[F4AG] દરિદ્રનારાયણોની સેવા વિના નારાયણ ન મળે

 

દરિદ્રનારાયણોની સેવા વિના નારાયણ ન મળે

Jitendra Dave
દરિદ્રનારાયણોની સેવાનો રસ્તો રાજકારણમાંથી પસાર થતો ગાંધીજીએ જોયો. આથી એમનું સંતપણું એમને રાજકારણમાં લઈ ગયું.gandhiji


ગાંધીજી સંતપુરુષ ગણાય છે અને વળી રાજકારણી પણ ગણાય છે. સામાન્યત: સંતપુરુષો રાજકારણમાં પ્રવેશ કરતા નથી- બલકે રાજકારણથી દૂર જ રહે છે. અને સામે પક્ષે એવું ય કહેવાય છે કે રાજકારણી પુરુષ કયારેય સંત હોઈ શકે નહીં. તો પરસ્પર વિરોધી ગણાતી બે આગવી પ્રતિભાઓ ગાંધીજીએ તેમનામાં કેવી રીત પ્રગટાવી હશે? ચાલો, જરા વિચાર કરીએ.


ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધીનો એક લેખ હિંદુસ્તાન ટાઇમ્સના શનિવાર તા. ૨૭-૨-૨૦૧૦માં પ્રગટ થયો છે, જેમાં આપણા દસમા પ્રેસિડેન્ટ કે.આર. નારાયણનનો ઉલ્લેખ કરાયો છે. ૧૯૪૫માં જ્યારે કે.આર. નારાયણન ૨૫ વર્ષની ઉંમરના હતા અને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' મુંબઈમાં સેવા બજાવતા હતા, ત્યારે એમને ઇકોનોમિક્સના વધુ અભ્યાસાર્થે લંડન ભણવા જવાની ટાટાની સ્કોલરશિપ મળી હતી.


મહાત્મા ગાંધી એ દિવસોમાં મુંબઈમાં હતા એટલે લંડન જતાં પહેલાં ગાંધીજીને મળવા નારાયણન બિરલા હાઉસ ગયા હતા. ગાંધીજી સાથેની વાતચીતમાં એમણે કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેમાંનો એક પ્રશ્ન એ હતો કે 'કોઈ હરિજન પરદેશમાં રહીને પોતાના દેશ અને જ્ઞાતિની સેવા કેવી રીતે કરી શકે?


ગાંધીજીએ ઉત્તર આપ્યો હતો : 'એકની સેવા કર્યા વગર બીજાની સેવા નહીં કરી શકાય.'ગાંધીજીના આ વિધાનમાં ધર્મ વિશેનું એમનું ચિંતન પ્રગટ થાય છે. એમનું લક્ષ્ય હતું- બ્રહ્મને પામવું. એમણે જોયું કે દરિદ્રનારાયણોની સેવા કર્યા વગર નારાયણની પ્રાપ્તિ થઈ શકશે નહીં. દરિદ્રનારાયણોની સેવાનો રસ્તો રાજકારણમાંથી પસાર થતો એમણે જોયો.


આથી એમનું સંતપણું એમને રાજકારણમાં લઈ ગયું. સ્વાતંત્ર્ય સંગ્રામની વ્યૂહરચના એવી તો કરી કે ભલભલા ગોરા હાકેમ મોઢામાં આંગળાં નાખી જોતા રહી ગયા. પણ આપણે ખાસ એ નોંધવાનું કે આ બધું એમણે 'સંતપણું' જાળવીને કર્યું. સત્ય, અહિંસા, પ્રેમ- એમના કાયમનાં સાધન રહ્યાં. એટલે જ એ અંગ્રેજોને ખૂંખારીને કહી શકતા કે 'અમે આ જોરાવર સરકારની તાકાતને પડકારી રહ્યા છીએ. કારણ એની પ્રવૃત્તિને અમે કેવળ દુષ્ટ અને અમંગળ માનીએ છીએ.


અમે આ સરકારને ઊથલાવી પાડવા માગીએ છીએ.' (યંગ ઇન્ડિયા- તા. ૧૫-૧૨-૧૯૨૧). સરકાર સામે બળવો પોકારવા માટેના આનાથી વધારે આકરા શબ્દ આપણને બીજે કશે વાંચવા મળશે નહીં. દાંડીકૂચ શરૂ કરતાં પહેલાં સરકાર સાથે કરેલા પત્રવ્યવહાર અંગે ગાંધીજીએ જાહેરમાં ખુલાસો કરતાં કહ્યું હતું : 'પગે પડીને મેં જ્યાં ખાવાનું માગ્યું ત્યાં ભાણામાં પથરા મળ્યા.' અંગ્રેજ શાસન માટે આવા આકરા અને હૃદયને હચમચાવી દે તેવા ઉદ્ગાર કાઢનાર ગાંધીજીને લોકોએ બાપુ કહીને સાદર અપનાવી લીધા હતા.


ગાંધીજી માત્ર એક સંત પુરુષ તરીકે જ રહ્યા હોત તો અંગ્રેજોને કોઈ વાતની ચિંતા રહી ન હોત, પણ તીક્ષ્ણબુદ્ધિ ધરાવતા અને રાજકીય વ્યૂહરચનાના નિષ્ણાત મુત્સદ્દી એવા ગાંધીજીને દાબમાં રાખવું અંગ્રેજ રાજકારણીઓ માટે મુશ્કેલ બની ગયું હતું. અંગ્રેજોના હિંસક બળનો પ્રતિકાર સત્ય, અહિંસા અને પ્રેમથી કર્યો અને હિંસાને લગભગ બુઠ્ઠી બનાવી દીધી. ત્યારે જ તો કવિએ ગીત રચ્યું:-

દે દી હમેં આઝાદી,
બિના ખડગ, બિના ઢાલ,
સાબરમતી કે સંત તુને
કર દીયા કમાલ.
(ક્રમશ:)


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...