મન નબળું હોય તો...આ ન વાંચવુંDipak Soliya વાત ચાલતી હતી બીજા વિશ્વયુદ્ધની. જર્મનીના નાઝીઓ બધા જ યહૂદી કેદીઓને મારી નહોતા નાખતા. કોઇ કોઇ કેદી 'ગુલામ મજૂર' તરીકે ઉપયોગી લાગે તો એને જીવતો રાખવાનો 'ઉપકાર' કરવામાં આવતો. આપણે જેમની વાત કરી રહ્યા છીએ તે 'મેન્સ સર્ચ ફોર મીનિંગ' (સાર્થકતાની શોધ)ના લેખક વિક્ટર ફ્રેન્કલ વિશે નાઝીઓને લાગ્યું કે આ માણસ સારી મજૂરી કરી શકશે. એટલે એમને જીવતા રખાયા. જીવતા રખાયેલા તમામ કેદીઓના શરીર પરનાં તમામ કપડાં સહિતની તમામ સામગ્રી લઇ લેવામાં આવી અને પછી સામૂહિક હજામત દરમિયાન બધા જ કેદીઓના શરીર પરના બધા જ વાળ દૂર કરી નાખવામાં આવ્યા. ત્યાર બાદ, એક પણ વાળ વિનાના પૂર્ણ નગ્ન શરીરોને સમૂહમાં નવડાવવામાં આવ્યાં. ફુવારા ચાલુ થયા એ સાથે જ કેદીઓ અચાનક અત્યંત ખુશ થઇ ગયા. મારી નાખવા માટેના ગેસને બદલે ફુવારામાંથી નહાવાનું 'સીધું-સાદું' પાણી છૂટ્યું એ વાતનો સૌને એટલો આનંદ થયો કે સ્નાન દરમિયાન સૌ પોતાની તથા એકમેકની મજાક ઉડાવી રહ્યા હતા. એ વિશે વિક્ટર નોંધે છે : 'અમને બધાને સમજાઇ ગયું હતું કે હવે અમારી પાસે આવા વાહિયાત નગ્નજીવન સિવાય, ગુમાવવા જેવું કશું જ બચ્યું નહોતું.' નવડાવ્યા પછી એમને નગ્નાવસ્થામાં, યુરોપની ખતરનાક ઠંડીમાં, ભીના શરીરે ખુલ્લામાં ઊભા રાખવામાં આવ્યા. છતાં ભાગ્યે જ કોઇને શરદી થઇ. જે કેદીઓ ડોક્ટર હતા એમને એવું લાગ્યું કે મેડિકલ સાયન્સનાં પાઠ્યપુસ્તકોમાં જૂઠાણાં છે. જેમ કે, પાઠ્યપુસ્તકોમાં લખ્યું હતું કે ઠંડીમાં ભીના શરીરે ઉઘાડા રહેવાથી શરદી થાય. પણ એમને શરદી ન થઇ. કેદી તરીકે જોખમી મજૂરી કરતી વખતે શરીર પર નાનાં-મોટાં જખમો થાય એ સામાન્ય બાબત હતી. આવામાં, સ્વચ્છતા ન જળવાય તો જખમો પાકી શકે એવું પુસ્તકોમાં લખ્યું હતું, પણ અહીં તો એકનું એક શર્ટ છ-છ મહિના સુધી સળંગ પહેરી રખાતું, દિવસોના દિવસો સુધી સ્નાન ન થઇ શકતું, છતાં જોખમો નહોતાં પાકતાં. ઘણા કેદીઓ એવા હતા કે અમુક ચોક્કસ સગવડ વિના એમને ક્યારેય ઊઘ ન આવતી, પણ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઊઘ વિશેની માન્યતાઓ ખોટી ઠરી. વિક્ટર સહિતના કેદીઓને પહેલી રાત્રે સાત-આઠ ફૂટના પાટિયા પર લાઇનબંધ, એક પાટિયા પર નવ કેદીના હિસાબે સુવાડવામાં આવ્યા. મતલબ કે એક કેદી માટે એક ફૂટની પણ જગ્યા નહીં. કડકડતી ઠંડી છતાં, નવ-નવ કેદી વચ્ચે બબ્બે જ ધાબળા અપાયા. ઓશીકાનો તો સવાલ જ નહોતો. અમુક કેદીઓ મનાઇ છતાં કાદવથી ખરડાયેલાં પોતાનાં જૂતાં પથારીમાં લઇ આવેલા. એમણે ગંદા જૂતાંનો ઓશીકા તરીકે ઉપયોગ કર્યો. આટઆટલી અગવડ વચ્ચે પણ સૌ સૂઇ શક્યા. સૂવા માટેની એ અપમાનજનક સંકડાશ ઊલટાની હૂંફ પૂરી પાડનારી બની રહી. અને જે લોકો જરાક જેટલા અવાજથી પણ જાગી જવાની પ્રકૃતિ ધરાવતા હતા એવા લોકો કાનથી માંડ થોડા ઇંચના અંતરે કોઇ મોટેથી નસકોરાં બોલાવતાં હોવા છતાં ઘસઘસાટ સૂઇ શકેલા. પુસ્તકમાં લેખક વિક્ટર એક જગ્યાએ લખે છે: અસાધારણ સ્થિતિમાં અસાધારણ વર્તન સાધારણ ગણાય. અન્ય એક જગ્યાએ લેખકે અન્ય વિજ્ઞાનીને ટાંકતાં જણાવ્યું છે કે અમુક સ્થિતિ જ એવી હોય છે જેમાં માણસ પોતાની તર્કશકિત ગુમાવી દે એ જરૂરી હોય છે. કારણ કે આવી સ્થિતિમાં પણ તર્કશકિત જળવાઇ રહે તો આઘાત એટલો બધો લાગે કે છેવટે માણસમાં ગુમાવવા જેટલી તર્કશકિત પણ ન બચે. એ પાગલ થઇ જાય. એ હિસાબે, એ વાત સારી જ હતી કે નવાસવા કેદીઓનું મગજ એટલું બુઠ્ઠું થઇ ગયેલું કે મોતનો સાહજિક ડર પણ એમના મગજમાંથી નીકળી ગયેલો. હા, આપઘાતના વિચારો એમને આવતા અને મરવું બહુ સહેલું હતું. કેમ્પની ચારે કોર જે વાડ હતી તેના વાયરોમાં વીજળી વહેતી. બસ, દોડીને એ વાયર પર કૂદી પડવાનું. ખેલ ખતમ. પરંતુ બધા કેદીઓને એક વાત સમજાઇ ગયેલી કે આમ પણ, જીવતા રહેવાની શકયતા સાવ જ ઓછી છે. મોટે ભાગે તો ગેસ ચેમ્બરમાં મરવાનું નક્કી જ હતું. એટલે કેદીઓ એવું વિચારવા લાગેલા કે જાતે વાયર પર કૂદીને આપઘાત કરવા કરતાં ગેસ ચેમ્બરમાં ગૂંગળાઇ મરવું સારું. એમાં, કમસે કમ જાતે તો કશું ન કરવું પડે!મરવાના વિચારો આવતા હોવા છતાં, વાસ્તવમાં મોટા ભાગના કેદીઓ પોતે નહોતા મરવા માગતા એ તો ઠીક, જીવના જોખમે બીજા કેદીઓને પણ બચાવવા માગતા હતા. એટલે જ તો, રાત્રે અન્ય કેદીઓના બ્લોકમાં જવાની ચુસ્ત મનાઇ છતાં, બાજુના બ્લોકમાંથી એક સિનિયર કેદી વિક્ટર અને એમના સાથીઓની નવીસવી ટીમને જીવતા રહેવાની ટ્રિક શીખવવા લપાઇ-છુપાઇને આવી પહોંચ્યા. એમનો ઉપદેશ બહુ સાદો હતો. રોજ દાઢી કરો... કોઇ પણ ભોગે દાઢી કરો... ચહેરો ચમકવો જોઇએ... લાગવું જોઇએ કે આ માણસ હજુ મજૂરી કરી શકે તેવો છે. કંઇ ન મળે તો કાચના ટુકડાથી પણ દાઢી કરો. તમારી પાસેનો બ્રેડનો છેલ્લો ટુકડો આપવો પડે તો પણ બદલામાં (દાઢીનું 'હથિયાર' મેળવીને) દાઢી ચોક્કસ કરજો. અને ટટ્ટાર ચાલજો. પગમાં ફોલ્લો હોય તો પણ ટટ્ટાર ચાલજો. કારણ તમે જરા પણ ઢીલા, નબળા લાગ્યા તો બીજા દિવસે ગેસ ચેમ્બરમાં મોત પાક્કું છે. શરીરની નબળાઇ દેખાઇ જાય એ તો ઠીક, ચહેરા પરનો અણગમો દેખાઇ જાય તો પણ જોખમ હતું. કેમ્પમાં ભારે ગંદકી રહેતી, પણ ગંદકી સામે નાકનું ટેરવું ચઢાવ્યું તો આવી બન્યું સમજો. સંડાસ અને ખાળની સફાઇ કરનારા કેદીઓ જયારે ગંદકીને ઊબડખાબડ રસ્તા પર લઇ જતા ત્યારે ઘણી વાર ચહેરા પર છાંટા ઊડતા. આવામાં કોઇ કેદી હાથ વડે ચહેરો લૂછે તો કેપો ધડ દઇને પેલાને ફટકારે. આ કેપો વિશે ગયા લેખમાં લખેલું. કેપો પોતે પણ યહૂદી કેદીઓ જ હતા. પણ ક્રૂર-ખડૂસ હોવાની લાયકાતના આધારે એમને કેપો એટલે કે સુપરવાઇઝર-મુકાદમ બનાવી દેવાયેલા અને ઘણા કેપો તો નાઝીઓ કરતાં પણ વધુ ક્રૂર સજા કરતા. કેપોને જલસા હતા. અમુક કેપોએ તો જિંદગીમાં ક્યારેય નહોતો માણ્યો એટલો વૈભવ કોન્સન્ટ્રેશન કેમ્પમાં માણ્યો. એમ તો કેદીઓનું એક અન્ય જૂથ પણ એવું હતું જેમને રોજ જોઇએ તેટલો દારૂ પીવા અપાતો. એમને આવી ખાસ સગવડ મળવા પાછળનું કારણ એ હતું કે એમની ડ્યુ પણ 'ખાસ' હતી. એમનું કામ યહૂદી કેદીઓને મારી નાખવાનું હતું. ગેસ ચેમ્બરમાં કેદીઓને ગૂંગળાવવાનું અને પછી એમની લાશોને બાળવાનું કામ કરનારા આ ખાસ કેદીઓને બરાબર ખબર હતી કે આજે ભલે તેઓ મારનારની ભૂમિકામાં છે, પણ કાલે તેઓ પોતે પણ ગેસ ચેમ્બરમાં મરવાના જ છે અને પછી ભઠ્ઠીમાં બળવાના જ છે. કમસે કમ રાત્રે દારૂ પીને આ ત્રાસજનક સરચાઇ ભૂલવાની સગવડ તેમને અપાતી, જેથી બીજા દિવસે તેઓ જલ્લાદની ભૂમિકા સારી રીતે ભજવી શકે. આવામાં પણ કેદીઓ જીવ્યા. ટક્યા, જિજીવિષા ટકાવી શક્યા. કઇ રીતે વેઠી શક્યા તેઓ આ બધું, કઇ રીતે જીવનમાં તેમણે સાર્થકતા શોધી અને આપણે સૌ પણ આપણી સામાન્ય જિંદગીને કઇ રીતે વધુ સાર્થક, વધુ સમૃદ્ધ બનાવી શકીએ એ જણાવવા માટે વિક્ટર ફ્રેન્કલે આ પુસ્તક લખ્યું- મેન્સ સર્ચ ફોર મીનિંગ. અહીં તો ફકત તેનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. ઘડામાં શું ચીજ ભરેલી છે તેનો અંદાજ આપવા માટે અહીં તો એક ચમચી જ પીરસવામાં આવી રહી છે. ટૂંકમાં, આ કોલમ તમને ક્લાસિક કતિઓ ભણી પ્રેરવા માટેનો એક ધક્કો માત્ર છે. તો, 'મેન્સ સર્ચ ફોર મીનિંગ' વંચાવવાનો વધુ થોડો ધક્કો હવે પછી. ' |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment