[F4AG] વેકેશનમાં લાઇફનું લેસન!

 

વેકેશનમાં લાઇફનું લેસન!

Manjoj Shukla, Kalash
 
બાળકોનાં માર્ક્સની ચિંતા કરતાં વાલીઓએ તેમના વેકેશનમાં શું શું પ્રવૃત્તિઓ કરાવવી જોઇએ?


બોર્ડની પરીક્ષા પૂરી થઇ ગઇ. ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ હજુ 'ગુજકેટ'ની પરીક્ષાની તૈયારીમાં અટવાયેલા હશે. આપણે ત્યાં સંતાનોના અભ્યાસ, માર્ક્સ, ટકાની ચિંતા કરતાં વાલીઓ તેના વેકેશનની ફિકર ભાગ્યે જ કરે છે. જૂજ મા-બાપને બાદ કરતાં વેકેશનમાં દીકરા-દીકરીઓને તેમના ભાગ્યના હવાલે છોડી દે છે.


આ ખતરનાક ખેલ છે. સંતાનોને નવરાશ મળે ત્યારે સૌથી માટો ભય તેમના ફંટાઇ જવાનો હોય છે. એટલે તો એવા કિસ્સા બને છે કે, એન્જિનિયરીંગ, ચાર્ટ્ર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસક્રમોમાં ભણતો યુવક બાઇક ચોરીમાં પકડાઇ જતો હોય છે. આવા પરિણામો આવે ત્યારે લાગે કે હવે બાળકોના નવરાશના સમયથી ચિંતા કરવાનો સમય પણ આવી ગયો છે.


ધો. ૧૦ અને ૧૨ના બાળકોના વેકેશનનો પ્રારંભ ૨૦ માર્ચથી ગણો તો કુલ ૮૫ દિવસનું વેકેશન ગણાય. તેમાંથી પરીક્ષા પછીની 'હાશ', પરિણામની તારીખના દિવસોનો ઉચાટ, એ પછી પ્રવેશની દોડધામ, કઇ લાઇન લેવી તેની ચર્ચા-વિચારણા, મૂંઝવણ વગેરેમાં પસાર થતાં દિવસોની સંખ્યા ૨૫ ગણો અને તેને બાદ કરો તો પણ ચોખ્ખા ૬૦ દિવસની નવરાશ બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા આપણાં પુત્ર-પુત્રીઓને મળવાની છે.


આ દરમિયાન તેઓ તન-મનથી નવરા ન બેસી રહે તેનું દરેક વાલી દ્વારા આગોતરું આયોજન થવું જોઇએ. તે વિશે શું કરી શકાય? આ રહ્યા કેટલાક ઉપાયો:


- સંતાનને તરતા શીખવીએ. આમાં એક પ્રકારની કસરત તો છે જ પણ તે ઉપરાંત તરતા શીખવાથી ભરપુર આત્મવિશ્વાસ જન્મે છે. સૌથી મોટી વાત એ કે પાણીનો ડર નીકળી જાય છે. ભવિષ્યમાં કોઇ અજાણ્યા પાણીથી તેને ડરવાપણું રહેતુ નથી.


- પર્વતારોહણની તાલીમ આપીએ. મા. આબુમાં ગુજરાત રાજયની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સ્થપાયેલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ચાલે છે. જેની એક શાખા જૂનાગઢમાંય છે.


માત્ર ભોજન ખર્ચ લઇને આ સંસ્થા તાલીમ તથા નિવાસની વ્યવસ્થા આપે છે. પોલીસકર્મીઓ તથા લશ્કરના જવાનો પણ આ તાલીમ લે છે. શરીર દ્રઢ બને, શિસ્તની તાલીમ મળે, સમૂહજીવનનો અનુભવ મળે તેવી આ તાલીમ છે, જે દરેક યુવાન-યુવતીએ લેવી જ જોઇએ.


- દરેક માતા-પિતા પોતે ઘરમાં જે કામ નિયમિત રીતે કરે છે તે વેકેશનમાં હળવાશભર્યું જીવન જીવતા સંતાનને અચૂક સોંપે. દા.ત.કપડાં ધોબીને ત્યાં આપવા-લેવા, વીજળી, ટેલીફોન, નળ-ગટર, ગેસ વગેરેનાં બીલ ભરવા, બેંકમાં જવું વગેરે. જેથી જીવનની વાસ્તવિકતાનો તેમને સીધો પરિચય થાય.


- નવી પેઢી વાચનાભિમુખ નથી. આપણાં સંતાનો જો ઇતર વાંચન તરફ ન વળ્યા હોય તો આ શ્રેષ્ઠ તક છે. શરૂઆતમાં ભલે ફિકશન કે કોમિકસ વાંચે! વાંચવા દો. એ વાંચશે તો વાંચવાની ટેવ પડશે. ક્રમશ: ગંભીરતા તરફ વળવાની પૂરતી સંભાવના રહેશે.


ભલે બે માસ પૂરતા પણ ઘરમાં ૪-૫ અખબારો (અંગ્રેજી-ગુજરાતી ભાષાના) મંગાવો. ગુજરાતીમાં પ્રગટ થતાં માસિક, પાક્ષિક, સાપ્તાહિક સામયિકો ઘરે લાવો. આ બધામાંથી ભલે તમારા સંતાનો તેમને ગમે તેવું વાંચે. પણ એકવાર વાંચવાની ટેવ પડશે તો પછી અર્થસભર વાંચવા તરફ આપોઆપ વળશે.


- અત્યાર સુધી બોર્ડની પરીક્ષા, માર્ક્સ, ટકા, કઇ લાઇન લેવી વગેરેમાં અટવાયેલા રહેલા વિદ્યાર્થીઓને હવે એક જુદી દિશા તરફ પણ વાળો. તેમને પ્રવાસ કરાવો. આર્થિક રીતે એ ન પરવડે તો જ્યાં રહેતા હો તે વિસ્તારની આસપાસના સ્થળથી તેમને પરિચિત કરો.
દા.ત. અમદાવાદ હો તો માત્ર ૨૨ કિલોમીટર દૂર આવેલી અડાલજની વાવથી તેમને પરિચિત કરો. મહેસાણા હો તો વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાના-રીરીની કથા, હાટકેશ્વર મહાદેવના મંદિર કે કીર્તિ તોરણ તેમને બતાવો. તેની વિગતો આપો. આપણી સાવ નજીકની ભવ્યતાની આપણે ઘણીવાર અવગણના કરતા હોઇએ છીએ. આ પ્રવાસ સાવ મામુલી ખર્ચથી થઇ શકતા હોય છે.


- વેકેશનમાં સંગીત, નૃત્ય અને નાટ્યની તાલીમ શિબિર યોજાતી હોય છે. આવી કોઇ એક શિબિરમાં બાળકોને સામેલ કરો. ખીલવા માટે આવી તાલીમ બહુ મોટું બળ પુરું પાડે છે. આમાંની કોઇ પણ તાલીમ તમારાં પુત્ર-પુત્રીને નવી પાંખ આપશે. ભલે 'તાનસેન' ન બને, પણ એ 'કાનસેન' કે 'આંખસેન' તો બનશે જ.


- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો તમારા સંતાનને મોટા શહેરમાં રહેતા કોઇ સગાને ત્યાં રહેવા મોકલો અથવા વાઇસેવર્સા. ભલે ૫-૭ દિવસ જ મોકલો, પણ મોકલો. આ કારણે એવું થશે કે એક જુદી જ પરંપરાનો તેને અનુભવ થશે. તેના લાભા-લાભ સમજાશે. બાળકના ઘડતરનો આ પણ એક રસ્તો છે.


- રમતગમતની પ્રવૃત્તિ તરફ પણ તમારા પાલ્યને વાળી શકાય. ચેસથી ક્રિકેટ સુધી કોઇપણ રમતની તાલીમમાં તેને મૂકો. તેને સમજાશે કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. મેદાની રમતોની તાલીમ તેનામાં સંઘભાવના જન્માવશે. મહેનત શું ચીજ છે તે પણ સમજાશે.


- વેકેશનને મિલન સમારંભમાં રૂપાંતરિત કરો. એક વાલી તરીકે તમારાં સંતાનોને તમારાં મિત્રો, સગાં વગેરેને ઘરે લઇ જાવ. તમારાં પર જેમણે અનહદ ઉપકાર કર્યો હોય તેવા વડીલ, મિત્ર, સાથી કે સગાંનો પરિચય કરાવો. કૌટુંબિક સંબંધોના તાણાવાણાથી માહિતગાર કરો. આ તેમને જવાબદાર બનાવશે.


- બાળકોને ઈશ્વર તરફ પણ વાળો. તમારાં આરાઘ્ય દેવના ધર્મ સ્થળે દર્શન કરવા જવાનું શીખવો. કર્મકાંડની વાત નથી પણ તેમના જીવનમાં શ્રઘ્ધાનું એક કેન્દ્ર ઊભું થાય તેવું ગોઠવો. આ જગતમાં ઈશ્વર છે કે નહીં તે નક્કી થવાનું ભલે બાકી હોય! પણ આ વિશ્વના ચાલક બળથી તમારું સંતાન જાગૃત થાય તે માટે આ કરવા જેવું છે.


- સંતાનોને ટ્રેકિંગ (પગપાળા પ્રવાસ)માં પણ મોકલી શકાય. જો એ વાહન પર જવા જ ટેવાઇ ગયાં હોય તો આ પ્રવૃત્તિમાં ખાસ જોતરવાં. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા હિમાચલમાં સરસ ટ્રેકિંગ પ્રોગ્રામ યોજાય છે.ખાસ તો, તમારાં સંતાનો ટીવીના વ્યસની ન બની જાય તે ખાસ જોવું.


એ ઇડિયટ બોક્સ તેમને ખતમ કરવાની પુરતી ક્ષમતા ધરાવે છે!અહીં તો માત્ર સ્મરણવગી વાતો જ લખી છે, વાલીઓ મૌલિક રીતે પણ ઉપાયો કરી શકે છે. ભવિષ્યમાં તમારાં બાળકોને આજના કરતાં પણ વધુ કઠીન અભ્યાસક્રમોમાં જવાનું છે. આજના જેટલી સમયની સ્વતંત્રતા ફરી ન પણ મળે. આપણી અંદર રહેલાં માતા-પિતાનો સાક્ષાત્કાર પણ સંતાનને કરાવવો તો પડશે જ ને!
શિવાસ્તે પન્થાન:


girl
ઇતિ સિદ્ધમ્ : જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
- મરીઝ


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Do More for Dogs Group. Connect with other dog owners who do more.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...