[F4AG] આપણે ગિફ્ટ મેનિયાક બની ગયા છીએ?

 

આપણે ગિફ્ટ મેનિયાક બની ગયા છીએ?

Varsha Pathak
ગિફ્ટ મેળવવાનું બધાને ગમે અને સાચી લાગણી સાથે એની લેતીદેતી થાય, ત્યારે બંને પક્ષને આનંદ પણ થાય પરંતુ એનો અર્થ એવો તો નહીં કે આપણે હંમેશાં મટિરિયલ ગિફ્ટની અપેક્ષા રાખતા થઇ જઇએ. કોઇ આપણને મીઠું સ્માઇલ આપે, પ્રેમથી ભેટે એની કોઇ કિંમત નહીં?


couple'તને વીમેન્સ ડે પર શું ગિફ્ટ મળી?'


હમણાં આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ગયો, એના બીજે દિવસે બે સ્ત્રીએ મને આ સવાલ પૂછ્યો અને જવાબમાં 'કેવી ગિફ્ટ?' સાંભળીને એમાંથી એક જણે કહ્યું, 'મારા હસબન્ડે મને સલવાર-સૂટ ગિફ્ટ કર્યો.' અને બીજાએ બળાપો ઠાલવ્યો, 'મને પણ કોઇએ કંઇ આપ્યું નહીં.'


બંને સ્ત્રીએ જે કહ્યું, એના પ્રતિભાવમાં મને 'હં' સિવાય બીજું કંઇ બોલવાનું સૂઝ્યું નહીં. ન તો સલવાર-કમીઝ મેળવનારી માટે ખુશી ઊપજી કે ન તો બીજી સ્ત્રી માટે સહાનુભૂતિ થઇ. હા, મનના એક છાને ખૂણે જે લાગણી થઇ એ હતી થોડી ધૃણાની, થોડી દયાની. આંતરરાષ્ટ્રીય મહિલાદિનનું મહત્વ જે સ્ત્રી માત્ર એને મળેલી નાનીમોટી ગિફ્ટના આધારે આંકે, એને શું કહેવું?


સંસદમાં મોટી આશા અપેક્ષાઓની વચ્ચે એ દિવસે રજૂ થયેલા મહિલા વિધેયકના જે શરમજનક હાલહવાલ થયા એની સાથે આ બે ભારતીય નારીઓને જાણે કોઇ નિસ્બત નહોતી. લોકસભા અને રાજસભામાં બેઠેલા લુચ્ચા પુરુષ રાજકારણીઓએ દેશની લાખો સ્ત્રીઓના હોઠ સુધી પહોંચેલો સશક્તિકરણની તકનો પ્યાલો છીનવી લીધો, એની સામે આ બે સ્ત્રીઓને કોઇ ફરિયાદ નહોતી. એમનો રાજીપો અને નારાજગી માત્ર ઘરના પુરુષ અને પર્સનલ ગિફ્ટ પૂરતા સીમિત હતા.


આ કોઇ અભણ-અબુધ કહેવાય એવી મહિલાઓ નહોતી. બંને જણ પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે અને એક જણ પાટર્ટાઇમ જોબ કરે છે. હવે પ્રશ્ન એ થાય કે આ 'આજની મોડર્ન વુમન' છે?


જો કે પછી એ પણ વિચાર આવ્યો કે, કદાચ આ સ્ત્રીઓ શહેરમાં રહેતા કથિત મોડર્ન, એજ્યુકેટેડ મીડલ ક્લાસનું પ્રતીક છે, જેના માટે હવે કોઇ પણ દિવસ કે તહેવાર એ માત્ર ગિફ્ટ અને ગ્રિટિંગકાર્ડની લેતીદેતી માટેનો પ્રસંગ છે. આમાં સ્ત્રી-પુરુષ બધાની વાત છે.


આસપાસ નજર નાખો અને કહો તમને નથી લાગતું કે આપણે ગિફ્ટ-ઓરિએન્ટેડ સમાજનું સર્જન કરી રહ્યા છીએ? છાપું ખોલો કે ટીવી ચાલુ કરો કોઇને કોઇ મોડેલ તમને યાદ દેવડાવે કે પત્નીને પ્રેમ કરતા હો તો એને ફલાણું પ્રેશરકૂકર ભેટ આપો, બાળકો માટે લાગણી હોય તો એમને કમ્પ્યૂટર અપાવો, બહેનોને ચાહતા હો તો રક્ષાબંધનના દિવસે એને ગોલ્ડ જ્વેલરી આપો, ફાધર્સ ડે પર પપ્પાને સૂટ અને મધર્સ ડે પર મમ્મીને સાડી આપીને આદર્શ સંતાન તરીકે જાતને પુરવાર કરો અને હા, બર્થ ડે કે વેડિંગ એનિવર્સરી જેવા પ્રસંગે લાઇફ પાર્ટનરને સાચા દિલથી 'આઇ લવ યુ' નહીં કહો તો ચાલશે, પણ મોંઘી ગિફ્ટ આપવાનું ભૂલતા નહીં.


બીજા શબ્દોમાં કહો તો સામેવાળા પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે પૈસા ખર્ચવા જરૂરી છે. ખરેખર, આપણે લાલચુ થઇ ગયા છીએ? કે પછી દરેક ચીજનું માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ કરનારાઓના શોરબકોરની વચ્ચે આપણે ખુદની બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે?


અફકોર્સ, ગિફ્ટ મેળવવાનું બધાને ગમે અને સાચી લાગણી સાથે એની લેતીદેતી થાય, ત્યારે બંને પક્ષને આનંદ પણ થાય પરંતુ એનો અર્થ એવો તો નહીં કે આપણે હંમેશાં મટિરિયલ ગિફ્ટની અપેક્ષા રાખતા થઇ જઇએ. કોઇ આપણને મીઠું સ્માઇલ આપે, પ્રેમથી ભેટે એની કોઇ કિંમત નહીં?


અધૂરામાં પૂરું હવે માત્ર ગિફ્ટ આપવાથી નથી પતી જતું. તમારા પ્રેમની કિંમત, તમે આપેલી ગિફ્ટના પ્રાઇસટેગ પરથી મપાય છે. મારી મમ્મી એના બાળપણની એક વાત વારંવાર વાગોળતી- 'રક્ષાબંધન આવવાની હોય એના બે-ત્રણ મહિના અગાઉથી મારો નાનોભાઇ પોતાની રીતે એક-એક બે-બે પૈસા ભેગા કરવા લાગતો અને એને રાખડી બાંધું ત્યારે મને પ્રેમથી આપતો.'


મારી એ મમ્મી અને મામા હવે નથી રહ્યા પણ રક્ષાબંધનના પંદર દિવસ અગાઉથી 'બહેનને શું આપશો?' વાળી જાહેરખબરોના ઢોલ પીટવાના શરૂ થઇ જાય ત્યારે આંખ-કાન બંધ કરીને એવી કલ્પનામાં રાચવું ગમે કે હજીયે દુનિયાના ખૂણે એવો નાનકડો ભાઇ વસતો હશે જે આ દિવસ માટે પોતાના પોકેટમની કે મહેનતાણામાંથી થોડા થોડા સિક્કા જમા કરતો હશે.


અને હા, હવે તો એવું સપનું પણ જોઉ છું કે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિને પેલી બે સ્ત્રીઓ પતિ તરફથી મળેલી-નહીં મળેલી ગિફ્ટને બદલે પોતે હાથ ધરેલી કોઇ નવી પ્રવત્તિ વિશે વાત કરતી હશે. કદાચ વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડવાનું પ્લાનિંગ કરતી હશે અને એમના ઘર-ઓફિસની બહાર બોર્ડ માર્યું હશે કે, 'ભેટસોગાદનો અસ્વીકાર માટે ક્ષમા કરશો.'


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...