[F4AG] ભૂખ્યું પેટ એટલે ડાયાબિટીસને આમંત્રણ

 

વ્યક્તિની જીવનશૈલી બ્લડશુગર વધારવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ ગણી શકાય. સ્ટ્રેસ, ચિંતા, કામના કલાકો અને ભાગદોડ વધુ હોય એમ બ્લડશુગર હાઈ હોવાની શક્યતાઓ વધે છે.
 
ઘણા લોકો એમ માનતા હોય છે કે અકરાંતિયાની જેમ ખાવાથી જ ડાયાબિટીસ થાય પરંતુ જો તમને સળંગ છ સાત કલાક સુધી કંઈ ન ખાવાની આદત હોય તો પણ લોહીમાં શુગરનું પ્રમાણ વધઘટ થઈ શકે છે.
મેઘનાબહેનની ફરિયાદ હતી કે મને ડાયાબિટીસ ન હોઈ શકે મારું વજન તો પ્રમાણસર છે. છતાં મારા રિપોર્ટમાં ડાયાબિટીસ કેમ આવ્યો? તમે ફરીથી ડાયાબિટીસનો ટેસ્ટ કરીને મને કહો.
મેં તેમને સમજાવ્યાં કે વજન અને ડાયાબિટીસને તમે માનો છો એટલું બધું સગપણ નથી. માટે એવી ભ્રમણામાં ન રાચશો. તમે બધાં પણ મેઘનાબહેનની જેમ ડાયાબિટીસને લગતી જુદી જુદી ગ્રંથિઓમાં અટવાયા હો તો આજનો લેખ તમારે વાંચવો જ રહ્યો.
યુકેમાં  આવેલી કેમ્બ્રિજ ઇન્સ્ટિટયૂટ ફોર મેડિકલ રિસર્ચના વૈજ્ઞાાનિકોએ એક ખાસ તારણ કાઢયું છે. તેઓ કહે છે કે લાંબા સમય સુધી જે લોકો ભૂખ્યા રહે છે અને પછી અકરાંતિયાની જેમ ખોરાક પર તૂટી પડે છે તેઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. એ હકીકત છે કે મેદસ્વી સ્ત્રીઓને કે પુરુષોને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. પરંતુ સપ્રમાણ કે પાતળો બાંધો ધરાવતી વ્યક્તિ પણ જો ખોટી લાઇફસ્ટાઇલ અપનાવે તો તેમના માથે પણ ડાયાબિટીસનું જોખમ એટલું જ રહે છે.
ડાયાબિટીસ તમારા માથે દસ્તક દઈ રહ્યો છે કે નહી તેને ઓળખવાનાં કેટલાંક લક્ષણો છે
તમે ભરપેટ જમ્યા હો છતાં તમને ભૂખ લાગતી હોય.
ભરપેટ જમ્યા છતાં પણ વજન ઊતરી રહ્યું હોય.
વારંવાર પાણી પીવાની ઇચ્છા થાય.
વારંવાર યૂરિન જવું પડે
અતિશય થાક તથા નબળાઈ અનુભવાય.
પગમાં ઝણઝણાટી થયા કરે
પડવા વાગવાથી લાગેલો ઘા લાંબા સમય સુધી રુઝાય નહીં.
આ બધાં જ લક્ષણ તમે અનુભવી રહ્યા હો તો તુરંત બ્લડશુગર ચેક કરાવો.
બ્લડ શુગર લેવલ એટલે શું?
વ્યક્તિ જે પણ ખોરાક ખાય તેનું શક્તિમાં રૂપાંતર થતું હોય છે. તે એનર્જીમાં ફેરવાય તે પહેલાં તે ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ લોહીમાં હોય તેને બ્લડશુુગર લેવલ કહે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ વપરાયા વિનાનો પડી રહે છે ત્યારે તેનું  પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે. મોટા ભાગે જમતાં પહેલાં એટલે કે ભૂખ્યા પેટે લોહીનું પરીક્ષણ કરાવવામાં આવે છે. એ વખતે જો શુગરનું પ્રમાણ ૧૦૦ મિલીગ્રામ કે એનાથી ઓછું હોવું જોઈએ. જમ્યા પછી બે કલાક પછી લોહીનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે ૧૪૦ મિલીગ્રામ કે તેનાથી ઓછું હોવું જોઈએ.
ભૂખ્યા પેટે તમારા લોહીમાં ૧૨૬ મિલીગ્રામથી વધુ ગ્લુકોઝ હોય અથવા તો જમ્યા પછી ૨૦૦ મિલીગ્રામથી વધુ ગ્લુકોઝ હોય તો તમે ડાયાબિટીસના વ્યાધિનો ભોગ બનેલા છો.
થોડી માત્રામાં શુગર વધે તો શરૂઆતમાં ડાયાબિટીસનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. પરંતુ ૨૦૦ કે ૨૫૦ જેટલી શુગર વધી જાય તો ડાયાબિટીસને લગતી તકલીફો શરીરમાં ઘર કરી જાય છે. લાંબા ગાળે આંખો, કિડની અને હ્ય્દયની કાર્યક્ષમતા જોખમાય છે.
ડાયાબિટીસના કારણે વ્યક્તિ કોમામાં સરી જાય તેવું પણ બને.
ફંગલ ઇન્ફેક્શન વારંવાર થાય, ઘા રુઝાય નહીં. અને ઘાનો સડો વધતો જાય ને વધુ ઊંડો થતો જાય તો એ હાડકાં સુધી પહોંચે છે.
હાઈ બ્લડશુગરથી બચવા માટેની ટિપ્સ
ખોરાકમાં ૬૦ ટકા કાર્બોહાઈડ્રેટ્સ, ૨૫થી ૩૦ ટકા ફેટ અને ૧૦થી ૧૫ ટકા પ્રોટીન લો. રેસાવાળું અને ધીરે ધીરે પાચન થાય એવું કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સ લો.
રોજ ૨૫ થી ૩૦ મિનિટ માટે જોગિંગ, સાઇકલિંગ કે વર્કઆઉટ કરો. અથવા તો એક કલાક ચાલો.
નિયમિત સમયે જમી લો. ક્યારેય ભૂખ્યા ન રહો. ફાસ્ડફૂડ પર કન્ટ્રોલ કરો.
શુગરથી ભરપૂર એટલે કે સાદો કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતી ચીજો જેવી કે ચોકલેટ્સ, આઇસક્રીમ, મીઠાઈ સોફ્ટ ડ્રિન્ક બને તેટલું ટાળો.
બ્લડશુગર વધવાનાં કારણો...
૧. વ્યક્તિની જીવનશૈલી બ્લડશુગર વધારવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ ગણી શકાય. સ્ટ્રેસ, ચિંતા, કામના કલાકો અને ભાગદોડ વધુ હોય એમ બ્લડશુગર હાઈ હોવાની શક્યતાઓ વધે છે.
૨. વધારેપડતી ચરબી એટલે કે ઓબેેસિટી- વ્યક્તિનું વજન ઉંમરના પ્રમાણમાં ખૂબ જ વધારે હોય. ખાસ કરીને પેટના ભાગની ચરબી તો ઉતારવી જ જોઈએ.
૩. ખોરાકમાં અનિયમિતતાઃ  વ્યક્તિ અચાનક ખૂબ જ ખાવા લાગતી હોય તો ક્યારેક ખાસ કરીને છોકરીઓ ચરબી વધતા એકદમ ડાયટિંગ પર  ઊતરી જતી હોય છે અને ઘણા દિવસો સુધી ભૂખી રહેતી હોય છે.
૪. તે સિવાય જોબ કરતી યુવતીઓ મોડી રાત્રે જમતી હોય છે.  અને જમીને તરત જ સૂવાનો ક્રમ હોેય તો પણ ચરબી વધતી રહે છે.
૫. ફાસ્ટ ફૂડ, હાઈ કેલરી, હાઈ ફેટ,અને કોલેસ્ટરોલથી ભરપૂર ખોરાક ખાવો. પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો ન મળવાં.
૬. બેઠાડુ જીવનઃ મોટા ભાગની ગૃહિણીઓ હવે નોકરી કરતી હોવાથી અમુક પ્રકારનાં કામ જાતે કરવાનાં બંધ થઈ ગયાં છે. નોકરી કરતી ગૃહિણીઓ એવી દલીલ કરતી હોય છે કે તેઓને ઘણું જ કામ પહોંચતું હોય છે પણ જે ગૃહિણીઓને ફક્ત ઘરે જ કામ પહોંચતું હોય તેની સરખામણીમાં  ઓફિસમાં ટેબલવર્ક કરવાનંુ હોય તેઓની ચરબી ઝડપથી વધતી હોય છે. ટેબલ ખુરશી પર બેસીને કરવાના કામથી શરીરમાં ચરબીનો ભરાવો થાય છે.
આ પ્રકારની જીવનશૈલી હોય તો મહિલાઓએ સચેત બની જવું જોઈએ જેથી ડાયાબિટીસનો ભોગ ન બનાય અને એકધારું ભૂખ્યા રહેવાનું તો ટાળવું જ જોઈએ.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...