નાણાંની માયા આજે કોને નથી?Kanti Bhatt માયાવતી ખુલ્લંખુલ્લા નોટોના હાર પહેરે છે પણ બીજાઓ નોટોના છૂપા હારડા સંઘરે છે 'પૈસો હાથનો મેલ છે'', 'મરો ત્યારે બંને હાથ ખાલી લઈને જવાનું છે', પૈસો જ બધા દુ:ખનું કારણ છે. તેવી ડઝનબંધ ડાહી કહેવતો છે- 'મની ઈઝ ડર્ટી, પીપલ વિથ મની આર ગ્રીડી, ધ લવ ઓફ મની ઈઝ રૂટ ઓફ ઓલ ઇવીલ' એવી સેંકડો વર્ષ જૂની અંગ્રેજી કહેવતો છે, પણ પૈસા વગર કોને ચાલ્યું છે? એકલા મારી પાસે પેપર મની, રીચ એન્ડ બી હેપ્પી, રિચીસ્તાન મની, મની, મની 'ધ સર્ચ ફોર વેલ્થ એન્ડ પરસ્યુટ ઓફ હેપીનેસ'... જેવા મથાળાવાળાં લગભગ રૂ.૨ લાખનાં પુસ્તકો છે. તે પૈસા વગર આવ્યાં ન હોત. યોગાસન સમ્રાટ બન્યા પછી રૂ.૪૦૦ કરોડના ધનસમ્રાટ બનેલા રામદેવસ્વામીને ધન વગર ચાલ્યું નથી. સિદ્ધિ વિનાયક અને તિરુપતિના દેવ તેમજ શ્રીનાથજી બાવા સૌથી ધનિક દેવતા છે. ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ અને બીજા બુઢિયા કોંગ્રેસીઓ સામે બળવો કર્યો ત્યારે સૌથી પહેલાં તેમને ચૂંટણી માટે ધનની જરૂર પડી હતી. મુંબઈના એક બિલ્ડરને એકાએક રાજકારણી બનવાનું મન થયું. દિલ્હીમાં ઇન્દિરા ગાંધીના બંગલે પહોંચી ગયા. છ લાખની પેટી આપી. ઇન્દિરાએ હાથ ન અડાડયો. એક રૂમ બતાવી ત્યાં સેંકડો પેટીઓ પડી હતી. કોઈ છ લાખ, બાર લાખ, બત્રીસ લાખ વગેરે આવી જ પેટીઓ હવે કોંગ્રેસીઓ આજેય ભેગી કરે છે. ભાજપે તો દેશ-પરદેશથી પેટી ભેગી કરી હતી. એ પછી જેની પાસેથી પેટીઓ છૂપે છૂપે મળી હતી તે મુંબઈના ધનપતિઓ જેનાં નામો ફોબ્ર્સ મેગેઝિનમાં દેખાય છે. તેની પાસે માયાવતીના નોટોના હારડાને 'શરમાવે' (?) તેટલા હારડાના હારડા કે છુપા છુપા ડુંગરો છે, જે સ્વિસ બ"ન્કો સુધી પણ પહોંચે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તમામ ટીવીચેનલો માયાવતીની નોટોની માયા ફરી ફરી- ફરી ફરી બતાવે છે. તે ટીવીવાળા માલિકોને પૂછો કે તમે ૩૦-૬૦-૯૦ સેકન્ડની જાહેરખબર માટે કેટલી નોટોના હારડા લો છો? માયાવતીએ તો અમારા હિન્દી મજનુઓની માફક 'ખુલ્લં ખુલ્લા કરેંગે' એ રીતે ઉઘાડી રીતે નોટોના હાર પહેર્યા હતા. તેમાં ખોટું શું છે? તમે બધા ગુપચુપ હારડા નહીં ડુંગર.... છો. પૈસા બાબતમાં સૌથી પ્રામાણિક હોય તો યહૂદીઓ છે. એક પુસ્તક મારી પાસે છે, તેનું નામ છે 'ધ કબાલા ઓફ મની,' એટલે કે યહૂદીઓને તેના ઇષ્ટદેવતાએ સોંપેલા કેટલાક જીવનના સિદ્ધાંતો. યહૂદી અગર તો તેના લગતા ધર્મવાળા ત્રણ-પ્રકારે તેનું ચારિત્ર્ય બતાવે છે. (૧) તેના કપ દ્વારા (કેટલી ભૂલ લાગે છે?), તેનાં ખિસ્સાં દ્વારા (તે કેટલો ધનિક છે?) અને તેના ગુસ્સા દ્વારા જે ધનિક છે તે જ ચારિત્ર્યવાન છે. માણસનું પાકીટ ભારે હોય તો જ તેની કિંમત છે. મુંબઈમાં ૪૦ વર્ષ પહેલાં મને મુરતિયા તરીકે એક ગ્રેજયુએટ કન્યા જોવા આવી. પત્રકાર છું કે શું વાંચુ છું કે મારા વિચારો કેવા છે તે પૂછવાને બદલે મારો પગાર પૂછેલો. પત્રકાર તરીકે 'જન્મભૂમિ'માં રૂ.૨૮૦ મળતા હતા તે કન્યાને રૂ.૩૫૦ મળતા હતા. હું રિજેક્ટ થયો. યહૂદીઓ અને બીજા વિદ્ધાનો કબૂલ કરે છે કે એ સાચું કે પૈસો હોવો તે બહુ સારી વાત ભલે ન હોય પણ પૈસો ન હોય તે તો બહુ જ બૂરામાં બૂરી વાત છે. આજે ૨૧મી સદીમાં જે બૂરામાં બૂરી કે ડટીર્માં ડર્ટી ચીજ છે તે પૈસો પાટે બેઠો છે. બર્નાર્ડ લીએટર 'મની...'ના પુસ્તકમાં લખે છે કે આપણે કહીએ છીએ કે મની ઈઝ ડર્ટી... સેકસ ઈઝ ડર્ટી... પણ આજે સેકસ અને મનીની વાતો જ બધે થાય છે. કેમ ગરીબ પ્રામાણિક રહેનારાના લિસ્ટ પ્રગટ થતા નથી અને રીચ-લિસ્ટ પ્રગટ થાય છે? મહિનાની ૧લી તારીખે કોઈ બાપુ, પ્રવનચકર્તા કે મંદિરના પૂજારીઓ પૂછતા નથી કે 'વ્હેર ઈઝ માય પે-પેકેટ' (અગર પે-ચેક),૧લી તારીખે સૌ મઘ્યમવર્ગી કે ગરીબ પગારના ચેકની રાહ જુએ છે. કારણ કે સ્કૂલમાં તેના બાળકને અંગ્રેજી માઘ્યમમાં ભણાવવો હોય તો ક્રિશ્વિયન સ્કૂલવાળા પ્રાથમિક વિધાર્થીનાં મા-બાપ પાસેથી રૂ.૨૦ હજાર કે ૨૫ હજારનાં ડોનેશન માગે છે. કથા બેસાડવી હોય તો રૂ.૧ લાખ રૂ.૫ લાખ કે રૂ.૧૦ લાખની ગેરંટી આપવી પડે. તિરુપતિમાં પ્રસાદ મફત મળતો, હવે પ્રસાદના લાડુ પણ પૈસા વગર મળતા નથી. પૈસા વગર જીવાતું નથી એ તો ઠીક પણ પૈસા વગર મરાતું પણ નથી. સ્મશાનમાં પ્રથમ પૈસા જમા કરાવવા પડે છે. ધનિકો, સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલો બંધાવે છે: પછી? પછી આ સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલો ખૂબ કમાતી થાય છે. હાર્ટ એટેક આવે તો ખિસ્સામાં રૂ.૧૦૦૦૦ હોય તો જ તેમાં એડમિશન મળે છે. ખ્રિસ્તીના દેવતા સંત પોલે લખેલું કે 'ધ લવ ઓફ મની ઈઝ ધ રૂટ ઓફ ઓલ ઇવીલ' તેના વારસદાર પાદરીઓનો સર્વે લંડનના ઓબ્ર્ઝવરના પત્રકાર પોલ ગુડમેને કર્યોહતો. તે જ વર્ષે ડો. માઇકલ નોવાક નામના પરણેલા પાદરીને જગવિખ્યાત 'ટેમ્પલગ્ન પ્રાઇઝ - ફોર પ્રોગ્રેસ ઈન રિલિજીયન'નું ઇનામ ઇગ્લેન્ડની રાણીને હાથે અપાયેલું. આવું ઇનામ મધર ટેરેસાને પણ મળેલું. બિચારી ટેરેસાને ખબર નહોતી કે તે ગરીબોને મદદ કરે છે તે પૈસા વગર થતી નથી. ડો.માઇકલ નોવાકને તેના પુસ્તક માટે જે ઇનામ મળેલું તેમાં લખેલું કે 'ગ્રીડ ઈઝ ગુડ.' પૈસાનો મોહ અને લોભ સારો છે... કારણ કે પૈસા થકી જ ગરીબને મદદ કરી શકાય... તમે ધંધો કરો... પૈસા કમાઓ કારણ કે ઈસુ ખ્રિસ્તને માટે તમારું પૈસાદાર થવું તે ખૂબ પ્યારું પ્યારું કામ છે... એનો અહેવાલ હજી (૧-૫-૧૯૯૪) મારી પાસે છે પછી અમેરિકાના વિદ્વાન ડો. હાર્વે ક્રોકસેએ એક લેખ લખ્યો- 'ધ માર્કેટ ઈઝ ગોડ' બજાર જ ઈશ્વર છે. શેરબજારમાં ઈશ્વરનો વાસ છે.હિન્દુઓ લક્ષ્મી દેવીને પૂજે છે... પૈસાને પૂજવો તેમાં ખોટું નથી...' કસ્ટમમાંના ભ્રષ્ટાચાર વિશે ૨૩ વર્ષ પહેલાં લખવા બદલ એક કસ્ટમ આ"ફિસરે મને ધધડાવ્યો. તમને ખબર છે? અમારા સિંધી લોકોમાં કસ્ટમ કે ઇન્કમટેકસમાં મુરતિયો નોકરી કરતો હોય તે પસંદ થાય છે? કસ્ટમમાં નોકરી કરે તે સોનાનાં ઈડાં મૂકતી મુરઘી જેવો (લાંચ કમાતો) છે. જવાહરલાલ નેહરુ અમેરિકા ગયા ત્યારે તેમના માનમાં ભવ્ય ભોજન સમારંભ યોજાયેલો ત્યારે નેહરુએ પૈસાના મોહને ખરાબ જણાવ્યો. જવાબમાં અમેરિકન પ્રમુખે કહ્યું, 'પૈસાની પેથોલોજી હુંય સમજું છું, પણ આ ભોજન સમારોહમાં અમેરિકાના જબ્બર અબજપતિઓ આવ્યા છે તમે આ કોકટેલ પીઓ છો તે ધનપતિની છે.' પ્રમુખ જેફરસને એ પહેલાં વહેલાસર કહેલું કે 'મની એન્ડ મોરાલિટી ઈઝ ધ પ્રિન્સિપલ ઓફ કમર્શિયલ નેશન.' આજે નૈતિકતા એ જ પૈસો છે. પૈસો એ જ નૈતિકતા છે. પૈસો બધું ખરીદી શકે છે. રોગને જિતાય છે,ચૂંટણી જિતાય છે, ખૂની ભાડે લઈ શકાય છે, લોકશાહીને પુન:સ્થાપિત કરવા ને માક્ર્સવાદને પલટાવવા નોટોનાં હારડાના હારડા જોઈએ. પૈસો મુક્તિ અપાવે છે. પૈસો કલા-કલાકારને ખરીદે છે. માયાવતીને હરાવવી હશે તો કોંગ્રેસને નોટોના છુપા છુપા હારડા જોઈશે. ટીવી પ્રચાર માટે રૂપર્ટ મુરડોકે અને અરુણ પુરીને મિનિટદીઠ નોટોના હાર પહેરાવવા પડશે.'સ્ટોરીઝ બિહાઇન્ડ એવરીથિંગ' નામના રીડર્સ ડાઇજેસ્ટના પુસ્તકમાં ૨૧૭મે પાને મ.પ્ર.ના વરરાજાને નોટોનો હાર પહેરાવેલો, ત્યારે૧-૧ની નોટોના હાર પહેરાવાતા. હવે ભારત માલદાર થયું છે કે માયાદાર થયું છે તે ૧૦૦૦ની નોટોના હારથી દુનિયા જાણશે તેમાં ખોટું શું છે? ચલણી નોટોના હાર ભારત માટે નવી વસ્તુ નથી. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment