પૈસો હાથનો મેલRajiv Bhalani ધન અને ધનિકો વિશેની નકારાત્મક માન્યતાઓ 'અમીરી અને ગરીબી કિસ્મતનો ખેલ છે. - અસર: જાત પરની અને પુરુષાર્થ પરની શ્રદ્ધા ઓછી થવા લાગે છે. ' પૈસા જ તમામ દુ:ખોનું મૂળ છે. - અસર: ધન ઉપાર્જન માટે કરી રહેલાં કામ અર્થાત્ વ્યવસાય પ્રત્યે અણગમો.'ધનવાનો સ્વાર્થી અને નિર્દય હોય છે. - અસર: ધનવાન બનવાની જરૂર હોવા છતાં ઇચ્છા મરી પરવારે છે. 'પૈસો ઝાડ ઉપર નથી ઊગતો. - અસર: કઠોર પરિશ્રમ કરવો પડશે એવી શંકા જન્મ લે છે.' મારા માટે ધનવાન બનવું શક્ય નથી. - અસર: આવક વધારવાના આઈડિયા આવતાં જ બંધ થઈ જાય છે. 'પૈસા કમાવા હોય તો મોજ-શોખ ભૂલી જવા પડે. - અસર: મહેનત કરવા પ્રત્યે નફરત. ' પૈસો હાથનો મેલ છે. - અસર: આ માન્યતા ધરાવનાર પર ઈશ્વર ખાસ ઘ્યાન આપે છે અને એના હાથને ક્યારેય 'મેલા' થવા દેતો નથી. આવી અસંખ્ય માન્યતાઓના પોટલાં માથા પર ઊચકીને લોકો ફરતાં હોય છે. આ પોટલાં સાચા અર્થમાં 'ભારરૂપ' છે, પરંતુ એ ફેંકી દેતાં જીવ નથી ચાલતો કારણ કે એ પોતાની લાડ-પ્યારથી ઉછેરેલી માન્યતાનું પોટલું છે. જો હિંમત કરીને પોટલું ફેંકી દો તો જ સમૃદ્ધિના સૂર્યનારાયણનાં દર્શન થઈ શકે. હું ઘણીવાર લોકોને પૂછતો હોઉ છું કે જો ઈશ્વર તમારા પર પ્રસન્ન થઈ ને બે ઓફર મૂકે: ઓફર નં.૧- બેશુમાર દોલત અને ઓફર નં.૨ - જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની તંદુરસ્તી, તો તમે કઈ ઓફરનો સ્વીકાર કરો? મોટા ભાગના લોકો તંદુરસ્તીની ઓફરને જ પસંદ કરે છે, પરંતુ જેઓએ પેલું પોટલું ફેંકી દીધેલું હોય છે તેઓનો જવાબ હોય છે, 'બંને'. મોટા ભાગનાં લોકોના મનમાં બાળપણથી જ માન્યતા બંધાતી ગઈ હોય છે કે અઢળક રૂપિયા સાથે સાથે બીમારીઓને પણ લાવે. માટે જ ઘણાં લોકો એવું કહીને સંતોષ મેળવતા હોય છે કે 'આપણે રૂપિયા ભલે ન કમાઈ શકયા હોઈએ પણ તંદુરસ્તી તો આજેય એવીને એવી જ સરસ છે બોસ!' તંદુરસ્ત હોઇએ અને સાથે પ્રોપર્ટી પણ હોય તો વાંધો શું છે? માત્ર સ્વાસ્થ્યની, સંબંધોની કે માત્ર આઘ્યાિત્મક સફળતા ક્યારેય માણસને સુખી ન કરી શકે. સફળતાની માત્રા કરતાં સફળતાનું સંતુલન વધારે સુખ આપે છે અને સફળતાનું સંતુલન હોય તો જ 'માનવ' તરીકેનો સર્વાગી વિકાસ સંભવ બને છે. ઘણાં લોકો માને છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે ન રહી શકે. ખરેખર તો સાથે રહેવું કે નહીં તે લક્ષ્મી અને સરસ્વતીને જ નક્કી કરવા દેવું જોઈએ. આપણું કામ તો બન્નેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. 'ધનવાન બનવાનો મારો સમય હવે ચાલ્યો ગયો છે.' 'અમે મહિલાઓ આર્થિક સ્વાતંત્ર્ય ન મેળવી શકીએ,' 'હું અમીર બનીશ તો મારા સંતાનો બગડી જશે,' 'પૈસા બનાવવા માટે ખોટાં કામો કરવા પડે.' 'રૂપિયા કમાવા માટે રૂપિયા જોઈએ' જેવી માન્યતાઓ માણસને ધનવાન બનવા તરફ પહેલું કદમ ઉઠાવતાં જ રોકે છે. જાતે જ ખંતપૂર્વક ઘડેલી માન્યતાઓની મજબૂત અને અદ્રશ્ય સાંકળ પગને ખેંચી રાખે છે. અને એટલે જ પાછી નવી માન્યતા બંધાય છે કે, 'મારામાં ધનવાન બનવાની ક્ષમતા નથી.' આ ઘટમાળ બસ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તો કરવું શું? જોઈશું આવતા અંકે' સોના મહોર: તમે વાવેલા સપનાંને ઉગાડવા કે નહીં તે તમારી માન્યતા નક્કી કરે છે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment