[F4AG] વિકાસને નામે હાલાકી અને બરબાદી

 

વિકાસને નામે હાલાકી અને બરબાદી

Kanti Bhatt
 
પ્રદૂષણવાળા ઉધોગો ભારતમાં સ્થાપવા સક્રિય થયેલી વિદેશી કંપનીઓ


Cement_plantમહુવા નજીક નિરમાનો સિમેન્ટ પ્લાંટ નાખવા સામે ડો.કનુ કળસરિયા અને ગ્રામજનોએ સખત વિરોધ કર્યો, તેનો વિરોધ પાછો ખેંચવામાં મોરારિબાપુએ ડો.કનુભાઈને કોઈ નૌતિક દબાણ ન કરીને એક જબ્બર પુણ્ય કાર્ય કર્યું છે. આજે કોઈ નવા સિમેન્ટ પ્લાંટ મંજૂર થતા નથી. એટલે પારકા છોકરાને જતિ બનાવવા એટલે કે સિમેન્ટના પ્લાંટમાંથી નીકળતું પ્રદૂષણ અને ખાસ કરીને મરકયુલરી (પારો)ના ગેસનું ઝેર ભારતમાં ઓકવા ફ્રેન્ચ કંપની નામે લાફરેજ ભારતમાં દર વર્ષે સિમેન્ટ પ્લાંટ નાખવાનું વિચારીને ભારતના સિમેન્ટ પ્લાંટ ખરીદીને આપણા ગળામાં સિમેન્ટ ફેકટરીઓનું પ્રદૂષણ ભરાવે છે!


એક જમાનામાં મહુવા તો કાઠિયાવાડનું કાશ્મીર ગણાતું. મહારાજા કષ્ણકુમારસિંહજીએ ઉનાળામાં હવા ખાવા માલણકાંઠે રાનબાગ ઊભો કર્યો હતો, ત્યાં હવે મોરારિબાપુ રહે છે અને દર વર્ષે સાહિત્યગોષ્ઠિ કરાવીને શ્રોતા બને છે. સિમેન્ટ પ્લાંટ નાખવાની મંજૂરી ભાવનગરના મહુવાને પણ આઝાદી પહેલાં આપી નહોતી.


જયોર્જ સન્તાયન નામના એક ફિલસૂફ-સંતે કહેલું - એ ગ્રેટફૂલ એન્વાર્યનમેન્ટ ઈઝ એ સબસ્ટિટયૂટ ફોર હેપ્પીનેસ- અર્થાત્ એકદમ નર્મિળ વાતાવરણ કે પર્યાવરણ એ માનવજાત માટે સુખનું મોટું વરદાન છે. આવા સુખનું વરદાન નિરમાનો સિમેન્ટ પ્લાંટ ઝૂંટવી લેવા માગતું હતું તે મહુવાના લોકોએ થવા દીધું નથી.


અમેરિકન કંપનીઓ નવા સિમેન્ટ પ્લાંટ નાખવા કે જૂના પ્લાન્ટ ખરીદી લેવા થાઇલેન્ડ ચીન અને ભારતમાં ખાબકે છે. કારણ કે અમેરિકન સરકાર નવા સિમેન્ટ પ્લાંટ થવા દેતી નથી. ભારતના લોકોએ જ જાણે ગધેડી પકડી છે કે - પ્રદૂષણ આપણે ભાગે ધકેલે છે. જહોન રસ્કીન જેવા વિદ્વાને બહુ વહેલાસર ૧૫૦ વર્ષ પહેલાં સિમેન્ટ કોંક્રીટને 'સરફેસ-ડીસીવર' કહી હતી. માનવજાતને મદદ કરી રહેણાક આપનારી સિમેન્ટ આપણા પર છેતરામણો ઉપકાર કરે છે.


અમેરિકામાં આટલાન્ટિક મેગેઝિનો સરસ હકીકત કહેતી. આજે જગતમાં પાણી પછી સૌથી મોટી જરૂરિયાત સિમેન્ટની છે. તમે જાણો છો કે સિમેન્ટ પ્લાંટમાં કામ કરનારા કારીગરો તેમ જ પ્લાન્ટની આજુબાજુના લોકો પ્લાંટમાંથી નીકળતું મરકયુરીનું ઝેર અને બીજા પોલ્યુશનનું ઝેર સહન કરે છે તેમના ભોગે તમે બંગલા બંધાવો છો.


દર વર્ષે દરેક માનવદીઠ એક ટન સિમેન્ટની જરૂર પડે છે તેવો આંકડો ડો. જહોન સેજવીકે એપ્રિલ-૧૯૯૧માં આપેલો. ત્યારે જ છ અબજ ટન સિમેન્ટ પેદા થતો હતો. ભારતમાં જ નહીં દરેક જગાએ વસતિ વધતી જાય છે. અમેરિકામાં વસતિ વધતી નથી પણ સરેરાશ ત્રણ અમેરિકનો પાસે જરૂર વગરના બીજા પાંચ બંગલાઓ હોય છે. સ્વિત્ઝર્લેન્ડની સરકાર તેના દેશમાં સિમેન્ટ પ્લાંટ બાંધવા દેતી નથી.


તે દેશનો ધનિક નાગરિક તેમ જ સ્વિસ દેશમાં હવા ખાવા આવતા લાખો પરદેશીઓ માટે આધુનિક રહેણાકો છે એટલે સ્વિત્ઝર્લેન્ડમાં વ્યક્તિદીઠ દર વર્ષે એક ટન નહીં પણ વ્યક્તિદીઠ બે ટન સિમેન્ટ વપરાય છે પણ સિમેન્ટ પ્લાંટ નોટ એલાઉડ.યુરોપમાં સિમેન્ટના પ્લાંટનો સખત વિરોધ થાય છે.


અમેરિકામાં લોકો સિમેન્ટ પ્લાંટવાળાને ધિક્કારે છે એટલે એ તમામ કંપનીઓની નજર ભારત ઉપર છે. નરેન્દ્ર મોદીને ગુજરાતના ઔધોગિક નકશાને સમૃદ્ધ બનાવવો છે પણ તેમાં રસાયણના કારખાનાં કે બીજા પ્રોજેકટો નાંખવામાં ઉદ્યોગપતિઓની પાછલા બારણાની 'ગુંડાગીરી' તેમજ અજાણી ગુનાખોરી હોય છે. પ્રદૂષણ ફેલાવવાનો ગુનો કરે છે અને પ્રોજેકટને નામે ગુજરાતની હજારો એકર જમીનના માલિક બને છે. એકેએક ઉદ્યોગપતિ અનેક પ્રકારની છૂપી 'ગુંડાગીરી' માટે જવાબદાર છે. પ્રોજેકટોને નામે ગુજરાતની લાખો એકર જમીન હડપ કરી જવાનું લિસ્ટ લાંબુ થતું જાય છે.


(૧) ગુજરાત સરકારે પોતે જ ૨-૩-૧૦ના કબૂલ કરેલું કે હમીરા (સુપાલી)ની જંગલની રૂ.૨૫૦ કરોડની જમીન ઉપર એસ્સાર કંપનીએ એનક્રોચમેન્ટ (હડપ કરવું) કરેલું છે. અને જંગલની પત્તર ખાંડવા માંડી છે. ફોરેસ્ટ કોન્ઝર્વેટરને એસ્સાર કંપની પ્રથમ 'ખરીદી' લેવા ટ્રાય કરે છે. (તેવો આક્ષેપ છે) અને પછી કાનૂનની ઐસી તૈસી કરીને જમીન પર બાંધકામ કરે છે.


(૨) અંકલેશ્વર-વાપીમાં કેમિકલ પ્લાંટનું પ્રદૂષણ ભરપૂર છે હવે રામા પ૯૫ અને પેપર્સ કંપનીને કાગળનો પ્લાંટ ૧૫ એકરમાં નાખવો છે. ઉપરાંત થર્મલ પાવર પ્લાંટ નાખવો છે. તે પ્લાંટને બહાને એકરોના એકર જમીન પર કબજો ધરાવશે!(૩) જરૂર છે તેના કરતાં ૧૦-૨૦ ગણી રત્ન જેવી રણ ઓફ કચ્છની ૧૩૪૮ એકર જમીન વિનોદ સોલ્ટ, લખઘર સોલ્ટ, બિપિન સોલ્ટ અને જયદીપ કોર્પો. પ્રોજેકટને નામે હડપ કરવા માગે છે.


તેવા આક્ષેપ છે. શું ગુજરાતને આવી ઔધોગિક ગુંડાગીરીવાળી ઉધોગોની સમૃદ્ધિ જોઈએ છે? પશ્વિમ બંગાળની સરકારે જનતાનો વિરોધ માન્ય રાખીને રતન તાતાના નેનો પ્રોજેકટ થવા દીધો નથી. જરૂર કરતા અનેક ગણી જમીન તાતા કંપનીએ માગેલી. ત્યાંથી જાકારો મળતાં, ગુજરાતમાં તો ઔધોગિક, પ્રગતિને નામે સરકાર જમીન લૂંટાવા બેઠી છે. એટલે સાણંદમાં નેનો પ્રોજેકટ મંજૂર કર્યોછે. તેમાં જરૂર કરતાં અનેક ગણી જમીન પડાવવાની દાનતને ચકાસવી જોઈએ.


(૪) આજે સુરત આખી દુનિયાની નજરે ચઢયું છે. સુરત શહેર પાછું ગિરદીવાળું, ભયંકર ટ્રાફિક જામવાળું, રિક્ષા-મોટરના પ્રદૂષણવાળું અને ઠેરઠેર જમીન હડપ કરનારા બિલ્ડરોનું શહેર બન્યું છે. સરકારે સુરતની સમૃદ્ધિ બનાવવી છે. કોના ભોગે? સુરતના એરપોર્ટ નજીક આંબવા ગામે જમીન લેવાની ઘણાને ભૂખ જાગી છે. બહાનું શું છે? ત્યાં ફાઈવસ્ટાર હોટેલ બાંધશે- ૨૨૫ રૂમોમાં વિદેશીઓ અને મુંબઈગરા અને વ્હીસ્કીગરા લોકો ઉતરશે. ત્યાં હેલ્થ કલબ હશે, કન્વેન્શન સેન્ટર હશે. દારૂ અને બેન્કવેટની છૂટ હશે. સુરતમાં ટેકસટાઇલ પાર્ક ઉભા થયા છે. હવે ઈકોફેશન- એમ્બોઇડરી પાર્કની તૈયારીઓ ચાલી રહી છે. જમીન જમીન જમીનની રાવણીયા ભૂખ જાગી છે. માત્ર રિલાયન્સ, તાતા અને અંબાણીને જ અહીં ૩.૮૧ કરોડ ચોરસમીટર જમીન અપાઈ છે.


(૫) ઠેરઠેર ગામડામાં પ્રોજેકટને નામે ખેડૂતોની જમીન પાણીને ભાવે ઉદ્યોગપતિઓને લૂંટાવાય છે. કચ્છમાં મુંદ્રા, પાટણમાં સમી, જૂનાગઢ નજીક સૂત્રાપાડા, પોરબંદર નજીક મોચ અને સાણંદમાં તો તાતાની નેનોને નાચવા અને થા-થૈયા કરવા ૧૧૦૦ એકર જમીન જે સાણંદ કષિ યુનિ.ની છે તેમાંથી અપાઈ છે. આટલાથી ઉદ્યોગપતિની ભૂખ સંતોષાઈ નથી. હવે સરકાર પોતે જ ઇન્ડસ્ટ્રિયલ કોર્પો. માટે ૫૦૦૦ એકર ગામડાની ખેતીની જમીન પડાવવા માગે છે. મહુવામાં તો હાલ તુરંત (હાલ તુરંત!) ૪૦૦૦ હેકટર એટલે કે લગભગ આઠથી દસ હજાર એકર જમીન કરસનભાઈએ માગી હતી. તે મંજૂર પણ થયેલી! તે અટકી છે પણ પાછલે બારણે આ લોકો ઘૂસશે જ.


માત્ર ગુજરાતમાં જ નહીં અમેરિકા-યુરોપના ઉદ્યોગપતિઓએ ગરીબ દેશોમાં લેન્ડ ગ્રેબિંગ શરૂ કર્યું છે. ભારતના લોકો સાવધાન! તમારો ઉદ્ધર ઉદ્યોગને નામે અને રોજગારીને નામે જમીન હડપ કરવા માટે આ અપર વર્લ્ડના જેન્ટલમેનો જગતભરમાંથી ભારતમાં ખાબકશે.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Do More for Dogs Group. Connect with other dog owners who do more.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...