે એકાદ સદીમાં સુધારી શકાય તેવું નથી.


આવું બને ત્યારે એકબીજા પર વાંક ઠાલવી દઇને આત્મસંતોષ લેવાને બદલે તેમાંથી થોડો બોધપાઠ લેવો જોઇએ. સમાજની નબળાઇ કે દોષનું કાયમી નિવારણ શકય ન હોય અને નથી ત્યારે આવી નબળાઇ અથવા દોષના પરિણામ ગળવા માટે કોશિશ કરવી જોઇએ. ટોળાં એકઠાં થાય તેવાં સ્થાનોએ મોટા ભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે પણ અવરજવર માટે અલગ અલગ રસ્તાઓ રાખવા.


આસપાસમાં મજબૂત વાંસ કે વાયરની વાડ ઊભી કરવી અને ભીડને એકઠી થતી અટકાવવા માટે જરૂરી નિયંત્રણો મૂકવાનું ફરજિયાત હોવું જોઇએ. યોગ્ય વ્યવસ્થામાં કચાશ રાખનાર આયોજકો અને સંચાલકો સામે ફોજદારી કાયદો લાગુ પાડીને તેમને તાબડતોબ શિક્ષા કરવી જોઇએ અને શિક્ષા થશે જ તેવો અહેસાસ તેમને કરાવવો જોઇએ.


આવાં પગલાં લેવાથી સુરક્ષા સંપૂર્ણત: મળી જશે તેની ખાતરી નથી કારણ કે આ બધા ઉપરછલ્લા ઉપાય છે અને રોગ નહીં પણ રોગનાં લક્ષણ અટકાવવાનો અખતરો છે.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...