ઇનકાર કરવાની સ્વતંત્રતાVinesh Antani, Doobki સ્ખલન માત્ર ટીવીના પડદે જ થયું નથી, ટીવીની સામે ચોંટેલા રહેતા પ્રજાસમૂહનું પણ થયું છે. શું સારા કાર્યક્રમોની ભૂખ આપણને 'પરવડે' તેમ નથી? આપણે કિશોર-યુવા પેઢીને ડ્રગ્સના ભયથી બચાવવાના પ્રયત્નો કરીએ છીએ, પણ ટીવીના કાર્યક્રમોની થઇ રહેલી અવદશા તરફ ચિંતા સેવતા નથી. જેવું છે તેનો આનંદ માણીએ છીએ, કશી જ ચિંતા કર્યા વિના કે કશું જ વિચાર્યા વિના. સમૂહ માઘ્યમો, રંગભૂમિ વગેરેના ઊંડા અભ્યાસી ભરતભાઇ દવેનો એક લેખ 'ટેલિવિઝનની વર્તમાન ભૂમિકા' ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના ફેબ્રુઆરી ૨૦૧૦ના અંકમાં છપાયો છે. એ લેખમાં એમણે વિવિધ ટીવી ચેનલો પર મનોરંજનના નામે પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમોના સંદર્ભમાં કરેલાં નિરીક્ષણો વિચારવા જેવાં છે. એમણે કહ્યું છે : 'કાર્યક્રમોમાં મનોરંજન ભલે ભરપૂર હોય અને તે હોવું પણ જોઇએ. પણ મનોરંજન એટલે સાવ જ નિરર્થક, બેહુદું ને ક્યારેક તો માનસિક કે નૈતિક સ્ખલન તરફ જ લઇ જનારું હોય તે કંઇ સમજણભરી વાત નથી. આજકાલ પ્રદર્શિત થતા મોટા ભાગના કાર્યક્રમોમાં ક્યાંય કોઇ પણ દ્રષ્ટિકોણથી સાધારણ પ્રેક્ષકોના હિતની, જ્ઞાન-વિજ્ઞાનની, પ્રેક્ષકોની રુચિ કે બૌદ્ધિક ઘડતરની, રાષ્ટ્રીય સમસ્યાઓ પ્રતિ શિક્ષિત કે જાગ્રત કરવાની, સામાજિક સમરસતાની, વૈચારિક કે કલાત્મક પાસાંઓ પ્રતિ સંવેદનશીલ બનાવવાની કોઇ વાત જ નથી. આ બધાં પાછળ એક જ દલીલ છે કે અમે ધંધો લઇને બેઠા છીએ અને એટલે લોકોને જે જોઇએ છે તે જ આપીએ છીએ. આર્થિક જોખમો ઉઠાવીને પ્રયોગો કરવા અમને પરવડે નહીં.' અહીં પ્રશ્ન એ થાય કે ટીવીનું માઘ્યમ શું માત્ર 'ધંધો' કરવા બેસવાની જગ્યા જ છે? ટીવી જેવા લોકજાગતિના સશકત માઘ્યમમાં અત્યારે સક્રિય ચેનલોની કેટલીક નૈતિક અને સામાજિક જવાબદારીઓ પણ છે. રિયાલિટી શોના નામે જે પ્રકારનું સસ્તું મનોરંજન પીરસવામાં આવે છે તે માટે શું કહીશું? કલાત્મકતાની વાત તો સાવ હાંસિયામાં જ ધકેલાઇ ગઇ છે. આ એ જ ટીવીનું ડબલું છે, જેના પરથી હજી થોડાં જ વરસો પહેલાં 'હમ લોગ', 'બુનિયાદ', 'તમસ', 'શ્રીકાંત', 'ભારત એક ખોજ', 'ચાણ્યક', 'મહાભારત' જેવી શ્રેણીઓ જોઇ શકાતી હતી. કેટલી બધી કલાત્મક ફિલ્મો આપણે ટીવી પર જોતા હતા. હવે મનોરંજન માત્ર 'ધંધો'ને આર્થિક સદ્ધરતા મેળવવા માટેનું સાધન બની ગયું છે. આપણે આજકાલ સિરિયલોમાં શું જોઇએ છીએ? એના પરથી વર્તમાન ભારતીય સમાજનું કેવું ચિત્ર પ્રગટે છે? ભરતભાઇ દવેએ એમના એ જ લેખમાં જે ચિત્ર તારવી આપ્યું છે તે જોઇએ : 'ઇર્ષ્યા ને વેરઝેરથી ખદબદતી ખલનાયિકાઓ. તૂટતા અને છેતરાતા લગ્નસંબંધો, વીખરાતા પરિવારો, માત્ર કપટ અને ચાલબાજીમાં અટવાતા સામાજિક સંબંધો વગેરે જેવી બાબતોએ સ્વાભાવિક રીતે જ માણસમાં પડેલી સુષુપ્ત હિંસા ને વેરઝેરને હવા આપી. માત્ર ધન કમાવા મેદાનમાં ઊતરેલા આ નિર્માતાઓએ જોઇ લીધું કે પ્રેક્ષકોને ટીવીના પડદે ચોંટાડી રાખવામાં એના ચિત્તમાં વિવિધ કારણોસર દબાવી રાખેલ હિંસા, અભાવ, અજંપો, વગેરે ભાવોને ઉશ્કેરવા કાર્યક્રમોના પાત્રો અને પરિસ્થિતિ સાથે તેમનું 'આઇડેન્ટિફિકેશન' (જાત સાથેનો અનુબંધ) બહુ જરૂરી છે. આ નિમ્ન સ્તરના ઘ્યેયને હાંસલ કરવામાં જીવનની નકારાત્મક બાબતોની યોજનાબદ્ધ તેમ જ યુકિતપૂર્વકની માવજત તેમને હાથવગી લાગી. એક બાજુ દુર્વત્તિ-દુરાચારના વરવા ખેલ જોતા રહેવાની માણસની નિમ્નતર જિજ્ઞાસાને ઉત્તેજના મળ્યું અને બીજી બાજુ મોંઘાદાટ ઝગમગ વસ્ત્રો, અલંકારો, ભવ્ય દીવાનખંડો, ચકાચૌંધ કરી દેનાર રાચરચીલું વગેરેએ દર્શકોમાં જીવનને સ્થૂળપણે ભોગવી લેવાની ભૂખ ઉઘાડી આપી.' શું માણસમાં દુર્વત્તિઓ જ પડેલી છે? શું જીવન એટલું બધું સસ્તું અને નિરર્થક થઇ ગયું છે કે આજના માણસને કોઇ નૈતિક ખ્યાલ, જીવનમાં સુંદર વિચારો, સંસ્કારોની કશી જ પડી ન હોય? થોડા સમય પહેલાં જે યુવાન તેની સાચી જિંદગીમાં ડ્રગના મામલામાં કાયદાની જાળમાં ફસાયેલો હતો એ જ યુવાન એના લગ્ન માટે 'યોગ્ય' પત્ની શોધવા માટે ટીવીના પડદે જાહેરમાં સ્વયંવર રચે અને તેના એપિસોડ આપણે હોંશેહોંશે જોઇએ. ખૂટ્યું તો કશુંક આપણામાં પણ છે. સ્ખલન માત્ર ટીવીના પડદે જ થયું નથી, ટીવીની સામે ચોંટેલા રહેતા પ્રજાસમૂહનું પણ થયું છે. દર્શકો પાસે ઇનકાર કરવાની સ્વતંત્રતા છે. એ વાત જુદી છે કે આપણે તેવું કરતા નથી. શું સારા કાર્યક્રમોની ભૂખ આપણને 'પરવડે' તેમ નથી? |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment