[F4AG] સુંદર બાગને કરમાવો છો તમે

ભરી ભરી ને જામ છલકાવો છો તમે,

જીન્દગીને આમ બેફામ વેડફાવો છો તમે,

ખબર હતી નહી મળે એ નીર્દય,

તેના માટે જ દિવસોને વીતાવો છો તમે,

પાથર્યા કંટક તુજ પથ પર જાલીમે,

ફુલોની કાલીન પર તેને ચલાવો છો તમે,

કર્યો તેને તમે પ્રેમ અપાર, માટે જ,

આપેલા નાસૂર ઘાવોને ભુલાવો છો તમે,

હવે આપો નવ પથ આ જીવનને,

શા માટે સુંદર બાગને કરમાવો છો તમે.

નીશીત જોશી

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...