ભવિષ્યનું આયોજન કરવામાં વર્તમાનને વેડફી ન નાંખશો આપણે બધાં આવનારી મુસીબતોનો વિચાર કરીને બહુ ચોકસાઈપૂર્વક આયોજન કરીએ છીએ પરંતુ ચીવટપૂર્વક આવનારી મુસીબતો સામે કરેલી એ તૈયારી ક્યારેક સાવ નકામી જાય છે, કારણ કે જ્યારે મુસીબત આવે છે ત્યારે તે કોઈક અણધારી રીતે જ, અણધારી જગ્યાએથી આવે છે. એક ખૂબ જ ચીવટવાળા સિપાહીને લાંબી સફરે જવાનું થયું. એ માટે એણે ખૂબ જ ચોકસાઈપૂર્વક આયોજન કર્યું. રસ્તામાં કોઈ ચોર-લૂંટારા મળી જાય તો એનાથી બચવા માટે પૂરતાં શસ્ત્રો સાથે લીધાં. બખ્તર પહેરી લીધું. ટાઢ અને તડકાથી બચવા માટેનાં જરૃરી કપડાં અને સાધનો લીધાં, રસ્તામાં પડાવ નાખવા માટે તંબુ, ખીંટા, દોરડાં વગેરે લીધાં. લાકડાં કાપવા કુહાડી, રસોઈ કરવા વાસણો, ઓઢવા-પાથરવા, ધાબળાં શેતરંજી, ભાતું અને રાંધવા માટેનું થોડું અનાજ-બધો સરંજામ ઘોડા ઉપર લાદીને પોતે પણ એના ઉપર સવારી કરીને સફરનો પ્રારંભ કર્યો. વજન વધારે હતું એટલે ઘોડો માંડ માંડ ચાલી શકતો હતો. રસ્તામાં એક લાકડાનો પુલ આવ્યો. પુલ વર્ષોજૂનો અને જર્જરિત હતો. ભારે વજનથી લદાયેલો ઘોડો અડધે પહોંચતાં જ પુલ તૂટી ગયો. ઘોડો અને અસ્વાર બંને નીચે વહેતી ધસમસતી નદીમાં જઈ પડયા અને ઘણો પ્રયત્ન કરવા છતાં ડૂબી ગયા. ચીવટવાળા સિપાહીએ સંભારીને ચોકસાઈપૂર્વક વસ્તુઓ સાધી લીધી હતી. પણ 'લાઈફ જેકેટ' લેવાનું એનાથી ભુલાઈ જ ગયું હતું. મુશ્કેલીમાં મદદરૃપ થાય એટલે માણસ મિત્રો બનાવે છે, પરંતુ એમાંથી જ કોઈક મિત્ર, મિત્ર મટીને એનો દુશ્મન બની જાય છે. પત્નીને ખુશ કરવા માટે કે એની જરૃરિયાત પૂરી કરવા માટે માણસ ક્યારેક ન કરવાનાં કામો પણ કરી બેસે છે અને એવું બને છે કે ચોરી કે બેંકલૂંટ જેવા ગુના બદલ એને સજા પડે છે ત્યારે એના જેલવાસ દરમિયાન જ એ પત્ની બીજા સાથે પરણી કે નાસી જાય છે. પુત્ર-પુત્રીઓ માટે માણસ પૈસા ભેગા કરે છે, નાનાં મોટાં પાપ કરે છે. વખત જતાં એ જ સંતાનો એના વિરોધીઓ બની જાય છે. ઘડપણમાં એ જ એના દુઃખ અને સંતાપનું કારણ બની જાય છે. ટાઢ, તડકા, વરસાદથી બચવા માટે પક્ષીઓ માળા બનાવે છે, પ્રાણીઓ દર બનાવે છે. માણસો ઘર બનાવે છે. પરંતુ માણસની મકાન બનાવવાની પ્રવૃત્તિ હદ ઓળંગી જાય છે અને કેટલાંકની તો એવી પ્રવૃત્તિ કરવામાં જ જિંદગી વીતી જાય છે. જે વાત પાછળ એ લાગે એની પાછળ એ લાગી જ રહે છે, એમાં એને કોઈ પ્રમાણભાન રહેતું નથી, સારાનરસાનું ભાન રહેતું નથી. પરિણામે એની સારી પ્રવૃત્તિ, જરૃરી પ્રવૃત્તિ પણ એના માટે દુઃખકર્તા થઈ પડે છે. હદ ઓળંગાઈ જાય ત્યારે ફાયદાકારક પ્રવૃત્તિ પણ નુકસાનકારક બની જાય છે. પોતાની સલામતી માટે વિચાર કરવો, પોતાના ભવિષ્ય માટે વિચાર કરવો, આવતી મુસીબતોને ખાળવા માટે વિચાર કરવો કે એનું આયોજન કરવું એ માણસમાત્ર માટે જરૃરી છે. પરંતુ એમાં જો પેલા ચીવટવાળા સિપાહી જેમ, એનો ભાર જ જ્યારે વધી જાય ત્યારે ફાયદા કરતાં નુકસાન થવાનો સંભવ વધી જાય છે. બીજી સમજવા જેવી વાત એ પણ છે કે આપણને સૌને જિંદગી માણવા માટેનો મળેલો સમય મર્યાદિત છે. જો એ સમયમાં આપણે માત્ર નવાં નવાં આયોજન જ કર્યા કરીએ તો જિંદગી માણવા માટે બહુ ઓછો સમય આપણી પાસે બાકી રહે. જો માત્ર ભવિષ્યની જ ચિંતા કર્યા કરીએ તો એ ચિંતામાં જ વર્તમાન સમય વેડફાઈ જાય. નવી નવી ગોઠવણો કર્યા કરીએ તો એમાં જ મન ગૂંથાઈ જાય અને બીજું કશું જ ન કરી શકીએ. નવી નવી યોજનાઓ અને ગોઠવણો કરનારનું મગજ શેતરંજના ખેલાડી જેવું થઈ જાય છે. પછી એને એમાં જ રસ પડે છે અને એમાં જ એ વિચારરત રહે છે. એક વેપારીની વાત છે. આખો દિવસ એનો અંગૂઠો એની આંગળીઓના વેઢાઓ ઉપર જ ફરતો હોય! એને ધીરધારનો ધંધો હતો, રાત-દિવસ વ્યાજની ગણતરી ચાલુ જ રહેતી. કોની પાસે કેટલા રૃપિયા લેણા છે, એનું કેટલું વ્યાજ થાય, એ વ્યાજનું વ્યાજ કેટલું થાય અને એથી મૂળ વ્યાજમાં કેટલો વધારો થાય. જો રકમ પાછી અથવા અડધીપડધી મળે તો કોને એ ધીરી શકાય અને તો વ્યાજ કેટલું મળે - માણસો કહેતાં કે જમતી વખતે પણ એ માણસ વ્યાજની ગણતરી કર્યા જ કરતો અને ઊંઘતી વખતે પણ એના મનમાં વ્યાજની ગણતરીઓ ચાલુ જ રહેતી. આવી રીતે જીવનાર વ્યક્તિ પોતાના રૃપિયાનો ઉપયોગ માત્ર આંકડા તરીકે જ કરી શકે, રૃપિયા તરીકે નહીં. કોઈક ડાહ્યા માણસે કહ્યું છે કે, પૈસા બે જાતના છે. એક તમારા પોતાના પૈસા અને બીજા તમારા વંશવારસોના પૈસા. પૈસા તમે ભેગા ભલે કરો પણ જો એ યોગ્ય રીતે વપરાય નહીં અને તિજોરીમાં જ પડયા રહે તો એ પૈસા તમારા નહીં પણ તમારા વંશવારસોના જ છે એમ માનવું. જે પૈસા તમારા પોતાના માટે, તમારા કુટુંબ અને સ્નેહીઓના શ્રેય માટે, કોઈ દીનઃદુખિયાને મદદ કરવા માટે, કોઈકનું ભલું કરવા માટે કે તમને આનંદ કે સંતોષ મળે એવા કામ માટે ખર્ચાય એ જ પૈસા તમારા ગણાય. જે નિષ્ક્રીય પડયા રહે, જેને કમાવા માટે તમે લીધેલા શ્રમનું તમને કશું જ વળતર ન મળે, જેને કારણે તમને કોઈ સુખસંતોષ ન મળે, એ પૈસા તમારી પાસે હોય તો પણ તમારા ન ગણાય. આવું જ સમયનું છે. જે સમયમાં આપણે માત્ર નિરર્થક ગણતરીઓ અને ચિંતા જ કર્યા કરીએ તે સમય તો આપણે વેડફી જ નાખ્યો ગણાય. એના વળતરરૃપે આપણને થાક અને અફસોસ સિવાય બીજું કશું મળી શકતું નથી. જે સમયમાં આપણને આનંદ કે સંતોષ મળી શકે, એવું કોઈ કામ આપણે કરી ન શકીએ, એ સમય આપણો હોવા છતાં આપણો નથી એમ માનવું. અગાઉ ગુલામો પાસે અને દસ્યુઓ પાસે ખાસ પ્રકારનાં કામ કરાવવાની પ્રથા હતી. અત્યારે એવી કોઈ પ્રથા નથી. છતાં કેટલાંક માણસો પોતે જ ગુલામ બનીને જિંદગી આખી આવી નિરર્થક મજૂરી જ કર્યા કરે છે. અને એક વાર આવી પ્રવૃત્તિ શરૃ કર્યા પછી એમને એનું રટણ થઈ જાય છે. અને ચીલામાં ખૂંપી ગયેલી કાર જેમ કે કળણમાં ખૂંપી ગયેલા માણસ જેમ એમાંથી બહાર નીકળવાનું એના માટે મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં વત્તે કે ઓછે અંશે આપણે સૌ ક્યારેક ફસાઈ જઈએ છીએ. આ સ્થિતિથી બચવા માટે આપણે આપી જાતને કેટલાંક પ્રશ્નો પૂછી લેવા જોઈએ. જે ગણતરીઓ પાછળ આપણે સમય વાપરી રહ્યા છીએ એ યોગ્ય છે? જે વસ્તુઓ ભાવિ મુસીબતોથી બચવા માટે આપણે ભેગી કરી રહ્યા છીએ એ પેલા સિપાહીએ ભેગી કરેલી વસ્તુઓની જેમ ભારરૃપ બની જાય એમ નથી ને? જે કારણે આપણે આ બધું કરીએ છીએ એ કારણોમાં તથ્ય કેટલું છે કે એ બધાં કારણો આપણી ચિંતામાંથી જ જન્મેલાં છે? આ કે આવા થોડા સવાલો આપણી જાતને પૂછવાથી અને એના સાચા જવાબો મેળવવાથી કદાચ આપણે ઘણી બધી નિરર્થક પ્રવૃત્તિના કળણમાંથી બહાર નીકળી શકીએ, કદાચ ભવિષ્યની ચિંતાઓનાં ભૂતોથી મુક્ત થઈ શકીએ અને વર્તમાનના સુખને માણી શકીએ. દરેક માણસ ગણતરીઓ કરે છે, ભાવિની ચિંતા કરે છે, સલામતી માટે વિચાર કરે છે, પરંતુ કેટલાંક તેમાં બિનજરૃરી રીતે ખૂંપી જાય છે. ભાવિની ચિંતા કરવી કે સલામતીનો વિચાર કરવો એ ખરાબ નથી, પરંતુ માત્ર એમાં જ જિંદગીનો કીમતી સમય વેડફી નાખવો એ ખરાબ છે. ખોરાકમાં મીઠું જરૃરી છે, પણ એકલું મીઠું ખાઈ શકાતું નથી. વધારે મીઠું ખોરાકનો સ્વાદ બગાડી નાખે છે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment