કેરી એકલાં એકલાં ઝાપટવાની ચીજ નથીKanti Bhatt આફૂસ માટે જેનાં ખિસ્સાં તૈયાર હોય છે એનાં પેટ તૈયાર હોતાં નથી સુજલામ્ સુફલામ્, મલય જ શીતલામ્! બાલગંગાધર ટિળક, ભારતરત્ન મહર્ષિ ઘોન્ડો, કેશવ કર્વે અને પ્રખર મેથેમેટિશિયન રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે એ ત્રણેય કઈ ધરતીમાં પાક્યા છે? સમુદ્રકાંઠાના શીતળ પવન અને મીઠા મીઠા સુજલ અને અતિ મીઠી મીઠી કેરીનાં ફળ આપનારી રત્નાગીરીની ધરતીમાં આ નરબંકા પાક્યા છે. આજથી ૧૦૦ દિવસ સુધી આખું ભારત આ સુજલામ્ સુફલામ્ રત્નાગીરીની આફૂસ ખાશે. એવી જ સુજલામ્ સુફલામ્ ધરતી સોરઠની છે, જ્યારે આફૂસ પાકશે ત્યારે સૌરાષ્ટ્રની કેસર કેરી તેની ઔર મધુરતાનો સ્વાદ ચખાડવા આવી પુગશે. આજે રૂ.૫૦૦થી ૧૦૦૦ના ડઝનના ભાવે રત્નાગીરી, દેવગઢ અને રાજપુરની અસલી આફૂસ મળે છે. તે માટે મઘ્યમવર્ગના ખિસ્સા તૈયાર નથી. જેના ખિસ્સા તૈયાર છે તેનાં પેટ આ આફૂસને પચાવવા તૈયાર છે? આવું રતન જેવું ફળ ખાવા માટે આપણે બધાએ લાયક થવું જોઈએ-પેટ લાયક હોવું જોઈએ. કેરી એવું ફળ છે, જેને ઘણા માત્ર દાબડયે રાખે છે તેમ કરીને તેઓ કેરીને બદનામ કરે છે. શરીર બગાડે છે. રત્નાગીરીનો ખેડૂત દીકરાના જેવા લાડ કરીને આંબા ઉછેરે છે. મહાશિવરાત્રીમાં જયારે શિવની પૂજા થાય છે ત્યારે જ રત્નાગીરીના દેવગઢ કે માલવણ ગામના આંબાની કાચી કેરીઓ વેડી તેને પેટીમાં ભરીને તે પેટીને માનપૂર્વક ફૂલનો હાર પહેરાવાય છે. કેરી ખેડૂત માટે પવિત્ર ફળ છે. આંબાની ખેતી ઘણા માટે શોખની છે કે કુટુંબની પરંપરાની છે. તેમાંથી લખપતિ કદાચ થવાય પણ કરોડપતિ નહીં. હા, રત્નાગીરી અને સાસણગીર અને તાલાલા, અમરેલી જિલ્લામાં કેસર પાક છે ત્યાં જમીનના ભાવ આસમાને છે. આંબો બહુ સેન્સિટિવ ઝાડ છે. ખૂબ લાડકો છે તેને યોગ્ય જમીન, કુદરતી ખાતર, યોગ્ય પવન-પાણી બધું જ એક નંબરી જોઈએ. ઘણા દેશોમાં આંબો પૂજાય છે. આંબાનાં પાનનાં તોરણ લગ્નમાં બંધાય છે. રત્નાગીરી વિસ્તારમાં વાંદરા આંબાને ખૂબ નુકસાન કરતાં. ઘણાં પંખી પણ આંબાને ખાગટી થતાં પહેલાં મ્હોર ઊગે તેને નુકસાન કરતા. મહારાષ્ટ્રમાં પનવેલના કાતકરી નામના આદિવાસીઓને આંબાની સાચવણી માટે રખાતા. તે વાંદરા-પક્ષીને ભગાડવાનું અને ઘણા વાંદરાને મારવાનું કામ કરતા. આ આદિવાસી કાતકરી પણ આંબાને દીકરાની જેમ ઉછેરે છે. સ્વિત્ઝર્લેન્ડમાં બેન્કને દગો દેનાર કે લૂંટનારને પાપી ગણી અતિ કડક સજા થાય છે તે રીતે રત્નાગીરી બાજુ ૨૫ વર્ષ પહેલાં આંબાની કેરી ચોરી કરનારે ગ્રામપંચાયત કડકમાં કડક શિક્ષા કરતી. ૨૧ વર્ષ પહેલાં રાજ કપૂર અને બીજા બોલિવૂડના નિર્માતાએ આંબાના ખેતરો ખરીદેલાં. આજે મુકેશ અંબાણીની જામનગરમાં જબ્બર આંબાવાડી છે. રત્નાગીરી આજુબાજુની જમીન જાણે સુવર્ણભૂમિ છે. તેમાં અતિ ઉત્તમ 'આંબે મ્હોર,' ચોખા, કાજુ અતિ મીઠાં પાણીવાળા નાળિયેર અને મીઠાં ફળો પાકે છે. તમે અનાજ છોડીને આ બધા જમીનના સુવર્ણ પાક ઉપર જિંદગી કાઢી શકો છો. રત્નાગીરીની ગાયનું દૂધ પણ ઔષધીય હોય છે. બીજાપુરના રાજા પોટ્ટé શ્રીચેન્ના રેડ્ડીએ રત્નાગીરીને રક્ષવા કિલ્લો બાંધેલો. છત્રપતિ શિવાજીએ પછી ૩૩૦ વર્ષ પહેલાં કિલ્લાને મજબૂત બનાવેલો. રત્નાગીરીને બ્રિટિશરોએ જીત્યું પછી સહ્યાદ્રિના પર્વત ઉપરના પેલેસમાં બર્માના (મ્યાનમાર) છેલ્લા રાજા થીબોને બ્રિટિશરો સામે બળવો કરવા કેદ કરેલા. છેલ્લે વીર સાવરકરને પણ અહીં રાખેલા. આજુબાજુના ખેડૂતો છૂપે છૂપે સાવરકરને મોસમની પ્રથમ કેરી આપી આવતા. પાંડવોના વનવાસનું છેલ્લું વર્ષ ચાલતું હતું ત્યારે અર્જુને પણ અહીંની કેરી ખાધેલી. કૌરવો સામે લડવામાં અહીંના રાજા વીરાવ્રતે પાંડવોને મદદ કરેલી. રત્નાગીરીના દરિયા નજીક ભારતીય શીપ યાર્ડ છે. એક વખત આ ઉનાળાનાં વેકેશનમાં જરૂર રત્નાગીરી નજીક રાજાપુર ગંગા, થીબોપેલેસ, મંડોવી બીચ, માર્લેશ્વરનું શિવમંદિર અને ચિપલુન અને સંગમેશ્વરની ગુફાઓ જોઈ આવજો. મે-જૂનની ગરમીમાં અહીંની આંબાવાડી નેચરલી એરકંડિશન્ડ બની સમુદ્રની તાજી હવા તમારા ફેફસાંને આપશે. આવી આબોહવાને મ્હાણીને આંબો તમને કીમતી ફળ આપે તે ખાવા માટે તમારા પેટને લાયક બનાવજો. પૂરી ભજિયાં, ઊધિયા અને તેલ નીતરતાં શાક સાથે આફૂસના રસના સબડકા ભરો તે આંબાનું અને કેરીનું અપમાન છે. આરબો કેરીને ઉમ્મજ એટલે માતૃફળ કહે છે. તમિળ અને મલયાલમમાં મોમ-પઝમ (પઝમ ફળ) કહે છે. ભારતમાં આંબાની ખેતી ૬૦૦૦થી વધુ વર્ષથી ચાલે છે. ભગવાન શિવે પાર્વતીને ખુશ કરવા આ ઉત્તમ ફળ પેદા કર્યું છે તેમ 'મેડિસનિલ વેલ્યુ ઓફ ફૂડ' નામના પુસ્તકમાં ડો.અમ્માને લખ્યું છે. એટલે જયારે કેરી ખાઓ ત્યારે ચોખ્ખા પેટે અને સવારે એકલી કેરી ઘોળીને કે તેના બટકાં આરામથી ધીમે ધીમે ખાજો. ભારત જેવી કેરી જગતમાં કયાંય નહીં મળે. ભારતમાં ફકત ૧.૨ કરોડ ટન કેરી પાકે છે અને મઘ્યમવર્ગે આજે રૂ.૨૦૦ની ડઝન ખાવી હોય તો ૬થી ૧૦ કરોડ ટન પાકવી જોઈએ. કેટલાક અમરેલીના ખેડૂતો બ્રાઝિલ કે મેકિસકો જાય છે ત્યાં પાકતી કેરીને ભારતની સરખામણીમાં 'ચીભડાં' જ કહે છે. પાકિસ્તાન એ તો કેરી બાબતમાં હિન્દુસ્તાન છે ત્યાંના પંજાબ પ્રદેશની કેરી અને અફઘાનિસ્તાનના આંબાની કેરીઓ તો મોગલોને નસીબ જ આવતી. સિકંદર જ્યારે ૨૩૩૭ વર્ષ પહેલાં ભારત આવ્યો ત્યારે તે કેરીને જોઈ જ રહ્યો હતો. ચીની પ્રવાસી હ્યુ એન સંગ ભારતથી કેરીના ટોપલા લઈ ગયેલો. પોર્ટુગીઝ લોકો ગોવાથી આફ્રિકા અને સાઉથ અમેરિકામાં આંબાના છોડ લઈ ગયેલા. અમેરિકનો તો માત્ર કેરીને આલ્ફોન્ઝો તરીકે જ જાણે છે પણ આપણી ૫૦૦ જાતની કેરીમાં આફૂસ, લંગડો, માલગોવા, નીલમ, રાજાપુરી, શાહપસંદ, તોતાપુરી અને કેસર જેવા અનેક નામો છે. માત્ર ઉર્દૂ શાયર મીરઝા ગાલિબે આ તમામ જાતની કેરી ખાધેલી. પોટેશિયમ, કેલ્સિયમ અને ખાસ કરીને કેરીમાં વિટામિન એબીસીમાં વિટામિન'સી' સૌથી વધુ છે. આ વિટામિનોને લાભ તો જ મળે જો તમે કેરી લાવીને એક કલાક પાણીમાં પલાળી રાખો. પ્રથમ કેરી ખાતાં પહેલાં ઈષ્ટદેવને ધરો, આજુબાજુ આડોશીપાડોશીને અને ખાસ કરીને પ્રથમ તમારા ઘરનોકરોને ખવરાવો. કેરી એકલાં એકલાં ઝાપટવાની ચીજ નથી. કેરીનું સેવન જો એકાદ ઉપવાસ કરીને પછી ઓછામાં ઓછા અનાજ સાથે ખવાય તો વીર્યવર્ધક, પોષક અને વાજીકરણ (કામશકિત) કરતું ફળ બને છે. નવીન પટનાયકે 'ધ ગાડેના ઓફ લાઈફ' પુસ્તકમાં શરીરની ખોટી ગરમી હટાવવા કેરી ખાવા કહ્યું છે. શહેનશાહ અકબર કેરીનો શોખીન હતો. દરભંગામાં તેણે ૧ લાખ આંબા ઉછેર્યા હતા. યુનિ.ઓફ પેન્સિલવેનિયામાં વિજ્ઞાની તરીકે કામ કરતાં ડો.કિરીટ દેસાઈ કહેતા કે અહીં અમેરિકામાં બધું મળે પણ આફૂસ ન મળે એટલે વલસાડ નજીકના તેના ખારોલી ગામમાં આફૂસ ખાવા માટે તે મે-જૂનમાં આવતા. આપણી આફૂસના આંબાની કલમો તો જગત માટે ખુલ્લી હતી પણ તમને ફિલિપિન્સના ગુઈમારાસ ટાપુની વાત કરું. ત્યાં સ્પેશિયલ જાતની કેરી થાય છે. આ ટાપુમાં મુસાફર જાય તો તેના સામાનની સિક્યુરિટી ગાર્ડ તપાસ કરે તે બંદૂક માટે નહીં પણ તમે કોઈ જુદા જ આંબાની કલમો લઈ જાઓ છો કે નહીં તે તપાસે છે કારણ કે ગુઈમારાસ ટાપુના આંબાની નસ્લ બગડે નહીં તે માટે બીજા કોઈ આંબા સ્ટ્રીક્ટલી નોટ એલાઉડ! |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment