ભારતીય સંસ્કૃતિના સાધુ કેવા હોવા જોઈએ?Kanti Bhatt છત્રપતિ શિવાજીએ સ્વામી રામદાસને ગુરુ તરીકે કેમ સ્વીકાર્યા હતા? મહર્ષિ શ્રી અરવિંદે 'વંદે માતરમ' માટે એક લેખ લખેલો પણ પ્રગટ ન થયો. ૧૦૨ વર્ષ પહેલાં લખેલું કે કોઈ સંતની પવિત્રતા જેટલી જ તલવારની શક્તિ પણ જરૂરી છે. સ્વામી રામદાસ વગર શિવાજી પૂર્ણ નહોતા, રામદાસ કે કોઈ પણ સાધુ-ગુરુ સામાન્ય માનવીથી માંડીને સમર્થોમાટે આજેય અનિવાર્ય છે. પંચતંત્રમાં તો સંત માટેનાં લક્ષણો લખ્યાં છે-તે સંયમવાળો હોવા જોઈએ, કઠણ પથારીમાં સૂવા જોઈએ, શરીરે પાતળો અને સૂક્ષ્મ ભોજન લેનારા હોવા જોઈએ. એ દ્દષ્ટિએ પ્રામાણિક-ગરીબ નોકર પણ સંત જ છે. આજકાલ ભારતના કુલ્લે ૪૫થી ૫૦ લાખ સાધુમાં ત્રણ-ચાર સાધુઓ સેક્સના લફરાવાળા નીકળ્યા તેથી આખા સાધુસમાજને ભાંડી ન શકાય. સાધુ સંસારી હોય, બ્રહ્મચારી હોય કે પ્રેમિકાઓવાળો હોય પણ ભારતીય સંસ્કતિમાં સાધુ અનિવાર્ય છે. કટારલેખક, સાહિત્યકાર કે પત્રકાર કે સાધુ સંસારી કે પરણેલો હોય તોય લફરાબાજ થઈ શકે છે. જોકે સાધુઓના કે સાધુતાના ન્યાયાધીશ થવાને બદલે આજે મારે વાચકોને કશીક નક્કર વાત અને ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસની પ્રેરણાદાયી કથા કહેવી છે. ઇન્દિરા ગાંધી,જવાહરલાલ નેહરુથી માંડીને રાજમાતા જીજાજી સુધી કોઈને સાધુ-ગુરુ વગર ચાલ્યું નથી. દરમિયાન ઓસ્કાર વાઇલ્ડનું સૂત્ર યાદ રાખીએ, 'ઓન્લી ડિફરન્સ બિટવિન ધ સેઇન્ટ અ"ન્ડ સીનર ઈઝ ધેટ એવરી સેઇન્ટ હેઝ એ પાસ્ટ એન્ડ એવરી સીનર હેઝ ધ ફયુચર.' ટૂંકમાં દરેક સંતના જીવનમાં ભૂતકાળ હોય છે પણ એક મહત્ત્વની વાત એ છે કે તમે જો પાપ કે ખોટાં કર્મોકર્યાં હોય તો તેને સુધારીને ભવિષ્યને ઊજળું કરી શકો છો. દુષ્કર્મોને યાદ કરીને દુ:ખી થયા કરવાનું નથી. આપણા સાધુસંતોથી વિદેશીઓ અને ખાસ તો વિદેશી ચિંતકો એટલા બધા આકર્ષાયેલા રહે છે કે પ્રયાગના કુંભમેળામાં બ્રાઝિલના મિસ્ટિક-રહસ્યવાદી પ્રો.પોલો-કોએલો આવેલા. એલાન ડબ્લ્યુ વોટસ નામના મહાન લેખક અને ફિલસૂફ ગુર્જેયફ જેવા રશિયન ઋષિએ પણ ભારતીય સાધુઓનાં દર્શન કરેલાં. બ્રાઝિલિયન ઋષિ પ્રો.પોલો કોએલોએ કહેલું, દરેક માનવીને 'મેગસ' થવું જોઈએ. મેગસ એટલે મેગ્નિફિસન્ટ અગર ડાહ્યો માણસ. ૬૩૮ વર્ષ પહેલાં ઘણા વિદેશીઓ ભારતના સાધુને મળીને મેગ્નિફિસન્ટ (અદ્ભુત) બનેલા. એમિયાનસ માર્સેલીનસ નામના ઇતિહાસકારે ૨૩૯૭ વર્ષ પહેલાં લખેલું કે પર્શિયાના રાજયકર્તાઓએ તેમનું જ્ઞાન-ડહાપણ હિન્દુસ્તાનના વિદ્વાન ગુરુઓ પાસેથી લીધેલું. છત્રપતિ શિવાજીના કેટલા બધા દુશ્મન હતા? તેમનું સામ્રાજ્ય ટકાવવું હતું એટલે તેમણે સમર્થ સ્વામી રામદાસને ગુરુ અને આઘ્યાત્મિક તેમજ રાજકીય માર્ગદર્શક તરીકે સ્વીકારેલા. તેમની ગાદી ઉપર સ્વામી રામદાસની પાદુકા રાખેલી. શિવાજીનું હિન્દુત્વ એક પ્રકારે સ્પિરિચ્યુઅલ-આઘ્યાત્મિક કક્ષાનું હતું. તેમના એક જ ગુરુ નહોતા. બીજા ઘણા સંતોમાં માનતા. સમર્થ રામદાસ સ્વામી, સંત તુકારામ, સંત ગોરાકુભાર, સંત નામદેવ એ બધા જ ભગવદ્ગીતાના મરાઠી સંસ્કરણવાળી જ્ઞાનેશ્વરી ગીતાના ભકતો હતા. સંત તુકારામ જીજાબાઈને સલાહ આપતા. ઇન્દિરા ગાંધી અવારનવાર દેવરાહબાબા અને જે. કષ્ણમૂર્તિ પાસે મૂંઝવણ વખતે જતાં. રાજમાતા જીજાજીને તેના પછી એક પરાક્રમી પુત્રની અબળખા હતી. સંત તુકારામે કહ્યું કે વ્રત લો. જ્ઞાનેશ્વરી વાંચો. પુત્રની ભાવના કરો. પંઢરપુરની યાત્રા કરો. આ બધી સાધના થકી શિવાજી જન્મ્યા. શિવાજી ગાદીના રક્ષક સાથે પ્રખર ગૌરક્ષક પણ હતા. હિન્દુત્વનો એક ભાગ ગૌરક્ષા છે જેની આજે ભાજપના કોઈ પણ નેતાને (મોદી સહિત) અક્કલ નથી. દરેક ગુજરાતી પ્રધાનને ઘરે ગાયો હોવી જોઈએ તે નથી. છટ્ટ. સ્વામી રામદાસ પોતે જ રામ અને હનુમાનના ભકત હતા. રામદાસ કહેતા કે માનવી એક યોદ્ધો પણ છે, તેણે હનુમાન જેવી શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તેમણે માનવમનનું વર્ણન કરતી ૨૦૫ કવિતા લખેલી. શ્રીરામ જય જય રામની ધૂન તેમણે પ્રચલિત કરેલી. ૧૬૦૬માં મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જાંબ ગામે જન્મેલા સ્વામી રામદાસનું સંસારી નામ નારાયણ સૂર્યાજીપંત કુલકણa ઠોસર હતું. બ્રાહ્મણ કુટુંબમાં માતા રાણુબાઈને પેટે જન્મેલા. રામદાસને બચપણથી જ ધર્મ-અઘ્યાત્મમાં રસ જાગેલો. રાણુબાઈએ તેમના ભાઈની પુત્રીના લગ્ન રામદાસ સાથે ગોઠવ્યાં પણ લગ્નવિધિ વચ્ચે જ રામદાસ ભાગી ગયા. તમને બધાને જાણ હશે કે હિન્દુની લગ્નવિધિમાં 'શુભ લગ્ન સાવધાન!' એમ પુરોહિત ગાંગરીને બોલે છે. જાણે રામદાસ ખરેખર સાવધાન થઈ ગયા. જંગલમાં પગપાળા રાત્રે ચાલતા હતા ત્યારે એક ગામડાના ખેડૂતને મોગલોએ મારીને ઝાડ સાથે લટકાવ્યો હતો તેનું મડદું અફળાયું. આ પ્રસંગ તેમને માટે અનેક રીતે ચોટદાર નીવડયો. લગ્ન ન કરવાનો સંકલ્પ લેખે લાગ્યો. મોગલો આ દેશ ઉપર રાજ કરે અને આપણે લગ્નના જલસા કરવા? તેમણે પોતાની જાતને અનેક રીતે કટિબદ્ધ કરવા નાસકિ નજીક પંચવટીમાં તપસ્યા કરી. શરીર મજબૂત બનાવ્યું. બાર વર્ષ સુધી ધાર્મિક ગ્રંથો વાંરયા. રોજ સૂર્યનમસ્કાર કરતા. સૂર્યનમસ્કાર થકી શરીરના તમામ મિજાગરા છૂટા થાય છે-ઓઇલ્ડ થાય છે. કહેવાય છે કે તે રોજ ૧૨૦૦ સૂર્યનમસ્કાર કરતા. તમે સૂર્યનમસ્કાર કોઈ પણ યોગશિક્ષક પાસે શીખી શકો છો. સ્વામી રામદાસે હનુમાનનાં બાર મંદિરો ઊભાં કર્યાં. ચાફળ મારુતિ, શિંગણવાડી મારુતિ, શાહપુર મારુતિ, બહે-બોગાંવના મારુતિ વગેરે. શિવાજી, રામદાસને ૩૩૬ વર્ષ પહેલાં મળ્યા. રામદાસને પરિવાજકને બદલે સજજનગઢમાં સ્થિર થવા કહ્યું. ૭૬ વર્ષની ઉમર સુધી સ્વામી જીવ્યા. ગોદાવરી નદીને કાંઠે તેમણે તપસ્યા કરીને ગાયત્રી મંત્રનો અખંડ જાપ કરીને ઘણી આઘ્યાત્મિક શકિત મેળવેલી. તેઓ પોતાની આ શકિત કદી વાપરતા નહીં પણ એક યુવાન સ્ત્રીનો પતિ મરી ગયો. તેનું દુ:ખ જોઈ ન શકવાથી તેના પતિને સજીવન કરેલો. આજે આ સંજીવની વિધાને પશ્ચિમના લોકો સ્વીકારે છે. રામદાસ બીજા ધર્મોના ટીકાકાર નહોતા, પણ ગૌપ્રેમ તેમજ હિન્દુ ધર્મના જરૂર પ્રચારક હતા. મહારાષ્ટ્રમાં હજારો જમીનદારો ધનિકો અને ખુદ શિવાજી મહારાજ તેમના ભકત હતા પણ રામદાસ ભિક્ષાપાત્ર લઈને ફરીને એક ટંક પૂરતું ભોજન મળે તે ખાતા. આ વાત શિવાજીને કાને ગઈ ત્યારે શિવાજીએ તેમનું આખું રાજ તેમને ચરણે ધરેલું. તે વખતે રામદાસે કમાલ કરી. શિવાજીને કહ્યું 'ચાલો મારી સાથે ભીખ માગવા... તમે માત્ર રાજયના ટ્રસ્ટી છો.' રામદાસે પ્રતીક તરીકે ગેરુઆ રંગની ચાદર ભેટ આપી તે સતત સાથે રાખવાનું કહ્યું અને શિવાજીએ જનતાના ટ્રસ્ટી બની રાજ કર્યું. આજના શાસકો ચૂંટાઈ સાંઢ બની જાય છે-ટ્રસ્ટી નહીં. પ્રજાને નબળી રાખી પોતાને મજબૂત કરે છે. રામદાસની મરાઠી ભાષાની શિખામણ રાજયકર્તા માટે છે-અખંડ સાવધાન અસાવેં, દુશ્ચિત કદાપિ નસાવે, તજવીજ કરીત બસાવેં-એકાંત સ્થળી, કાંહી ઉગ્ર સ્થિતિ સોડાવી, કાંહી સૌમ્યતા ધરાવી. ચિંતા પરાયી લગાવી-અંતર્યામી. માગીલ અપરાધ ક્ષમા કરાવે! અત્યંત ટૂંકમાં જરૂર પડે ત્યાં જ ઉગ્ર થાવું. બાકી સૌમ્ય રહેવું. બીજા લોકોની જ ચિંતા કરવી, અગાઉથી જ કોઈએ કરેલા અપરાધને માફ કરવો! |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment