[F4AG] ડોક્ટરોને દલાલ બનાવી મોંઘી દવા વેચવાનો વેપલો

 

ડોક્ટરોને દલાલ બનાવી મોંઘી દવા વેચવાનો વેપલો

Kanti Bhatt
ખેલાડીઓ-ફિલ્મસ્ટારોને દવાની ખપત માટે મોડેલ બનાવતી દવા કંપનીઓ


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અંદાજ હતો કે ૨૦૨૦માં જગતભરની ફાર્માસ્યુટિકલની બજાર ૧.૩ ટ્રિલિયન ડોલરની હશે. (રૂ.૫૮૫૦૦૦૦૦૦૦૦૦૦) તેમાં બ્રાઝિલ, ચીન અને ભારતમાં દવાનો ખર્ચ કરનારો મોટો વર્ગ હશે. અમેરિકનો આજે આરોગ્ય જાળવવા કે દવા ઉપર માથાદીઠ રૂ. ૩ લાખ ખર્ચે છે. મુંબઈ શહેરમાં ૪૦ લાખ ગુજરાતીઓ છે. મુંબઈ શહેરની જૂની દવાબજાર લો કે પછી કાંદિવલી જેવા પરાને લો ૯૯ ટકા દવાની દુકાનો ગુજરાતીની છે.


કાંદીવલીમાં જ એક રસ્તા ઉપર દસ દવાની દુકાનો છે ત્યાં સાંજ પડ્યે ગુજરાતણો ડોક્ટરની ચિઠ્ઠી લઈ દવા ખરીદવા ગિરદી કરે છે. દવાબજારમાં મંદી નથી. ગુણવંત શાહે રવિવાર,૨૫ એપ્રિલમાં ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવળ છે તેમ લખ્યું, પણ આજે અમદાવાદ કે મુંબઈના ગુજરાતીઓ જે પ્રમાણમાં અમેરિકન જંકફૂડને રવાડે છે તે હિસાબે આર્થિક ભાવિ ઊજળું હશે, પણ ગુણવંતભાઈના શબ્દોમાં-પહેલું સુખ તે નયાô અને પહેલું દુ:ખ તે જાતે નડયા! એ પ્રમાણે જ ગુજરાતીઓ રોગોને નોતરે છે. પછી એલોપથિક દવાઓ લઈને નવા રોગોને નોતરે છે.


આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ૩૦૦ અબજ ડોલરનો થયો છે અને તમામ ફાર્માસ્યુટિકલ કંપની ડોક્ટરોને પોતાના દલાલ બનાવીને નવી નવી મોંઘી દવા આપણા ગળે ભરાવે છે. દર વર્ષે ફિલાડેલ્ફિયામાં 'ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ કોંગ્રેસની બેઠક મળે છે. દવા બનાવનારાનો મેળો ભરાય છે. તેમાં અમેરિકન મેડિકલ કોલેજમાં હજી વિદ્યાર્થી ભણતા હોય ત્યાં જ તેમની ફ્રી ગિફ્ટ અને બીજી સગવડો કેમ આપવી તેના નવા નવા માર્ગ ચર્ચાય છે. સ્ટેનફર્ડ મેડિકલ સેન્ટરના ડો. ફિલિપ પીમો જે દવાકંપનીના પ્રતિનિધિ પાસેથી ગિફ્ટ લેતા નથી, તેણે કહ્યું કે અમને રાઇટિંગ પેડ, પેન, લોગો બેગ્ઝ ૫૦ વર્ષ પહેલાં ગિફ્ટમાં મળતાં, પણ હવે તો ડોક્ટરોને વિદેશની મફત સફર કરાવાય છે.


મોંઘી રેસ્ટોરામાં સ્ટેનફર્ડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીને જમણ અપાય છે. કોઈ કંપની નવી દવા, બજારમાં મૂકે તેનાં વખાણ લખવાં કે તેનું લેકચર આપવા રૂ. ૪૯૦૦૦૦ મળે છે. ડો. ગ્રેગ ક્રીટસર લખે છે કે ડોક્ટરોને સીધા માર્કેટિંગમાં અને દવા ખપાવવા માટે પ્રિસ્ક્રિપ્શન લખવા જ વર્ષે ફાર્મસીઉદ્યોગ ૧૨ અબજ ડોલર ખર્ચે છે. એટલે કે અમેરિકામાં ડોક્ટરદીઠ આ ખર્ચ ૮૦૦૦થી ૧૫૦૦૦ ડોલરનો છે. અમેરિકામાં આજે દરેક પાંચ ડોક્ટરોદીઠ એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હોય છે તે પ્રતિનિધિ તેની એટેચીમાં ફ્રી ગિફ્ટ-એમ પણ લઈને ફરે છે. ભારત અને અમેરિકામાં મળીને ૧.૬૦ લાખથી ૨ લાખ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હોય છે.


ક્રિકેટરો, ફિલ્મસ્ટારો અને ટેનિસ સ્ટારને દવાની ખપત માટે રખાય છે. દા.ત. ચિંતા અને આતુરતા માટે ટીકડી વેચવા ટેનિસસ્ટાર મોનિકા સેલેસને લાખો રૂપિયા મોડેલ તરીકે અપાયેલા. મોનિકા પ્રચાર કરતી કે આ દવા લેવાથી પરાજ્યની ચિંતા નથી થતી! મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા ડોક્ટરોને બોલાવાય છે. નવી દવા લખી આપે તેને પછી ફેમિલી સાથે દરિયાઈ સફર કરાવાય છે. દા.ત. પાર્ક ડેવિસની વાઇફેફરાં માટેની દવાનું રૂ.૫૦ અબજનું બજાર કરવા માટે ડોક્ટરોને ભરપૂર ગિફ્ટ અપાઈ પછી ડોક્ટરો તે દવાને પેઇન કિલર તરીકે પણ વેચવા માંડ્યા!ખરેખર કઠણાઈ એ છે કે નવી દવાઓ કેટલી આડઅસર કરે છે તે ડોક્ટરો જાણે છે છતાં પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે.


(૧) વોશિંગ્ટન પોસ્ટ લખે છે કે (૧૩-૧-૦૯) વિક્સ વેપોરબ નામની દવા બાળકોની શરદી માટે તેની છાતીએ ઘસાય કે નાકે લગાડાય છે તેનાથી ઘણાં બાળકોને આડઅસર થાય છે. છતાં ભારતમાં ટીવી ઉપર વિકસ વેપોરબ બાળકને ઘસાતું હોય તે દ્રશ્ય બતાવાય છે. ઊલટાનું વિક્સ વેપોરબ મ્યુક્સ એટલે કે ચીકાશ પેદા કરે છે. રેસ્પેરેટરી ડિસ્ટ્રેસ વધે છે. કાળક્રમે બાળકને શ્વાસ લેવાની વધુ તકલીફ પડે છે અને તે જૂના દમના રોગનો ભોગ બને છે. એવી રીતે ગ્લાયકોડીન કે બીજી કફની ગળી ગળી દવા પણ ડો. જેમ્સ માથેર્સના કહેવા મુજબ નુકસાન કરે છે. નાના બાળકને શરદી થાય તો આયુર્વેદની દવા કે જૂના ડોશીમાના ઉપચાર જ કરવા.


(૨) ફાયઝર કંપનીએ ધૂમ્રપાન વ્યસન છૂટે તે માટેની દવા બજારમાં મૂકી. તે વિશે 'બિઝનેસવીક' નામના અમેરિકન મેગેઝિને ૨૬-૬-૦૮માં લખ્યું કે 'ડો. જોનાથન ફાઉલ્ડઝ નામના જાગ્રત તબીબે લખ્યું કે કેટલાક ડોક્ટરોને આંટીમાં લઈને ફાયઝર કંપનીએ દવા બજારમાં મૂકી પણ પછી ભોપાળું બહાર આવ્યું કે આ દવા ખાવાથી વ્યસન છૂટવાને બદલે જાન છૂટી જાય છે. આપઘાત કરવાનું મન થાય છે.


આ ધૂમ્રપાનનું વ્યસન છોડાવવાની દવા વિશે મીઠું મીઠું બોલવાના અમુક નિષ્ણાત ડોક્ટરોને લેકચરદીઠ રૂ.૪૫૦૦૦ અપાયેલા. સિગારેટ કરતાં વધે તેવો આ દવાનો ખર્ચ મહિને રૂ. ૫૦૦૦નો થાય છે. ડોક્ટરોની મેલજોલ સાથે અને ટીવીમાં જાહેરખબર દ્વારા ધૂમ્રપાન છોડાવવાની દવાનો વકરો ૧.૩ અબજ ડોલરનો થયેલો!


(૩) ઘરાકોનું ર-ણ કરતી સંસ્થાની મેડમ કેથેરીન કરસ્તેન કહે છે કે સરકારો ધૂમ્રપાનને ઓછું કરવા રેસ્ટોરાં કે દારૂના બારમાં સિગારેટ પીવા ઉપર પ્રતિબંધ મૂકે છે તો પછી જે ફાસ્ટ ફૂડ- જંકફૂડ, કોલાનાં પીણાં, તળેલી બટેટાની કાતરી નુકસાન કરે છે તેની સરકારને ખબર છે છતાં શું કામ આ જંકફૂડ ઉપર પ્રતિબંધ મૂકતી નથી?


(૪) અમિતાભ બચ્ચનનાં આંતરડાં, લીવર અને પેટ ખરાબ થઈ ગયાં છે તેમાં તેને ઇરિટેબલ-બોવેલ સીન્ડ્રોમની તકલીફ પણ છે. આપણે જેને જૂનો મરડો કહીએ છીએ તે તો આયુર્વેદની દવા થકી, તળેલા પદાર્થ છોડી દેવાથી મેંદાવાળા પદાર્થો વગેરે ત્યજી દેવાય અને છાશવટી કરવાથી મટે છે. પણ તે માટે ગ્લેકસોએ લોટ્રોનેક્સ નામની દવા ૧૯૯૯માં બજારમાં મૂકી. ઝાડા અને મરડા સાથે અવારનવાર વચ્ચે કબજિયાતવાળા કરોડો દર્દી જગતમાં છે. ગુજરાતીમાં તો ભરપૂર છે. અમેરિકામાં લોટ્રોનેકસ દવા બજારમાં મુકાઈ તે ડોક્ટરોએ આડેધડ પ્રિસ્ક્રાઇબ કરી. આ દવાથી ઘણાને ભયંકર આડઅસર થઈ, ઘણાને જીવ નીકળી જાય તેવી કબજિયાત થઈ. ત્રણ મહિનામાં પાંચ દર્દી મર્યા. પછી દવાને બજારમાંથી પાછી ખેંચવાની બૂમ જાગેલી. થોડું લખ્યું તે ઝાઝું કરીને વાંચજો. એલોપથિક દવા આડેધડ ન ખાતા. આયુર્વેદ કે નિસર્ગોપચાર અપનાવજો.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...