નર્મદા એટલે ગુજરાતની પ્રગતિનું પાણીGautam Purohit
એક સમયે સરદાર સરોવર યોજના- નર્મદાના પાણી ગુજરાતને મળશે કે કેમ તેવી કલ્પના અસંભવિત લાગતી હતી પણ આજે એ સ્થિતિ છે કે નર્મદાના પાણી વિના ગુજરાતની પ્રગતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ફક્ત ખેતી જ નહીં પીવાના પાણી અને ઉધોગો માટે પણ તે સાચા અર્થમાં જીવાદોરી બની ગઇ છે. પુરાણો અનુસાર સગર રાજાના ૬૦,૦૦૦ પુત્રોને કપિલ ઋષિએ ભસ્મ કર્યા અને તેમને પુન: જીવિત કરવા ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવવાની શરત મુકાઇ. આ ભગીરથ કાર્ય સિદ્ધ કરવામાં સગરના પ્રપૌત્ર દિલીપના પુત્ર ભગીરથે આકરું તપ આદર્યું અને આખરે સ્વર્ગમાંથી અવતરેલી ગંગા શિવની જટામાં ઝીલાઇને ગંગા ધરતી પર સાત વહેણમાં વહેતી થઇ. સરદાર સરોવર યોજના જ્યારે ઘડાઇ ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદાને વહેતી કરી 'ભગીરથ' બનવાના પ્રયત્ન ઘણી સરકારોએ જોયા પણ જાતભાતના વિરોધની કેટલીય જટિલ જટાઓમાં આ યોજના અટવાતી રહી. ખેતરોની જ નહીં સામાન્યજનની પ્યાસ પણ નર્મદા નદી બુઝાવી રહી છે. નર્મદે સર્વદેનું સૂત્ર સાચા અર્થમાં ગુજરાત માટે યથાર્થ પૂરવાર થઇ રહ્યું છે. ૧૮ લાખ હેકટર જમીન, ૯૦૦૦ ગામડાં, ૧૩૫ શહેરોને પીવાનું પાણી આપવાની ક્ષમતા ધરાવતી આ યોજનાને પોતાના સમયમાં કરવાનો પ્રયાસ ૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો. નર્મદા યોજના આડે સૌથી મોટું વિધ્ન મેધા પાટકરના વિરોધનું હતું. નર્મદા બચાવો આંદોલનની ઝાળમાં ૧૯૯૫ પછી સુપ્રીમ કોર્ટના હુકમને પગલે બંધનું કામ અટકયું. ૨૦૦૧માં કેનાલનું કામ શરૂ થયું . સમયાંતરે બંધની ઊચાઇ વધારવાની મંજૂરી મળતી ગઇ. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મુખ્યમંત્રીઓએ તેમના સમયમાં ગુજરાતની જીવાદોરીને આગળ ધપાવવાનું કામ કર્યું છે. ઊર્જાની 'ભગીરથી' કેટલાંય ખોરડાં પણ ઊજાળશે નર્મદા યોજના જયારે પણ પૂરી થશે ત્યારે સાડા છ દાયકાની તરસ છીપાશે અને ઊર્જાની ભગીરથી પણ કેટલાંય ખોરડાં ઊજાળશે. હાલ ૪૫૦૦ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જ્યારે બંધની ઊચાઈ ૧૩૮.૬૪ મીટરની કરવામાં આવશે ત્યારે વીજઉત્પાદન વધીને ૬૦૦૦૦ મિલિયન યુનિટ પર પહોંચશે એટલે કે વીજઉત્પાદનમાં ૩૦ ટકા જેટલો વધારો થશે જેને ગુજરાત, મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નિયત કરાયેલા ધોરણ મુજબ વહેંચવામાં આવશે. જ્યારે નર્મદા બંધ સંપૂર્ણ ઊચાઈએ પહોંચશે ત્યારે હાલના વીજ ઉત્પાદનમાં પણ જંગી વધારો થશે. ભાવિ પેઢી જ્યારે નર્મદાનાં પાણી પીશે ત્યારે ૧૪ ભાગમાં વહેંચાયેલા ભગીરથને તેનું પુણ્ય મળશે તેમ કહેવામાં કંઈ ખોટું નથી. યોજનાનો કુલ ખર્ચ ૧૯૮૦માં ૩,૩૩૩ કરોડ મૂળ અંદાજ હતો. કયાં કેટલા ખર્ચાયા.. વિગત કરોડમાં
રેવા બની જાય ધન્ય, પ્રસન્ન હૈયું બન્યું.. નોલેજ પ્લસ નર્મદા યોજના ૧૯૬૧માં સત્તાવાર રીતે શરૂ કરાઈ તે પૂર્વે ગુજરાતના વિચક્ષણ અગ્રણી સ્વ. ભાઈકાકા પટેલે પણ તેનું સ્વપ્ન જોયું હતું. અંગ્રેજોના જમાનામાં પણ નર્મદા નદી પર બંધ બાંધવાનું વિચારાયું હતું. નર્મદા યોજનાના મહત્વના વળાંકો ૧૯૪૬ : નર્મદા ખીણની જળસંપત્તિના વિકાસની મોજણી શરૂ ફેક્ટ ફાઇલ ૧. કોંક્રિટમાંથી બનેલા બંધમાં વિશ્વમાં બીજા ક્રમાંકે આવતા નર્મદા બંધમાં ૬૮.૨૦ લાખ ઘનમીટર કોંક્રિટ છે. અમેરિકાના ગ્રાન્ટફુલી બંધમાં ૮૦ લાખ ઘનમિટર કોંક્રિટ છે. મુઠ્ઠી ઊચેરો ગુજરાતી, સત્ય-અહિંસાના પ્રખર ઉપાસક 'બ્રિટિશ એમ્પાયર'માં ક્યારેય સૂર્યનો અસ્ત થતો નથી એવું કહેવાતું હતું, ત્યારે સ્વેચ્છાએ સ્વીકારેલી ફકીરી અને અહિંસાની અમિરાતને આધારે પોરબંદરના વણિકે ભારતને આઝાદી અપાવી દીધી. શસ્ત્ર સામે નિ:શસ્ત્રનો એ સૌથી પ્રભાવી વિજય હતો. રાજનીતિ, સમાજનીતિ, સાહિત્ય અને લોકજીવન પર મોહનદાસ કરમચંદ ગાંધી છવાયેલા રહ્યા. અસહકાર આંદોલન, દાંડીકૂચ, હિંદછોડો વગેરે એક પછી એક ચળવળોથી ગાંધી વધુને વધુ મોટા થતા ગયા. સત્ય અને નિર્ભેળ સત્યની પ્રખર ઉપાસનાએ એમને મહાત્મા બનાવી દીધા. આજે પણ ગુજરાત માટે ગાંધીનું ગુજરાત એવું ગૌરવથી કહેવાય છે. ગાંધીજીનું કદ એટલું વિરાટ હતું કે એમને પામી શકવાનું કામ વધુને વધુ દુષ્કર બની ગયું છે. કદાચ એટલે જ એ સૌથી વધુ ગેરસમજણનો ભોગ બનેલા ગુજરાતી બની ગયા છે. |
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment