દેશનું ખરું અર્થતંત્ર તો નારી જ ચલાવે છેKanti Bhatt હિલા દિવસની સંઘ્યાએ ઇંગ્લેંડની હોકી ટીમ સામે ભારતના પુરુષ હોકીવીરો હારી ગયા ત્યારે તે જ દિવસે મહિલાઓની 'વલ્ર્ડ કપ ટ્વેન્ટી ચેમ્પિયનશિપ' ક્રિકેટમાં ભારતની મહિલા ટીમે ઇંગ્લેંડની મહિલા ક્રિકેટ ટીમને હરાવી દીધી હતી. સુલક્ષણા નાયકે ૩૪ રન કર્યા તેમાં છ ચોગ્ગા હતા. સરકારી રીતે મહિલા દિવસ ઊજવાય અને મુંબઈમાં તો હવે ફાઈવસ્ટાર હોટેલોમાં મહિલાઓ માટેની ખાસ સુપરવાઇનની કોકટેલ પાર્ટી અને મહિલા ડિનર યોજાય છે. હજીય યુરોપ- અમેરિકામાં યુવતીને 'બિમ્બો' કહે છે. પંજાબમાં કુડી કહે છે. ગુજરાતીમાં ફટકો કે 'શું માલ' છે? એમ કહેવાય છે. લંડનના 'ઇકોનોમિસ્ટ' જેવા અખબારને ઉત્તર ભારતમાં દીકરીઓને 'દૂધ પીતી' કરાય છે (હાથે કરીને ઓછું પોષણ અપાય કે રૂ.૬૦૦માં અલ્ટ્રાસાઉન્ડ મશીનમાં ગર્ભજાતિ જોઈને) કે ગર્ભને મારી નખાય છે તે વાત સતત કહેવાની મજા આવે છે. મોટે ભાગે અમેરિકનો સાથે જ ઊઠબેસ રાખનારા અર્થશાસ્ત્રી અર્મત્ય સેન પોપટ વાક્ય પઢી નાખે છે કે ભારત-ચીન અને ગરીબ દેશોમાં ૨૦ કરોડ દીકરી કે યુવતીને મારી નખાય છે કે આપઘાત કરવા પ્રેરાય છે. એ બધા રાજસ્થાન કે મઘ્ય પ્રદેશ કે હરિયાણાનાં ગામડામાં જતા નથી. ત્યાં ગ્રામપંચાયતોમાં ભારતીય સ્ત્રી કેવું કાઠું કાઢી ગઈ છે તે વાત કરતા નથી. એ લોકો માત્ર સુપર-સુપર-વિમેનની વાતો જ ફરી ફરી લખે છે. માઇક્રોસોફ્ટ (ઇન્ડિયા)ની મેનેજિંગ ડિરેકટર નીલમ ધવન કે સ્ટ્રેટેજિક એલાયન્સીઝ કંપનીની ડિરેક્ટર તેમ જ લેખિકા સ્વાતિ પીરામલ કે ભારતીય એડવર્ટાઇઝિંગની કવીન ગણાતી પ્રીતિ વ્યાસ (ક્રિએટિવ ડિરેકટર) કે એચસીએલ ટેકનોલોજી (ચેન્નઈ)ની ડિરેકટર જયશ્રી વિદ્યાનાથન કે આઈસીઆઈસીઆઈ બેન્કની જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર કલ્પના મોરપરિયા કે એપોલો હોસ્પિટલની મેનેજિંગ ડિરેક્ટર પ્રીતા રેડ્ડીની રેડીમેઇડ સ્ટોરી ભેળસેળ વગર આપણને પીરસે છે. ભારતના લોકોની બીમારીમાંથી રૂ.૧૧૦ કરોડની એપોલો હોસ્પિટલની કંપનીને ૨૦૦૭માં કેમ રૂ.૧૦૦૦ કરોડનો વકરો કરનારી (આપણી બીમારીમાંથી) બનાવી તેની વાતો કરે છે. 'ટાઇમ' કે ફોરચ્યુન કે બીજાં મેગેઝિનો સુપર-સુપર-વુમનોની વાત કરીને બીજા જ પેરેગ્રાફમાં ભારતના ૬૦ કરોડ ગરીબોની વાત સતત કરે છે. ખરેખર તો ગામડાનાં લોક કોઈ ગરીબ નથી. ગામડામાં જઈને જુઓ તો ત્યાં ખેડૂત કે કોળી કે આહિર કે રજપૂત કે બીજી કન્યાઓ વધુ વટથી રહે છે. વિદેશી મેગેઝિનોને તો પેપ્સી કે કોકાકોલા પીનારો ૩૦ કરોડનો શહેરી મઘ્યમવર્ગ જ દેખાય છે, પરંતુ ખરું ભારત કાંઈ હોંગકોંગ-શાંઘાઈ-બ"ન્કની ચીફ નૈના લાલ કીડવાઈ કે દારૂના ઉધોગ પછી ફાર્મસીમાં પડનારી ૫૦ કરોડ ડા"લરની મિલકતવાળી કિરણ મઝુમદાર- શોમાં સમાઈ જતું નથી. સાચું ભારત ગામડામાં અને શહેરના નીચલા મઘ્યમવર્ગમાં છે. અમેરિકાના 'ન્યૂઝવીક'ના લેખક જયોર્જ એફ. વીલે કહ્યું છે કે મહિલાઓને અમેરિકામાં પણ તેમને લાયક દરજજો હજી અપાતો નથી. ભારતની અને ખાસ કરીને ગુજરાતની યુવતીઓ છોકરાઓ કરતાં વધુ ભણવા માંડી છે. અમેરિકાની કોલેજના આંકડા પ્રમાણે યુનિવર્સિટીની બેચલર ડિગ્રી મેળવનારી સ્ત્રીઓ છે. પ્યુ રિસર્ચ સેન્ટર નામની સંશોધક સંસ્થા કહે છે કે અમેરિકાની ૨૮ ટકા પત્નીઓ જે ૩૦થી ૪૪ વર્ષની છે તે પતિ કરતાં વધુ ભણેલી છે. અમેરિકામાં મેડિસિન, ડોકટરલ પ્રોગ્રામ અને કાનૂનમાં સ્ત્રી વધુ કેળવણી લે છે. આવું જ ભારતમાં છે. તેની વાત 'ઇકોનોમિસ્ટ' લખતું નથી. ભારતમાંય આપઘાતની વાતો લખે છે. અમેરિકામાંય દર એક લાખે ૧૦થી ૧૧ આપઘાત થાય છે. જાપાનમાં દરેક ૧ લાખે ૨૧ જાપાની આપઘાત કરે છે. અમેરિકામાં દર વર્ષે ૧૭૦૦૦ ખૂનો થાય છે. સ્ત્રીઓ પણ ખૂન કરે છે. સ્ત્રીઓ ઉપર અમેરિકામાં દર વર્ષે ૯૦૦૦૦થી ૧ લાખ રેપ (બળાત્કાર) થાય છે. અમેરિકન સ્ત્રીઓ હવે વધુ ગુના કરવા માંડી છે. ૨૮-૨-૧૦ના લંડનના ટેલિગ્રાફના કહેવા પ્રમાણે ચૌદની ઉમરે બ્રિટિશ છોકરી ગર્ભવતી થવા માંડી છે. ૮-૩-૧૦નું 'ટાઇમ' મેગેઝિન કહે છે કે ઇરાક-અફઘાનિસ્તાનને મોરચે જતી અમેરિકન-મહિલા-સોલ્જરો ઉપર તેમના સાથી પુરુષ સોલ્જરો સેકસનો હુમલો કરે છે. રુમાનિયા, રશિયા, બલ્ગેરિયા, યુક્રેન અને પોલાન્ડ-હંગેરી યુરોપમાં તેના દેશી ટીનેજર છોકરીને વેશ્યા તરીકે યુરોપમાં નિકાહ કરે છે. નોર્વે જેવા દેશમાં જ્યારે ત્યાંની મહિલા ઉધોગ પ્રધાને કંપનીના બોર્ડ આ"ફ ડિરેકટરમાં ૪૦ ટકા સ્ત્રી હોવી જોઈએ તેવું જાહેર કર્યું ત્યાં નોર્વેના પુરુષો હલબલી ગયા (ન્યૂ યોર્ક ટાઇમ્સ ૬-૩-૧૦) હતા. ફ્રાંસ, સ્પેન અને નેધરલેન્ડઝમાં સ્ત્રીઓને માત્ર ૫થી ૧૦ ટકા જેટલું પ્રતિનિધિત્વ બિઝનેસ-બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મળે છે. ભારતમાં જ્યારે ગ્રામપંચાયત કે સુધરાઈ કે વિધાનસભા-પાર્લમેન્ટમાં રિઝર્વ સીટની વાત થાય ત્યારે પુરુષ-રાજકારણીઓ બહાનાં કાઢે છે કે તેવી અનામતનો લાભ સ્ત્રીના પતિઓ જ લે છે (જેમ કે રાબડીદેવીના મુખ્ય પ્રધાનપદનો લાભ લાલુ લેતા હતા) પણ આ વાત બધી જ સ્ત્રીઓને લાગુ ન કરી શકાય. રાજસ્થાન કે હરિયાણામાં જઈને જોશો તો માલૂમ પડશે કે સ્ત્રીને એક વખત સત્તાની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી તો જુઓ. એ સ્ત્રીઓ દેશની ગાડીનાં ગિયર કેવાં બદલી શકે છે. કોકિલાબહેન અંબાણીએ ભૂલેશ્વરની ચાલીની ગૃહિણીમાંથી સુપર માતાનો નમૂનેદાર રોલ ભજવ્યો છે. 'સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ' નામના કેન્દ્રના અર્થશાસ્ત્રી ડા". કુમુદ શર્માએ પુરવાર કર્યું છે કે જે જે ગામડામાં સ્ત્રીઓને સરપંચ બનાવી છે તેમણે પોતાની ખરેખરી સત્તા વાપરી બતાવી છે. ૨૦૫૦ સુધીમાં સ્ત્રીઓની યોગ્યતા પ્રમાણે ભલે તેને રાજકારણ કે ઉધોગ કે કંપની બોર્ડ કે કોલેજોની લેક્ચરશિપ કે પત્રકારત્વમાં અનામત ન અપાય. ભારતની નારી ધરાર એ તમામનો કબજો લેશે જ. અમેરિકાની મશહૂર લેખિકા મેરી એન વીવર ૧૦ વર્ષ પહેલાં ભારત આવીને તેણે રાજસ્થાન અને બીજાં રાજયોનો પ્રવાસ કર્યો. તારણ કાઢ્યું કે ભારતમાં શહેરી સ્ત્રી કરતાં ગામડાની ગરીબ સ્ત્રીઓ તો પુરુષ તરફથી વધુ સ્વતંત્રતા અપાયે ત્યારે તે ગજું કાઢી જાય છે. ઊલટાનું શહેરની સુંવાળા સમાજની છોકરીઓ એમબીએ કે એમએની ડિગ્રી લઈને વહુ બની જાય છે ત્યારે ગામડાનું અર્થતંત્ર મોટે ભાગે સ્ત્રીઓ જ સંભાળે છે. મુંબઈની ઝૂંપડપટ્ટીમાં અમુક ભાયડા બેકાર છે કે બેવડાખોર બની જાય છે ત્યારે ઝૂંપડામાં રહેતી પત્ની કુટુંબનું અર્થતંત્ર ચલાવે છે. ડો.કુમુદ શર્માએ કહ્યું કે જો ભારતની સ્ત્રીઓને પોલિટિકલ પ્રોસેસમાં શરીક થવાની તક અપાય તો ઉ.પ્ર., મ.પ્ર. ને રાજસ્થાનનો પુરુષપ્રધાન સમાજ કે જયાં નારીને પગની જૂતી સમજાય છે તે રાજયોમાં ત્રીજા ભાગની પંચાયતોમાં સ્ત્રીઓ સરપંચ બની છે અને તેમણે ગામડાની કાયાપલટ કરી છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment