[F4AG] સુસ્તી લાગે તો શું કરવું?

 

સુસ્તી લાગે તો શું કરવું?

Shamim Akhtar, Aha Zindagi
પૂરી નિદ્રા લીધા પછી પણ જો ઉંઘની જરૂર લાગ્યા કરતી હોય તો આ એક બીમારી હોઇ શકે. આ સમસ્યા નિવારવા તમે સૂતાં પહેલાં શાંતિદાયક અને જાગ્યા પછી સ્ફૂર્તિ લાવનારી યોગની મુદ્રાઓનો ઉપયોગ કરી શકો છો.


restlessnessજાગ્યા પછી પણ ઉંઘ આવતી રહે કે સુસ્તી લાગતી રહે તો એની સીધી અસર આપણી કાર્યક્ષમતા પર થાય છે. ઘણીવાર ઋતુની અસર કે ઠંડીને લીધે આવું થઇ શકે છે. કોઇવાર આ એક બીમારી પણ હોઇ શકે છે, જેને ડોક્ટરી ભાષામાં નાર્કોલેપ્સી કહે છે.


કારણ: જો તમને કામ દરમિયાન નિયમિતપણે ઉંઘ આવતી હોય કે સુસ્તી લાગતી હોય તો એનો અર્થ એમ થઇ શકે કે તમારા શરીરને કદાચ પૂરેપૂરી ઉંઘ નથી મળી રહી. ઘણીવાર અમુક લોકોને પૂરેપૂરી ઊંઘ લીધા પછી પણ નિદ્રાની જરૂર વર્તાતી હોય છે. આવું થવાનું કારણ આપણો આહાર હોઇ શકે છે.


ઓછીં ઊંઘનું કારણ આહારની સંવેદનશીલતા પણ ગણાય છે અને મોટે ભાગે આનો ઇલાજ નથી હોતો. શરીરે નિયમિત ઉંઘ લીધી હોવા છતાં પણ ઘણીવાર રાત્રિનું ભોજન મોડેથી લેવાને લીધે પણ કેટલાક લોકોને આવું લાગે છે, કેટલાકને માનસિક તાણને લીધે આવું થાય છે. મેદસ્વીપણું કે અન્ય કારણોને લીધે પણ ઘણીવાર આવાં લક્ષણો વર્તાતાં હોય છે.


યોગ કેવી રીતે મદદ કરે છે: આ સમસ્યા નિવારવા તમે સૂતાં પહેલાં શાંતિદાયક અને જાગ્યા પછી સ્ફૂર્તિ લાવનારી યોગની મુદ્રાઓનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી સંતુલન જળવાશે. પશ્વિમોત્તાસન, જાનુ શીર્ષાસન, શશાંકાસન, બાલાસન, ઉત્તાનાસન જેવી આગળ ઝૂકીને કરવાની મુદ્રા છે. ઉજ્જયી અને ભામરી પ્રાણાયામ પણ શાંતિદાયક મુદ્રા છે. ભુજંગાસન, ધનુ, અર્ધ ચંદ્રાસન, ઉષ્ટ્રાસન સ્ફૂર્તિ લાવનારી મુદ્રાઓ છે, જયારે કપાલભાતિ અને ભસ્રિકા શ્વસન મુદ્રાઓ છે.


શરીરની કુદરતી રીધમને અનુસરો: મન કેન્દ્રિત કરીને કરવું પડે એવા કોઇ પણ કામ માટે ઉત્તમ સમય સવારે ૧૦થી ૧નો ગણાય છે. મહત્વની મિટિંગ અને કામ માટે આ સમય આદર્શ છે. બપોરે જમ્યા પછી ૧થી ૩ વચ્ચે સુસ્તી લાગે છે. આ સમયગાળામાં રુટિન કામો કરી શકાય છે. આપણું મન અને શરીર ઊર્જા અનુભવતાં હોય એવા બીજા બે સમયખંડ છે. મોડી બપોરે લગભગ ૪ થી ૬ સુધીનો અને બીજો, સાંજે ૭ થી ૯ સુધીનો.


ઉંઘરેટી અવસ્થા સાથે લડવા માટે તાડાસન: તમારી હથેળીઓને ગરદનની પાછળ લઇ જઇ આંગળીઓને એકબીજામાં પરોવી ગરદન પર દબાણ લાવો. આ વિશેષ ખેંચાણ તમારા મગજને જાગૃત કરે છે. ખભા પરથી હાથ ઉપર ઉઠાવવાની મુદ્રા પણ એવું કરે છે. (હૃદયરોગીઓએ આવી મુદ્રાઓ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.) સહેજ ખેંચાણ તરત જ ઊર્જાનો સંચાર કરશે.


યોગિક મિતાહાર અથવા નિયંત્રિત આહાર: કોઇ પણ મહત્વનું કામ કરવું હોય તો બપોરે ઓછું ખાવ. દબાવીને ખાધું હશે તો લોહી પાચન તંત્ર તરફ વળી જશે. આને લીધે મગજમાં સુસ્તી ભરાય છે.


સૂર્યનમસ્કાર અને સૂર્યસ્નાન: વહેલી સવારે યોગ કરવાથી અને સૂરજના પ્રકાશમાં બેસવાથી અનેક ફાયદા થાય છે. સવારે જલદી ઊઠીને કરાતું સૂર્યસ્નાન શરીરની આંતરિક ઘડિયાળને ફરી સુવ્યવસ્થિત કરે છે.


તાણમુક્તિમાં મદદરૂપ: અતિ ઉત્તેજના મગજની કોષિકાઓને ક્ષતિ પહોંચાડવા માટે જવાબદાર હોય છે. એ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. એક્સાઇટોકિસસિટી મગજના વહેતાં લોહીને અસ્તવ્યસ્ત કરી દે છે, એને નિષ્ક્રિય બનાવે છે અને સેરેટોનિન હોર્મોનની કાર્યવિધિમાં અડચણ ઊભી કરે છે. આના લીધે ગુસ્સો, ચિંતા, હતાશા, થાક જેવી નેગેટિવ લાગણીઓ ઉત્પન્ન થાય છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...