[F4AG] ધિક્કારના પિંજરમાં આપણે જ કેદી

 

ધિક્કારના પિંજરમાં આપણે જ કેદી
 
એક સરસ નાનકડી પુસ્તિકા અત્યારે હું વાંચી રહી છું, એમાં આપણી આસપાસના સામાન્ય મનુષ્યો વિશેની સત્યઘટનાઓ છે, એવા મનુષ્યો જેમણે પ્રિયજનના સંબંધો ગુમાવી જીવનમાં પારાવાર પીડા વેઠી છે. તેમના પ્રત્યે રોષ, ધિક્કાર અને બદલાની ભાવનાથી પીડાય છે, તેમના ઊંડા ઘા શી રીતે રૃઝાયા, પ્રિયજનો શી રીતે પાછા આવી મળ્યા, તેના પ્રસંગો છે.
 
એવા એક માણસ રોબર્ટની આ વાત છે.
 
રોબર્ટને એના પિતા પ્રત્યે સખત ધિક્કાર હતો.
 
પિતાને ધિક્કારવાનું એની પાસે કારણ હતું. બાળપણથી એના પિતાનું વર્તન એની સાથે ખૂબ ખરાબ. મારપીટ અને સજા રોજિંદા જીવનનો એક ભાગ હતા. પિતા ચિક્કાર દારૃ પીતા, અને નશામાં બધું ભાન ભૂલી જતા. મા પણ બાટલી ગટગટાવી જતી. આવા જ વાતાવરણમાં રોબર્ટ પીતો ન થાય તો જ નવાઈ. તેના પર દારૃની લત સવાર થઈ ગઈ. વીસ વર્ષના રોબર્ટને એક સવારે થઈ આવ્યું, જ્યાં સુધી હું પીવાનું છોડીશ નહીં ત્યાં સુધી જીવન ઠેકાણે નહીં પડે. હું ઊંડી ગર્તામાં પડી ગયો છું અને એમાં જ સબડું છું.
 
પોતાની જાતને પરાણે ખેંચીને એ આલ્કોહોલિક્સ એનોનિમ્સના રિહેબ સેન્ટરમાં પહોંચી ગયો.  સેન્ટરમાંથી નવા અવતારે એ બહાર આવ્યો, પછી જિંદગીભર એણે દારૃને હાથ પણ નથી લગાડયો.
એવી ઘણી ઘટનાઓ આપણે જોઈ છે, વાંચી છે કે માણસ મજબૂત મનોબળથી એનાં વ્યસનો ત્યજી દે. મનુષ્યની આંતરશક્તિના વિજયની માત્ર આ વાત છે.
રોબર્ટની કથા હજી આગળ જાય છે.
 
રોબર્ટને પોતાનું જીવન પાટે ચડાવતાં પૂરાં ચાર વર્ષ લાગ્યાં, તોય મન અશાંત હતું. મનમાં સતત તીવ્ર ઝંખના હતી કે મેં આખું જીવન મારા પિતાને ધિક્કાર્યા છે. મારે એમને ક્ષમા આપવી છે.
એ વિચાર આવતાં જ એને થયું એક પળનોય વિલંબ ન કરવો જોઈએ. એ સમયે રોબર્ટના પિતાની ઉંમર ૫૧ વર્ષની હતી. નરક જેવું જીવન જીવી રહ્યા હતા. રોબર્ટ હવે દૂર રહેતો હતો. એણે તરત જ કાર મારી મૂકી. ત્યારે મોસમ ખૂબ ખરાબ હતી. બરફનું ભયંકર તોફાન વીંધીને એ પિતાના ઘરે પહોંચ્યો, ત્યારે પિતાએ શરૃઆતમાં તો હંમેશની જેમ એને મહેણાં ટોણાં જ માર્યાં - તું તો સાધુ સંત થઈ ગયો, મિ. ક્લીન.
 
જ્યાં સુધી રોબર્ટના મનમાં પિતા પ્રત્યે તિરસ્કાર અને ધિક્કાર હતો ત્યાં સુધી પિતાનો એક એક શબ્દ એને મનમાં ચૂભતો પછી દિવસો સુધી ઘામાંથી લોહી ઝરતું. પણ આજે રોબર્ટે પિતાને જુદા સ્વરૃપે જોયા, એક કંગાલિયતની દશામાં જીવતો, બીમાર, જીવનથી હતાશ થયેલો માણસ, જે જીવનની લડાઈ લડી શક્યો ન હતો. રોબર્ટે આજે સામે શિંગડાં ન માંડયાં, શાંતિથી સ્મિત કર્યું. રસોડામાં બે કપ કોફી બનાવી ટેબલ પર મૂકી કહ્યું, "ચાલો, કોફી પીએ. બહુ ઠંડી છે, હું તો ખાસ તમને મળવા જ આવ્યો છું."
પિતા સ્તબ્ધ થઈ એને જોતાં રહી ગયા અને ટેબલ પર બેસી પડયા. આજે સામાં તીર ફેંકાયાં નહીં એટલે એમનેય લડવાનું મન ન રહ્યું. એમની સામે તંદુરસ્ત, હેન્ડસમ દેખાતો યુવાન પુત્ર દારૃને બદલે કોફી પીતો હતો, ખુશ હતો.
 
પિતાએ નીચું જોઈ, ભાંગેલ સ્વરે કહ્યું, "મારે ડ્રિંકિંગ છોડી દેવું છે."
 
રોબર્ટે કહ્યું, બહુ સરસ. પણ જરાય ફોર્સ ન કર્યો, એણે ઘણાં વર્ષ આલ્કોહોલિક્સ એનોનિમ્સના રિહેબ સેન્ટરમાં ગાળ્યાં હતાં અને એ જાણતો હતો, આગ્રહ, દબાણ કરવાથી સામી વ્યક્તિ સામનો કરવા ઉત્તેજિત થતી હોય છે. મા બહારથી આવી અને આ દૃશ્ય જોઈ આભી બની ગઈ. એના પિતાએ પત્નીને કહ્યું, "તું મને આ બરફના તોફાનમાં ડ્રાઈવ કરીને લઈ જા, હું હમણાં રિહેબ સેન્ટરમાં દાખલ થવા જઈ રહ્યો છું."
 
પછી એક લાંબી મુસાફરી હતી, જેમાં પીડા હતી, જાત સાથેની લડાઈ, ટ્રીટમેન્ટ, દવાઓ, વીડ્રોઅલ સિમ્ટમ્સ. પણ પિતા ડોક્ટર, નર્સ, બીજા દર્દીઓ સૌની મદદ ટેકાથી અને મનોબળથી એ દારૃની લતમાંથી મુક્ત થઈ ગયા. ઘણા સમય પછી રોબર્ટે એમના જીવનની, પિતા-પુત્રના સંબંધો વિશેની વાત લખવાની, અનેક લોકો સાથે શેર કરવાની સંમતિ આપી.
પછી રોબર્ટે પૂરી વાત કરી.
 
દારૃની લત છૂટયા પછી ઘણા વખતે પિતાએ સ્વીકાર્યું કે એણે પોતાનાં કુટુંબીજનો સાથે કેટલી ખરાબ વર્તણૂક કરી હતી અને એમને કેટલો પશ્ચાતાપ થયો હતો! રોબર્ટે કહ્યું દારૃના રાક્ષસનું વળગણ છૂટયા પછી એના પિતાનો નવો અવતાર થયો હતો. બંને ખાસ મિત્રો બન્યા હતા.
 
ક્ષમા આપવી એટલે કેદીને ધિક્કારના પિંજરમાંથી મુક્તિ આપવી, અને એ કેદી આપણે પોતે જ છીએ. કોઈને ધિક્કારવું, તિરસ્કારવું એની નકારાત્મક ભાવનાઓ વ્યક્તિને એવી પૂરેપૂરી ગળી જાય છે કે એ પોતે જ પોતાનો કેદી બને છે.
 
એનો અર્થ એ કે કોઈને ક્ષમા આપવી એટલે ધિક્કારના પિંજરામાંથી પોતે જ આઝાદ થવું. બીજાને ધિક્કારવાથી, એનું જ સતત ચિંતન કરવાથી માણસ પોતાને જ ખબર ન પડે તેમ કેટલો બદલાતો જાય છે!
 
અને બીજું પરમ સત્ય એ કે બીજાને બદલતાં પહેલાં, તમે જ બદલાઓ, પછી જુઓ તમારી આસપાસ હકારાત્મક એનર્જીનાં કેટલાં વર્તુળો રચાતાં આવે છે.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Do More for Dogs Group. Connect with other dog owners who do more.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...