બે વ્યક્તિના સંબંધનો પાયો : પ્રેમKanti Bhatt અમેરિકાએ ફ્રી લવ, પ્રિમેરિટલ સેક્સ કે કમિટમેન્ટ વગરના સંબંધોનાં દુષ્પરિણામો જોયાં છે ઓસ્ટ્રિયન કવિ રેઈનર મેરિયા રિલ્કેએ પ્રેમ બાબતમાં ૧૧૦ વર્ષ પહેલાં કહેલું કે પ્રેમમાં કોઈને બંધનમાં નાખવા કરતાં પ્રેમી પાત્ર પર નાખેલી પ્રેમની લગામમાં અવારનવાર ઢીલ વેઠવી જોઈએ. તો જ પ્રેમનું બંધન મજબૂત થાય છે. પ્રેમીઓએ પ્રેમમાં પડીને જગતનો પડકાર ઝીલવાનો હોય છે કારણ કે આ જગતમાં પ્રેમને ઘણા લોકો એબ્નોર્મલ માને છે. હંમેશા જગતમાં ઉમદા કાર્યોને પાર પાડવામાં અનેક વિધ્નો આવે છે. પ્રેમ એક ઉમદા સમજ છે. તેમાં વિધ્નો આવવાનાં જ. સેક્સ પણ વિધ્ન બની શકે જો પ્રેમનો મતલબ માત્ર સેક્સ જ હોય તો! પ્રેમમાં જે બીજાં વિધ્નો આવે તેને પરસ્પર સમજીએ તો પ્રેમમાં પાર પડાય છે. કવિ રિલ્કેએ પ્રેમની બાબતમાં લખેલું કાવ્ય કાંઈ માત્ર પોથીનું વાક્ય નહોતું. તેણે જોયેલું કે લગ્નનું બંધન ઘણી વખત યુઝલેસ હોય છે. તેમના પિતા માત્ર સરકારી નોકર હતા. તેમની માતા એક 'ઉમદા' કહેવાય તેવા ધનિક કુટુંબની પુત્રી હતી અને તેણે આ સરકારી પંતુને પરણવું પડેલું તે માટે અંદરથી ખીજાયેલી હતી. આડા સંબંધ કરતી આવી પ્રેમહીન હાલતમાં કવિ ઉછર્યા. માતાએ ગરીબ પિતાને છોડી દીધા. આ હાલતમાં કવિ રિલ્કેમાં સર્જકતા ખીલી ઊઠી. તે કવિ બન્યા. જર્મન શહેર મ્યુનિકમાં તેમની સર્જકતાને પૂરી દાદ મળી. તેમણે નક્કી કર્યું કે માતા-પિતા જેવાં લગ્ન નહીં હોવાં જોઈએ. ૨૨ વર્ષની ઉમરે તો તે કવિ તરીકે ઘણાના હૃદયમાં જડાઈ ગયેલા ત્યારે લાઉએન્ટિ્રયાસ સલોમી નામની એકદમ સેકસી પણ સંયમી રશિયન જનરલની કાવ્યપ્રેમી પુત્રીના સંપર્કમાં આવ્યા. લાઉ જુવાન હતી ત્યારે ઘણા મજનૂઓ તેની પાછળ પડયા. તે બધાને સેક્સમાં રસ હતો. અરે , ફ્રેડરિક નિત્સે નામના ફિલસૂફ પણ લાઉ પર લટ્ટé થયેલા. આખરે લાઉ એક ઉદાર હૃદયવાળા જર્મન પ્રોફેસરને પરણી ત્યારે કવિ રિલ્કેનો પરિચય થયો. રિલ્કેનો લાઉ સાથેનો પરિચય અને પરિણય તેના જીવનનો ટિર્નંગ પોઈન્ટ બન્યો. ગુજરાતી કવિઓ પ્રેમમાં પડીને કોઈ હિંમત કરતા નથી અને ટ્રેજેડીવાળાં કાવ્યોનાં જોડકણાં કરીને કાવ્યમૈથુન કરે છે. તેવું કરવાને બદલે લાઉ અને રિલ્કે ગજબના પ્રેમમાં પડયાં. રિલ્કેએ લખ્યું છે - 'લાઉ મારી મિસ્ટ્રેસ જ નહોતી, મારી પ્રેરણાદાત્રી પણ હતી. તેના પરિણય પછી મારી સર્જકતા ખીલી, હું વધુ અભ્યાસુ બન્યો. લાઉએ મને ઘણા દેશો બતાવ્યા. વ્યવહારુ કારણસર અમારો રોમાન્સ અને સેક્સસંબંધ સમાપ્ત થયો પણ મરતા સુધી લાઉ મારી મિત્ર બની રહી.' કવિના જીવનનો અંત પણ કાવ્યમય હતો. રિલ્કેને કોઈએ પાંદડાં અને ડાળી સહિતનું ગુલાબ ભેટ આપ્યું. એ છોડ લેવા જતાં ગુલાબના કાંટાથી રિલ્કે ઘવાયા. પછી બ્લડ- પોઈઝનિંગ થયું અને તે મરી ગયા! કેટલીક વખત ગુલાબ ઉર્ફે પ્રેમ પણ કાતિલ નીવડે છે! રિલ્કેની વાત એટલા માટે યાદ આવી કે સુપ્રીમ કોર્ટે એક નખરાળી સ્ત્રીના કેસમાં જજમેન્ટ આપ્યું કે ''કુંવારી હાલતમાં કરેલું સેક્સ કે લગ્ન કર્યા વગર સાથે રહેવાની ગોઠવણ ગેરકાનૂની નથી.'' એ સ્ત્રીએ પછી લગ્ન પહેલાં રાધા-કષ્ણના સંબંધના તદ્દન લોજિક વગરની વાત કરેલી. એ પ્રેમ ઉચ્ચ કોટીનો હતો. જવાબદારીવાળો હતો. આજે પ્રેમ વગર સેક્સ થાય તો બંધન વગર થાય છે. માત્ર સેક્સની મઝા લેવા જ કુંવારી હાલતમાં સેક્સ થાય છે. એ વાતમાં કષ્ણ-રાધાને લાવીને બુદ્ધિનો વ્યભિચાર કર્યોછે. અમેરિકામાં જેને પ્રિમેરિટલ સેક્સનો વાયરો વાયો કહે છે તેને ''સેકસ્યુઅલ રિવોલ્યુશન'' લેખીને ક્રાંતિ શબ્દને સાવ હલકો કરી નાખ્યો છે. ૧૯૬૦ના દાયકામાં અમેરિકામાં સ્ત્રીઓમાં ભણતર વઘ્યું તેના કરતાં સમૃદ્ધિ વધુ વધી પછી સેક્સની ક્રાંતિને નામે વ્યભિચાર વઘ્યો છે. જોકે તે ૧૯૬૦થી નહીં પણ ૧૯૨૦ના દાયકામાં જ ફ્રોઈડના સમયથી ચાલુ થયો.પછી 'ફ્રી લવ' 'લવ-આઉટસાઈડ, મેરેજ' 'લિવ ઈન રિલેશન' 'કો - હેબિટેશન' ટ્રાયલ મેરેજ વગેરે શબ્દો આવ્યા અને આજે અમેરિકા તેનાં દુષ્પરિણામો ભોગવે છે. અફઘાનિસ્તાન, ઈરાન, મોરોકકો, પાકિસ્તાન, સાઉદી, સિરિયા,યમન, દુબઈ, સુદાન અને સોમાલિયાના અમુક ભાગમાં લગ્ન પહેલાંના સેક્સને ફોર્નિકેશન (વ્યભિચાર) ગણીને તેને ગુનો ગણાય છે અને જો હિન્દુએ કુંવારી-મુસ્લિમ છોકરી સાથે છીનાળું કર્યું હોય તો શિરોચ્છેદ, સુપ્રીમ કોર્ટે પ્રિમેરિટલ સેક્સ કે ઈવન એડસ્ટરી (આડો સંબંધ) કે લિવ-ઈન-રિલેશન (પરણ્યા વગર પરસ્પર કરાર સાથે સંમતિ સાથે રહેવું)ને ગુનો ગણ્યો નથી. સુપ્રીમ કોર્ટ તો કાનૂનને માત્ર વળગે છે પણ આપણા સમાજના નીતિનિયમો તદ્દન જુદા છે. અમેરિકાનાં સોળ રાજ્યોમાં કુંવારી હાલતના સેક્સને ગુનો ગણ્યો નહોતો. આપણા પટેલો, જૈનો, વૈષ્ણવો અને સુરતીઓ અમેરિકાના નાગરિક બન્યા છે તે હજી ય આવા કાનૂની રીતે મંજૂર થયેલા છીનાખાનો લાભ લેતા નથી. તુર્કી જેવા મુસ્લિમ દેશોમાં ભણતર અને સમૃદ્ધિ વઘ્યાં છે. મલેશિયામાં સમૃદ્ધિ વધી છે પણ ત્યાં માત્ર હિન્દુઓ માટે લગ્ન બહારનું સેક્સ કે કુંવારું સેક્સ ગુનો બનતું નથી. આ ત્રણ દેશોમાં કુંવારુ સેક્સ એ ગુનો નથી. ફ્રાંસમાં તો લોકો સેક્સ બાબતમાં હરાયા ઢોર જેવા છે. અગર કહો કે કૂતરા- કૂતરી જેવા છે. ત્યાં અને અમેરિકામાં છીનાળાં કરેલી સ્ત્રી પણ પ્રમુખપદ માટે ચૂંટણીમાં ઊભી રહે છે. અગર તો પૂર્વના વેશ્યાજીવનવાળી સ્ત્રી ફ્રેંચ પ્રમુખની પ્રેમિકા બને છે. મેં ઘણી વાર ૪૦ વર્ષથી સતત બે મહાન ફિલસૂફ અને અસ્તિત્ત્વવાદી ફિલસૂફ જયાં પાલ સાર્ત્ર અને તેની પ્રેમિકા સિમોની દ બિવોવરની વાત લખી છે. સિમોની બિવોવર લગ્નને ખતરનાક પ્રથા ગણાવે છે. તેના પુસ્તક ''ધ સેકન્ડસેક્સ''ની ૧૯૪૯માં ૨૨૦૦૦ નકલો વેચાઈ પછી આજ સુધીમાં ૫૦ લાખ નકલો વેચાઈ છે. ફ્રાંસમાં ગર્ભપાતની છૂટ માટે સિમોનીએ ચળવળ કરી હતી. તેણે પોતે જુદા જુદા ફ્રેન્ચ સાહિત્યકારો સાથે ફ્રી લવ કરીને ત્રણ વખત ગર્ભ પડાવ્યા હતા. લગ્ન કર્યા વગર બંને ફિલસૂફો સાથે રહી સેક્સ કરતા અને પછી પોતપોતાના બીજા પ્રસંશકો સાથે પણ સેક્સ કરતા. આપણો ગુજરાતી સમાજ, સુપ્રીમ કોર્ટ છૂટ આપે કે ન આપે કદી જ કુંવારી હાલતમાં સેક્સને મંજૂર કરતો નથી. અરે છૂટાછેડાની છૂટ છે છતાં મા-બાપ દીકરીને શિખામણ આપે છે કે ''બેટા ગમે તેવા પણ લગ્ન નિભાવી લે. તારે કોઈની સાથે પ્રેમ હોય તો પ્રેમ કર પણ લગ્ન નિભાવી લે''! એટલે કે આપણો સમાજ દંભી છે પણ એ દંભ આજે જરૂરી છે કારણ કે અમેરિકાએ ફ્રી લવ કે પ્રિમેરિટલ સેક્સ કે બીજાં લગ્નના કમિટમેન્ટ વગરના સંબંધોનાં દુષ્પરિણામો જોયાં છે. એમાં ગર્ભનિરોધક પિલ્સની શોધે તો દાટ વાળ્યો છે. મુંબઈ જ નહીં આજે ગામડાંમાં ગ્રેજ્યુએટ થઈ અમરેલીમાં સારો મુરતિયો ન મળ્યો હોય તેવી કન્યા પિલ્સ વાપરીને યૌવનની મઝા લઈ લે છે. દુષ્પરિણામ એ છે કે યુરોપ, અમેરિકામાં સેક્સને લગતા રોગો, એઈડ્ઝ, પરમિયો, અને બીજા રોગો તેમજ છૂટાછેડા વઘ્યા છે. ત્રણમાંથી બે લગ્નો અમેરિકામાં નિષ્ફળ જાય છે. ટિનેજર છોકરીઓ સ્કૂલ કે કોલેજમાં ભણે છે તેમાંની ૬૦ ટકા ગર્ભવતી (પિલ્સ મળે છે છતાં) થઈ જાય છે. ડાયવોર્સ ડબલ થાય છે. એને સેક્સ્યુઅલ ક્રાંતિ કહે છે! તેવી ક્રાંતિ પછી માત્ર માતા કે પિતા સાથે રહેનારાં બાળકોનાં કુટુંબોની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે. સેક્સમાં આપણો પોતપોતાનો નિયમ હોવો જોઈએ. સેક્સમાં સંયમ અને સંયમ નહીં તો પૂર્ણ જવાબદારીવાળું સેક્સ. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment