[F4AG] કોણ છે નક્સલી નેતાઓ?

 

કોણ છે નક્સલી નેતાઓ?

Kana Bantva
કોણ છે નક્સલી નેતાઓ?


ચાલીસ હજારથી વધુ સશસ્ત્ર ગેરિલાઓનું એક ઉધઇ જેવું અદૃશ્ય સૈન્ય ભારતનાં પંદર રાજયોમાં ફેલાયેલું છે. તે દંતેવાડામાં ૭૬ જવાનોને મારી નાખે છે, મહિનામાં એકાદ વખત પાંચ પંદર પોલીસમેન અથવા સીઆરપીએફ જવાનોને મારી નાખવાનું તો તેમના માટે સામાન્ય વાત છે. અબજો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે, અધિકારીઓને બાન પકડે છે. મીડિયાને ઇન્ટરવ્યૂ આપે છે. જંગલમાં તેમનું રાજ ચાલે છે, છતાં ભારતનાં અર્ધસૈનિક દળો અને પોલીસ ફોર્સ તેમને શોધી શકતાં નથી.


નકલસવાદીઓના આ સૈન્ય જેટલાં જ રહસ્યમય તેના નેતાઓ છે. નકસલી નેતાઓ સૈન્યના કમાન્ડરોની જેમ રહે છે. દાયકાઓથી તેઓ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢનાં ગાઢ જંગલોમાં જિંદગી વિતાવે છે. માયાવી રાક્ષસો જેવા આ નકસલી નેતાઓ કોણ છે, કેવા છે? તેમની કાર્યપ્રણાલી કેવી છે? મૂળ કયાંના છે અને તેમનું બેકગ્રાઉન્ડ કેવું છે? ટોચના નકસલી નેતાઓને આ રહ્યો પરિચય.


ગણપતિ ઉર્ફે મુપ્પલ્લા લક્ષ્મણ રાવ


કિશનજી નામનો એક નકસલી નેતા મીડિયામાં એટલો છવાયો છે કે તે જાણે માઓવાદી-નકસલવાદીઓનો ચહેરો બની ગયો છે. હકીકતમાં નકસલીઓનો સુપ્રીમ કમાન્ડર ગણપતિ ઉર્ફે મુપ્પલ્લા લક્ષ્મણ રાવ. પ્રતિબંધિત સીપીઆઇ (માઓવાદી)નો જનરલ સેક્રેટરી નકસલીઓનો સુપ્રીમ કમાન્ડર છે. ૬૦ વર્ષનો ગણપતિ છેલ્લા ત્રણ દાયકાથી જંગલમાં છૂપાયો છે. ૨૫ વર્ષ સુધી બહારના કોઇએ તેને જોયો નહોતો. ૨૦૦૬માં તેણે મીડિયાને થોડા ઇન્ટરવ્યૂ આપ્યા. તે પોતાના સ્થાન સતત બદલતો રહે છે. ૧૫ રાજયોમાં ફેલાયેલા માઓવાદીઓ માટે ગણપતિનો શબ્દ આખરી હોય છે.


આંધ્ર પ્રદેશના કરીમનગર જિલ્લામાં જન્મેલા ગણપતિની પ્રશસ્તિનાં ગીતો યુ ટ્યૂબ પર હીટ છે. દેખાવમાં કોઇ બુદ્ધિજીવી શિક્ષક લાગતો અને બી.એડ. થયેલો ગણપતિ શરૂઆતમાં શિક્ષક જ હતો. આગળ ભણવા માટે તેણે શિક્ષકની નોકરી છોડી અને માઓવાદીઓના સંપર્કમાં આવીને અંતિમવાદી બની ગયો.


૧૯૮૦માં પીપલ્સ વોર ગ્રૂપના નેતા કોન્ડાપલ્લી સીતારામૈયાના અવસાન પછી ગણપતિએ તેનું કામ સંભાળ્યું હતું. ૧૯૯૧માં તે સીપીઆઇ (માઓવાદી) પક્ષનો જનરલ સેક્રેટરી બન્યો હતો. તાજેતરના દંતેવાડા હુમલાના માસ્ટર માઇન્ડ નકસલીઓમાં તેનો સમાવેશ થાય છે.


કિશનજી ઉર્ફે માલ્લોજુલા કોટેશ્વર રાવ


પિશ્ચમ બંગાળના એક પોલીસ અધિકારીના અપહરણ બાદ તેને મુકત કરતી વખતે કોટેશ્વર રાવ હાજર રહ્યો હતો. કેમેરા તરફ પીઠ કરીને, હાથમાં એકે-૪૭ રાયફલ સાથે તેણે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તાજેતરમાં કોઇપણ ફિલ્મ સ્ટાર કે મંત્રી કરતાં વધુ ઇન્ટરવ્યૂ કિશનજીના લેવાયા છે. તેની પીઠ જ કેમેરા તરફ રહે છે. પોલીસ પાસે પણ તેનો અસલી ફોટોગ્રાફ નથી.


ગણપતિની જેમ કિશનજી પણ આંધ્રના તેલંગાણા વિસ્તારના કરીમનગર જિલ્લાના પેડાપલ્લી ગામનો રહેવાસી છે. સાયન્સ ગ્રેજયુએટની ડિગ્રી ધરાવતો કિશનજી નકસલવાદી બન્યો તે પહેલાં પણ તેના પર ગુંડાગીરી અને મારામારીના ઘણા કેસ થઇ ચૂકયા હતા.


અગાઉ તેણે પ્રહલાદ, મુરલી, રામજી, શ્રીધર વગેરે નામ પણ ધારણ કયાô હતા. અત્યારે ૫૨ વર્ષના કિશનજીએ ૩૪ વર્ષ નકસલવાદી તરીકે ગાળ્યા છે. ઉરચ અભ્યાસ કરતી વખતે તે માઓવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજી ગાયબ થઇ ગયો હતો, તે પછી તેનો પત્તો લાગ્યો ત્યારે દુનિયાને જાણવા મળ્યું હતું કે, તે નકસલવાદી નેતા બની ગયો છે. ૧૯૮૦માં જયારે આંધ્રપ્રદેશમાં પીપલ્સ વા"ર ગ્રૂપની સ્થાપના થઇ ત્યારે કિશનજી પણ તેમાં સામેલ હતો.


કયારેક તે કહે છે કે, પોતે ખેડૂતનો પુત્ર છે, કયારેક કહે છે કે તેના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા. અત્યારે કિશનજી નકસલવાદીઓનો બીજા ક્રમનો કમાન્ડર છે. ૨૦૦૬માં આંધ્રપ્રદેશમાંથી પકડાયેલી કેટલીક મહિલાઓએ કિશનજી અને તેના સાથીઓ કઇ રીતે રહે છે તેનો ચિતાર આપ્યો હતો. કિશનજી જ નહીં, તેના અન્ય કમાન્ડરો પણ જંગલમાં લશ્કરી ઠાઠથી રહે છે.


નકસલી કમાન્ડરો મહિલા નકસલવાદીઓનું જાતીય શોષણ કરતાં હોવાનું પણ આ મહિલાઓએ જણાવ્યું હતું. તાજેતરમાં કિશનજીએ સરકાર સામે ૭૨ દિવસના યુદ્ધ વિરામની દરખાસ્ત મૂકીને તથા ૨૦૫૦ સુધીમાં ભારતમાં શાસનપલટો કરવાનો પડકાર ફેંકીને ચર્ચા જગાવી હતી.


કટ્ટકમ સુદર્શન


દંતેવાડાના હુમલાનું સંપૂર્ણ આયોજન કટ્ટકમ સુદર્શને કર્યું હોવાનું બહાર આવ્યું છે. ૫૩ વર્ષનો સુદર્શન ગણપતિ અને કિશનજીની જેમ તેલંગાણાનો જ મૂળ રહેવાસી છે. સામાન્ય નકસલી ગેરિલામાંથી સીપીઆઇ (એમ)ની સેન્ટ્રલ કમિટીના સભ્યપદ સુધી પહોંચેલો સુદર્શન સ્ટ્રેટેજીનો માસ્ટર ગણાય છે. તે પીપલ્સ ગેરિલા આર્મીના એક યુનિટનો સેનાપતિ છે અને નકસલવાદીઓના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો પણ સભ્ય છે. આ સેન્ટ્રલ મિલિટરી કમિશન નકસલવાદી હુમલાઓનું આયોજન કરે છે અને મંજૂરી આપે છે. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નર ચંદ્રાબાબુ નાયડુની હત્યાનું કાવતરું આ કમિશનરે જ ઘડયું હતું.


મોહન, બિન્દરજી, આનંદ વગેરે ઉપનામ ધરાવતો સુદર્શન ઠીંગણો અને કાળો છે. કોલેજ અડધેથી જ છોડીને માઓવાદી બની ગયેલો સુદર્શન આદિલાબાદ જિલ્લાના બેલમપલ્લી શહેરમાં જન્મ્યો હતો અને વારંગલની પોલિટેકનિક કોલેજમાં ભણતો હતો. નકસલવાદી બન્યા પહેલાં કેટલાય નાના-મોટા ગુના આચરી ચૂકયો હતો.


કોબાડ ઘાન્ડી


માઓવાદીઓની થિંક ટેંક ગણાતો કોબાડ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. ૬૩ વર્ષનો કોબાડ ઘાન્ડી નકસલવાદીઓના સાઉથ-વેસ્ટર્ન બ્યૂરોનો ઇન્ચાર્જ છે. આ બ્યૂરો તામિલનાડુ, કણાટર્ક, કેરળ અને મહારાષ્ટ્રમાં નકસલવાદી પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું એનાલિસિસ કરવામાં કોબાડ માહેર છે. બુદ્ધિજીવી હોવાના કારણે કોબાડને શહેરી વિસ્તારોમાં નકસલવાદી વિચારધારાનો પ્રસાર કરવાનું કામ પણ સોંપાયું છે. મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં થયેલા નકસલી હુમલાઓ પાછળ તેનું ભેજું હોવાનું મનાય છે. કોબાડ ઘાન્ડી બહુ જ સમૃદ્ધ પરિવારમાં જન્મ્યો છે.


ગ્લેકસો કંપનીના સિનિયર ફાયનાન્સ એકિઝકયુટિવ અદી ઘાન્ડીના ઘરે મુંબઇમાં તેનો જન્મ થયો હતો. વરલી સી-ફેસ પર એક વિશાળ મકાનમાં આ ખોજા-પારસી પરિવાર રહેતો હતો. કોબાડ દૂન સ્કૂલમાં ભણ્યો હતો અને ત્યાં તે સંજય ગાંધીનો કલાસમેટ હતો. તે પછી તે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો અને લંડનમાંથી સી.એ. થયો. લંડનમાં નોકરી કરતી વખતે તે ડાબેરી રાજકારણથી પ્રભાવિત થયો અને ડાબેરી પ્રવૃત્તિમાં જોડાયો. બ્રિટનની સરકારે તેની તાત્કાલિક ધરપકડ કરીને તેને દેશમાંથી હાંકી કાઢયો.


૧૯૮૨માં તેણે સમાજશાસ્ત્રની પ્રોફેસર પત્ની અનુરાધા સાથે મુંબઇ છોડયું અને નાગપુર રહેવા ગયો જયાં તેણે ગુપ્તપણે અલગ માઓવાદી પક્ષ પણ સ્થાપ્યો. તે પછી તે નકસલવાદીઓની સાથે મળી ગયો અને સીપીઆઇ (એમ)ના પોલિટ બ્યૂરોના સભ્યપદ સુધી પહોંરયો.


ગદ્દર ઉર્ફે ગુમ્પાડી વિઠ્ઠલ રાવ


ગદ્દર આમ તો એક લોકગાયક છે પણ એના ગીતોમાં મડદાં બેઠાં કરી દેવાનું જોમ ભરેલું છે. તે પોતાનાં ગીતોમાં ખુલ્લેઆમ નકસલવાદને ટેકો આપે છે. પણ, તેની સામે કોઇ ગુના નહીં નોંધાયા હોવાથી પોલીસ તેને પકડી શકતી નથી. આંધ્રપ્રદેશના જ મેડક જિલ્લામાં ૧૯૪૯માં ગરીબ દલિત પરિવારમાં ગદ્દરનો જન્મ થયો હતો. તેનું મૂળ નામ ગુમ્પાડી વિઠ્ઠલ હતું પણ આઝાદી પછી બનેલી ગદ્દર પાર્ટી પરથી તેનું નામ ગદ્દર પડી ગયું.


પ્રશાંત બોઝ ઉર્ફે કાજલ ઉર્ફે મહેશ


પ્રશાંત બોઝ એકમાત્ર બંગાળી બાબુ છે જે નકસલવાદીઓને ટોચનો નેતા હોય. બોઝ નકસલવાદીઓનો આંતરરાષ્ટ્રીય ચહેરો છે. તે નેપાલના માઓવાદીઓ સાથે વાટાઘાટો ચલાવતો રહે છે.


વેંકટેશ્વર રાવ ઉર્ફે તેલુગુ દીપક


કિશનજીનો જમણો હાથ ગણાતો વેંકટેશ્વર રાવ ઉર્ફે દીપક હમણાં જ કોલકાતામાં એક જાહેર બસ સ્ટેશન પરથી પોલીસના હાથમાં ઝડપાઇ ગયો. તે બિહાર, ઓરિસ્સા અને ઝારખંડનો ઇન્ચાર્જ છે. પિશ્ચમ બંગાળમાં થયેલા કેટલાય નકસલી હુમલાઓનો તે માસ્ટર માઇન્ડ ગણાય છે.


આ ઉપરાંત નંબાલા કેશવરાવ ઉર્ફે ગંગાન્ના ઉર્ફે બાસવરાજ, માલ્લાજુલા વેણુગોપાલ ઉર્ફે ભૂપતિ અને કિશનજીનો ભાઇ બલરાજ ઉર્ફે બી. આર. નકસલવાદીઓના ટોચના નેતાઓમાં સામેલ છે. દીપક અને કોબાડને બાદ કરતાં કોઇ પોલીસના હાથમાં આવતા નથી. દાયકાઓથી નકસલવાદનો ફેલાવો કરનાર આ નેતાઓને ખતમ કર્યા અથવા પકડયા વગર નકસલવાદ સામે વિજય મેળવવો શક્ય નથી.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...