ત્રાસવાદ હવે પડદા પાછળ!Vidhyut Thacker ત્રાસવાદ સામે પગલાં ભરવામાં ઇસ્લામાબાદના ચાલુ રહેલા ઠાગાઠૈયા છતાં ભારત કાશ્મીર સહિત તમામ પ્રશ્નોની ચર્ચા-મંત્રણાઓ માટે કેમ સંમત થઈ ગયું? મુંબઈમાં હુમલા પછી અટકી પડેલો 'સર્વગ્રાહી સંવાદ' ફરી શરૂ કરવા માટે જે દબાણ ભારત પર વધી રહ્યું છે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ત્રાસવાદના પ્રશ્નને બાજુએ રાખી ભારતે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનસ્થિત અમેરિકાના હિતોની રક્ષા માટે પોતાના રાષ્ટ્રીય હિતોને વિસારે પાડી દેવા! ગયા વર્ષે ઇજિપ્તના નગર શર્મ-અલ-શેખ ખાતે ભારતના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ તથા પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાણી વચ્ચે થયેલી મુલાકાત તથા ખાસ કરીને બલુચિસ્તાનનો ઉલ્લેખ કરતી બહાર પાડવામાં આવેલી સંયુક્ત યાદીના જે ભારે વિપરીત પ્રત્યાઘાતો પડ્યા હતા તે પછી ડો. સિંહ પાકિસ્તાન સાથે વાટાઘાટ કરતાં અટકી ગયા હતા. ૨૬/૧૧ના મુંબઈના હુમલાના આરોપીઓને ઇસ્લામાબાદ સજા ન કરે તથા ત્રાસવાદના માળખાને સંપૂર્ણપણે વિખેરી ન નાંખે ત્યાં સુધી ભારત ચર્ચા-મંત્રણાઓ નહીં કરે તેવું ભારતનું રટણ ચાલુ રહ્યું હતું, પરંતુ ગયા મહિને ભૂતાનની રાજધાની થિમ્પુ ખાતે મળેલી 'સાર્ક'ની બેઠક દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો મળ્યા અને તમામ પ્રશ્નોની ચર્ચા-મંત્રણાઓ કરવાના નિર્ણયને દોહરાવવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે કે ત્રાસવાદ સામે પગલાં ભરવામાં ઇસ્લામાબાદના ચાલુ રહેલા ઠાગાઠૈયા છતાં ભારત કાશ્મીર સહિત તમામ પ્રશ્નોની ચર્ચા-મંત્રણાઓ માટે કેમ સંમત થઈ ગયું? વધારામાં ઇસ્લામાબાદસ્થિત ભારતીય દૂતાવાસના એક અધિકારી માધુરી ગુપ્તાનું જાસૂસી પ્રકરણ સાવ તાજું હોવા છતાં વડાપ્રધાન ડો. સિંહ મંત્રણા માટે શા કારણે સંમત થયા છે? ભારતની વિદેશ નીતિને અમેરિકાના હિતોને અનુકૂળ બનાવાના તમામ પ્રયાસોને પંડિત નેહરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ક્યારેય સફળતા સાંપડી નથી. ૧૯૬૦ના દાયકામાં ઉપખંડના 'સંયુક્ત સંરક્ષણ' માટે ભારત પાકિસ્તાન સાથે હાથ મિલાવે તેવા જનરલ અયુબ ખાનના સૂચનને નેહરુએ ભારે તિરસ્કારપૂર્વક નકારી કાઢ્યું હતું. ૧૯૭૦-૭૧ના વર્ષોમાં બાંગ્લાદેશના પ્રશ્ને જનરલ યાહ્યાખાનને અનુકૂળ બની રહેવાના રાષ્ટ્રપતિ નિક્સનના દબાણને ઇન્દિરા ગાંધીએ ફગાવી દઈ બંગાળી રાષ્ટ્રવાદને સમર્થન આપ્યું હતું. ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો જે આરંભ પંડિત નેહરુએ શરૂ કર્યો હતો તેનો અમલ અત્યાર સુધી સતત ચાલતો રહ્યો હતો, પરંતુ ડો. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ ૨૦૦૪થી જે શાસન અસ્તિત્વમાં આવ્યું છે તેનો અમેરિકાપરસ્ત ઝુકાવ સતત વધતો રહ્યો છે. બે વર્ષ પહેલાં કેવળ વોશિંગ્ટનને રાજી રાખવા ભારતે આંતરરાષ્ટ્રીય અણુ-ઊર્જા એજન્સીની બેઠકમાં પોતાના પ્રણાલિકાગત મિત્ર ઈરાનની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ગયા જાન્યુઆરીમાં લંડનમાં અફઘાનિસ્તાન અંગે મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તાલિબાનો સાથે મનમેળ કરી લેવાના વોશિંગ્ટનના નિર્ણય પછી ભારતની સ્થિતિ કફોડી થતી રહી છે. હવે તાલિબાનો સાથે મેળ પાડવા અમેરિકાને ઇસ્લામાબાદની જરૂર હોવાથી અફઘાનિસ્તાનમાંથી પ્રભાવ ઘટાડવાનું દબાણ તે ભારત પર લાવી રહ્યું છે. અમેરિકાએ મારેલી આ પલટીને કારણે છેલ્લાં નવ વર્ષમાં અફઘાનિસ્તાનના વિકાસ પાછળ ૧.૪ અબજ ડોલરનું ભારતનું રોકાણ ભયમાં આવી ગયું છે. ટૂંકમાં વોશિંગ્ટનને કનડતા તાલિબાનો તથા ઇસ્લામિક ત્રાસવાદીઓની સમસ્યા હલ કરવા માટે ઇસ્લામાબાદની ઉપયોગિતા વધારે હોવાથી તે ભારતને તેને કનડતા ત્રાસવાદની સમસ્યાને વિસારે પાડી દઈ, કાશ્મીર, સિંધુના પાણીનો પ્રશ્ન કે સિયાચીન જેવા પાકિસ્તાનના પ્રશ્નોના ઉકેલ માટે ભારત પર દબાણ વધારી રહ્યું છે. મુંબઈમાં હુમલા પછી અટકી પડેલો 'સર્વગ્રાહી સંવાદ' ફરી શરૂ કરવા માટે જે દબાણ ભારત પર વધી રહ્યું છે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ત્રાસવાદના પ્રશ્નને બાજુએ રાખી ભારતે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનસ્થિત અમેરિકાના હિતોની રક્ષા માટે પોતાના રાષ્ટ્રીય હિતોને વિસારે પાડી દેવા! વાટાઘાટો ફરી શરૂ કરવાના સમર્થનમાં એવી દલીલો થતી રહી છે કે ભારતની જેમ પાકિસ્તાન પણ ત્રાસવાદથી પીડિત છે ત્યારે બંને દેશોએ એકબીજા સાથે સહકાર કરી આ સમસ્યાનો સંયુક્ત સામનો કરવો જોઈએ, પરંતુ આ દલીલ સાવ ગલત છે. પાકિસ્તાન જે ત્રાસવાદનો સામનો કરી રહ્યું છે તેનો જન્મદાતા તે ખુદ છે, જ્યારે ભારત જે ત્રાસવાદનો સામનો કરી રહ્યું છે તે સીમાપારથી આવે છે. વધારામાં વાટાઘાટો માટે ચાલુ રહેલા આગ્રહ વચ્ચે પણ ઇસ્લામાબાદ દ્વારા કાશ્મીરમાં સતત ઘૂસણખોરી ચાલુ જ છે તથા વિદેશ નીતિના લક્ષ્યાંકો હાંસલ કરવાના એક સાધન તરીકે ત્રાસવાદનો ઉપયોગ કરતા રહેવાની પાકિસ્તાનની નીતિમાં કોઈ પલટો આવતો નથી. પાકિસ્તાનમાં લોકશાહીનું આગમન છતાં ખરી સત્તા હજુ લશ્કર તથા તેની ગુપ્તચર સંસ્થાઓના હાથમાં જ છે, તેવા બેનઝીર ભુટ્ટોની હત્યાની તપાસ માટે નિમાયેલા રાષ્ટ્રસંઘના પંચના સ્પષ્ટ એકરાર પછી પણ મનમોહનસિંહે વાટાઘાટો ફરી શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે તે ભાગ્યે જ પરિણામલક્ષી સાબિત થવાનો છે. લશ્કર તથા ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું લક્ષ્યાંક ભારત સાથે શાશ્વત શત્રુતાનું છે અને આ લક્ષ્યાંક પાર પાડવા માટે તેણે ત્રાસવાદનો ભરપૂર ઉપયોગ કરવાનું બંધ કરે તેમ નથી. અમેરિકાના હિતોની રક્ષા માટે ભારતના હિતોને જોખમમાં મૂકવાના સરકારનો આ પ્રયાસ આમ જનતામાં સ્વીકાર્ય બને તેમ નથી. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment