મેનેજમેન્ટ ગુરુઓ મલ્ટિનેશનલ કંપનીઓના ગુલામ!Kanti Bhatt પણ જો મૂડીવાદથી ગરીબી નાબૂદ થતી હોત તો આજે અમેરિકામાં પોણા ત્રણ કરોડ ગરીબો ન હોત. ત્યાં ધોળી ચામડીવાળા ગરીબો સરકારી ગ્રાન્ટ પર જીવે છે. આપણા દેશમાં અને જગતમાં જે કહેવાતા ભણેલાગણેલા લોકો છે તે પણ આ વાત માને છે કે મૂડીવાદથી જ ગરીબી નાબૂદ થાય. આ તમામ પશ્ચિમી મૂડીવાદનો પવન તેમનાં મગજમાં ભરેલો રાખે છે. ૨૦ વર્ષ પહેલાં ૩૦૦૦૦ મલ્ટિનેશનલ કંપનીઓ હતી, આજે ૬૦૦૦૦ મલ્ટિનેશનલ કંપનીઓ છે. તે તમામ ઊંચા પગારે આપણા જુવાન બુદ્ધિમંત વાછરડા અમેરિકા જઈ ભણીને એમબીએ થાય છે તેને અને મોટા મોટા નામધારી મેનેજમેન્ટ ગુરુઓને ઊચા પગારે રાખે છે. ભારતમાં જન્મેલા આ મેનેજમેન્ટ ગુરુઓ મલ્ટિનેશનલના હિતમાં જ કામ કરે છે અને ભારતના ગરીબોને કેમ ઉપભોગવાદી કે કન્ઝયુમર બનાવવા તેની ટ્રીક શીખવે છે. ૧૯૨૯માં પિટસબર્ગ શહેરના કરોડપતિ એન્ડ મેલને કહેલું કે મઘ્યમ અને ગરીબવર્ગની સમદ્ધિનો આધાર પૈસાવાળા અને ધનપતિઓ તેમજ મલ્ટિનેશનલ સમૃદ્ધિ ઉપર છે! આ મલ્ટિનેશનલો ઉપર ઓછા કરવેરા નખાય તો ગરીબોની સેવા થાય!! અમારા ગામમાં આવું કોઈ કહે તો તેને રોકડું પરખાવાય કે 'તારા બાપનું કપાળ!' આવી ઊંધી ખોપરીની સલાહ માનીને તેને પ્રમુખ હબેર્ટ હુવરે પ્રધાનમંડળમાં લીધા પણ તેનાં શાસનમાં મઘ્યમવર્ગ ઊલટાનો વધુ ગરીબ થયો અને આજે અમેરિકામાં જે ભયંકર મંદી છે તેવી મંદી ત્યારે આવી પડેલી. ધનિકો પાયમાલ થઈ બીજાને પાયમાલ કરતા ગયા. હોલિવૂડ-કોમેડિયન બોબ હોપ તો ફિલસૂફ પણ હતો. તેણે કહેલું કે 'ઈફ યુ ડોન્ટ હેવ ચેરિટી ઈન યોર હાર્ટ, યુ હેવ ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ હાર્ટ ટ્રબલ.' જો તમારા હૃદયમાં દુ:ખી લોકો પ્રત્યે કોઈ કરુણા નહીં હોય તો તમને અસાઘ્ય હૃદયરોગ પીડે છે તેમ માનજો. ભારતના મેનેજમેન્ટ ગુરુઓ દેશના પૈસે પરદેશ જઈ ત્યાંની મેનેજમેન્ટના બને છે, પછી અમેરિકા રહી જઈને એવા ઊંધી ખોપરીના ઇલાજ બતાવે છે કે જેથી મલ્ટિનેશનલો ભારતના ગરીબોને ઉપભોગકર્તા બનાવી તેનું શોષણ કરી શકે. આપણા કેટલાય વખણાયેલા બિઝનેસ ગુરુ મહિને રૂ. ૨૦-૨૦ લાખ કે વધુ પગારથી મલ્ટિનેશનલોને કમાવાના રસ્તા બતાવે છે. એક લેખકે તેનું વિચારવલોણું કરીને તમને ભ્રમણામાં નાંખનારુ પુસ્તક લખ્યું- તેનું પેટા મથાળું હતું કે ' ધ ફોર્ચ્યુન એટ ધ બોટમ ઓફ પિરામિડ-ઇરાડીકેટિંગ પોવર્ટી થ્રુ પ્રોફિટસ!' આ સાહેબે પણ મૂડીવાદ દ્વારા અને મલ્ટિનેશનલોના નફા દ્વારા ભારતની ગરીબી નાબૂદ કરવાનો રસ્તો બતાવેલો. શું મહારાષ્ટ્રના ગરીબોને સસ્તી ઝુણકા ભાકર અને સૂકીભાજીની સિસ્ટમ બતાવેલી? તેમણે શું સૌરાષ્ટ્રના ગરીબોને કેમ સસ્તામાં જ સસ્તો રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો કે ઘઉંની સસ્તી ભાખરીની સ્કીમ બતાવેલી! ના. તેઓ તો કેટલીય મલ્ટિનેશનલોને વધુ ને વધુ ધનિક થવાના મેનેજમેન્ટ મંત્રો શીખવતા હતા. તેમને રસ્તો બતાવેલો કે ભારતના ઝૂંપડાંનાં જ નહીં મઘ્યમવર્ગના લોકોએ પણ માથાના વાળને સુંવાળા, લાંબા અને તંદુરસ્ત રાખવા તેને શેમ્પૂથી ધોવા ન જોઈએ પણ અરિઠાથી કે બીજા જૂની પદ્ધતિ વાળ ધોવા વાપરવી જોઈએ, પણ આપણા મેનેજમેન્ટ ગુરુએ હિન્દુસ્તાન લીવરને રસ્તો બતાવ્યો કે ઝૂંપડામાં શેમ્પૂ ખપાવવા તમારે તેનાં નાના સેમ્પલિયા પેકેટ બનાવવા. કેડબરી જેવાએ ફકત રૂ. ૫ની ચોકલેટ વેચીને વધુ ને વધુ ગરીબોને ખાતા કર્યા. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં બાપ જન્મારે જેણે કેચ અપ કે બોટલનું 'ફ્રૂટ' ડ્રિન્ક કે નેસ કોફી નથી પીધી તેને રૂ. ૨થી માંડીને રૂ. ૪-૫ના નાના પેકેટ બનાવીને વેચવા (જુઓ મેનેજમેન્ટ ગુરુના પુસ્તકનું પાનું ૧૭) આ ગુરુએ ગરીબોની ગરીબી નાબૂદ કરવાના ઉપાય ન બતાવ્યા પણ ગરીબો કેમ બિસ્કિટ, ટૂથપેસ્ટ, કોસ્મેટિકસ વાપરતા થાય, સ્કીન ક્રીમ વાપરતા થાય તેવી ટ્રીક બતાવી. આ મેનેજમેન્ટ ગુરુઓ પોતાના શરીરનું અને સ્વાસ્થ્યનું મેનેજમેન્ટ જ ન કરી શક્યા: ૬૫, ૬૮ કે ઘણી વખત ૫૫ની ઉમરે હૃદયરોગ કે શ્વાસના રોગથી મરી જાય છે. વિખ્યાત ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝાએ કહ્યું કે માનવીના શરીરનો કોઈ ગુરુ હોય તો તેનું શરીર છે. એ ગુરુની વાત માનવી જોઈએ. થાકીને આરામ કરવો, ૫૦ની વય પછી આહારને સાદો રાખવો વગેરે... પણ મેનેજમેન્ટ ગુરુઓ તો હિન્દુસ્તાન લીવર ટીવીએસ કેપિટલ ફંડ કે બીજી મલ્ટિનેશનલોને તગડી કરવામાં પોતાના શરીરના સ્વાસ્થ્યનું મેનેજમેન્ટ કરી શકતા નથી. મેનેજમેન્ટનાં પુસ્તકો ઉપર પુસ્તકો ઢસડી કાઢીને તે મૂડીવાદનાં કલમિયા-ગુલામ બને છે. ડો. જેનિફર હોકિન્સે 'એકસ્પ્લોઇટેશન ઓફ ડેવલપીંગ (ગરીબ) કેટ્રીઝ' નામનું પુસ્તક લખ્યું છે. તેમાં લખ્યું છે કે ગરીબ દેશોમાં નાઈકીનાં જૂતાં, સેલફોન વગેરે ઘુસાડીને ગરીબોને ઉપભોગકર્તા બનાવાય છે. મૂડીવાદથી ગરીબી દૂર ન થાય. કારણ કે મૂડીવાદી પોતે જ સુખી નથી. આંતરિક દુ:ખો, લોભ, ગ્રીડ, અસંતોષ, અતિ ભોગવાળું રોગિષ્ટ શરીર ધરાવે છે. તે ગરીબો કરતાં અંદરખાનેથી વધુ ગરીબ છે. આવી ગરીબી આપણા મેનેજમેન્ટ ગુરુઓમાં પણ દેખાય છે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment